Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર નિર્વાણ શતાબ્દી સં. ૧૯૫૭ થી સં. ૨૦૧૭
શ્રીમદ્ રાજચંદ્ર
સચિત્ર જીવન દર્શન
સંયોજક પારસભાઇ જૈન
પ્રકાશક
શ્રીમદ્ રાજચંદ્ર જન્મ ભુવન, વવાણિયા
Page #2
--------------------------------------------------------------------------
________________
ટો રત્નર જન વારુ, સુરા અને સમાગમ. 1ષુપ્ત એજનને જાળ ફરળ૨, ૪જી વૃત્તિને સ્થિર રજનાર દર્શન માત્ર નર અ૬ની નાવને બેરર્સ અરેરક અકા વેમમ, અને કઈ નીરાગ નિજિ સ્વભાવના : ૨ ૧ - છે અા વાળ કરી અને મા બાપ, i સિવિ રાવળા ૨. કળ જમ ન હતો.
પરમકૃપાળુદેવના હસ્તાક્ષર
પ્રકાશક : શ્રી મનુભાઈ ભ. મોદી પ્રથમવૃત્તિ, પ્રત ૫૦૦૦
પ્રોસેસર :
પ્રિન્ટર : પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન દ્વિતીયાવૃત્તિ, પ્રત ૫૦૦૦
સ્ટેન આર્ટસ,
પાર્કસન ગ્રાફિક્સ વવાણીયા સં. ૨૦૫૭, સન્ ૨૦૦૧
૬૨, શાંતિ કુંજ, ૪ ૧૫, શાહ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, તાલુકા- માળીયા મિંયાણા,
કોન્સેપ્ટ અને ડીઝાઈનર; લીબર્ટી ગાર્ડન રોડ નં. ૨, વીર દેસાઈ રોડ, અંધેરી (વેસ્ટ), જીલ્લો- રાજકોટ-૩૬૩ ૬૬૦ : શ્રી પારસભાઈ જેન, અગાસ આશ્રમ : મલાડ(વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૪: મુંબઈ-૪૦૦ ૦૫૩.
પ્રાપ્તિસ્થાન :
શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન
વવાણીયા તાલુકા- માળીયા મિંયાણા,
જીલ્લો- રાજકોટ પીનકોડ ૩૬૩ ૬૬૦.
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર આકાશવાણી રોડ,
રાજકોટ
(ગુજરાત) પીનકોડ ૩૬૦ ૦૦૧.
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર શ્રીમદ્ રાજચંદ્ર માર્ગ આર.બી. મેતા રોડ,
ઘાટકોપર (ઈસ્ટ) મુંબઈ-૪૦૦ ૦૭૭.
શ્રીમદ્ રાજચંદ્ર સ્વાધ્યાય મંદિર,
લામરોડ,
દેવલાલી પિન - ૪૨૨ ૪૦૧
(જિ. નાસિક)
પડતર કિંમત : ૨૫૦/
વેચાણ કિંમત : ૨૦/
(૨)
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના પરમકૃપાળુદેવના નિર્વાણ શતાબ્દી નિમિત્તે આ પુસ્તક પ્રગટ કરતાં આનંદ થાય છે.
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ આ હુંડાઅવસર્પિણી કાળમાં સૂર્યરૂપે પ્રગટ થઈ વીતરાગ મૂળમાર્ગનો ચઉ દિશામાં પ્રકાશ ફેલાવી અસ્ત થયે આજે સો સો વર્ષના વહાણાં વહી ગયાં. સો વર્ષના અંતરાલમાં પરમકૃપાળુદેવના ભાવાનુસાર “સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિરધાર રે' એમ કહ્યું હતું તે પ્રમાણે આજે દેખાય છે. શ્રીમદ્ રાજચંદ્રના નામથી ચાલતા આશ્રમો, સંસ્થાઓ કે મંદિરો દેશ વિદેશમાં થઈને લગભગ ૬૦ અસ્તિત્વમાં આવી ગયા. હજારો મુમુક્ષુઓ પરમકૃપાળુદેવના આશ્રિત બની શાંતિ મેળવતા થયા. તેમની પ્રત્યક્ષ ગેરહાજરીમાં પણ તેમની વીતરાગ મુદ્રાને ચિત્રપટરૂપે કે પ્રતિમારૂપે સ્થાપિત કરી પ્રત્યક્ષ તુલ્ય માની તેમજ તેમના વચનામૃતોરૂપ અક્ષરદેહને પણ પ્રત્યક્ષ સમ માની આજે પણ ભવ્યાત્માઓ પોતાના આત્માનું કલ્યાણ સાધી રહ્યાં છે; એ પરમકૃપાળુદેવના યોગબળનો જ પ્રભાવ છે.
‘સપુરૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.' - શ્રીમદ્ રાજચંદ્ર પરમકૃપાળુદેવે આ કળિકાળમાં પણ પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરી અનંતી કરુણાવડે આત્માર્થી જીવોને મુક્તિનો માર્ગ સરળ ભાષાશૈલીમાં બતાવી આપણા ઉપર પરમોપકાર કર્યો છે અને ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાયનું અદ્ભુત માહાસ્ય દર્શાવી અનહદ કૃપા કરી છે.
એવા પરમકૃપાળુ પરમાત્માના પવિત્ર જીવન પ્રસંગોને ચિત્ર સાથે દર્શાવતું આ પુસ્તક આત્માર્થી જીવોના હૃદયમાં પ્રભુ પ્રત્યે ભક્તિમાં વૃદ્ધિ કરશે.
આ અદ્ભુત ભાવવાહી વાસ્તવિક પ્રસંગોને ચિત્રરૂપે મૂર્તિમંત કરવાનો એક નમ્ર પ્રયાસ છે. આ પુસ્તકમાં પરમકૃપાળુદેવના જન્મથી માંડીને ઠેઠ આત્મસ્વરૂપમાં લીન થવા સુધીના મુખ્ય મુખ્ય સર્વ બોધદાયક પ્રસંગોને વણી લેવામાં આવ્યા છે. પરમકૃપાળુદેવના આધ્યાત્મિક જીવનને ચિત્રો દ્વારા રજુ કરવા માટેનો આ પ્રયાસ શ્રી પારસભાઈ જૈનનો છે. આ શુભ પ્રયાસ સર્વ આત્માર્થી જીવોને પરમકૃપાળુદેવની શ્રદ્ધા દઢ કરવામાં સહાયભૂત થાય એવી એમની શુભ કામના છે તે સફળ થાઓ.
આ ચિત્રો બનાવવામાં જે જે મુમુક્ષુ ભાઈ બહેનોએ આર્થિક મદદ કરી છે તે સર્વ ધન્યવાદને પાત્ર છે.
આ ગ્રંથ પ્રકાશનમાં ઉદારચિત્તે મુમુક્ષુ ભાઈઓએ સહાય કરી છે એટલે મૂળ કિંમત કરતા ઘણા ઓછા ભાવે આ ગ્રંથ આપી શકાય છે એ માટે તે સર્વનો આભાર માનું છું. દાતાઓની યાદી અન્યત્ર આપવામાં આવી છે.
લિ. સંતચરણરજ મનુભાઈ ભ. મોદી
Page #4
--------------------------------------------------------------------------
________________
સમ્પાદકીય નિવેદન
દુષમ કલિયુગને છેદતો, કર્મશત્રુને ભેદતો એવો યોગી હિમાલયથી ઉતરતી ગંગાની જેમ જીવોને પાપોથી નિવારી પવિત્ર કરવા આ અવની પર આવી ચઢ્યો. જેની સ્મરણશક્તિ અદ્ભુત હતી, સર્વ જીવો પ્રત્યે જેનો વિશ્વવ્યાપી પ્રેમ હતો, એવા આશ્ચર્યની મૂર્તિ સમા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો યોગ આવા હુંડાઅવસર્પિણી નામના પંચમકાળમાં થવો એ આપણા ભાગ્યની પરાકાષ્ટાનું સૂચન છે. એવા પરમકૃપાળુદેવના જીવનમાં બનેલ અનેક બોધદાયક પ્રસંગોને આત્મા જીવો સરળતાથી સમજી શકે તે અર્થે, કાલ્પનિક ચિત્રો દ્વારા, પણ જેની હકીકત વાસ્તવિક બનેલ છે એવા પ્રસંગોને આ પુસ્તકમાં પ્રગટ કરીએ છીએ.
ચિત્રો દ્વારા સન્દુરુષના જીવનમાં બનેલ અનેક બોધદાયક પ્રસંગોને જોવાથી મનુષ્યના માનસ ઉપર તેની ઉંડી છાપ પડે છે, અને તે પ્રસંગ યાદ આવતાં તે દૃશ્ય ફરી મનમાં ખડું થઈ જાય છે. ભગવાન શ્રી પાર્શ્વનાથને આ સંસારથી વિરક્તભાવ થયો તેનું નિમિત્તકારણ પણ ચિત્રો હતા. તે વિષે પંચકલ્યાણકની પૂજામાં આવે છેઃ
રાજિમતીકું છોડકે, નેમ સંજય લીના; ચિત્રામણ જિન જોવત, વૈરાગે ભીના.”-પૂજાસંચય (પૃ.૩૬)
એકવાર શ્રી પાર્શ્વકુમાર પ્રભાવતી રાણી સાથે ઉદ્યાનમાં ફરવા ગયા. ત્યાં એક સુંદર મહેલ જોઈ તેમાં વિશ્રામ કર્યો. તે મહેલમાં અનેક ચિત્રો બનાવેલ હતાં. તેમાં શ્રી રાજિમતીને છોડી ભર યુવાવયે શ્રી નેમિનાથે સંયમ ગ્રહણ કર્યો એવા ચિત્રોને જોતાં શ્રી પાર્શ્વકુમારને સંસાર પ્રત્યે વિરક્તભાવ થઈ ગયો અને સંયમ લેવાનો નિર્ણય કર્યો. તે ચિત્રો તેમને વૈરાગ્યના નિમિત્તભૂત બન્યા તેમ મહાપુરુષોના કે પરમકૃપાળુદેવના આ જીવંત લાગે એવા ચિત્રો અનેકને બોધદાયક થવા સંભવ છે.
આ પુસ્તકમાં આપેલ ચિત્રો બનાવતાં અઢી વર્ષનો સમય વ્યતીત થયો હતો. તેમાં માર્ગદર્શન અનુસાર ચિત્રો બનાવી આપનાર શ્રી પ્રફુલભાઈ તથા શ્રી મહેશભાઈનો સહકાર પણ પ્રશંસનીય છે.
આ પુસ્તકમાં પ્રત્યેક પ્રસંગના ચિત્રનો મુખ્ય ભાવ, વાચક સહેજે સમજી શકે એવા હેતુએ દરેક પેજમાં તેના મથાળા (શિર્ષક) આપવામાં આવ્યા છે. તેમજ લગભગ પ્રતિ પેજમાં તે તે પ્રસંગથી આપણને શું બોધ કે શિક્ષા મળી શકે તે મુખ્યત્વે પરમકૃપાળુદેવના શબ્દોમાં જ આપવામાં આવી છે. સર્વ પ્રસંગો જીવનકળા, શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી ગ્રંથ કે શ્રીમદ્ભા પરિચયમાં આવેલ મુમુક્ષુઓના લખાણના આધારે મૂકવામાં આવ્યા છે. ત્યારબાદ “શ્રીમદ્ રાજચંદ્ર' ‘ઉપદેશામૃત' તેમજ બોધામૃત'ના ભાગોમાંથી આપણે આપણા જીવનમાં મુખ્ય શું કર્તવ્ય છે?તે વિષે પ્રત્યક્ષ સત્પરુષ પરમકૃપાળુદેવને માની, તેમની જ શ્રદ્ધા, ભક્તિ, આશા, સત્સંગ આદિ ઉપાસનીય છે વગેરે વિષયોને ઉમેરવામાં આવ્યા છે.
પ્રત્યેક પેજમાં અવતરણ નીચે પુસ્તકનું નામ સંક્ષેપમાં આ પ્રમાણે સમજવા યોગ્ય છે ઃ- શ્રીમદ્ રાજચંદ્ર (વ.....)વ.= વચનામૃત. પૃ. = પૃષ્ઠ, ઉ. = ઉપદેશામૃત, બો. ૧,૨,૩ = બોધામૃત ભાગ ૧,૨,૩ અ. = અદ્ધશતાબ્દી ગ્રંથ.
આ પુસ્તકનું અવલોકન કર્યા પછી શ્રીમદ્ રાજચંદ્રના જીવનને વિસ્તારથી દર્શાવતી ‘જીવનકળા' નામની પુસ્તક તેમજ મોક્ષમાર્ગને સરળતાથી સમજાવનાર શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત “મોક્ષમાળા' ગ્રંથને અવશ્ય વાંચવા વિનંતી છે.
વળી આત્મકલ્યાણ અર્થે હે પ્રભુ! હે પ્રભુ !શું કહું', “યમનિયમ', “ક્ષમાપના' “મંત્રસ્મરણ” તેમજ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગ સંબંધી પરમકૃપાળુદેવે શ્રી લઘુરાજ સ્વામીને વસોમાં જણાવેલ કે મુનિ, તમારી પાસે કોઈ આત્મહિતનું સાધન માગે તો તમારે આ બતાવવું. તેથી તેઓશ્રીએ આ ત્રણ પાઠ, મંત્ર સ્મરણ વગેરેની આજ્ઞા અનેકને પરમકૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ અંગીકાર કરાવી હતી. તત્પશ્ચાત્ તેમના કહેવાથી પૂ. શ્રી બ્રહ્મચારીજીએ પણ તે આજ્ઞા અનેક ભવ્યાત્માઓને પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ માન્ય કરાવી. વર્તમાનમાં પણ તે પરમકૃપાળુદેવની આજ્ઞાને દર્શાવતો શિલાલેખ અગાસ આશ્રમના શ્રી રાજમંદિરમાં પરમકૃપાળુદેવના ચિત્રપટ પાસે ઉપલબ્ધ છે. તેને વાંચી પરમકૃપાળુદેવને પોતાના ગુરુ માની “સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે” એમ કહી, પરમકૃપાળુદેવને ત્રણ નમસ્કાર કરી આજ્ઞા અંગીકાર કરાય છે. આ પ્રણાલી આજે પણ અગાસ આશ્રમમાં પ્રચલિત છે અને તે આ આશ્રમની આગવી વિશેષતા છે. માટે આત્મકલ્યાણના ઈચ્છુકે પરમકૃપાળુદેવ દ્વારા ઉપદિષ્ટ આ આજ્ઞાને અવશ્ય માન્ય કરી આ દુર્લભ માનવદેહ ધન્ય બનાવવા યોગ્ય છે. આજ્ઞાનું આરાધન ‘એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ' છે. કિં બહુના.
- આત્માર્થ ઈચ્છક, પારસભાઈ જૈન
Page #5
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
છે. તે
જ
»
ર
ળ
Sદાકા .......
ઇ
છે
જ
............ ૧૫
- ઈ
- છે
- આ
# 6
વિષય શ્રીમદ્ રાજચંદ્ર ભિન્ન ભિન્ન અવસ્થા.... શ્રીમદ્ સદ્ગુરુ જન્મમહોત્સવ પદ... શ્રીમદ્ રાજચંદ્ર જન્મ.................... બાળલીલા........... પ્રભુદર્શન તથા સંત સમાગમ પ્રિય........ અલ્પવયમાં મહદ્ વિચારો...............
સ્કૂલમાં પ્રથમ દિને બાળયોગી શ્રીમનું પુસ્તક વાંચન.......... ૭ મૃત્યુ-રહસ્ય જાણવાની તીવ્ર જિજ્ઞાસા..... ચિતા નિરખતા બાળયોગી શ્રીમને જાતિસ્મરણજ્ઞાન..........
સ્કૂલમાં વિદ્યાર્થીઓનું લેસન લેતા બાળયોગી શ્રીમ............. ૧૦ રામાયણ અને મહાભારતની સમજાવટ...................... ૧૧ શુળની પીડા કેમ ખમાણી ?. પ્રતિક્રમણસૂત્રવડે જૈનધર્મમાં પ્રીતિ..........
•,..૧૩ લીલોતરીના જીવો પર કરુણા, મહાવીર પ્રભુને દૃષ્ટિમાં ઉતારો.૧૪ ધારશીભાઈ પર શ્રીમદ્ભો ઉપકાર.. કાશી અભ્યાસ માટે આમંત્રણ...............
•••••••••••••••••••. ૧૬ બાલ્યવયે પણ કામની સૂઝ અને ઝડ૫.......... પોતાના માટે હાથ લાંબો કરી દીનતા કરી નહીં......... ભુજમાં ધર્મસંબંધી ભાષણ........... પ્રામાણિક અને પુરુષાર્થી..... શ્રીમના સેવાભાવી માતાપિતા........... ગાંગેય અણગારના ભાંગા સુગમ શૈલીમાં....... શ્રીમદ્ ગુરુપદે માન્ય...
