Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અહીં “તિ પદ ઉદ્દેશકની સમાપ્તિનું સૂચક છે. એવું હું કહું છું' આ કથનનું તાત્પર્ય એ છે કે ભગવાન મહાવીરે જે પ્રતિપાદન કર્યું છે, તેનું હું અનુકથન કરી રહ્યો છું, એવું સુધર્માસ્વામી જંબૂ સ્વામીને કહે છે. રિરા જૈનાચાર્ય જૈન ધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત “સૂત્રકૃતાંગસૂત્રની સમયાર્થાધિની વ્યાખ્યાના ચોથા અધ્યયનને બીજે ઉદ્દેશક સમાતા-રા
ચતુર્થ અધ્યયન સમાપ્ત
કના કા નિરૂપણ
નરકવિભક્તિ નામનું પાંચમું અધ્યયન
પરિજ્ઞા” નામના ચોથા અધ્યયનનું વિવેચન પૂરું કરીને હવે સૂત્ર કાર પાંચમાં અધ્યયનનું વિવેચન શરૂ કરે છે. આગલા અધ્યયને સાથે આ અધ્યયનનો સંબંધ આ પ્રકારને છે–પહેલા અધ્યયનમાં સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તનું નિરૂપણ કરવામાં આવ્યું બીજા અધ્યયનમાં સ્વસિદ્ધાન્તના બાધ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપવામાં આવી. ત્રીજા અધ્યયનમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું કે જ્ઞાની પુરુષોએ (સાધુઓએ) જેમણે બેધ પ્રાપ્ત કર્યો છે એવા છએ અનુકૂળ અને પ્રતિકૂળ ઉપ સર્ગોને સહન કરવા જોઈએ ચોથા અધ્યયનમાં એવું નિરૂપણ કરવામાં આવ્યું છે કે સ્ત્રીપરીષહને જીતવો ઘણું મુશ્કેલ છે. જેમણે ધર્મતત્વને જાણ્યું છે એવાં એ સ્ત્રી પરીષહ સહન કરવું જોઈએ. વળી ચેથા અધ્યયનમાં એવું પ્રતિપાદન પણ કરવામાં આવ્યું છે કે ઉપસથી ડરી જનારા અને સ્ત્રીને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૫૨