Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અનેક ભેદે અને પ્રભેદે છે. સાધુએ સઘળામાં અને જુદી જુદી અવસ્થાઓમાં જીવ સ્થાનમાં વિદ્યમાન છાની હિંસાને ત્યાગ કર જોઈએ. તેણે કૃત, કારિત અને અનુમોદના રૂપ ત્રણે કરણ અને મન, વચન અને કાયરૂપ ત્રણે ગદ્વારા હિંસાનો ત્યાગ કર જોઈએ.
અહીં ક્વ, અધે અને તિર્ય દિશાઓને ઉલેખ કરીને ક્ષેત્રમાણ તિપાતને ગ્રહણ કરવામાં આવેલ છે. ત્રસ અને સ્થાવર ને ઉલ્લેખ કરીને સૂત્રકારે દ્રવ્યપ્રાણાતિપાતને સૂચિત કર્યું છે, સર્વત્ર પદને અથવા સર્વ કાળને ઉલ્લેખ કરીને કાલપ્રાણાતિપાતને સંચિત કર્યું છે, અને “નિવૃત્તિ કરે' આ પદના પ્રયોગ દ્વારા ભાવપ્રાણાતિપાતને પ્રકટ કરવામાં આવેલ છે.
- આ કથનનું તાત્પર્ય એ છે કે કઈ પણ કાળે, કોઈ પણ દેશમાં ક્ષેત્રમાં), કોઈ પણ જીવની કઈ પણ અવસ્થામાં મન, વચન અને કાયાથી તથા કૃત, કારિત અને અનુમોદના દ્વારા વિરાધના કરવી જોઈએ નહીં.
આ પ્રકારે તપ અને સંયમની આરાધના કરનારા સાધુઓને કેવા ફળની પ્રાપ્તિ થાય છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે–તેને શાન્તિ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. સમસ્ત કર્મોને ઉપશમ થઈ જવાથી તેને શાન્તિ પ્રાપ્ત થાય છે અને સમસ્ત કર્મોને ક્ષય થઈ જવાથી તેને મુક્તિ પ્રાપ્ત થાય છે.
આ સમસ્ત કથનને ભાવાર્થ એ છે કે સર્વવિરતિનું પાલન કરનારા અને ચરણકરણ ક્રિયાનું અનુષ્ઠાન કરનારા સાધુને અવશ્ય મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે એ વાત સિદ્ધ થાય છે કે અહિંસાની આરાધનાનું ફલ મેક્ષ છે. ૨૦
હવે ત્રીજા આખા અધ્યયનને ઉપસંહાર કરતા સૂત્રકાર કહે છે કે “સુદં ર ધારા ઈત્યાદિ–
શબ્દાર્થ “#ાળે ચિં-શાસન કવિ કાશ્યપગંત્રી ભગવાન મહાવીર સ્વામીના દ્વારા કહેલ “મંા ધર્મમાવા-મં જ ધર્મમાવાય શ્રુતચારિત્ર રૂપ આ ધમને સ્વીકાર કરીને “સાહિર-સમાહિત સમાધિયુક્ત “fમવર-મિલ્સ સાધુ “મનિસ્ટાર-અઢારતા” અલાનભાવથી ‘નિહારત-સ્ટાર’ લાન રોગી સાધુની “-' સેવા કરે. ૨૧
સૂત્રાર્થ-કાશ્યપ શેત્રીય મહાવીર પ્રભુ દ્વારા પ્રરૂપિત આ ધર્મની આરાધના કરનાર સમાધિમાનું સાધુ એ ગ્લાન (બિમાર) સાધુની બની શકે તેટલી સેવા કરવી જોઈએ. ર૧
ટીકાર્થ– સૂત્રકાર સાધુને એ ઉપદેશ આપે છે કે મહાવીર પ્રભુ દ્વારા ઉપદિષ્ટ પૂર્વોક્ત ગ્રુતચારિત્ર રૂપ ધર્મને-જીવોને દુર્ગતિમાં પડતાં બચાવીને સુગતિમાં દેરી જનાર ધર્મને-અપનાવીને સમાધિયુક્ત ચિત્તે બિલકુલ વિષાદ (ગ્લાનિ અનુભવ્યા વિના–લાન (બીમાર) સાધુઓની યથાશક્તિ સેવા કરતા રહે. રપ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૯૨