............. બાળવયે વિદ્વાનોની શંકાઓનું સમાધાન.. પુણ્ય પ્રમાણે બધું સુધરશે.. વીતરાગધર્મ પૂર્ણ સત્ય, શ્રીમો શ્રી રામ જેવો વૈરાગ્ય...... મોક્ષમાળાનું સર્જન.. ચકિત કરી દે એવા શ્રીમદ્ભા સ્ત્રાર્થ......... શ્રીમદ્ રાજચંદ્રનું સોળમાં વર્ષનું ચિત્રપટ..... અષ્ટાવધાન જોઈ મનજીભાઈનું આશ્ચર્ય.. શ્રીમદ્ રાજચંદ્રનું ઓગણીસમાં વર્ષનું ચિત્રપટ..... ..........૩૧ બોટાદમાં બાવન અવધાન પ્રયોગો...... .......૩૨,૩૩ મુંબઈમાં શતાવધાન...
.....૩૪,૩૫ શ્રીમના અવધાનની સમાચાર પત્રોમાં પ્રશંસા.................૩૬ સુવર્ણચંદ્રક ભેટ...
.........૩૭ પરમેશ્વર ગ્રહ...........
..........૩૮ શ્રીમદ્ રાજચંદ્રનું ચોવીસમાં વર્ષનું ચિત્રપટ......... શ્રીમદ્ગી અદ્ભુત સ્પર્શશક્તિ. આત્મોન્નતિમાં બાધકગણી જ્યોતિષ જોવાનો ત્યાગ...... પૂર્વોપાર્જિત કારણે લગ્ન.................. મેઘવૃષ્ટિ-યુગ પ્રધાનપણાનું સૂચન............ વ્યાપારમાં મુખ્ય નિયંતા શ્રીમદ્ રાજચંદ્ર. ........ જૈનનું પ્રામાણિકપણું કેવું હોવું જોઈએ ?...........
•. ૨૧
વિષય અમારે કોઈને દુભવવા નથી..... પર દુઃખે કરુણા........
.......... બીજાના ભોગે સુખી થવાય નહીં.......... કર્મના ફળરૂપ નાટક.... અહિંસા પરમો ધર્મ............ તું આત્મા છે કાશી નહીં........... શ્રીમની તીવ્ર થ્રાણ શક્તિ.. સપુરુષના વચન પ્રત્યે અખંડ વિશ્વાસ.......... શ્રીમનો અતિશય......... લેશ્યા ફેરવી શકાય......... જે સત્ય હશે તે જ કહેવાશે, સંન્યાસીનો મદ ગળી ગયો...... ૫૬ વિનાશકાળે વિપરીત બુદ્ધિ............ અજ્ઞાનથી જીવને મરણનો ભય.... શ્રીમદ્ રાજચંદ્રનું ચોવીસમાં વર્ષનું ચિત્રપટ........... અગમ ચેતવણી...... ન્યાયાધીશ ધારશીભાઈની શ્રીમદ્ પ્રત્યે શ્રદ્ધાની પરીક્ષા........ ૬૧ પરમકૃપાળુદેવની ભક્તિથી આત્મજ્ઞાન પામેલા ચાર ભક્તરત્નો ૬૨ શ્રીમદ્ રાજચંદ્રનું ચોવીસમાં વર્ષનું ચિત્રપટ................... ૬૩ શ્રી જૂઠાભાઈને શ્રીમતું યથાર્થ ઓળખાણ.....................૬૪ પાના ફેરવવા માત્રથી રહસ્યની જાણ, કોણ પ્રતિબંધ કરે ?... ૬૫ શ્રી સોભાગભાઈને શ્રીમનું પ્રથમ મિલન..................... ૬૬ આપના સિવાય બીજું રટણ ન હો............................૬૭ ઈડરમાં પરમાર્થનો અપૂર્વ બોધ.............. ........... અપૂર્વ અવસરનું સર્જન.. ઉપાશ્રયમાં સ્વાધ્યાય...... શ્રી લલ્લુજી મહારાજને શ્રીમન્ની પ્રથમ જાણકારી શ્રી લઘુરાજસ્વામીનું પરમકૃપાળુદેવ સાથે પ્રથમ મિલન પ્રથમ મિલને સાષ્ટાંગ દંડવત્.. સમકિત અને બ્રહ્મચર્ય દઢતાની માગણી.... ‘પ્રભુશ્રી ધર્મે આત્મજ્ઞાની મુનિ થાય.......... આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે................... મિથ્યાષ્ટિની ક્રિયા સફળ, સમ્યકુદૃષ્ટિની ક્રિયા અફળ......... હીરા, માણેક, મોતી કાળકૂટ વિષ સમાન... .......... છ પદના પત્રનો ઉદ્ભવ.......... અચિંત્ય મહાભ્યવાન એવો આત્મા....... શ્રીમદ્ સાથે ગાંધીજીનું પ્રથમ મિલન................... શ્રીમો ગાંધીજીને નિકટ પરિચય.......... શ્રીમદ્ પ્રત્યે વિચારવાન ગાંધીજીના ઉચ્ચ અભિપ્રાયો.. શ્રીમદ્ પાસે મહાત્મા ગાંધીજીએ મેળવેલ સત્ય અને અહિંસાનું બળ............
.......... ૮૧ સમાધાન થાય તો જ આહાર લઈશ, ધારેલી મુરાદ પાર પડી. ૮૨ અંતર્યામિ, સેવા કરવાનો લાભ...
......૮૩ ભક્તવત્સલ ભગવાન..........
•••........... ૮૪
#
#
...........
# 5
*
.......
# :
# *
#
#
# S
....
) o
=
= :
= : = :
= EW
: =
Page #6
--------------------------------------------------------------------------
________________
જેટલી શ્રદ્ધા તેટલી નિર્ભયતા.....
આને કોણ ભોગવશે .....
શ્રી આત્મસિદ્ધિશાસાનું મંગળ સર્જન..... શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું માહાત્મ્ય... સેવાભાવી શ્રી અંબાલાલભાઈ..... શ્રીમના દર્શન સમાગમની અભિલાષા.. શ્રીમનો વૈરાગ્યમય અદ્ભુત ઉપદેશ.... સહજ કારણમાં આટલા ફૂલ ન તોડીએ.... અમે અમારી શોધ કરીએ છીએ........... ભક્તિ કરતા કોણ ભૂખે મરી ગયો.. બાળકોને દ્રષ્ટાંત દ્વારા ઉપદેશ.... માતાજી રજા આપો તો સાધુ થવું છે.. નિવૃત્તિ સ્થળે આત્મ સાધના
.........૮૮ .....૮૯ ...૯૦
શુદ્ધ સમકિતની પ્રાપ્તિ, શ્રીમદ્ મન આખી મુંબઈ સ્મશાન......૮૭ અંતરંગ અદ્ભુત આત્મદશાનું આલેખન.... શ્રીમદ્ રાજચંદ્રનું તેત્રીસમાં વર્ષનું ચિત્રપટ..... ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનો ઉદ્ભવ........... આજ્ઞાનું પાલન એ જ ધર્મ, મંત્ર મળતાં મધ્યશાંતિ. શ્રીમદ્દ્ન રાળજથી રથમાં વડવા આગમન... સમાગમનો વિરહ અસહ્ય....... છૂટવાના સ્થાને બંધન થાય તે ભયંકર,, પશ્ચાત્તાપવડે શુદ્ધિ.......
જ
..૯૧ .૯૨
........૯૩
. ૯૪ .......૯૫
વડવા તીર્થની આગાહી..
....૯૬
ઉપદેશ સાભળવાની આતુરતા........ મૂળ મારગ સાંભળો જિનનો રે........
** ૯૭
*. ૯૮
તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાખવાના છે......... ૯૯
૧૦૦
..૧૦૧
.૧૦૨
૧૦૩
.૧૦૪
.૧૦૫
.૧૦૬
......૧૦૬
.૧૦૭
.૧૦૮
..૧૦૮
અનુક્રમણિકા
.....૮૫
......૮૬
મુનિનો ધર્મ – સ્વાધ્યાય અને ધ્યાન...
–
લીલોતરી ઓછી કરી ભગવાનને ભક્તિભાવે પુષ્પ ચઢાવે....૧૦૯ જિન પ્રતિમાનું પ્રબળ અવલંબન..
૧૦૯ ....૧૧૦
૧૧૦
૧૧૧
આજ્ઞાના આરાધન વડે ભવ મુક્તિ..... સાંજથી સવાર સુધી અપૂર્વ બોધ વાર્તા...
આત્મહિતના સાધન અથવા આશાભક્તિનું માહાત્મ્ય.........૧૧૨
આજ્ઞાભક્તિ દર્શાવતો પત્ર.....
સાત વ્યસન સેવવાનું ફળ....
સાત વ્યસન અને સાત અભક્ષ્યના સેવનનું ફળ........... અવધૂત યોગી શ્રીમદ્ રાજચંદ્ર...... અવધૂત યોગમુદ્રા......
જંગલમાં એકાંત નિવાસ...
.......૧૧૩
....૧૧૪ ૧૧૫
૧૧૬
૧૧૭
.૧૧૮
બાઈનો આઠમે ભવે મોક્ષ, દર્શન સમયે ઉપદેશ..............૧૧૯ શ્રી તીર્થંક૨નો અંત૨ આશય..
૧૨૦
શ્રીમદ્ ભગવાન મહાવીરના અંતિમ શિષ્ય. સમવસરણ......૧૨૧ શ્રીમદ્જીની અદ્ભુત આત્મદશા..... મુખમુદ્રાનું પાંચ કલાક અવલોકન... નિ તમે આત્મા જોશો...
૧૨૨
...૧૨૨
.૧૨૩
(૯)
શ્રીમદ્ અને ઈડ૨ના મહારાજાની મુલાકાત..... વીરપ્રભુના અંતિમ શિષ્યનો આ કાળમાં જન્મ. . આંબા તળે શ્રીમની રાહ જોતા સાત મુનિઓ........... સિદ્ધ શિલા......
.......૧૨૭
સાપ અથવા વાધનો મેળાપ થાય તો કરો કે કેમ ...........૧૨૮
પરમકૃપાળુદેવના યોગબળે દેવી રક્ષણ.... જેવી ભાવના તેવી સિદ્ધિ...... બગીચામાં આકર્ષણ પામે તો ત્યાં જન્મે..
નરોડાની ભાગોળે મુનિઓની રાહ જોતા શ્રીમદ્... ઉનાળાના તાપમાં ગજ્રગતિથી ચાલતા શ્રીમદ..... હવે અમે તદ્દન અસંગ થવા ઈચ્છીએ છીએ.. મનોમન સાક્ષી..
સર્વસ્વ અર્પણ કરનાર મોટો,
સભા મધ્યે સ્ત્રી અને લક્ષ્મીનો ત્યાગ...
........૧૨૪
..૧૨૫
.૧૨૬
મુનિઓને શાસ્ત્રદાન.....
શ્રીમદ્દો આત્મા શાંત સિંહ જેવો........ શ્રીમદ્ રાજચંદ્રનું તેત્રીસમાં વર્ષનું ચિત્રપટ.
હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું, ઉત્તમ સમાધિમરણ......
..૧૨૮
..૧૨૯
...૧૨૯
..........૧૩૦
શ્રી અંબાલાલભાઈની વિરહ વેદનાનું દશ્ય............... પરમકૃપાળુદેવના વિયોગથી હૃદયમાં પ્રગટેલ અસ વિરહ વેદના....
.૧૩૦ ...૧૩૧
૧૩૨ ..૧૩૩
...૧૩૪
૧૩૫
૧૩૬
૧૩૭
.૧૩૮
૧૩૯
૧૪૦
..૧૪૧
આત્મદાન આપનાર સદ્ગુરુનો વિયોગ અસહ્ય...............૧૪૨ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના દેહોત્સર્ગ સમયે પેપરોમાં જે વિગતો છપાયેલ તેના ઓરીજીનલ પેપરના નમુનાઓ..................૧૪૩ ન્યાયાધીશ ધારશીભાઈને ધર્મ પ્રાપ્તિની ધગશ.. પ્રત્યક્ષ પરમગુરુ પરમકૃપાળુદેવ.... પરમકૃપાળુદેવની અંતત્ત્વદશા... પરમકૃપાળુદેવની અપૂર્વવાણી.... શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથનું અલૌકિક માહાત્મ્ય... સદ્ગુરુ પરમકૃપાળુદેવની નિષ્કારણ કરુણા.... જ્ઞાનીનો માર્ગ સુલભ પણ પામવો દુર્લભ..... સત્પુરુષને ઓળખવા માટેની પાત્રતા..... હવે સૌથી પ્રથમ કરવા યોગ્ય શું ?...
.૧૪૪
૧૪૫
૧૪૮ .....૧૪૯ ૧૪૯
.૧૫૧
૧૫૧
૧૫૧
૧૫૨
અસદ્ગુરુને વળગવાથી અનાદિકાળનું ભવભ્રમણ............ ૧૫૩ પોતાની કલ્પનાએ સ્વચ્છંદે વર્તવાથી પણ સંસાર પરિભ્રમણ. ૧૫૩ પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની દૃષ્ટિમાં પરમકૃપાળુદેવ...............૧૫૪ પૂષ્પથી બ્રહ્મચારીજીની દૃષ્ટિમાં પરમકૃપાળુદેવ. શ્રદ્ધા—સમ્યક્ત્વ અથવા સમકિત વિષે.. પ્રભુભક્તિ સવ કર્તાવ્ય
જ્ઞાનીપુરુષની આજ્ઞા... કર્તવ્યરૂપ શ્રી સત્સંગ..........
અલૌકિક તીર્ષધામ શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અગાસ..... શ્રી રાજકોટના દર્શનીય સ્થાનો..
૧૫૫
..૧૫૬
.૧૫૮
..૧૬૦
. ૧૬૧
...૧૬૪
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર (સંક્ષિપ્ત જીવનચરિત્ર)
ભારતની આર્યભૂમિ એ સંત મહંતોની ભૂમિના નામે વિશ્વમાં વિખ્યાત છે. જે ભૂમિ ઉપર “અહિંસા પરમોધર્મ'નો દિવ્ય સંદેશ આપનાર ભગવાન મહાવીર જન્મ્યા, તેજ પુણ્યભૂમિ ઉપર અલૌકિક દિવ્યદૃષ્ટા સાધુચરિત સંતપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર સં. ૧૯૨૪ના કાર્તિક પૂર્ણિમાના માંગલિક દેવદિવાળીના દિવસે સૌરાષ્ટ્રમાં આવેલ વવાણિયા નામના ગામે અવતર્યા. તે શ્રીમનું જીવન કવન એક વિરલ ધર્મજ્ઞ પુરુષનું સહસ્ત્ર પ્રતિભાયુક્ત જીવન દર્શન છે. તે પવિત્ર જીવનને સંક્ષેપમાં યથાશક્તિ અત્રે આલેખીએ છીએ, જેથી તેમના ઉત્તમ સદગુણોને જાણી આત્માર્થી જીવોને આનંદ થાય.
શ્રીમન્ના દાદા શ્રી પંચાણભાઈ હતા. તે વૈષ્ણવધર્મ પાળતા. પણ શ્રીમના પિતા શ્રી રવજીભાઈના લગ્ન જૈન કુટુંબમાં જન્મેલ દેવબાઈ સાથે થયા હતા. તેઓ જૈન સંસ્કાર લાવ્યા હતા. તેથી શ્રીમમાં પ્રથમ બેય સંસ્કારોનું સિંચન થયું.
બાળયોગી શ્રીમદનું જીવન સાત વર્ષ સુધી રમતગમતમાં પસાર થયું. સાત વર્ષની વયે ગામની શાળામાં પ્રવેશ કર્યો. જ્ઞાનીને વળી શું ભણવાનું હોય ? સ્મરણશક્તિ એટલી સતેજ હતી કે શિક્ષક પાઠ વાંચે તે વેળા જ તેમને કંઠસ્થ થઈ જતો. બે વર્ષમાં સાતેય ધોરણનો અભ્યાસ કરી લીધો. અભ્યાસમાં તેઓ હોંશિયાર, વાત ડાહ્યા અને આનંદી સ્વભાવના હતા. બાલ્યાવસ્થાથી જ પુખ તર્કશક્તિ, વાક્યાતુર્ય અને રમત ગમતની અમીરી રીતભાત જોઈને ભવિષ્યમાં આ પુરુષ કેવો થશે તેનો ખ્યાલ આવતો હતો. પુત્રનાં લક્ષણ પારણામાં હોય તેમ જણાઈ આવતું હતું.
