Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂત્રાર્થ-જેમણે ચગ્ય અવસરે પરાક્રમ કર્યું છે. એટલે કે ધર્મનું સેવન કર્યું છે, તેમને પાછળથી પસ્તાવું પડતું નથી. બન્ધન મુક્ત ધીર પુરૂષે અસંયમી જીવનની આકાંક્ષા રાખતા નથી. ૧૫
ટીકાર્ય–આત્મહિતની ખેવના રાખનારા જે વિવેકશીલ પુરૂ ભવિષ્ય. કાલીન સુખને વિચાર કરીને ધમપાજનને અવસર આવે ધર્મકરણીમાં પ્રવૃત્ત થાય છે-જે એ ઈન્દ્રિયે અને કષાયોના નિગ્રહ માટે પ્રયત્નશીલ રહે છે–એવાં કર્મ વિદ્યારણમાં શૂરતા આદિ ગુણેથી સંપન્ન ધીર પુરૂષને મરણને સમય નજીક આવે ત્યારે અથવા યૌવન વ્યતીત થઈને વૃદ્ધાવસ્થા આવે ત્યારે પસ્તાવું પડતું નથી. તેને શેકની અગ્નિમાં શેકાવું પડતું નથી. સ્ત્રી આદિ બંધનથી રહિત તે ધીરપુરૂષ સંયમરહિત જીવનની ઈચ્છા કરતા નથી. આ કથનને ભાવાર્થ એ છે કે વિવેકવાનું પુરૂ પિતાની જીવનની ક્ષણે ક્ષણને ઉપગ ધર્માચરણમાં કરે છે. ધર્મ જ સૌથી ઉત્તમ છે. તે ઉત્તમ વસ્તુનું ઉપાર્જન કરવામાં જ વિવેકવાન પુરુષે પ્રયત્નશીલ રહે છે. તેથી જેઓ બાલ્યાવસ્થાથી જ સંયમના અનુષ્ઠાનમાં અથવા ધર્મના સાધનમાં પ્રવૃત્ત રહે છે, તેને જ ખરી રીતે ધીર કહી શકાય છે. એવાં ધીર પુરૂ બાલ્યાવસ્થાથી જે ધર્મનું પાલન કરીને કમને ક્ષય કરવા લાગી જાય છે. તેથી તેઓ કર્મને ક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરવાને સમર્થ બને છે. એવા પુરુષ કર્મબન્યથી રહિત હોય છે, તેઓ કદી પણ અસંયમી જીવનની અભિલાષા સેવતા નથી. તેઓ જીવન અને મરણના વિષયમાં નિઃસ્પૃહ હોય છે. સંયમનું પાલન કરતાં કદાચ મૃત્યુને ભેટવું પડે તે પણ તેઓ ગભરાતા નથી તેઓ સદા સંયમપાલનની જ અભિલાષાવાળા હોય છે. ૧૫
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૮૫