Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આખા સંસારનું હિત કરનાર અષ્ટાંગ નિમિત્ત જ જાણવા ગ્ય છે. તેને જ ધર્મ માનવે જોઈએ.”
વળી તેઓ એવું કહે છે કે ધર્મની બાબતમાં હેતુ આદિ દ્વારા નિર્ણય કરવું જોઈએ નહીં. અમારા ધર્મને લેકોની મોટી સંખ્યાએ સ્વીકાર્યો છે અને તેને રાજ્યાશ્રય પણ મળે છે, તેથી તેને જ કલ્યાણકારી માનવે જોઈએ.”
આ પ્રકારના તેમના કથનનો આ પ્રમાણે ઉત્તર આપવો જોઈએ-ઘણા આંધળાંએ ઘડા આદિના રૂપને જોઈ શકતા નથી, પરંતુ એક જ દેખ માણસ તે રૂપને જોઈ શકે છે. શું તે કારણે ઘટ આદિમાં રૂપનો અભાવ હવાની કલ્પના કરવી વ્યાજબી છે ખરી? એજ પ્રમાણે અધિકાંશ લેકે અજ્ઞાની હોવાને કારણે સર્વજ્ઞ પ્રતિપાદિત ધમને જાણી શકતા નથી. શું તેથી એવું કહી શકાય છે કે તે ધર્મ જ નથી ? કહ્યું પણ છે કે –
“properણી’ ઈત્યાદિ–
એરંડાના લાકડાઓનો એક ઢગલે હોય તે પણ તે એક પલપ્રમાણ ગશીર્ષ ચન્દનના મૂલ્યની બરાબરી કરી શકતો નથી, પછી ભલે તેની ગમે તેટલી કિંમત આંકવામાં આવતી હોય. પેલા
“સા વિ જાળrઉત્તરો' ઇત્યાદિ—
પ્રમાણમાં મેટે હોવા છતાં પણ તે એરંડાના લાકડાઓને ઢગલે જેવી રીતે ચન્દનના મૂલ્યની બરોબરી કરી શકતા નથી, એજ પ્રમાણે જ્ઞાનહીન ઘણા લેકે પણ જ્ઞાનવાનું થડા લેકની બરાબરી કરી શકતા નથી તે અન્ય મતવાદીઓ અનુયાયીઓની સંખ્યાને આધારે કઈપણ મતનું મૂલ્ય આંકવામાં ભૂલ કરે છે. શા
gો કરતુ હુ' ઇત્યાદિ
આંધળા ઘણા માણસે કરતા દેખતે એક પુરુષ વધુ મહત્વ ધરાવે છે. સેંકડો આંધળાએ દેખ્યા વિના વસ્તુના રૂપનું જે વર્ણન કરે તેના કરતાં એક જ દેખતા માણસ દ્વારા વસ્તુને રૂપનું જે વર્ણન કરવામાં આવે, તે અધિક માનવા યોગ્ય ગણાય છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૬૦