૭ વર્ષની વયે વવાણિયામાં શ્રી અમીચંદભાઈના અગ્નિસંસ્કાર વિધિ પ્રસંગે પ્રજ્વલિત ચિતાને નજરોનજર જોઈ બાળયોગી શ્રીમદ્ જાતિસ્મરણશાન ઉપર્યું. પૂર્વભવ નિહાળ્યા. ભવિષ્યમાં જાનાગઢનો ગઢ જોતાં તેમાં અનેક ગણી વૃદ્ધિ થઈ અને અંતે પૂર્વના ૯૦૦ ભવ શ્રીમના જાણવામાં આવ્યા.
૮ વર્ષની વયે તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. પ્રથમ વર્ષે પાંચ હજાર કડીઓની રચના કરી. ૯મા વર્ષે ‘રામાયણ’ ‘મહાભારત' પદ્યમાં નાનાં-નાનાં રચ્યાં. ૧૦મા વર્ષના પ્રવેશ સાથે તો અદભુત વાકછટા-વકતૃત્વકલાનો આર્વિભાવ થયો. સુંદર હસ્તાક્ષરના વખાણ સાંભળી રાજ દરબારમાં આદર સહિત તેમને બોલાવી અંગત લખાણ પણ કરાવતા. ૧૧મે વર્ષે તે વખતે નિકળતા માસિક ‘વિજ્ઞાન વિલાસ', “બુદ્ધિ પ્રકાશ” તથા “બોધપ્રકાશ'નામના ચોપાનિયામાં તેમના લેખ, નિબંધો છપાવા લાગ્યા, અને ઈનામો પણ સંપાદન કરવા લાગ્યા. ૧૧મેં વર્ષે શાળાનો અભ્યાસ છોડી દીધો. ૧૨મે વર્ષે “ઘડિયાળ' ઉપર તત્ત્વજ્ઞાન ભરિત ત્રણસો કડીની પદ્યરચના એક જ દિવસમાં કરી. કવિતામાં રાજ્યચંદ્રનામ લખતા તેથી વિદ્વાનોમાં “શ્રીમદ્ રાજચંદ્ર' નામથી પ્રસિદ્ધિ પામ્યા. બાળપણથી જ તેમનામાં વૈરાગ્ય હતો. એકવાર કચ્છના દીવાન મણિભાઈ સાથે કચ્છ પધારી બાળ મહાત્માએ પ્રજા સમક્ષ ધર્મસંબંધી સારું ભાષણ કર્યું. કચ્છના લોકો પ્રશંસા કરવા લાગ્યા કે આ છોકરો આગળ ઉપર મહાપ્રતાપી યશવાળો થશે.
૧૩ મા વર્ષથી અનેક ધર્મગ્રંથો, મહાપુરુષોના જીવન ચરિત્રો વગેરેનું પઠન કરવું શરૂ કર્યું. ૧૫ મા વર્ષ સુધી તો ઘણા વિષયો સંબંધી જ્ઞાન મેળવી લીધું. ત્યાર બાદ જૈન, બૌદ્ધ, વેદાંત, સાંખ્ય, યોગ અને ચાર્વાક એમ છએ દર્શનોના મુખ્ય ગ્રંથો અવલોકી ગયા. જૈન ધર્મ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા થઈ. તેના ફળસ્વરૂપ ૧૬ વર્ષને ૫ માસની ઉંમરે મોરબીમાં શ્રીમદે ત્રણ દિવસમાં “મોક્ષમાળા' નામનો ગ્રંથ એકસો આઠ પાઠરૂપે લખી પ્રગટ કર્યો. જેમાં જૈનધર્મના સિદ્ધાંતોને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. વગર અભ્યાસે તેમણે માનધિ, અર્ધમાગધિ, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી ભાષાના અઢળક સાહિત્યને અવગાહી સારો કાબૂ મેળવ્યો. પછીથી અમુક શાસ્ત્રોના પાના ફેરવે તે વાંચ્યા તુલ્ય થઈ જાય અને વાંચે તે કંઠસ્થ રહી જાય.
૧૬મા વર્ષથી અવધાન શક્તિ ખીલી ઉઠી. મોરબીમાં પ્રથમ આઠ અવધાન પ્રયોગો કરી બતાવ્યા. અવધાન એટલે ભૂલ
(૧૦)
Page #8
--------------------------------------------------------------------------
________________
કર્યા વગર અનેક કાર્યોને એક સાથે યાદ રાખી એકી વખતે કરી બતાવવા તે. પછી જામનગર, બોટ વગેરેમાં ૧૨,૧૬,૫૨ અવધાન કરી ‘હિન્દના હીરા’નું બિરુદ મેળવ્યું. ૧૯મા વર્ષે મુંબઈમાં ૧૦૦ અવધાન ફરામજી કાવસજી ઈન્સટીટ્યુટમાં હજારો મહાનુભાવો સમક્ષ કરી પ્રજાને મંત્રમુગ્ધ કરી દીધી. પ્રજાએ ‘સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ આપી સુવર્ણચંદ્રક ભેટ કર્યો. આ અવધાનોથી શ્રીમદ્દ્ની પ્રશંસા ‘મુંબઈ સમાચાર’, ‘જામે જમશેદ’, ‘ઈન્ડિયન સ્પેક્ટેટર’ આદિ અખબારોમાં ખૂબ થવાથી શ્રીમદ્ રાજચંદ્રજીના યશકીર્તિનો સુવર્ણસૂર્ય ઉદિત થયો. હવે શીઘ્ર કવિ અને વિદ્વાન ઉપરાંત શતાવધાની તરીકે શ્રીમદ્ પ્રસિદ્ધિ પામ્યા.
જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ પણ તેમણે કરેલો. હસ્ત, મુખ આદિનું અવલોકન કરી જ્યોતિષ ભાખી શકતા. અંતમાં જ્યોતિષ વિદ્યા કે અવધાન, ૫૨માર્થ સાધનમાં બિન ઉપયોગી જણાવવાથી મૂર્ક
દીધા.
FO
શ્રીમના ૨૦મે વર્ષે ઝવેરી શ્રી પોપટલાલભાઈના પુત્રી શ્રી ઝબકબાઈ સાથે લગ્ન થયા. તે જ વર્ષમાં અમદાવાદના શ્રી જીઠાભાઈ ઉજમશી શ્રીમના પરિચયમાં આવ્યા. ૨૧મે વર્ષે મુંબઈમાં ઝવેરાતનો વ્યવસાય ભાગીદારીમાં શરૂ કર્યો. થોડા જ વખતમાં વિદેશો સાથે પણ વેપા૨ ક૨વાથી પેઢીનું નામ આંત૨૨ાષ્ટ્રિય ક્ષેત્રે ગાજવા લાગ્યું.
૨૨મે વર્ષે શ્રી લલ્લુજી મુનિ (પ્રભુશ્રીજી), શ્રી સોભાગભાઈ, શ્રી અંબાલાલભાઈ વગેરે શ્રીમના પરિચયમાં આવ્યા. શ્રીમનો વૈરાગ્ય અદ્ભુત હતો. તેમના અપૂર્વ અલૌકિક સત્સંગનો તેમને લાભ મળ્યો. ૨૩મા વર્ષે શ્રીમન્ને શુદ્ધ સમકિતની
પ્રાપ્તિ થઈ.
શ્રીમદ્ વ્યવસાયમાં હોવા છતાં પ્રત્યેક વર્ષે મુંબઈ છોડી અમુક મહિનાઓ માટે ઈડ૨, કાવિઠા, ઉત્તરસંડા, રાળજ, વડવા, વસો આદિ એકાંત સ્થળોમાં જઈ ધ્યાન, ચિંતન, સ્વાધ્યાયમાં વખત ગાળતા,
લંડનથી બેરિસ્ટર થઈ આવેલા મહાત્મા ગાંધીને પ્રથમ દિવસે જ શ્રીમનો મુંબઈમાં મળવાનો સુયોગ પ્રાપ્ત થયો. લગભગ બે વર્ષના ગાઢ પરિચયમાં ગાંધીજીએ તેમની પાસેથી ‘અહિંસા ધર્મ'નું કુંડા ભરી ભરીને પાન કર્યું. મહાત્મા ગાંધીજી લખે છે કે બે વર્ષના ગાઢ પરિચયમાં મેં તેમને કદી કોઈ પદાર્થ પ્રત્યે રાગ થયો હોય એમ જોયું નથી. ‘રાગને કાઢવાનો પ્રયત્ન ક૨ના૨ જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ દશા શ્રીમન્ને સ્વાભાવિક હતી.’ ગાંધીજી શ્રીમદ્વે તે સમયના સર્વ શ્રેષ્ઠ આધ્યાત્મિક પુરુષ તરીકે ઓળખાવતા.
૨૯મા વર્ષે અપૂર્વ એવા ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ની માત્ર દોઢ કલાકમાં પદ્યરચના ક૨ીને શ્રીમદે ચૌદ પૂર્વનો સાર વિશ્વને આપ્યો. એ ઉપરાંત અપૂર્વ અવસ૨, મૂળમાર્ગ, બહુપુણ્ય કેરા પુંજથી એવા અનેક અદ્ભુત કાવ્યોની રચના કરી. તેમજ લગભગ એક હજાર પત્રોનો પૂંજ વગેરે આત્માર્થી જીવોના નિમિત્તે લખી ભવ્યોનું કલ્યાણ કરતા ગયા. તેમનું લખેલું સર્વ સાહિત્ય હજાર પાનરૂપે બનેલ ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પ્રકાશિત થયું. જેની આજ સુધી આઠમી આવૃત્તિ થઈને પીસ્તાલીસ હજાર પ્રતો છપાઈ ચૂકી છે. જેનો સ્વાધ્યાય કરી આજે પણ હજારો મુમુક્ષુઓ મોક્ષમાર્ગને સરળ ભાષામાં સમજી અદ્ભુત આત્મશાંતિ પામે છે.
શ્રીમની વૈરાગ્યમય અસંગવૃત્તિ, સતત્ પુરુષાર્થી જીવન વગેરે આત્મ અનુભવોનો નિચોડ તેમના અમુલ્ય સાહિત્યમાંથી મળી આવે છે. તેમના પરિચયમાં આવેલ વ્યક્તિઓના પ્રસંગો દ્વારા જાણવા મળે છે કે તેઓ બીજાના મનની વાત, તેના હેતુઓ જાણી શકતા. શ્રોતાઓના મનમાં ઉગેલ પ્રશ્નોનું સમાધાન તેઓ પૂછે તે પહેલાં જ ઉપદેશમાં આવી જતું. આવી ચમત્કૃતિ બાબદ શ્રીમન્ને પૂછતાં તેઓશ્રીએ જણાવેલ કે આત્માની અનંત શક્તિઓ છે તે વડે જાણીએ છીએ. વળી કહ્યું કે આવી શક્તિઓ પ્રત્યેક આત્મામાં રહેલી છે, પણ તેને પ્રગટમાં લાવવા તે તે પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ.
શ્રીમદ્ માત્ર ૩૩ વર્ષની ભર યુવાનવયે ‘કેવળ લગભગ ભૂમિકા’ મેળવી સં. ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ ના દિવસે બે વાગે રાજકોટમાં આ નશ્વર દેહનો ત્યાગ કરી અદ્ભુત સમાધિમરણ સાધી આત્મસ્વરૂપમાં સમાઈ ગયા.
હવે આપણે કોનો આધાર રહ્યો ?તેમની જ પ્રત્યક્ષ વીતરાગ મુખમુદ્રા અને તેમના જ પ્રત્યક્ષ અક્ષર દેહરૂપ વચનામૃતોનો આધાર આજે પણ આપણા મહાભાગ્યે વિદ્યમાન છે. તેનો આધાર લઈ આપણા કષાયોને કાઢીએ તથા તેમની આપેલી મુખ્ય આજ્ઞા ‘સહજાત્મસ્વરૂપ’નું ધ્યાન ધરી, આ મનુષ્યભવ સફળ કરી, શુદ્ધ આત્મસ્વરૂપમાં સદાને માટે સમાઈ રહીએ; એજ પ્રભુ
પ્રત્યે પ્રાર્થના.
–પારસભાઈ જૈન
(૧૧)
Page #9
--------------------------------------------------------------------------
________________
-
બીજું કંઈ ઉni- જામ છે રૂપને શોધીને તેનાં ચરણ કમળમાં . વાલ પણ કરી દઇ ૧ જ. :છી જે શો લાગે તો સારી ખાતે ળ લેજે. ૧૧રે જ એ જ કે નશીન જેને અ
નો ઉપયોગ છે- શારદi nળ- અને સલ ભામાં . છai 3 ભાવનાં માવે તેવું જેવું છે. અંગરંગર-વૃટન૧ળ જેની ગુપ્ત પ રણા છે. બાકી જે કંઈ હું જ છેn Aળ.
જાને સ્થાને કેમ વિના ના કાકાબે ટો કાર . ના અનુભવવરે - ૧ મણકે ગણવિ મયંકળ મ ણામ- નાયરી
શનિ મોર
STD
ની સર્વ વચ્છિાને સવા માં જ ૨૧શાળવામાં માને છેદી - ૮ઈ ઉ » ઉ ર પંદર - વ અવર, જજ.
om
วัตก ด
ช
า ษา
પરમકૃપાળુદેવના હસ્તાક્ષર.
(૧૨)
Page #10
--------------------------------------------------------------------------
________________
TOSSASSIC
heaon
ज्छ
Refit
६१०GAR
SENA
TAPaFRPNA
20
.6e0
EMAI -रे. hargonean५
2101 Containt SAMOMHom. २-५-Rat
he
hi 2017 ५KTM4मरे, SriesTAR
Hindi
es
SSSSSS
सहजात्मस्वरूप
सरु श्रीमान् राजचन्द्र भिन्न भिन्न अवरया.
जन्म. बवाणी-आ (सौराष्ट्र). वि.संवत् १९२४ कार्तिक श.१७.
देहविलय. राजकोट (सौराष्ट्र) वि.संवत १९५७ चेत्र कृष्ण ५.
SOCILU
न
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
જન્મોત્સવ પદ
દેવ દિવાળી દિન મંગલકારી, (આનંદકારી)
પરમ પુરુષ પ્રગટે અવતારી, (સત્ય પુરુષ પ્રગટે સંસ્કારી), દેવ ઓગણીસ ચોવીસ રવિવારી, બંદ૨ વવાણિયા સોરઠ મઝારી; રવ મહેતા કુલ કીરતિધારી, દેવા દેવ જાયો જયકારી. દેવ ૧ જન્મમહોત્સવવિધિ કરી સારી, હર્ષિત ભયે સજ્જનજન ભારી; શ્રીમદ્ રાજચંદ્ર નામ ઉચ્ચારી, મંગલ ગાવત નિજકુળ નારી. દેવ ૨
શ્રી રત્નરાજસ્વામી કૃત
Page #12
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
જન્મ
“જનમ્યા શ્રી ગુરુરાજ,
જગતહિત કા૨ણે’
જે મહાપુરુષની વિશ્વવિહારી પ્રજ્ઞા હતી. અનેક જન્મોમાં આરાઘેલો જેનો યોગ હતો. જન્મથી જ યોગીશ્વર જેવી જેની નિરપરાધી વૈરાગ્યમયદશા હતી એવા સમર્થ આત્મજ્ઞાની પુરુષ, આત્મધર્મનો પરમ ઉદ્યોત કરનાર, પરમ જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રપ્રભુનો જન્મ સૌરાષ્ટ્રમાં આવેલ વવાણિયા નામના ગામમાં, વણિક કુટુંબમાં વિ.સં. ૧૯૨૪ની કાર્તિક પૂર્ણિમાના ધન્ય દિવસે રવિવારે તા. ૯-૧૧-૧૮૬૭ના રોજ રાત્રે બે વાગ્યે થયો હતો. તે દિવસ દેવદિવાળીનો હતો.
દેવદિવાળીની રાત્રે ભારતની આ પુણ્યભૂમિ પર આ યુગપ્રધાન પુરુષનો અવતાર તે અજ્ઞાનરૂપ અંધકારને આટોપી લેવા સૂર્યસમાન અને આત્માને અમરપદની પ્રાપ્તિ કરાવવા માટે અમૃત સમાન હતો.
શ્રીમનું જન્મ નામ ‘લક્ષ્મીનંદન’ આપવામાં આવ્યું. સમય જતાં ‘રાયચંદભાઈ'ના નામથી ઓળખાઈ અંતે ‘શ્રીમદ્ રાજચંદ્ર'નામે જગતમાં પ્રસિદ્ધિ પામ્યા.
આવા અઘ્યાત્મયોગી શ્રીમદ્ રાજચંદ્રનું પવિત્ર જીવન, આત્માર્થી જીવોને મુક્તિમાર્ગનું મંગળ મંડાણ કરાવી આત્મશુદ્ધિ અથવા આત્મસિદ્ધિ પ્રાપ્ત કરાવવામાં પ્રબળ પ્રેરણા આપવા સમર્થ છે.
“પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો, ગુણચિંતન કરો.’’ - શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૧)
૩
Page #13
--------------------------------------------------------------------------
________________
બાળ લીલા સાત વર્ષ સુધી એકાંત બાળવયની રમત-ગમત સેવી હતી.. વસ્ત્ર પહેરવાની, સ્વચ્છ રાખવાની, ખાવાપીવાની, સૂવા-બેસવાની બધી વિદેહી દશા હતી; છતાં હાડ ગરીબ (હૃદય કોમળ) હતું.
એ દશા હજુ બહુ સાંભરે છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૂ. ૨૦૧}
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રભુ દર્શન તથા સંત સમાગમ પ્રિય
શ્રીમદ્ભા દાદા શ્રી પંચાણભાઈ શ્રીકૃષ્ણના ભક્ત હતા. તેમની સાથે તેઓ નિત્ય શ્રીકૃષ્ણનાં દર્શન કરવા જતા. શ્રીમદ્ભા માતુશ્રી જૈનસંસ્કાર લાવ્યા હતાં. બાળયોગી શ્રીમદ્ભાં વૈષ્ણવ તથા જૈનઘર્મ બન્ને સંસ્કારોનું સિંચન થયું.
“દેવ કોણ? વીતરાગ. દર્શનયોગ્ય મુદ્રા કઈ? વીતરાગતા સૂચવે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૧૭૧)
વખતો વખત શ્રીમદુ ઘર્મકથા શ્રવણ કરતા. વારંવાર અવતારો સંબંઘી ચમત્કારમાં મોહ પામતા અને તેને પરમાત્મા માનતા. પરમાત્માને રહેવાનું સ્થળ જોવાની તેમની પરમ જિજ્ઞાસા હતી.
તેના સંપ્રદાયના મહંત હોઈએ, સ્થળે સ્થળે ચમત્કારથી હરિકથા કરતા હોઈએ અને ત્યાગી હોઈએ તો કેટલી મજા પડે ? એવી તેમને વિશેષ કલ્પના થયા કરતી. “જેના અંતઃકરણમાં ત્યાગવેરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૨૮)
Page #15
--------------------------------------------------------------------------
________________
અલ્પવયમાં મહદ્ વિચારો
શ્રીમદુને અલ્પવયમાં ક્યારેક રાજેશ્વર જેવી ઊંચી પદવી મેળવવાની જિજ્ઞાસા થતી. ત્યારે મહાન ચક્રવર્તીએ કરેલા તૃષ્ણાના વિચારો તેમણે કર્યા હતા. પણ વિચાર વડે - “ચક્રવર્તીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો. તેનું અંતઃકરણ બહુ દુઃખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડમાંસમાં
તેની વૃત્તિ હતી. કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ, માનનો તે ઉપાસક હતો. બહુ દુઃખ-” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૭૯૨)
GOOOR
/
/
જ્યારે નિસ્પૃહી મહાત્માના દર્શન થતાં ત્યારે નિઃસ્પૃહી મહાત્માએ કરેલા સર્વસંગપરિત્યાગી થવાના નિઃસ્પૃહ વિચારો પણ શ્રીમદે કર્યા હતા. જેના પરિણામે તેમની આત્મદશા દિનોદિન નિર્મળ થવા લાગી. “શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે, એમ જાણીને જ્ઞાની પુરુષોએ “અણગારત્વ નિરૂપણ કર્યું છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૮૯)
Page #16
--------------------------------------------------------------------------
________________
સ્કૂલમાં પ્રથમ દિને બાળયોગી શ્રીમનું પુસ્તક વાંચન
૧૨૩૪ કખગઘચ
શ્રીમન્ને સાત વર્ષની વયે ભણવા માટે સ્કૂલમાં બેસાર્યા. આંક એકથી દસ સુધી અને જેમ જેમ આગળ બારખડી માસ્તર બતાવતા ગયા તેમ તેમ શ્રીમદ્ જણાવતા કે આ તો મને આવડે છે. પછી ચોપડીમાંથી પાઠ વાંચવા જણાવ્યું તો તે પણ થોભ્યા વિના વાંચી ગયા. ચોપડી મૂકી દીધા બાદ અનુક્રમે જેટલા પાઠ શ્રીમદ્ વાંચી ગયા તે સઘળા પાઠ એક પણ ભૂલ વિના મુખપાઠે બોલી સંભળાવ્યા. આ હકીકતથી માસ્તરને ઘણું આશ્ચર્ય ઊપજ્યું કે આજથી આ વિદ્યાર્થી ભણવા માટે આવેલ છે અને આમ કેમ? આ કોઈ દૈવી પુરુષ હોય એમ જણાય છે.
પૂર્વ જન્મના અભ્યાસે એવી અસાધારણ બુદ્ધિ શ્રીમદ્ સહજ ધરાવતા હતા.
t
‘ અજ્ઞાનયોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નહીં હોય એમ જણાય છે.’” - શ્રીમદ્ રાજચંદ્ર(વ. પૃ. ૩૭૪)
9
Page #17
--------------------------------------------------------------------------
________________
મૃત્યુ-રહસ્ય જાણવાની તીવ્ર જિજ્ઞાસા
ATE
s
શ્રી અમીચંદભાઈ ગુજરી ગયાની વાત સાંભળી શ્રીમદ્ ઘેર આવ્યા અને દાદાને પૂછ્યું : દાદા ! ગુજરી જવું એટલે શું?
દાદાએ કહ્યું : તેમાંથી જીવ નીકળી ગયો. હવે તે હાલી, ચાલી કે બોલી શકે નહીં; કે ખાવું, પીવું કશું કરી શકે નહીં. માટે તેને તળાવ પાસેના સ્મશાનમાં લઈ જઈ બાળી આવશે.
શ્રીમદ્ જ્યારે સાત વર્ષની વયના હતા ત્યારે તેમના જીવનમાં એક મહત્વપૂર્ણ ઘટના બની ગઈ. વવાણિયામાં એક અમીચંદભાઈ નામના સગૃહસ્થ રહેતા હતા. તેમને શ્રીમદ્ પ્રત્યે ઘણું વહાલ હતું.
८
એક દિવસે અકસ્માત સાપ કરડવાથી તેઓ તત્કાળ ગુજરી ગયા.
સ્મશાનમાં બાળવાની વાત સાંભળી વિચારમાં પડી જઈ થોડીવાર ઘરમાં આમતેમ ફરી છૂપી રીતે શ્રીમદ્ તળાવે ગયા. “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે; એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.’
99
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૪)
Page #18
--------------------------------------------------------------------------
________________
ચિતા નિરખતા બાળયોગી શ્રીમન્ને જાતિસ્મરણજ્ઞાન
તળાવ ઉપરના બે શાખાવાળા બાવળ ઉપર ચઢી જોયું તો ખરેખર ચિતા બળતી હતી અને કેટલાક માણસો આસપાસ બેઠેલા હતા. તે જોઈ શ્રીમદ્ વિચાર થયો કે આવા માણસને બાળી દેવો એ કેટલી ક્રૂરતા? આમ શા માટે થયું? વગેરે વિચારો કરતાં આત્માની નિર્મળદશાના કારણે પડદો ખસી ગયો અને માત્ર સાત વર્ષની વયે જાતિસ્મરણજ્ઞાન ઊપજ્યુ–પૂર્વભવ જણાવા લાગ્યા.
પછી એક વાર જૂનાગઢનો ગઢ જોયો ત્યારે તે પૂર્વ ભવના જ્ઞાનમાં ઘણો વઘારો થયો અને છેવટે નવસો ભવનું તેમને સ્મરણ થઈ આવ્યું. આ અસાઘારણ બનાવથી તેઓ વધારે શાંત બનતા ગયા અને વૈરાગ્યભાવ દિનપ્રતિદિન વધતો ચાલ્યો. “જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ‘ઘારણા નામના ભેદમાં સમાય છે. તે પાછલા ભવ જાણી શકે છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૫૫) “પુર્નજન્મ છે - જરૂર છે. એ માટે “હું” અનુભવથી હા કહેવામાં અચળ છું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૩૬૧)
Page #19
--------------------------------------------------------------------------
________________
સ્કૂલમાં વિદ્યાર્થીઓનું લેસન લેતાં બાળયોગી શ્રીમદ્
આ
આ
ઇ ઈ
( કલમ
શ્રી દામજીભાઈ જણાવે છે –
શ્રીમદ્ જ્યારે નિશાળમાં ભણતા હતા ત્યારે બધા સાઠેય વિદ્યાર્થીઓનું લેસન પોતે જ લેતા. શિક્ષક તો બેસી જ રહેતા. વિદ્યાર્થીઓ માસ્તરને એમ કહેતા કે રાયચંદભાઈ અમોને પાઠ આપે તો તે જલ્દી યાદ રહી જાય છે. કપાળુદેવ વિદ્યાર્થીઓને પાઠ ન આવડે તો કદી મારતા નહીં.
એક વિદ્યાર્થી જે કૃપાળુદેવ સાથે ભણતાં હતા તેણે લખ્યું છે કે એક વખત ઘરેથી હું પાઠ કર્યા વિના નિશાળે ગયો. મને કાંઈ આવડ્યું નહીં. ત્યારે રાયચંદભાઈએ મને ઊભો કર્યો અને ઘણી જ નરમાશથી મારી કાનપટ્ટી પકડી. તેમનો હાથ એટલો બઘો મુલાયમ અને કોમળ લાગ્યો કે જે મને ગમ્યો. મને દુઃખ ન થયું પણ જાણે હજુ કાન પકડી રાખે તો સારું એમ થયું. એવી રીતે જેને રોમેરોમ દયા વસી હતી તે મને હજુ સાંભરે છે.
“જ્ઞાન એનું નામ કે જે હર્ષ, શોક વખતે હાજર થાય, અર્થાત્ હર્ષ શોક થાય નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૧૮૭)
૧૦
Page #20
--------------------------------------------------------------------------
________________
રામાયણ અને મહાભારતની સમજાવટ
શ્રીમદુને રામાયણ અને મહાભારત વાંચવાનો બાળપણથી જ શોખ હતો. તેઓ વજા ભગતની મઢીમાં જઈ રામાયણ અને મહાભારતનો ગ્રંથ વાંચતા અને ભગતને પણ તેનો અર્થ સમજાવતા હતા. તે વખતે આશરે તેમની ઉંમર ૧૧-૧૨ વર્ષની હતી. બાળપણની આવી રુચિ તે પૂર્વ જન્મના સંસ્કાર સૂચવે છે.
“ઇન્દ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક સત્કૃત અને સત્સમાગમ નિરંતર ઉપાસવા યોગ્ય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૯૩૭)
૧૧
Page #21
--------------------------------------------------------------------------
________________
શૂળની પીડા કેમ ખમાણી?
પંચાણદાદા ગુજરી ગયા ત્યારે કૃપાળુદેવ ૧૦ વરસના હતા. સ્મશાને જતાં નનામીના મોઢા આગળ ચાલી કૃપાળુદેવે છાણી (અગ્નિ) ઉપાડી હતી. પગમાં કાંઈ પહેર્યું ન હતું. તે વખતે પગમાં પહેરવાનો રિવાજ નહોતો. રસ્તામાં જતાં કૃપાળુદેવને પગમાં લાંબી શૂળ વાગી. શબને ચાર ફેરા દઈ અગ્નિદાહ પ્રથમ કૃપાળુદેવે આપ્યો. પછી બીજા ભાઈઓએ અગ્નિ સંસ્કાર કર્યો હતો. જ્યાં સુથી મડદું બળી રહ્યું ત્યાં સુધી બધા બેઠા હતા. પછી તળાવે જઈ નાહીને બધા ઘેર આવ્યા ત્યાં સુધી પગમાં તે શૂળ હતી.”
(અ.પૃ. ૫૬)
માણસો ઘેર આવ્યા ત્યારે માતાજીએ કૃપાળુદેવને પૂછ્યું : ભાઈ, પગમાં શું વાગ્યું છે? કેમ આમ પગ અચકાય છે? પછી પગની પાની જોઈ તો તેમાં લાંબી બાવળની શૂળનો કાંટો હતો. તે તેમણે કાઢ્યો અને પૂછ્યું, “ક્યાંથી શૂળ વાગી?” “અહીંથી સ્મશાને જતાં રસ્તામાં વાગી.” “ત્યાં કોઈને કેમ વાત કરી નહીં કે શૂળ કઢાવી નહીં? ત્યાં સુધી આ પીડા કેમ ખમાણી?” કૃપાળુદેવ મૌન રહ્યાં. “શારીરિક વેદનાને દેહનો ઘર્મ જાણી અને બાંઘેલાં એવાં કમનું ફળ જાણી સમ્યપ્રકારે અહિયાસવા યોગ્ય છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૩૭૮)
૧૨
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રતિક્રમણ સૂત્રવડે જૈનધર્મમાં પ્રીતિ
જીવતવામી શ્રી મકર નેair - @iiiા તe
વવાણિયામાં જે વાણિયાઓ રહેતા હતા તે બધા સ્થાનકવાસી સંપ્રદાયના હતા. બાળયોગી શ્રીમદને તેમનો પરિચય થયો. તેમના પાસેથી જૈનધર્મના પ્રતિક્રમણ સૂત્ર ઇત્યાદિ પુસ્તકો વાંચવા મળ્યાં; તેમાં બહુ વિનયપૂર્વક સર્વ જગત જીવથી મિત્રતા ઇચ્છી છે. તે જાણી શ્રીમદ્ગી પ્રીતિ જૈનઘર્મ પ્રત્યે હવે વધવા લાગી. હળવે હળવે આ પ્રસંગ વધતો ચાલ્યો. “વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ઘર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૦૬)
૧૩
Page #23
--------------------------------------------------------------------------
________________
લીલોતરીના જીવો પર કરુણા
શ્રી જવલબેન ભગવાનદાસ મોદી જણાવે છે :
પૂ. દેવમા કહેતા કે કૃપાળુદેવ નાના હતા ત્યારે તેમને એક દિવસ શાક સમારવા આપ્યું. તે શાક સમારતા જાય અને આંખમાંથી આંસુ વહેતા જાય. પૂ. દેવમાએ આ જોયું ત્યારે કહેવા લાગ્યા: “આટલું શાક સમારવામાં પણ તને રડવું આવે છે?” પણ કૃપાળુ શું કહે? તેમના અંતરમાં તો લીલોતરીના જીવો પર કરુણા વરસી રહી હતી; તે કારણથી અશ્રુધારા વહેતી હતી. જ્ઞાનીની આ અંતરવેદના કોણ સમજે?
“કોઈ લીલોતરી મોળતું હોય તો અમારાથી તો જોઈ શકાય નહીં. તેમ આત્મા ઉજ્જવળતા પામે તો ઘણી જ
અનુકંપાબુદ્ધિ વર્તે છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૯૯)
'
)
મહાવીર પ્રભુને વૃષ્ટિમાં ઉતારો શ્રી પોપટભાઈ મનજી જણાવે છે :
બાળયોગી શ્રીમદ્ રાજચંદ્ર નાના બાળકોને પોતાની પાસે બોલાવી કહેતા કે તમો ધ્યાનમુદ્રા પ્રમાણે આમ હાથ નીચે હાથ રાખી આંખો મીંચી દ્યો અને હું બોલું છું તેમ શ્રી મહાવીર પ્રભુને તમારી દ્રષ્ટિમાં ઉતારો. ત્યારે કેટલાકોએ તેમ કર્યું અને કેટલાક પદ્માસન વાળી ન શક્યા તેમને ભીંતના ઓથે ઊભા રાખ્યાં અને શ્રીમદ્ પોતે આવી કોઈ ગાથા બોલતા જાય.
“જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય,
ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૬)
Page #24
--------------------------------------------------------------------------
________________
ધારશીભાઈ પર શ્રીમદ્નો ઉપકાર
એક વાર શ્રીમદ્, ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ સાથે મોરબીથી પોતાના મોસાળ રાજકોટ ગયા હતા. રસ્તામાં શ્રીમદ્ સાથેના વાર્તાલાપમાં તેમની બુદ્ધિથી આકર્ષાઈ પોતાની સાથે જ રાજકોટમાં રહેવા ઘા૨શીભાઈએ જણાવ્યું. ત્યારે શ્રીમદે કહ્યું : ના, હું મારા મોસાળમાં જ રહીશ.
મોસાળે પહોંચ્યા ત્યારે મામાએ પૂછ્યું : કોની સાથે આવ્યા ? શ્રીમદે કહ્યું ધારશીભાઈ સાથે.
પછી શ્રીમદ્ જ્યારે જમવા બેઠા ત્યારે રસોડા બહાર બન્ને મામાઓ માંહોમાંહે એવી વાતો કરવા લાગ્યા કે ઘારશીભાઈને ઠેકાણે કરી દેવા અર્થાત્ મારી નાખવા. આ વાત સાંભળી શ્રીમદ્ જલ્દીથી ધારશીભાઈના ઘરે આવી પહોંચ્યા.
