Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સૂત્રા—ગૃહસ્થના દ્વારા લાવવામાં આવેલે આહાર શ્રેયસ્કર છે, પરન્તુ સાધુ દ્વારા લાવવામાં આવેલા આહારના ઉપલેાગ કરવે। શ્રેયસ્કર નથી,’ આપનું આ કથન વાંસના અગ્રભાગ સમાન કમોર છે, ૧૫૫ા
ટીકા— અન્ય મતવાદીએના આક્ષેપના ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે ગૃહસ્થના દ્વારા લાવવામાં આવેલા આહાર સાધુએને માટે કલ્યાણકારી છે, પરન્તુ સાધુએ દ્વારા લાવેલા આહારના ઉપભેાગ કરવા સાધુને માટે શ્રેયસ્કર નથી,' આ પ્રકારની આપની દલીલ વાંસના અગ્રભાગ જેવી નિખળ છે-તેનુ ખ'ડન સહેલાઇથી થઈ શકે તેમ છે. જેવી રીતે વાંસનો અગ્રભાગ એટલે કમોર હાય છે કે તેને સહેલાઈથી તાડી શકાય છે, એજ પ્રમાણે તમારા આ આક્ષેપનો જવાબ પણ છેૢા સરળ છે-ગૃહસ્થા દ્વારા લાવવામાં આવેલા આહાર છકાયની વિરાધના યુક્ત હોવાને કારણે દોષયુક્ત હાય છે, પરન્તુ સાધુએ દ્વારા લાવવામાં આવે! આહાર ઉગમ આદિ દોષાથી રહિત હાય છે તેથી ગૃહસ્થા દ્વારા લાવેલા આહારને શ્રેયસ્કર માનવેા તે વાત યુક્તિ સંગત પણ લાગતી નથી અને શાસ્ત્રાક્ત કથનથી પણ વિરૂદ્ધ જાય છે. માટે આપની તે દલીલ બિલકુલ ટકી શકે તેમ નથી. ।।ગાથા ૧૫।
અન્ય મતવાદીએ એવું કહે છે કે જેવી રીતે ગૃહસ્થા દ્વારા દાન અપાય છે એજ પ્રમાણે સાધુએએ પણ દાન દેવું જોઈએ. દાન સામાન્ય ધર્મ ઢાવાને કારણે સૌને માટે સમાન છે.’ આ પ્રકારની અન્ય મતવાદીઓની દલીલનું નિરાકરણ કરવા માટે સૂત્રકાર કહે ‘ધર્મવાળા’ ઇત્યાદિ
છે કે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
---
૫૭