Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શબ્દાર્થ “વિષ્ટિમં-દિમાન' સમ્યક્રદૃષ્ટિ “રિનિ વુડે-ઉનિતા શાંત પરષ જેસરું ઘÉ સંવા-ફારું ધર્મ સંસ્થા મુક્તિ પ્રાપ્ત કરવામાં અનુકૂળ એવા શ્રુતચારિત્રરૂપ આ ધર્મને જાણીને “૩ -૩mનિ' અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગોને નિમિત્તા-નિષ્ણ' સહન કરીને “રામોજણાચ-ગામોક્ષા’ મેક્ષ પ્રાપ્તિ સુધી “રિવાર-મિત્રત્વ' સંયમનું પાલન કરે. મારા
સૂત્રાર્થ–સમ્યગ્દષ્ટિથી યુક્ત, શાન્ત પુરુષે મેક્ષને અનુકૂળ આ સુંદર ધર્મનું સ્વરૂપ સમજી લઈને તથા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરીને મોક્ષપ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમની આરાધના કરવી જોઈએ. મારા
ટીકાર્થ–સમ્યમ્ દર્શનથી યુક્ત અને કષાયેના ઉપશમને લીધે જેનું ચિત્ત શાન્ત થઈ ગયું છે એવા પુરુષે મોક્ષ પ્રાપ્ત કરાવનારા શ્રુતચારિત્રરૂપ ધર્મને પિતાની બુદ્ધિ દ્વારા અથવા જ્ઞાની પુરુષોના ઉપદેશના શ્રવણ દ્વારા જાણી લઈને અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને સહન કરતાં કરતાં, મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમની આરાધના કર્યા કરવી જોઈએ.
આ કથનને ભાવાર્થ એ છે કે ભગવાન દ્વારા પ્રતિપાદિત ધર્મના સ્વરૂપને બરાબર સમજી લઈને સમ્યગ્દષ્ટિ, સમાધિયુક્ત અને પ્રશાન્ત પુરુષે મોક્ષપ્રાપ્તિ પર્યત સંયમની આરાધનામાં પ્રવૃત્ત રહેવું જોઈએ.
“ત્તિ નિ’ સુધમાં સ્વામી જંબૂ સ્વામીને કહે છે કે “હે જબૂ! ભગવાન મહાવીરના શ્રી મુખે આ ઉપદેશ મેં સાંભળ્યું છે, અને એ ઉપદેશ જ હું તમારી સમક્ષ આપી રહ્યો છું.' જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજ કૃત સૂત્રકૃતાંગસૂત્ર'ની સમયાથબાધિની વ્યાખ્યાના ત્રીજા અધ્યયનને ચોથો ઉદ્દેશક સમાપ્ત ૩-૪
છે ત્રીજું અધ્યયન સમાપ્ત છે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૯૩