શ્રી ધારશીભાઈના ઘરે શ્રીમદે પૂછ્યું : તમારે મારા મામાઓ સાથે કંઈ સંબંધ છે? ત્યારે કહ્યું : સગપણ સંબંધ નથી, પણ રાજ સંબંધી ખટપટ ત્યારે શ્રીમદે જણાવ્યું : તેમ છે તો તમારે સાવધાન લાગ ફાવે તો તમને ઠેકાણે કરી દેવાની વાત કરતા
.
૧૫
શ્રી ધારશીભાઈ કહે : તે તમે કેમ જાણ્યું? શ્રીમદ્ કહે : હું જમતો હતો ત્યારે બહાર એવી વાતો કરતા હતા. તે સાંભળી તમને ચેતાવવા માટે આવ્યો છું.
શ્રી ધારશીભાઈના મનમાં થયું કે અહો ! આ બાળ મહાત્મા કેવી ઉપકારબુદ્ધિ ધરાવે છે! ધન્ય મારા ભાગ્ય કે એમનો મને સંગ થયો !
“મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખો; સત્પુરુષના સમાગમમાં રહો.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૧૫૬)
Page #25
--------------------------------------------------------------------------
________________
કાશી અભ્યાસ માટે આમંત્રણ
શ્રીમન્ને પોતાના નિર્મળ જ્ઞાનવડે જણાયું કે બે કચ્છી ભાઈઓ સાંઢણી ઉપર બેસી વવાણિયા, મોરબી થઈ અમારા માટે રાજકોટ આવી રહ્યા છે. તેથી શ્રી ઘારશીભાઈને પૂછ્યું કે બે ભાઈઓ કચ્છથી આવનાર છે તેમનો ઉતારો તમારે ત્યાં રાખશો ? તેમણે ખુશીથી હા પાડી એટલે શ્રીમદ્ તે ભાઈઓને આવવાના માર્ગ તરફ સામા ગયા.
એકાંતમાં કચ્છી ભાઈઓએ શ્રીમદ્ધે કહ્યું : આપની પ્રશંસા સાંભળી વધુ વિદ્યાઅભ્યાસઅર્થે આપને કાશી લઈ જવા વિનંતિ કરવા આવ્યા છીએ. આપની ખાવાપીવા વગેરેની બધી સગવડ અમે સાચવીશું.
જવાબમાં શ્રીમદે કહ્યું : ‘અમારાથી આવવાનું નહીં બને.’
તેઓ મનમાં સમજી ગયા કે એ તો ભણેલા જ છે. કાશી જઈ તેમને
વિશેષ ભણવાનું શું હોય ! આ કોઈ આશ્ચર્યકારી પુરુષ જણાય છે!
૧૬
નજીક આવ્યા એટલે શ્રીમદે
તેમને નામ દઈ બોલાવ્યાઃ કેમ
હેમરાજભાઈ?
કેમ
માલસીભાઈ?
તેઓ બોલ્યાઃ તમે
જ રાજચંદ્ર કે?
તમે કેમ જાણ્યું કે અમે અત્યારે આ
જ માર્ગે આવીએ
છીએ ? શ્રીમદે
ઉત્તરમાં જણાવ્યું : “આત્માની
“જે વિદ્યાથી ઉપશમગુણ પ્રગટ્યો નહીં, વિવેક આવ્યો નહીં, કે સમાઘિ થઈ નહીં તે વિદ્યાને વિષે રૂડા જીવે આગ્રહ કરવા યોગ્ય નથી.’’ શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૯૦)
અનંત શક્તિઓ
છે, તે વડે અમે જાણીએ છીએ.’’
Page #26
--------------------------------------------------------------------------
________________
બાલ્યવયે પણ કામની સૂઝ અને ઝડપ
બીજે દિવસે રાજકોટમાં શ્રીમદ્ ઘારશીભાઈના ઉતારે પઘાર્યા. તે સંબંઘી શ્રી ઘારશીભાઈ જણાવે છે કે મારે તે વખતે સરકારી રિપોર્ટ તથા બીજા લખાણોની નકલો ઝડપથી ઉતારવાની હતી. મારા હાથ નીચે દસ કારકુનો હતા. એક જ કારકુનને તે કામ સોંપવામાં આવે તો દશ-બાર દિવસે પૂરું થાય. તેથી દશે કારકુનોને વિભાગ પાડી થોડું થોડું કામ સોંપવાનો વિચાર કરતો હતો તેટલામાં શ્રીમદે મને જણાવ્યું કે શું આની નકલો ઉતારવાની છે? મેં કહ્યું કે હા. ત્યારે શ્રીમદ્ કહે “આ કામ મને સોંપો, થઈ જશે.” તે વખતે મને મનમાં થયું કે આ છોકરો શું બોલે છે? તેથી કહ્યું, તમારાથી નહીં બની શકે. શ્રીમદે દ્રઢતાથી જણાવ્યું કે બની શકશે. તેથી વિચાર કરી લખાણનો અર્થો ભાગ શ્રીમદ્ ઉતારો કરવા માટે સોંપ્યો અને બાકીનો અર્ધો ભાગ ઉતારો કરવા માટે દસે કારકુનોને સોંપ્યો.
લગભગ બે કલાકે તે અર્ધો ભાગ ઉતારી શ્રીમદે મને સોંપ્યો. મેં તે મૂળ લખાણ સાથે તપાસી જોયું તો જ્યાં જ્યાં શબ્દોમાં કાના, માત્રા, અનુસ્વાર વગેરેની ભૂલો હતી તે પણ તેમણે સુઘારી લીધી અને અક્ષરો પણ તદ્દન ચોખા લખ્યા હતા. હવે દસ કારકુનોએ બાકીનો અડધો ભાગ ઉતારી આશરે પાંચ કલાકે મને સોંપ્યો. તેમાં કેટલેક ઠેકાણે અશુદ્ધ શબ્દો લખ્યા હતા. તથા કાના, માત્રા, અનુસ્વાર વગેરેની ભૂલો કરી હતી. લખતાં વચ્ચે અક્ષરો ઊકલે નહીં ત્યારે વળી પૂછવા આવતા હતા.
જે કામ દસ કારકુનોએ મળી પાંચ કલાકે પૂરું કર્યું તેટલું જ કામ શ્રીમદે માત્ર બે કલાકમાં અને તે પણ શુદ્ધ અને સ્વચ્છ રીતે પૂરું કરી બતાવ્યું. તેથી આ બાળક આગળ ઉપર ઘણો જ હોંશિયાર અને પ્રતિભાશાળી થશે એવો આશ્ચર્ય સહિત ભાવ મારા મનમાં ઉત્પન્ન થયો હતો. “નિયમથી કરેલું કામ ત્વરાથી થાય છે, ઘારેલી સિદ્ધિ આપે છે; આનંદના કારણરૂપ થઈ પડે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૫).
૧૭
Page #27
--------------------------------------------------------------------------
________________
પોતાના માટે હાથ લાંબો કરી દીનતા કરી નહીં
શ્રી ધારશીભાઈને ‘શ્રીમદ્ મહાપુરુષ છે' એમ જ્યારથી લાગ્યું ત્યારથી તેમને ગાદી પર બેસાડી પોતે પૂજ્યભાવ રાખી વિનયપૂર્વક તેમની સામે બેસવા લાગ્યા.
શ્રીમદ્દ્ન રાજકોટથી હવે પાછા વવાણિયા જવાનો વિચાર થયો ત્યારે મોસાળમાંથી મીઠાઈનો ડબ્બો ભાથા માટે ભરી આપ્યો. તે લઈ બઘાની રજા માંગી. અંતમાં શ્રી ધારશીભાઈને પણ મળવા ગયા.
શ્રીમદ્ પાસે ભાડાના પૈસા નહીં હોવાથી એક કંદોઈને ત્યાં મામાએ આપેલી મીઠાઈનો ડબ્બો વેચી ભાડા જેટલા પૈસા મેળવી લીધા. પણ ધારશીભાઈ સાથે આટલી ઓળખાણ છતાં પણ પૈસાની માંગણી કરી નહીં. આટલી નિઃસ્પૃહતા નાની ઉમરે જ ઊગી નીકળી હતી. ઉત્તમ ગૃહસ્થની પેઠે તેમનો સિદ્ધાંત હતો કે—
“મર જાઉં માગું નહીં, અપને તનકે કાજ; પ૨મા૨થકે કા૨ણે માંગું, ન સમજું લાજ.” (જી.પૃ.૨૯)
૧૮
Page #28
--------------------------------------------------------------------------
________________
ભુજમાં ઘર્મસંબંધી ભાષણ
IIIIIII
TET 3
કચ્છ દેશના દીવાન શ્રી મણિભાઈ જશભાઈ ગુજરાતમાંથી કચ્છમાં જતા આવતા વવાણિયા મુકામે કચ્છના ઉતારામાં ઊતરતા. તે વખતે શ્રીમદુ સાથે તેમની ઘર્મચર્ચા થતી. શ્રીમદૂની બુદ્ધિથી આકર્ષાઈ હર્ષ પામી તેમને અનેક વાર કચ્છ દેશ તરફ પઘારવા વિનંતિ કરી. એક વાર વિનંતિ સ્વીકારી શ્રીમદ્ કચ્છ-ભુજ તરફ તેમની સાથે પધાર્યા હતા. ત્યાં ઘણા લોકો મધ્યે વીતરાગઘર્મની વ્યાખ્યા કરી ભાષણ આપ્યું. તે સાંભળી કચ્છના લોકો આશ્ચર્યચકિત થઈ કહેવા લાગ્યા કે આ છોકરો બાળવયમાં આવી ઘર્મસંબંધી વિદ્વતા ઘરાવે છે તો આગળ જતાં તે મહાપ્રતાપી અને મહાયશવાને નીવડશે. “સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેનાં પડખાં બઘાંય જણાયાં છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૫૦)
૧૯
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રામાણિક અને પુરુષાર્થી
“તું ગમે તે ધંધાર્થી હો, પરંતુ આજીવિકાર્યે અન્યાયસંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં."
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫)
દુકાન ઉપર નવરાશના સમયે શ્રીમદ્ પુસ્તકો વાંચતા તથા રામાયણ અને મહાભારતની કથાઓના આધારે કવિતાઓ
રચતા હતા.
“નકામો વખત જવા દેશો નહી.
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૨)
૨૦
શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી શ્રીમદ્ પિતાશ્રીની દુકાને બેસતા. તેઓ પ્રમાણિક હોવાથી લખે છે :“કોઈને મેં ઓછો અઘિકો ભાવ કહ્યો નથી, કે કોઈને મેં ઓછુંઅઘિકું તોળી દીધું નથી, એ મને ચોક્કસ સાંભરે છે.'' શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૨૦
“સત્પુરુષ અન્યાય કરે નહીં. સત્પુરુષ અન્યાય કરશે તો આ જગતમાં વરસાદ કોના માટે વરસશે? સૂર્ય
કોના
માટે પ્રકાશશે? વાયુ કોના માટે વાશે?”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૭૭)
શ્રીમદ્ના અક્ષર સ્પષ્ટ અને સુંદર હોવાથી કચ્છ દરબારના ઉતારે તેમને લખવા માટે બોલાવતા, અને અંગત લખાણ પણ કરાવતા હતા.
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભા સેવાભાવી માતાપિતા
પિતાશ્રી રવજીભાઈ પંચાણભાઈ મહેતા
માતુશ્રી દેવબાઈ રવજીભાઈ મહેતા
શ્રી રવજીભાઈ સાધુસંત પુરુષોની સેવા બહુ કરતા તથા ગરીબોને અનાજ, કપડાં વગેરે પણ આપતા.
“સાસુ સસરાની દેવામાં ખૂબ સેવા કરતાં. સાસુ કહેતા કે દેવ! તું તો મારે ત્યાં દેવી જેવી છું.
તારા જેવી ભલી વહ કોઈને નહીં હોય. બેટા! તારું બધું સારું થશે.”
“શ્રી રવજીભાઈને ત્યાં એક આડતિયા વૃદ્ધ ઉંમરના આવતા હતા. તે એકવાર બહુ બિમાર પડ્યા. ત્યારે દેવમાએ તેમની સેવા ચાકરી બહુ કરી. તેમને માટે શીરો બનાવી દેવમા પોતાના હાથે
ખવરાવતા. તે બહુ અશક્ત હતા. તેમણે દેવમાને કહ્યું કે તમે મારી ચાકરી બહુ કરો છો, પ્રભુ!તમારે ત્યાં મહાભાગ્યશાળી દીકરાનો જન્મ થાઓ, આ મારો બેટા દેવ! તને આશીર્વાદ છે.” (અ.પૃ.૫૫)
૨૧
Page #31
--------------------------------------------------------------------------
________________
ગાંગેય અણગારના ભાંગા સુગમ શૈલીમાં
શ્રી ઘારશીભાઈ જણાવે છે : શ્રીમદ્ ૧૪-૧૫ વર્ષની વયે મોરબીમાં એક વાર મારે ત્યાં પધાર્યા હતા. હું શાસ્ત્રનો અભ્યાસી હોવાથી સાધુ મહારાજ અમારા ઘરે વહોરવા માટે આવ્યા ત્યારે મને કહ્યું કે ગાંગેય અણગારના ભાંગા બરાબર સમજાતા નથી માટે બપોરે સ્થાનકે આવજો. મેં હા પાડી. ત્યાં હાજર રહેલા શ્રીમદે આ વાર્તાલાપ સાંભળ્યો. હું કામ પ્રસંગે બહાર
ગયો.
તે દરમ્યાન શ્રીમદે કોરો કાગળ લઈ તેમાં “ગાંગેય અણગારના ભાંગાનું અપૂવે રહસ્ય’ એ મથાળા નીચે તે ભાંગાનું સ્વરૂપ સુગમ શૈલીમાં લખી, તે કાગળ એક નાની ચોપડીમાં મૂકી પોતે ચાલ્યા ગયા.
હું બહારથી ઘરે આવતો હતો ત્યારે બારણામાંથી ઘરમાં બકરીએ પ્રવેશ કર્યો અને એક ચોપડી મુખમાં લીધી. તે બકરીને હકાલતાં તેના મોઢામાંથી તે ચોપડી નીચે પડી ગઈ. તેમાંથી શ્રીમદુના લખેલ “ગાંગેય અણગાર'ના ભાંગા વાળો કાગળ પણ બહાર નીકળી પડ્યો. તે લઈ વાંચતા મારા આશ્ચર્યનો પાર રહ્યો નહીં. શ્રીમદ્ પ્રત્યે પરમ આદર ભાવ ઊપજ્યો. એકદમ ઉલ્લાસમાં આવી તેમને બોલાવી લાવવા પટાવાળાને મોકલ્યો.
“શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તો સત્વરુષના અંતરાત્મામાં રહ્યો છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પુ.૧૮૪)
૨૨
Page #32
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દે ગુરુપદે માન્ય
N
શ્રીમદે ઘરમાં પ્રવેશ કર્યો તેવા જ મેં તેમને સાષ્ટાંગ દંડવત્ નમસ્કાર કર્યા અને ચરણમાં પડી અવિનયની ક્ષમા માગી. પછી વિનંતી કરી ‘ગાંગેય અણગાર’ના ભાંગાનું રહસ્ય તેમની પાસે બે કલાક સુધી અપૂર્વ અમૃતવાણીમાં સાંભળી રોમાંચ ઉલ્લસ્યા. ત્યારથી શ્રીમદ્ન મારા તરણતારણ ગુરુ સ્થાને માનવા લાગ્યો.
“સત્પુરુષ તો, જેમ એક વટેમાર્ગુ બીજા વટેમાર્ગુને રસ્તો બતાવી ચાલ્યો જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ઘરાવવા કે શિષ્યો કરવા માટે સત્પુરુષની ઇચ્છા નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૭૧૧)
“જેને કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી તેવા ગુરુ ધારણ કરવા જોઈએ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૬)
“ગુરુ જો ઉત્તમ હોય તો તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઈ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે. તત્ત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, લોકાલોકવિચાર, સંસારસ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં.’” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૫) “સદ્ગુરુ વગર મોક્ષની આશા રાખશો નહીં. જગતમાં ગુરુ ઘણા છે, તે નહીં. તે છે તે જ, બીજો નહીં... કૃપાળુદેવ ઉપર પ્રેમ ઢોળવો.” (ઉ.પૃ. ૧૬૮, ૨૬૯) “અમે તો ગુરુ થતા નથી. પણ સદ્ગુરુને બતાવી દઈએ છીએ...ગુરુ થવું મહા જોખમદારીનું કામ છે.” (ઉ.પૃ.૨૯૬)
૨૩
Page #33
--------------------------------------------------------------------------
________________
બાળવયે વિદ્વાનોની શંકાઓનું સમાધાન
શ્રીમદ્ બાળપણથી જ ગામ આખામાં ઘણા જ હોશિયાર, તીવ્ર બુદ્ધિશાળી અને ડાહ્યા ગણાતા હતા. તેમના પ્રત્યે સઘળા લોકોને સહેજે ઘણો જ પ્રેમ આવતો. બાળપણથી જ તેઓ મહાશાંત હતા. લઘુવયમાં પણ તેમનું નામ સાંભળી ઘણા ઘણા વિદ્વાન પુરુષો શંકાઓનું સમાધાન કરવા, પ્રશ્નોત્તર કરવા, વિકતા જોવા તેમજ વાદ વિવાદ કરવા માટે તેમની પાસે આવતા હતા; અને પોતાના મનનું સમાધાન થઈ જવાથી શાંતિ પામી તેમને પ્રણામ કરતા હતા.
જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૧૧) - “દરેક જીવે જીવના અસ્તિત્વથી તે મોક્ષ સુઘીની પૂર્ણપણે શ્રદ્ધા રાખવી. એમાં જરા પણ શંકા રાખવી નહીં. આ જગ્યાએ અશ્રદ્ધા રાખવી તે જીવને પતિત થવાનું કારણ છે, અને તે
એવું સ્થાનક છે કે ત્યાંથી પડવાથી કાંઈ સ્થિતિ રહેતી નથી. સિત્તેર કોટાકોટિ સાગરોપમ સ્થિતિ અંતર્મુહૂર્તમાં બંઘાય છે, જેને લઈને જીવને અસંખ્યાતા
ભવ ભ્રમણ કરવા પડે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૯૭૪)
૨૪
Page #34
--------------------------------------------------------------------------
________________
પુણ્ય પ્રમાણે બધું સુઘરશે
શ્રીમદ્દ જ્યારે નાના હતા ત્યારે વવાણિયામાં પોતાના ઘરે એકલા જ બેસી વાંચન કરતા. એક વખતે પિતાશ્રી રવજીભાઈએ શ્રીમદ્દે જણાવ્યું કે ભાઈ, આપણી વ્યવહારિક સ્થિતિનું ભવિષ્ય કેવું? શ્રીમદ્ કહે : વર્તમાન કરતાં ઉજ્જવલ છે. પુણ્ય પ્રમાણે બધું
સુધરશે.
“પાપના ઉદયથી હાથમાં આવેલું ઘન ક્ષણમાત્રમાં નાશ થઈ જાય છે. પુણ્યના ઉદયથી ઘણી દૂર હોય તે વસ્તુ પણ પ્રાપ્ત થઈ જાય છે. લાભાંતરાયનો ક્ષયોપશમ થાય ત્યારે, વિના યત્ન નિથિરત્ન પ્રગટ થાય છે.
સંસાર છે તે પુણ્યપાપના ઉદયરૂપ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પુ.૧૯)
૨૫
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દો શ્રી રામ જેવો વૈરાગ્ય
મોક્ષમાળાના રચનાકાળ સમયે શ્રીમદ્નો વૈરાગ્ય શ્રી રામ જેવો હતો. શ્રી ૨ામ તીર્થયાત્રા કરી આવ્યા પછી રાજમહેલમાં રહેતા છતાં તેમને આત્મચિંતન પ્રિય હતું.
વડવામાં શ્રીમદે એકવાર શ્રી લલ્લુજી મુનિને જણાવેલ કે ‘નાની ઉંમરે અમે મોક્ષમાળા રચી તે વખતે શ્રી રામનો ‘યોગવાસિષ્ઠ’ રામાયણના ‘વૈરાગ્ય’ પ્રકરણમાં વર્ણવેલ વૈરાગ્ય જેવો વૈરાગ્ય હતો. તે અરસામાં જૈન આગમ માત્ર સવા વર્ષમાં અમે અવલોકી લીધાં હતા. તીવ્ર વૈરાગ્ય વર્તતો હતો કે અમે આહાર કર્યો છે કે નહીં તેની પણ ખબર રહેતી નહીં.’
વીતરાગધર્મ પૂર્ણ સત્ય
તેરમા વર્ષથી શ્રીમદ્ન કયો ધર્મ સત્ય હશે એવો ધર્મમંથન કાળ શરૂ થયો. એકાદ વર્ષમાં મુખ્ય મુખ્ય ધર્મ તપાસી લઈ સર્વજ્ઞ પ્રણીત વીતરાગ શાસન પૂર્ણ સત્ય છે એવા નિર્ણય પર આવ્યા.
“સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે. કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાનસ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે.
મોરબીમાં શ્રી પોપટભાઈ દફતરીનું ઘર તેમનું વાચનાલય અને લેખનાલય બન્યું હતું. પોપટભાઈ શ્રીમદ્ પાસે શાસ્ત્રાર્થ સાંભળી તેમને બાળ સંત માનતા અને મોરબીમાંથી કે અમદાવાદ વગેરે સ્થળોથી પુસ્તકો મેળવી આપવામાં શ્રીમદ્ગુ
સહાય કરતા હતા.
પૂર્વભવોમાં આરાઘેલા મહાપુરુષોના ઉપદેશામૃતના સંચયરૂપ તેમજ અનેક વિષયના ગ્રંથ વાંચનના સારરૂપ ‘મોક્ષમાળા’ નામના ગ્રંથની રચના શ્રીમદે ભવ્ય જીવોના હિત માટે કરી.
૨૬
શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે; પ્રત્યક્ષ તેમનાં વચનનું પ્રમાણ છે માટે.’
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૬૩)
TO
“જ્ઞાન વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે; એકલાં ન હોય. વીતરાગવચનની અસરથી ઇંદ્રિયસુખ નીરસ ન લાગ્યાં તો જ્ઞાનીનાં વચનો કાને પડ્યાં જ નથી, એમ સમજવું. જ્ઞાનીના વચનો વિષયનું વમન, વિરેચન કરાવનારાં છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૬૨)
Page #36
--------------------------------------------------------------------------
________________
CCC%
FUT
66
મોક્ષમાળાનું સર્જન
Boxcarve beaNGEN
સં. ૧૯૪૦માં શ્રી પોપટભાઈ દફતરીએ મોરબીમાં શ્રીમદ્ન વિનંતિ કરી કે બાળકથી વૃદ્ધ સુધી સરળતાથી સમજી શકે એવો એક ગ્રંથ આપ લખો તો ઘણા જીવોને મહાન લાભનું કારણ થાય. એ વિનંતિને સ્વીકારી પોપટભાઈ દફતરીના મકાનમાં જ બીજે માળે બેસીને શ્રીમદે ત્રણ દિવસમાં આ મોક્ષમાળાની રચના ૧૦૮ પાઠરૂપે કરી. આ ‘મોક્ષમાળા' ગ્રંથ વિષે શ્રીમદ્ સ્વયં જણાવે છે :
‘મોક્ષમાળા’ અમે સોળ વર્ષ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી...
જૈનમાર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનોક્તમાર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાર્ગ ૫૨ આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના તેની કરી છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૬૩)
“બહુ ઊંડા ઉતરતાં આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે! મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન
અને શીલ બોધવાનો ઉદ્દેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઊછરતા બાળયુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે.’’ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૮)
“મહાસતીજી ‘મોક્ષમાળા’ શ્રવણ કરે છે, તે બહુ સુખ અને લાભદાયક છે. તેઓને મારી વતી વિનંતિ કરશો કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, મનન કરે. જિનેશ્વરના સુંદર માર્ગથી એમાં એક્કે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જોયો તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. હું ધારું છું કે મહાસતીજી એ પુસ્તકને એકાગ્રભાવે શ્રવણ કરી આત્મશ્રેયમાં વૃદ્ધિ કરશે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૯૩)
૨૭
Page #37
--------------------------------------------------------------------------
________________
ચકિત કરી દે તેવા શ્રીમદ્ના સૂત્રાર્થ
વવાણિયામાં ત્રણ સાઘ્વીજી આવેલા. તેમણે શ્રીમદ્ની વિદ્વાન તરીકે ખ્યાતિ સાંભળી શ્રી પોપટભાઈ મનજીને જણાવ્યું કે અમારે તેમની પાસેથી ‘સૂયગડાંગ સૂત્ર’ સાંભળવાની ઇચ્છા છે. શ્રીમદે તે સંભળાવવાની હા કહી અને સાથે પોપટભાઈને જણાવ્યું કે બપોરે બે વાગે જઈશું. પણ તમારે દરરોજ હાજર રહેવું.
શ્રીમદ્ પ્રથમ વાર ઉપાશ્રયે પધાર્યા ત્યારે સાધ્વીજી પાટ ઉપર બેઠા હતાં. શ્રીમદ્ભુ અને પોપટભાઈ મનજી નીચે બેઠા. ‘સૂયગડાંગ સૂત્ર’ ની બે ગાથાઓનું સવિસ્તાર સ્પષ્ટ વર્ણન સાંભળી સાધ્વીજી ચકિત થઈ ગયાં અને પાટ ઉપરથી ઊતરી નીચે બેસી શ્રીમદ્ પ્રત્યે કહેવા લાગ્યા કે આપની અમારાથી આશાતના થઈ છે. અહો! આવું વર્ણન તો આજ સુધી અમે કોઈ સાધુ મહારાજ પાસે પણ સાંભળ્યું નથી.
એવી રીતે મોક્ષમાળાના પાઠો પણ શ્રીમદે સાધ્વીજીઓને ઉપાશ્રયમાં એકવાર સમજાવ્યા હતા.
“સૂત્રો આત્માનો સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યાં છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૭૦)
૨૮
Page #38
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૬મું
શ્રીમદ્ રાજચંદ્ર
૨૯
વિ.સં. ૧૯૪૦
Page #39
--------------------------------------------------------------------------
________________
અષ્ટાવઘાન જોઈ મનજીભાઈનું આશ્ચર્ય
શ્રી પોપટભાઈ મનજી જણાવે છે :
સં. ૧૯૪૦માં મારા પિતાશ્રી મનજીભાઈ મોરબી ગયા હતા. ત્યાં શ્રીમદે વસંત બાગમાં પ્રથમ ખાનગીમાં મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયો લઈ આઠ અવઘાન કરી બતાવ્યા. એક સાથે બઘા કામ કરવા તેને અવઘાન કહેવામાં આવે છે. બીજે જ દિવસે ઘણા લોકોના આગ્રહથી જાહેરમાં બે હજાર માણસો સમક્ષ પવિત્ર ઉપાશ્રયમાં બાર અવશાન કરી બતાવ્યા.
આ ચમત્કૃતિ જોઈ મારા પિતાશ્રી આશ્ચર્ય પામ્યા અને વવાણિયે આવી રાત્રે જ પરમકૃપાળુદેવના પિતાશ્રી પાસે ગયા. મકાન બંધ હતું છતાં સાંકળ ખખડાવી બારણું ઉઘડાવ્યું અને હર્ષભેર તેમને કહેવા લાગ્યા કે તમારો દીકરો તો કોઈ દૈવી પુરુષ જાગ્યો. મોરબીમાં આઠ કામ એક સાથે કરી ગજબ કરી નાખી વગેરે જણાવ્યું હતું.
“અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૯૫)
Page #40
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૯ભું
શ્રીમદ્ રાજચંદ્ર
વિ.સં. ૧૯૪૩
૩૧
Page #41
--------------------------------------------------------------------------
________________
બોટાદમાં બાવન અવધાન પ્રયોગ
શ્રીમદે બોટાદમાં એમના એક મિત્ર લક્ષાધિપતિ શેઠ: હરિલાલ શિવલાલ સમક્ષ બાવન અવધાન કરી બતાવ્યા હતા.
‘૧. ત્રણ જણ સાથે ચોપાટે રમ્યા જવું. ૨. ત્રણ જણ સાથે ગંજીફે રમ્યા જવું. ૩. એક જણ સાથે શતરંજે રમ્યા જવું. ૪. ઝાલરના પડતા ટકોરા ગણતા જવું. ૫. સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર મનમાં ગણ્યા જવું.
૬. માળાના પારામાં લક્ષ આપી ગણતરી કરવી. ૭. આઠેક નવી સમસ્યાઓ પૂર્ણ કરવી ૮. સોળ નવા વિષયો વિવાદકોએ માગેલા વૃત્તમાં
...૧
...૧
...૧
...૧
...૪
...૧
....
ચૂંટલક www વિર ....
ક લવ માની
ge કર...
અને વિષયો પણ માગેલા–રચતા જવું.
...૧૬
૯. ગ્રીક, અંગ્રેજી, સંસ્કૃત, આરબી, લેટિન, ઉર્દુ, ગુર્જર, મરેઠી, બંગાળી, મરુ, જાડેજી આદિ સોળ ભાષાના ચારસ શબ્દો અનુક્રમવિહીનના કર્તાકર્મ સહિત પાછા અનુક્રમ સહિત : કહી આપવા. વચ્ચે બીજા કામ પણ કર્યે જવાં. ૧૦. વિદ્યાર્થીને સમજાવવો.
...૧૬
૧૧. કેટલાક અલંકારના વિચાર,
૩૨
સરવાળા, બાદબાડી, સુખકર અને આકાર અશાં રહ્યા જવું
...૧
...2
આ બાવન કામો એક વખતે મનઃશક્તિમાં સાથે ધારણ કરવાં પડે છે. વગર ભણેલી ભાષાના વિકૃત અક્ષરો સુક્ત કરવા પડે છે. ટૂંકમાં આપને કહી દઉં છું કે આ સઘળું યાદ જ રહી જાય છે." જ&
Page #42
--------------------------------------------------------------------------
________________
૨૨rry જવું
કાજ જાને કયું જaav » +
4 | a, a |
“એ સોળ જુદી જુદી ભાષાના ચારસો અક્ષરો આડા અવળા,
શ્રીમન્ને જેવી રીતે આપેલા તેના બે દ્રષ્ટાંતો સંસ્કૃત અને ચીક, અંગ્રેજી, સંસ્કૃત, અરૂજી,
ગુજરાતીના નીચે આપીએ છીએ. હતા જવા વિષયો
લૌતિ, 6 , સુર્જ, સારંઠી, બંગાળી, મર, વિવાહક માગવા તો
સંસ્કૃતનું વિલોમ સ્વરૂપ જાડેજી આદિ અંજ મા આer -અરર કબ્દો અહીં વિષયો અex માગેલા - અનુકસહિ?oriા કtfકર્મ સન જામ
|स्ति त्को ष्णा | स्व | स्व | र्ग | स्ति त्कः| तृ | क्ष | ब | અણુ કમ કહી -,
| દિ| વિ યો |વિ વા વેશે | S | T | | | | | | | | | ષ | ગ | ઘ | રા| વા| વિ| | | |િ યઃ | હું તો | ૨ | વિ| | | | |
તે ઉપરથી શ્રીમદ્ પોતાની આત્મશક્તિથી તે અક્ષરોને ગોઠવી નીચે પ્રમાણે શ્લોક બોલી ગયા હતા.
बद्धो हि को यो विषयानुरागी को वा विमुक्तो विषये विरक्तः । को वास्ति घोरो नरकः स्वदेहः
तृष्णाक्षयः स्वर्गपदं किमस्ति ।। ગુજરાતી ભાષાના વાક્યનું વિલોમ સ્વરૂપ ત | નો ષ્ટિ | ના | આ| જા | આ | સૂ | થા | | શો જે | ૫ | દ | એ | ય | જો | થી | છે | ૨ | સુ | મે | ભિ| ઈ | ન | હ | વાં છે |
તે ઉપરથી શ્રીમદે આ પ્રમાણે વાક્ય ગોઠવી આપ્યું -
આપના જેવાં રત્નોથી હજુ સૃષ્ટિ સુશોભિત છે, એ જોઈને આનંદ થાય છે.”
એવી રીતે બાકીની જાદી જાદી ચૌદ ભાષાના ક્રમવિહિન અક્ષરોને પણ ગોઠવી વાક્ય કે કાવ્યરૂપે
કહી બતાવ્યા હતા. એમ બાવન કામની શરૂઆત એક સાથે કરી હતી. એક કામનો કંઈક ભાગ કરી બીજા કામનો કંઈક ભાગ કર્યો. પછી ત્રીજા, ચોથા, પાંચમાનો થોડો ભાગ કરી વળી પહેલા, બીજા, ત્રીજા કામ વગેરે સઘળા કામ પૂર્ણ થતાં સુધી કર્યું હતું.
એક સ્થળે ઊંચે આસને બેસી બઘા કામમાં મન અને દ્રષ્ટિને પ્રેરિત કરી હતી. કામ સંબંઘી કંઈ લખ્યું નહોતું કે બીજી વાર પૂછ્યું નહોતું પણ સઘળું સ્મરણમાં રાખી એ બાવનેય કામ એક પછી એક શ્રીમદે પૂર્ણ કર્યા હતા.”
