Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કર્મના આસ્રવ દ્વાર રૂપ છે, અંતઃ “ગુર–અનુત્તર બધાથી ઉત્તમ પ - અહિંસા વગેરે લક્ષણવાળા ધમને “સા-શ્રાવાં સાંભળીને સાધુ “કવિ -નવિન અસંયમ જીવનની ‘રામિલિકઝા-નામાંક્ષે ઈચ્છા ન કરે. ૧૩
સૂત્રાર્થ–સાધુ એ જ્ઞાતિબંધને જ્ઞપરિણાથી અનર્થનું મૂળ સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને ત્યાગ કરે કેમ કે આ બધા જ સંબંધે કર્મના આસ્રવ દ્વાર રૂપ હોય છે. તેથી બધાથી શ્રેષ્ઠ અહિંસાદિલક્ષણવાળા ધર્મને સાંભળીને સાધુ અસંયમી જીવન ધારણ કરવા ન ઈચ્છે છે૧૩
ટીકા–સાધુએ સપરિજ્ઞાથી એવું સમજવું જોઈએ કે સ્વજનના સંસર્ગ અનર્થનું કારણ છે. તેને અનર્થનું કારણ સમજીને તેણે પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તેને ત્યાગ કર જોઈએ કારણ કે સમસ્ત સંગ મહાન આસવનું કારણ -કન બન્ધનું કારણ છે. આ પ્રકારને વિચાર કરીને, જયારે અનુકૂળ ઉપસળે આવી પડે ત્યારે સાધુએ સંયમહીન જીવનની આકાંક્ષા કરવી જોઈએ. નહી પ્રતિકુળ ઉપસર્ગો આવી પડે ત્યારે જીવનની આકાંક્ષા રાખ્યા વિના મધ્યસ્થભાવે ઉપસર્ગોને સહન કરવા જોઈએ. આ પ્રકારના ઉપસર્ગો અને પરીષહે આવી પડે ત્યારે તેણે પ્રવજ્યાને ત્યાગ કરીને સાંસારિક જીવન સ્વીકાર વાને વિચાર પણ કરવું જોઈએ નહીં, કારણ કે સાંસારિક જીવન તે દુઃખ જનક જ છે. તેના દ્વારા આત્મહિત સાધી શકાતું નથી. તે આત્મહિત સાધવાને કયે રાહ છે, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે–
અનુત્તર (સર્વશ્રેષ્ઠ) મૃતચારિત્ર રૂપ ધર્મનું તીર્થંકર, ગણધર અથવા અણગારેના મુખારવિજેથી શ્રવણ કરવું. અને માતા-પિતા આદિ સ્વજનેને સંસર્ગ સંસારનું કારણ છે, એવું માનીને સાધુઓએ સ્વજને પ્રત્યેની આસક્તિને પરિત્યાગ કર જોઈએ.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૩૩