Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બાહ્ય અને આભ્યન્તર ઉગ્ર તપથી “જિયા-તર્કતા' પીડિત અર્થાત્ દુઃખી “iા-વા' મન્દ બુદ્ધિવાળા “ત-રત્ર' તે સંયમમાં “વિજયંતિ-વિકી તિ દુખિત થાય છે, “વજ્ઞાળત્તિ-વઘાને ઉંચા માર્ગમાં ‘પાવાવ-નરગાવા ' ઘરડા બળદની જેમ દુખિત થાય છે. ૨૧//.
સુવાર્થ-જેવી રીતે સીધા ચઢાણવાળા માર્ગ પર ભારે બેજાનું વહન કરતાં વૃદ્ધ બળદ પીડા અનુભવે છે, એજ પ્રમાણે સંયમનું પાલન કરવાને અસમર્થ હોય એવા સાધુઓ અનશન આદિ તપસ્યાની આરાધના કરતાં દુખને અનુભવ કરીને સંયમ પાલન કરવામાં વિષાદ અનુભવે છે. ૨૧
ટીકાથ– રૂક્ષ આ પદ સંયમનું વાચક છે, કારણ કે તેમાં વિષનું આસ્વાદન થતું નથી. જેઓ તેનું (સંયમનું) પાલન કરવાને અસમર્થ હોય છેઆત્માને સંયમમાં દઢ કરવાને જેએ શક્તિમાન હોતા નથી, એવાં કાયર અને અલપસર મુનિઓ અનશન આદિ બાહ્ય તથા આભ્યન્તર તપસ્યાઓમાં પીડાનો અનુભવ કરે છે. એવાં મંદ, કાયર સાધુને વૃદ્ધ બળદ સાથે સરખાવવામાં આવેલ છે. જેવી રીતે વૃદ્ધ, નિર્બળ બળદ સીધા ચઢાણવાળા વિકટ માગ પર બેજાનું વહન કરતા પીડા અનુભવે છે, એ જ પ્રમાણે અલ્પસત્વ, કાયર પુરુષે પણ સંયમભારનું વહન કરતા પીડા અનુભવે છે. સીધા ચઢાણવાળા માર્ગ પર બેજાનું વહન કરવામાં યૌવન અને શક્તિસંપન્ન બળદે પણ જે પાછાં પડે છે, તે વૃદ્ધ અને નિર્બળ બળદની તે વાત જ શી કરવી ? એજ પ્રમાણે ઉગ્ર ઉપસર્ગો અને પરીષહ આવી પડે ત્યારે ભલભલા બૈર્યવાન અને વિવેકશાળી મનિઓ પણ સંયમના માર્ગેથી ચલાયમાન થઈ જાય છે, તે અધીર અને કાયર મુનિજનોની તો વાત જ શી કરવી?
આ કથનને ભાવાર્થ એ છે કે જેવી રીતે વૃદ્ધ અને કમજોર બળદે. ચઢાણવાળો માર્ગ કાપતાં દુઃખી થાય છે, એ જ પ્રમાણે અલ્પસત્વ અને અધૈર્યવાન સાધુઓ સંયમભારનું વહન કરવામાં કલેશને અનુભવ કરે છે, કારણ કે તેઓ પાંચ મહાવ્રત, સાધુ સામાચારી અને તપસ્યા આદિનું પાલન કરવાને અસમર્થ હોય છે. ૨૧
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૪૦