Jits
TEAL
મુંબઈમાં જે સભાગૃહમાં શ્રીમદે એક સો વિઘાન કરી બતાવ્યા હતા
તે આ ફરામજી કાવસજી ઈન્સ્ટીટ્યુટ
૩૩
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪
મુંબઈમાં શતાવધાન
સં. ૧૯૪૩માં ઓગણીસ વર્ષની વયે શ્રીમદ્ની મુંબઈમાં સ્થિતિ હતી ત્યારે ત્યાં પણ અનેક અવધાનના પ્રયોગો કરી બતાવ્યા હતા.
Page #44
--------------------------------------------------------------------------
________________
મુંબઈમાં પોતાની શતાવધાન (સો અવધાન) કરવાની શક્તિ ફરામજી કાવસજી ઈન્સ્ટીટ્યુટમાં ડૉ. પીટરસનના
અધ્યક્ષપદે હજારો પ્રેક્ષકો સમક્ષ તેઓએ દર્શાવી હતી. તેની ભૂરી ભૂરી પ્રશંસા ‘મુંબઈ સમાચાર’, ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’, ‘જામે જમશેદ’, ‘ઈન્ડિયન સ્પેક્ટેટર' વગેરે વર્તમાન પત્રોમાં કરવામાં આવી હતી. સર ચાર્લ્સે તેમને યુરોપમાં જઈ પોતાની આ આત્મિક શક્તિઓ દર્શાવવાની ભલામણ કરી હતી. પણ જ્ઞાન વેચીને કીર્તિ કે કાંચન ભેગું કરવાની લાલસા તેમનામાં કિંચિત્ પણ નહોતી. વીસ વર્ષ પછી અવધાન પણ આત્મોન્નતિમાં બાઘક જણાવવાથી તેનો પણ શ્રીમદે ત્યાગ કર્યો હતો.
૩૫
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રીમન્ના અવઘાનની સમાચાર પત્રોમાં પ્રશંસા મુંબઈ સમાચાર', ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા', “જામે જમશેદ' વગેરેમાં શ્રીમદ્ રાજચંદ્રની અદ્ભુત શક્તિઓ વિષેના લેખો સં.૧૯૦૧માં આવતા હતા. તે જૂના પેપરોના નમૂનાઓ નીચે આપીએ છીએ. તેનું અવલોકન કરતાં ઘરના સદસ્યો :
TIMES OF INDIA
મુ બ ઈ સે મા ચા ૨ , શુ ક વા ૨, તા રી ખ ર ૪ મી મે, ૧ ૯ ૦૧
શ્રીમાન રાજયચંદ્ર વ અતયાનંદ પામયા છું, પુનર્જનમ નહીં માનના બાર અવધાન ૨૦૦૦ માણુ એ મા માઈએ સત્તર વરસની વય ૧૧ પુનાજનમ છે. એમ મનાવાને માટે પ્રયતન વાળા D સુખમીદાસ ખીમજી મારે
૨ પુરૂ ને ખા સીધ ક વીશ્વ૨ની અદભુતશતી કરી દેખાડયા. થોડા દીવસ પછી મુંબઈ નગરમાં કરેલા બાર અવધાન માટે અને મબળ પુરાવે છે, વીગેરે વગેરે વઇદરી :
જે પ્રસંસા કરયા પછી વઈદ૨ાજ સંભુભાઈ ,
{ આવેલા, તેમની સમક્ષ પાછાં ૧૨ અવધાને તે વખતે પ્રગટ થતાં એક પત્રે કરેલું બાબરીયા એન. .
બાબુકીચારી મહંન, શ્રી નારાયણ દેમત મા કરી બતાવયો. થોડા વખત પછી તે વીવેચન.
tતર દામોદરદાસ, માસ્તર બલવતરામ, મા માનુ જમનગર જવું થયું નયાં માં - - મોrોના નૌN.
સ્તર શકરલાલ અને કવી દુલભદાસે એક પુછી મુળ વીદવાન મંડળ માળ ૧ અવધાને
એક જણે ઉઠીને આપણા થી કવીશ્વની કરી બતાવમા. આ વખતે નામદાર નમે લખવાને અતીશય આનંદ ઉપજે છે કે હું અદભુત ક્તીને માટે અતીશય પ્રસંશા કરી સાહેબ તરફથી એક ૫રસ ભેંટ થઈ. જે વાણી બ બંદર નીવારી દવાશાષાની પ્રીન્દ્ર ઉ૫કા૨ માન અને કવી એ નરમતારક , કેવી ૨જયદ્રજી ૨જીભાઈ મહેતાને હંમણુ તને યોગય પ્રતયુતર આપ પૈ, તયાર પછી સુ 5
1 તારક માસ પછી વઢવાણ માં કરનલ નટ સા ખાનગી કામ પ્રસંગને લીધે જ મનગર જવાનું ૨૧ સભા બરખાસ્ત થઈ. શીધ્ર કપીરાજશ્રીને
રાજ ૨જવાડાઓને આમંત્રણ કરી થયું હતું. ત્યાં તે એના અદભુત અને અગાધ મહારનું નામ સાહેબ બહાદુ૨ ત૨ફથી (૫૫) A =
આ બે હાર દરગટાઓની એક ગંજાવર સુઅકથાનના એ મતકા ૨ દેશાવવા માટે જ મનગર યારસે પંચાવન ઇનામ દાખલ મળતા હતા. ભા રીવરના ખી ખદબુત થકડી બતાને ની પ્રખયાત વઈદર જ મણીશંકર વીઠલજી સે
( શ માટે ભૂરી, કળશ૧૨ ૧૬ અવધાન ફતે શ ધમાચાર અને બીજા વીદવાનો તરફથી જામે જમીદ ભગવાજ મંદ ગીત ,ી બતાવા. તપથી કળશ૧૨ સીધું કહીશ્વરને આમંત્રણ થયું હતું. તે આમ ત્રણ્ કવીશ્વરે સ્વીકારી નીમલ વખતે તે ચમતકા તા: ૧૬ મી એપરેલ ૧૦૭ પોતાના એક મીત્રને મળવા માટે બેટા ૨ દ૨ચાવવા માટે કબુલ કરવું'. તારીખ ૧૬ મી
ગયા. તયો ૧૬ થી છલંગ મારી એકદમ પુર ને ૨જ ત્યાંના પ્રખયાત વીદવાને, કવી એ, શા
૧૯ ૧aઈ અવધાન કરી બતાવ.૧૭ મે વરસે તેઓને સ્ત્રી એ, ઈદ, અને મુસદીઓ, અમલદારે આ રાજ ઠાટ, તા. ૧૩ મી એમૈલ મુંબઈમાં પહેલ વહેતા "મ મુક,ફરામજી ! ને પ્રખયાત શેઠ સાષ્ટકારો મળી આશરે ૧૫૦
નસટટ્યુટ માં ૧૦૦ અવધાન કરી બતાવી છે, ચહેશ્યાની સમક્ષ તે અવધાનના ચમત્કારે દરે ખટાવધાન એટલે આ વખતે આ તયાં આગળ તેને સાક્ષાત સરસંવતી ** રાવી પોતાની ઈશ્વન્દ્રત દીવય સ્વભાવીકની
કે ક્રીપા સાથે કરવી. તે અદભુd ને ય ઉપનામ મળયું અને તેના થી સઘળી સભા ૨જન કરી દીધી હતી. આ
ચાંદ મળી મતકારીક શક્તીવાળા પુરૂશ આર્મીને તે થાય ણા આ પ0 કવીશ્વરની અદભુત શક્તિીથી સરવે
તમામ મેજી અને સભાસ દાનાં મનના આનું દૃના કરો પા૨ ૨હ હૈ ને ૨૧ ગણખ તટલા પણ થતા નથી, એ
*' દેશી પગે તેમની થતી માટે દરરેજ Sતે, એમcકોરે દરશાવી ૨હયા બાદ તરતજ , વાત જ પ્રાધ છે. ખયાત લઈ દરાજ ભણીશ કેરબાઈ એ ઉઠીને ' જે મકાનને વીશે શાસ્ત્રીજી કતારે ને કતારે રતુતી લખવા લાગયા, શૌદ્ઘ કવીશ્વરની અદભુતશકત્તીને માટે પ્ર' સ એ અટાવધાન કર્યા હતા, તેજ મદ્ - શો કે આ અદભુત ચમતક્રારીક ધીનેદથી ૬ માં બીજેજ દીવસે શ્રીમંત જયચંદ
૩૬
Page #46
--------------------------------------------------------------------------
________________
સુવર્ણચંદ્રક ભેટ
6) C
શ્રીમદે મુંબઈમાં અનેક સ્થળોએ કરેલ આશ્ચર્યકારક સ્મરણશક્તિના અવઘાનોથી પ્રભાવિત થઈ પ્રજાએ તેમના સન્માન અર્થે એક સુવર્ણ ચંદ્રક અર્પણ કર્યો હતો. અને
“સાક્ષાત્ સરસ્વતીનું બિરૂદ પણ આપવામાં આવ્યું હતું. બીજા સદ્ગુહસ્થોએ પણ આનંદ વિભોર થઈ શ્રીમદ્ અનેક ભેટો આપી હતી. “અવઘાનોને માટે “સરસ્વતીનો અવતાર એવું ઉપનામ આ મનુષ્યને મળેલું છે. અવઘાન એ આત્મશક્તિનું કર્તવ્ય મને સ્વાનુભવથી જણાયું છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૩૪)
૩૭
Page #47
--------------------------------------------------------------------------
________________
श्रीमद् रामचंद्रनी जन्म कुंडली
RR યુદ
१०
ધરા.
नरक
च.१
પરમેશ્વર ગ્રહ
મુંબઈમાં શતાવધાન પ્રયોગ વખતે સભામાં અનેક અગ્રગણ્ય વિદ્વાનો, પંડિતો, શ્રીમાનો હતા. તેમાં સારા જ્યોતિષીઓ પણ હતા. તે જ્યોતિષીઓને નાની વયના પ્રબળ પ્રતિભાસંપન્ન શ્રીમદ્ પ્રતિ આકર્ષણ થયું. શ્રીમદ્ન પણ જ્યોતિષ જાણવાની જિજ્ઞાસા ઉદ્ભવી. તે પૂરી કરવાના સાધનોની પણ તેમના દ્વારા પ્રાપ્તિ થઈ.
ભારતભરમાં જ્યોતિષની નષ્ટ વિદ્યાનો જાણકાર કાશીમાં માત્ર એક જ વ્યક્તિ હતો. તે દૈવજ્ઞ હજારો રૂપિયા કમાય અને પૂજાય. તે નષ્ટ વિદ્યા પણ શ્રીમ ્ શીખી ગયા. આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે અતિશય સ્મરણશક્તિ અને ચિત્તની પ્રબળ એકાગ્રતા જોઈએ, જે શ્રીમદ્ન સહેજે પ્રાપ્ત હતી.
એકવાર દશ વિદ્વાન જ્યોતિષીઓએ મળી શ્રીમના ગ્રહ જોયા. તે વિષે શ્રીમદ્ તેમના બનેવી રા.ચત્રભુજ બેચરને
લખે છે :
“મારા ગ્રહ દશ વિદ્વાનોએ મળી પરમેશ્વરગ્રહ ઠરાવ્યા છે...વૈરાગ્યમાં ઝીલું છું. આશુપ્રજ્ઞ રાજચંદ્ર' “માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે.'' શ્રીમદ્ રાજચંદ્ર (૫,પૃ.૧૫૮)
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૬૫)
૩૮
Page #48
--------------------------------------------------------------------------
________________
I L
©
આને કોણ ભોગવશે?
DOGGOO
muj
KK &
NO
૩૯
V
CTTSSC DDW
O
@fatololol
GOO
000000
શ્રીમદ્ શતાવધાન કરવાથી અનેક મોટા ગણાતા માણસોના પરિચયમાં આવેલા. તાતા જમશેદજી નામના પારસી ગૃહસ્થે વિલાયતથી મંગાવેલ ફર્નીચર વગેરે અનેક વસ્તુથી સજાવેલ પોતાનો બંગલો શ્રીમદ્ બતાવ્યો. શ્રીમદ્ બંગલો જોયા પછી બોલ્યા કે ‘આને કોણ ભોગવશે ?’ આ શબ્દો તાતાના હૃદયમાં ઘર કરી ગયા. તેથી પોતાની સંપત્તિવડે ઘણો પરોપકાર કર્યો.
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ગી અદ્ભુત સ્પર્શશક્તિ
શ્રીમદ્જીના પરિચયમાં આવેલ પંડિત લાલન જણાવે છે:
હવે શ્રીમદ્જીની સ્પર્શેન્દ્રિયનો વિકાસ જોઈએ. આ એક અવઘાન દ પ્રયોગ મુંબઈમાં તેમણે આર્ય સમાજમાં,
જસ્ટિસ તૈલંગનાના પ્રમુખપણા નીચે કર્યો હતો. શ્રીમદ્જીને આંખે પાટા બાંધી
એક પછી એક પુસ્તકો આપવામાં આવ્યા, અને તેનું નામ કહેવામાં આવ્યું.
શ્રીમદ્જીએ તે પુસ્તકો પર બરાબર હાથ ફેરવી તે મૂકી દીધાં. આ પ્રમાણે પચાસેક પુસ્તકો તેમના હાથમાં આપવામાં આવ્યા હતા.
ઉપર જણાવેલ વિધિ કર્યા પછી એમાનું કોઈ પુસ્તક માંગવામાં આવે, તે પુસ્તક શ્રીમજી બઘા પુસ્તકો પર હાથ ફેરવીને અથવા એમાંના કોઈ પુસ્તકનો અનુક્રમ નંબર આપીએ તો તે પુસ્તકનું નામ આપી તે પુસ્તક પણ શોથી આપતા.
આ પ્રમાણે આપણે જે ચક્ષુથી જોઈએ છીએ તે શ્રીમદ્ સ્પર્શથી જોઈ શકતા હતા.”
૪0
Page #50
--------------------------------------------------------------------------
________________
આત્મોન્નતિમાં બાઘક ગણી જ્યોતિષ જોવાનો ત્યાગ
અલ્પ સમયમાં શ્રીમદે જ્યોતિષના ગ્રંથો અવલોકી લીઘા. પૂર્વધારી શ્રી ભદ્રબાહુસ્વામી કૃત સંસ્કૃતમાં રચેલ જ્યોતિષનો અપૂર્વ ગ્રંથ “ભદ્રબાહુ સંહિતા” પણ અવગાહી ગયા.
શ્રીમન્ના જ્યોતિષજ્ઞાનની ખ્યાતિ પ્રસરતા સ્નેહી, આપ્તજનો તથા ઈતરજનોએ પણ લાભ લીધો. એક વાર માંદગીના બિછાને પડેલ બાળક વિષે પૂછતાં શ્રીમદ્ વિચારમાં પડી ગયા.
જ્યોતિષજ્ઞાનવડે જાણ્યું કે આ બાળક માંદગીમાંથી બચી શકશે નહીં પણ એનું મૃત્યુ થશે. તે વિષે પૂછતાં શ્રીમદે જવાબ આપ્યો કે શું આવા અનિષ્ટ દુઃખદ સમાચાર અમારે આપવા?
આજ પછી જ્યોતિષ જોવાનું અમે બંઘ કરીએ છીએ. લોકો કહે શા માટે બંઘ કરો છો? શ્રીમદ્ કહે પરમાર્થમાં વિદ્ધભૂત જાણી કલ્પિત ગણીને અમે તેનો ત્યાગ કરીએ છીએ.
૪૧
Page #51
--------------------------------------------------------------------------
________________
Ahir
પૂર્વોપાર્જિત કારણે લગ્ન
Shbh
“સદ્ગત ઝવેરી રેવાશંકરભાઈ જગજીવનદાસ મહેતાના મોટા ભાઈ પોપટલાલભાઈના મહાભાગ્યશાળી પુત્રી ઝબકબાઈ સાથે શ્રીમદ્ના શુભ લગ્ન સં. ૧૯૪૪ના મહાસુદ ૧૨ને રોજ થયાં હતાં.’’ (જી.પૃ.૧૧૭)
“જ્ઞાનીની પ્રવૃત્તિ પૂર્વોપાર્જિત કારણથી માત્ર છે, અને બીજાની પ્રવૃત્તિમાં ભાવિ સંસારનો હેતુ છે; માટે જ્ઞાનીનું પ્રારબ્ધ જુદું પડે છે. એ પ્રારબ્ધનો એવો નિર્ધાર નથી કે તે નિવૃત્તિરૂપે જ ઉદય આવે. જેમ શ્રી કૃષ્ણાદિક જ્ઞાનીપુરુષ, કે જેને પ્રવૃત્તિરૂપ પ્રારબ્ધ છતાં જ્ઞાનદશા હતી, જેમ ગૃહઅવસ્થામાં શ્રી તીર્થંકર.
