Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
જોઈએ. ગમે તે પ્રકારના પશેને (પરીષહાને) સહન કરનારને જ અણગાર કહેવાય છે. જે અણગાર સ્ત્રી પરીષહને જીતી શકે છે, તે સમસ્ત પરીષહને પણ જીતી શકે છે. ૨૧
ટીકાર્થ–સૂત્રકાર સાધુઓનું જે કર્તવ્ય છે, તે પ્રકટ કરે—સ્ત્રીસંપર્ક આદિથી રહિત હોવાને કારણે જેની લેણ્યા (અન્તઃકરણની વૃત્તિ) અત્યન્ત વિશુદ્ધ (નિમેળ) છે, જે મેધાવી-શાસ્ત્રીય મર્યાદામાં સ્થિત-છે અને જે જ્ઞાની છે, એટલે કે જેણે શાસ્ત્રના અધ્યયન દ્વારા અને ગુરુસેવા આદિ દ્વારા જાણવા એગ્ય તાવને જાણી લીધું છે, એવા સાધુએ પરક્રિયા કરવી જોઈએ નહીં. વિષપગ અથવા આરંભ આદિ કરીને બીજાના પર ઉપકાર કરવાને માટે જે ક્રિયા કરવામાં આવે છે તેને પરક્રિયા કહે છે. અથવા બીજા લોકો દ્વારા જે ચરણચંપી, મન આદિ પરિચય કરાવવામાં આવે છે. તેને પરક્રિયા કહે છે. સાધુએ એવી પરિક્રિયા કદાપિ કરવી જોઈએ નહીં,
આ કથનને ભાવાર્થ એ છે કે સાધુએ વિષપભેગ આદિ દ્વારા અન્યને ઉપકાર કરે જોઈએ નહીં અને બીજા લોકે દ્વારા એ રીતે સાધુની જે પરિચર્યા કરાતી હોય, તો એવી પરિચય થવા દેવી જોઈએ નહીં. આ પ્રકારની પરક્રિયા (પરિચર્યા)નો તેણે મન, વચન અને કાયાથી ત્યાગ કરે જોઈએ. ઔદ્યારિક આદિ શરીર સંબંધી કામગમાં મનને પ્રવૃત્ત થવા દેવું નહીં, બીજાના મનને તેમાં પ્રવૃત્ત કરાવવું નહીં અને કામમાં પ્રવૃત્ત થનારની અનુમોદના પણ કરવી નહીં. તેણે પૂર્ણરૂપે બ્રહ્મચર્ય પાળવું જોઈએ.
સાચે અણગાર તો તેને જ કહી શકાય કે જે દેવકૃત, મનુષ્યકત અને તિર્યંચકૃત, અનુકૂળ અને પ્રતિકૂળ, સમસ્ત ઉપસર્ગોને સહન કરે છે. તેમજ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૫૦