Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
અંગીકાર કર્યા બાદ પણ કઈ સાધુ સ્ત્રીસંપર્ક કરે છે ખરે? શું કેઈએ કર્યો છે ખરે? શું કઈ કરશે ખરાં?? આ પ્રશ્નને ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે
“વ ઉનાડું' ઇત્યાદિ–
શબ્દાર્થ- a gો-શવ પર ઘણા લેકે “frerશું આવનાળ ગાદૂર ઘેરથી નીકળીને અર્થાત્ પ્રવ્રજીત થઈને પણ ‘મિસીમાવં પ્રસ્થા-નિશીમાવં પ્રસ્તુત મિશ્રમાર્ગ અર્થાત્ કંઈક ગૃહસ્થ અને કંઈક સાધુના આચારને સ્વીકાર કરી લે છે, “પુરમામેર પવત-ઈમામેર પ્રવત્તિ અને તેઓ કહે છે કે અમે જે માર્ગનું અનુષ્ઠાન કર્યું છે, તે માર્ગ જ મોક્ષના માર્ગ છે. “વાયાવહિયં યુરીકા-પારાવોચે રીઢાના કુશીલેને વચનમાં જ શુરવીરપણું છે. અનુષ્ઠાનમાં નહીં. ૧
સૂત્રાર્થઘણા લોક ગૃહને ત્યાગ કરીને મિશ્રવ્યવહારરૂપ મિશ્રીભાવથી યુક્ત થતા હોય છે, એટલે કે દીક્ષા ગ્રહણ કર્યા બાદ સાધુ અને ગૃહસ્થના મિશ્રિત વ્યવહાર આચરતા હોય છે. તેઓ એ દા કરે છે કે અમે જે માર્ગને અનુસરી રહ્યા છીએ, તે માર્ગનું અનુસરણ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પરંતુ કુશીલ માણસો વાણઘેરા જ હોય છે–તેઓ કર્મમાં (ક્રિયામાંઆચરણમાં) શૂર હોતા નથી. જેના
ટીકાર્થ–ઘણા લેકે ઘરને ત્યાગ કરીને એટલે કે દીક્ષા અંગીકાર કરીને સાધુ અને ગૃહસ્થના જેવું–બનેને મિશ્રિત વ્યવહાર જેવું આચરણ કરે છે–તેઓ કેટલીક સાધુની ક્રિયાઓનું પાલન કરે છે અને તેમની કેટલીક ક્રિયાએ ગૃહસ્થના જેવી જ હોય છે. તેથી તેઓ પૂરા સાધુ પણ નથી અને પૂરા ગૃહસ્થ પણ નથી, પરંતુ બન્નેની મધ્યના માર્ગને અપનાવે છે. તેઓ એવું પ્રતિપાદન કરે છે કે અમે જે કહીએ છીએ અથવા કરીએ છીએ,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૧૩