Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
તથ્યને હદયમાં ઉતારીને મોક્ષગમનની અભિલાષા રાખતા સાધુએ સ્ત્રીઓની સાથે નિવાસ કરવું જોઈએ નહીં ૧૦
ટીકાર્થ–સ્ત્રીની જાળમાં ફસાયેલે તે સાધુ પરિવારને નિમિત્તે પ્રતિદિન કહેશને અનુભવ કરતું રહે છે, તે કારણે સંયમથી ભ્રષ્ટ થવા માટે તેને પશ્ચાત્તાપ થાય છે. જે લેકે કુટુંબની સાથે રહે છે તેમને વિવિધ કાનો અનુભવ કરે પડે છે. પરિવારને નિમિત્તે પાપકર્મ સેવનારો પુરુષ પોતે જ પાપથી લિપ્ત થાય છે, અને ભવિષ્યમાં પણ તેને દુઃખના ભાગીદાર બનવું પડે છે. કહ્યું પણ છે કે –“ના” ઈત્યાદિ–
મેં પરિજનેને માટે કૂરમાં ક્રૂર કર્મોનું સેવન કર્યું, પરંતુ આજે હું એકલે જ સંતાપને અનુભવ કરી રહ્યો છું. જેમણે મારાં તે પાપકર્મો દ્વારા ઉપાર્જિત વસ્તુઓનું ફળ ગયું હતું તે એ બધાં ચાલ્યા ગયા આ રીતે સાધુ પણ પશ્ચાત્તાપ કરે છે.
જેવી રીતે કોઈ વિવેકવિહીન મનુષ્ય આવેશમાં આવી જઈને વિષમિશ્રિત ખીર આદિ ખાઈ જાય છે, પરંતુ જેમ જેમ શરીરમાં વિષ વ્યાપતું જાય છે તેમ તેમ આકુળ વ્યાકુળ થઈને પસ્તાવો કરે છે કે “હાય, હું કે મૂખ છું ! મેં વર્તમાનકાલીન સુખને જ વિચાર કર્યો અને તેના દુષ્પરિણામની ઉપેક્ષા કરી.” એજ પ્રમાણે તમે પણ પુત્રો, પુત્રીઓ, પત્રો, જમા. ઈએ, પત્ની, ભાણેજ, ભાણીઓ સાસુ, સસરા, ભાઈ, બહેન આદિના ભજન વિવાર્ય અલંકાર જાતકર્મમૃતક્કમ બીમારીની ચિકિત્સા આદિ વડે. વારમાં એવા તે પ્રવૃત્ત રહે છે કે તેમની ચિંતા આડે તમારા શરીર આદિની ચિંતા પણ ભૂલી ગયા છે. કયારેક કોઈ પુત્ર, પુત્રી આદિના લગ્નની ચિંતા, કયારેક પત્ની આદિને માટે અલંકારે ઘડાવવાની ચિંતા, કયારેક કેઈની બીમારીની ચિકિત્સાની ચિન્તા ભાણી ભાણીયાના મામેરાની ચિન્તા, કોઈ સગાના મરણ પાછળની વિધિઓની ચિન્તા આદિમાં જ તમારું ચિત્ત પરોવાયેલું રહે છે. આ બધી પરિજનવિષયક ચિંતાઓથી તમારૂં ચિત્ત વ્યાકુળ રહે છે. તેને કારણે તમે તમારા અહિક અને પારલૌકિક કર્તવ્યને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૦૪