Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ટીકાઈ—સિંહ નિર્ભય હેવાને કારણે વનમાં એક વિચરણ કર્યા કરતો હોય છે. એવા વનરાજ સિંહને માંસ વડે લલચાવીને શિકારી જાળમાં ફસાવે છે, અને તેમાં ફસાયેલા સિંહને અનેક પ્રકારે પીડા પહોંચાડે છે, એજ પ્રમાણે મન, વચન અને કાયમુતિથી યુક્ત, એકાકી મુનિને સ્ત્રી હાસ્ય, કટાક્ષ આદિ પૂર્વોક્ત ઉપાય દ્વારા પિતાના ફંદામાં ફસાવે છે. જે પિતાના મન, વચન અને કાયાને વશ રાખનારા સાધુઓ પણ સ્ત્રીઓના મેહપાશમાં ફસાઈ જાય છે, તે અન્ય અસંવૃત (વતરહિત) પુરુષોની તે વાત જ શી કરવી ! આ કથન દ્વારા સૂત્રકારે સ્ત્રીઓના સામર્થ્યની અતિશયતા પ્રગટ કરી છે, અને એ વાત સચિત કરી છે કે અન્ય પરીષહેને તે કોઈ પણ રીતે સહન પણ કરી શકાય છેપણ સ્ત્રી પરીષહને જીતવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. તો
શબ્દાર્થ –‘ારો-થા રથ બનાવવાવાળે “રાજુપુરથી-ગાનુકૂળ ક્રમપૂર્વક નિં -નૈમિમિત્ર’ જેમ નેમી (ધરી) ચકને નમાવે છે. એ જ રીતે સિયો સાધુને “ગણ-પથ' પિતાને વશ કર્યા પછી “સરળ-રત્ર પિતાની ઈચ્છા પ્રમાણેના કાર્ય કરાવવામાં મયંતિ રમત્તિ નમાવી લે છે. “-વારોન' પાશથી ૧-૨ બંધાયેલ સાધુ “મિર - ” મૃગલાની જેમ “તે રિ -રામાનો વિ' પાશથી છૂટવા માટે પ્રયત્ન કરતા હોવા છતાં પણ “રાતમાન” તે પાશ બંધનથી “ન મુરૂ-મુદ” છૂટતો નથી લા
સૂત્રાર્થ–જેવી રીતે રથકાર (સુથાર) ધીમે ધીમે નિમિત્તે (પૈડાની વાટને) નમાવીને પિડા પર ચડાવી દે છે, એ જ પ્રમાણે સ્ત્રિઓ પણ ધીરે ધીરે સાધુને પિતાને અધીન કરી લે છે. જેવી રીતે જાળમાં બંધાયેલું મૃગ તેમાંથી છૂટવા માટે ગમે તેટલા તરફડિયાં મારવા છતાં છૂટી શકતું નથી. એ જ પ્રમાણે સાધુ પણ તેના ફંદામાંથી છૂટી શકતું નથી. ભા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૦૨