એ પ્રારબ્ધ નિવૃત્ત થવું તે માત્ર ભોગવ્યાથી સંભવે છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૯૨) ‘‘સ્ત્રી સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી.
પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું.’’શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૯૬)
“કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી
પૂર્વે બંધાયેલું ભોગકર્મ નિવૃત્ત ક૨વું છે. કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ. રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ. તે સિવાયના જે જે કંઈ પ્રસંગ છે તે તેની અંદર સમાઈ જાય છે. તનને અર્થે, ઘનને અર્થે, ભોગને અર્થે, સુખને અર્થે, સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી. આવો જે અંતરંગનો ભેદ તે જે
જીવને નિકટપણે મોક્ષ વર્તતો ન હોય તે જીવ કેમ સમજી શકે ?’’ શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૫૬)
૪૨
Page #52
--------------------------------------------------------------------------
________________
મેઘવૃષ્ટિ-યુગ પ્રઘાનપણાનું સૂચન
- -
- - - -
શ્રી ચત્રભુજ બેચર જણાવે છે :
“મોરબીથી શ્રીમદ્ભી જાન શ્રી વવાણિયા ગામે પાછી જતાં રસ્તામાં વૃષ્ટિ થઈ. થોડુંક માવઠું થયું. તે થઈ રહ્યાં પછી જે સિગરામમાં કાકુભાઈ વગેરે બેઠેલ હતા તેમાંથી હું ઊતરી તેઓશ્રી જે રથમાં બિરાજેલ હતા ત્યાં પાસે જઈ પરચૂરણ વાતો કરતાં દસેક મિનિટ સાથે ચાલ્યો હતો. તે વખતે તેમણે એક વાત એવી જણાવી કે આગળના યુગમાં આવા પ્રસંગે યુગપ્રઘાની પુરુષો પર વૃષ્ટિઓ થતી. જેથી મને એ યુગપ્રઘાનપણાનું સૂચન છે એમ લાગ્યું. તેમણે કરેલ આ વાત મને ચોક્કસ યાદ છે.” “સપુરુષની ઓળખાણ જીવને નથી પડતી, અને વ્યવહારિક કલ્પના પોતાસમાન તે પ્રત્યે રહે છે,
એ જીવને કયા ઉપાયથી ટળે?” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૩૧૮) “જે જીવ પુરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં
ભવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૮૦૩) “આ યુગના પ્રઘાન પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર આ ભવમાં તો ઘણું કર્યું છે, પણ પૂર્વ ભવની કમાણી બહુ હતી. આઠ વર્ષમાં એમને જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. પહેલાં સાંભળેલું, આરાઘેલું યાદ આવી ગયું. તેત્રીસ વર્ષમાં ઘણું
કામ કર્યું છે. છ દર્શનોનો વિચાર કરી બઘામાં સૌથી સારો ઘર્મ કયો એ નક્કી કરી આપ્યું.” (બો-૧ પૃ.૧૯૫)
૪૩
Page #53
--------------------------------------------------------------------------
________________
વ્યાપારમાં મુખ્ય નિયંતા શ્રીમદ્ રાજચંદ્ર
‘શ્રી રેવાશંકર જગજીવન શ્રીમદ્ના કાકા સસરા થયા ત્યારથી તેઓ શ્રીમદ્ સાથે નિકટ પરિચયમાં આવ્યા. એકાદ વર્ષ પછી શ્રીમદે તેમને વ્યાપારમાં ઉત્કૃષ્ટ લાભ છે, એવું જ્યોતિષથી જાણીને મુંબઈ જવા પ્રેર્યા. સાથે ઝવેરાતના ધંધાની પેઢીની વાત પણ કરી. તે મુજબ શ્રી રેવાશંકરભાઈ વકીલાત છોડી સં.૧૯૪૫ના અષાઢમાં મુંબઈ આવ્યા.’
“શ્રી રેવાશંકર જગજીવનની પેઢીની શરૂઆત સં. ૧૯૪૫ના પર્યુષણ પછી થઈ. તેમાં શ્રી માણેકલાલ ઝવેરી પ્રેરણારૂપ હતા અને છેવટ સુધી શ્રીમદ્ સાથે ભાગીદારીમાં ટકી રહ્યા હતા. એક બે વરસમાં તો વિલાયત, અરબસ્તાન, રંગૂન વગેરેની મોટીમોટી પેઢીઓ સાથે વેપાર જામ્યો.’’
(અ.પૃ.૭૦)
‘સં. ૧૯૪૮ થી સુરતવાળા ઝવેરી નગીનચંદ કપુરચંદ તથા અમદાવાદવાળા ઝવેરી છોટાલાલ લલ્લુભાઈ વગેરે જોડાયાં. તેમાં નિયંતા તરીકે શ્રીમદ્ બહુ ઉપયોગી હતા.’’
“ઘણા ઘણા જ્ઞાનીપુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાઘિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે.’” શ્રીમદ્ રાચજંદ્ર (વ.પૃ.૩૧૯)
“વૈશ્યવેષે અને નિગ્રંથભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૮૦૩)
૪૪
Page #54
--------------------------------------------------------------------------
________________
જૈનનું પ્રમાણિકપણું કેવું હોવું જોઈએ ?
શ્રી મોતીલાલ ગિરધરભાઈ કાપડિયા જણાવે છે :
“મુંબઈમાં એકવાર સાંજે ફરવા ગયા હતા ત્યાં કેટલીક ધર્મચર્ચા થયા બાદ ત્રિભુવનદાસ ભાણજીએ શ્રીમન્ને પ્રશ્ન કર્યો કે ‘એક જૈનનું પ્રામાણિકપણું કેવું હોવું જોઈએ ?’
તેના જવાબમાં શ્રીમદે હાઈકોર્ટનો બુરજ દેખાડી કહ્યું કે પેલી દૂર જે હાઈકોર્ટ દેખાય છે, તેની અંદર બેસનાર જજનું પ્રામાણિકપણું જેવું હોય તેના કરતાં એક જૈનનું પ્રામાણિકપણું ઓછું તો ન જ હોવું જોઈએ. મતલબ કે એનું પ્રામાણિકપણું એટલું બધું વિશાળ હોવું જોઈએ કે તે સંબંધી કોઈને શંકા પણ ન થાય.
એટલું જ નહીં પણ તે અપ્રમાણિક છે એમ કોઈ કહે તો સાંભળનાર, તે વાત સાચી પણ ન માને, એવું જૈનનું પ્રામાણિકપણું સર્વત્ર જાણીતું હોવું જોઈએ.
“જે મુમુક્ષુજીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન
રહેવું તેનું નામ નીતિ છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૯૮)
૪૫
Page #55
--------------------------------------------------------------------------
________________
અમારે કોઈને દુભવવા નથી
શ્રી સુખલાલભાઈ જયમલ જણાવે છે :
એકવાર એક ભાઈ શ્રીમદ્ પાસે મોતી વેચવા આવ્યા. મોતી સાચા પણ વળ પાડ્યા વિનાના સેળભેળવાળા હતા. તેમને શ્રીમદે કહ્યું: “વળ પડાવીને લાવો તો વઘારે સારો ભાવ ઉપજશે. રંગૂન મોકલશો તો તેથી વધારે સારો ભાવ ઊપજશે.”
તે ભાઈ મોતી લઈ વળ પડાવી વેચવા આવ્યા. ત્યારે શ્રીમદે કહ્યું : આ મોતી તો તમારે ત્યાં ગીરો છે. ગીરો મૂકનાર છોડાવવા આવશે ત્યારે શું કરશો?
ગીરોની વાત જાણી પેલા ભાઈ આશ્ચર્ય પામ્યા અને કહ્યું કે ત્રણ ચાર વર્ષ થયા ગીરો છે. તે હવે શું છોડાવશે? એમ ઘારી વેચવા આવ્યો છું. શ્રીમદે મોતી લઈ તેની કિંમત ચૂકવી દીઘી.
સાંજે વનમાળીએ શ્રીમન્ને કહ્યું : ભાઈ, પેલા મોતી આપો તો રંગૂન પાર્સલ કરીએ છીએ તેમાં મોકલી આપીએ. ત્યારે શ્રીમદે કહ્યું : “આજે નહીં.”
બાપા.
વળતે દિવસે પેલો ભાઈ હાંફળો ફાંફળો પાછો આવ્યો અને કહેવા લાગ્યો–બાપજી પેલા મોતી ગીરો મૂકનાર છોડાવવા આવ્યો છે. મેં તો આપને વેચેલ છે તો મારે હવે શું કરવું? મારા પર દયા કરી તે મને પાછા આપો.
શ્રીમદે કહ્યું : “અમે તમને ગઈકાલે કહ્યું હતું. તમે અમને વેચેલ છે, એમાંથી અમને ઠીક હાંસલ મળે એમ છે પણ તમે લેવા આવ્યા તો ખુશીથી લઈ જાઓ; અમારે કોઈને દુભવવા નથી. આમ કહી વનમાળીને મોતી પાછા આપી તેની આપેલ કિંમત પાછી લેવા જણાવી, દયાભાવે હાંસલ જતું કર્યું હતું.
“પરહિત એ જ નિજહિત સમજવું.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૪)
૪૬
Page #56
--------------------------------------------------------------------------
________________
પર દુઃખે કરુણા
મુંબઈમાં એક આરબને પોતાના મોટાભાઈની જેમ મોતીનો મોટો વેપાર કરવાનું મન થયું. તેણે દલાલ સાથે વિશ્વાસપાત્ર ઝવેરી શ્રીમદ્ પાસે આવીને પોતાનો માલ બતાવ્યો. શ્રીમદે કસીને તે માલ ખરીદ્યો અને નાણા આપ્યાં. તે લઈ આરબ પોતાને ઘેર આવ્યો.
ઘેર આવીને મોટાભાઈને વાત કરી. તેમણે જેનો એ માલ હતો તેનો કાગળ બતાવી કહ્યું કે આટલી કિંમત વગર આ માલ વેચવો નહીં એમ તેણે શરત કરી છે, અને આ તેં શું કર્યું. તે તો ગભરાયો.
તુરંત શ્રીમદ્ પાસે આવી તે કરગરી પડ્યો. અને કહ્યું કે હું તો આવી આફતમાં આવી પડ્યો છું. ત્યારે શ્રીમદે કહ્યું–આ તમારો માલ રહ્યો; એમ કહી પાછો સોંપી દીધો અને નાણાં ગણી લીઘાં. ઘણો નફો થવાનો હતો પણ તે જતો કર્યો. ત્યારથી આરબ શ્રીમદ્દે ખુદા સમાન માનવા લાગ્યો.
“પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૪)
Page #57
--------------------------------------------------------------------------
________________
બીજાના ભોગે સુખી થવાય નહીં
એકવાર એક વેપારી સાથે શ્રીમદે હીરાના સોદા કર્યા. શ્રીમને પોતાની દુકાને આવેલા જોઈ પેલો વેપારી તેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે, અમુક સમયે નક્કી કરેલા બિચારો ગભરાટમાં પડી ગયો. તે કરગરતો બોલ્યો : “રાયચંદભાવ પ્રમાણે વેપારીએ શ્રીમદુને અમુક હીરા આપવા. આ ભાઈ, આપણી વચ્ચે થયેલા હીરાના સોદા અંગે હું ખૂબ ચિંતામાં બાબતનો ખતપત્ર પણ વેપારીએ શ્રીમ લખી આપ્યો. પડી ગયો છું. મારું જે થવાનું હોય તે થાઓ, પણ તમે ખાતરી
પરંતુ સમય પાકતાં એ હીરાની કિંમત ખૂબ વધી ગઈ. રાખજો કે હું બજારભાવે સોદો ચૂકવી આપીશ. તમે ચિંતા વેપારી ખતપત્ર પ્રમાણે શ્રીમન્ને હીરા આપે તો ભારે નુકશાન કરશો નહીં.” થાય; પોતાની બધી મિલ્કત વેચવી પડે. હવે શું થાય?
એ સાંભળી શ્રીમદ્ કરુણાભરી અવાજે બોલ્યા: “વાહ! શ્રીમદુને જ્યારે હીરાના બજાર ભાવની ખબર પડી, ભાઈ, હું ચિંતા શા માટે નહિં કરું? તમને સોદાની ચિંતા થતી ત્યારે તરત જ પેલા વેપારીની દુકાને જઈ પહોંચ્યા.
હોય તો મને શા માટે ન થવી જોઈએ?
Lilu
પરંતુ આપણા બન્નેની ચિંતાનું મૂળ કારણ તો આ કાગળીયું છે ને? એનો જ નાશ કરી દઈએ તો આપણા બન્નેની ચિંતા મટી જાય.' એમ કહી શ્રીમદે થયેલો દસ્તાવેજ ફાડી નાખ્યો.
પછી શ્રીમદ્ બોલ્યા : “ભાઈ, આ ખતપત્રને કારણે તમારી પાસેથી મારા સાઠ-સીત્તેર હજાર લેણા નીકળે. એટલા બઘા રૂપિયા હું તમારી પાસેથી લઉં તો તમારી શી વલે થાય? રાયચંદ દૂધ પી શકે છે, લોહી નહીં.” પેલો વેપારી તો આભારવશ બની ફિરસ્તા સમાન શ્રીમદ્ જોઈ જ રહ્યો. “જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યાં છે ત્યાં દયા નથી; અને દયા નથી ત્યાં ઘર્મ નથી.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૪)
४८
Page #58
--------------------------------------------------------------------------
________________
કર્મના ફળરૂપ નાટક
શ્રી મણિલાલ સોભાગભાઈ જણાવે છે
:
એક વખત મેં પરમકૃપાળુદેવને જણાવ્યું કે આજે મારે નાટક જોવા જવું છે. ત્યારે પરમકૃપાળુદેવે બારી આગળ મને લઈ જઈ કહ્યું કે કર્મના ફળરૂપ આ અસલી નાટક જુઓ. આ ગાડી ઘોડામાં માણસો બેઠેલા છે, ગરીબો માગી ખાય છે. વળી ગરીબ માંદા બેઠેલા દેખાડ્યા અને કહ્યું કે જે જે કર્મો જીવ કરે છે તે તે પ્રમાણે તેના ફળ ભોગવે છે. આ બધું કર્મનું નાટક છે. કોઈ જાનવર વગેરે માંદા, દુઃખી, અનેક વ્યાધિથી પીડાતા, માર ખાતા, અસહ્ય વેદના ભોગવતા જોઈએ છીએ. વળી ઉપરથી માણસ સુખી દેખાય, આબરૂદાર હોય પણ તેને દેવાનું દુઃખ, દીકરી, દીકરા પરણાવવાનું દુઃખ હોય, આજીવિકાનું દુઃખ, કુટુંબાદિકનું દુઃખ કે સ્ત્રી, પુત્રનું દુઃખ હોય; એ જે દુઃખ પીડા અંતરથી વેદાય, તે કંઈ ઓછી નથી. આ સર્વે નાટક છે.
“આ સંસાર બહુ દુઃખથી ભરેલો છે. એમાંથી જ્ઞાનીઓ તરીને પાર પામવા પ્રયોજન કરે છે. મોક્ષને સાથી તેઓ અનંત સુખમાં વિરાજમાન થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૦)
“હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું; એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દૃઢ થશે. એક જીવ સુંદર પસંગે પુષ્પશય્યામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત ભાતનાં ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જા૨ના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી... એકને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકના દુઃખનો કિનારો પણ નથી.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૯)
૪૯
Page #59
--------------------------------------------------------------------------
________________
અહિંસા પરમો ધર્મ
શ્રી પોપટલાલ ગુલાબચંદ જણાવે છે :
હું મુંબઈમાં પરમકૃપાળુદેવના સમાગમમાં હતો તે વખતે ત્યાં એક એવા સમાચાર આવ્યા કે આસો સુદ ૧૦ના દશેરાના દિને ઘરમપુરમાં એકસો આઠ પાડાનો વઘ થાય છે. તેના બચાવ માટે પરમકૃપાળુદેવે મુખ્ય વ્યક્તિઓ મધ્યે વ્યાખ્યા કરી કે ઘરમપુરમાં સભા બોલાવવી અને ત્યાં શ્રી માણેકલાલ ઘેલાભાઈને મોકલવા.
તથા તે અંગે મુંબઈના શાસ્ત્રીઓ પાસે તેમના વેદના આઘારો પણ કઢાવતા. તેને કઢાવતાં અર્થનો અનર્થ થતો જાણી પરમકૃપાળુદેવ બોઘ પણ કરતા
હતા.
તે અંગે ભાષણો કરવાનું કામ જારી રાખ્યું હતું તથા કેટલાક પૈસાના લોભી હોય તેમને પૈસા પણ આપતા હતા.
પરમકૃપાળુદેવ તેમના બચાવ માટે રાત દિવસ પરિશ્રમ લેતા હતા. તેનું છેવટનું પરિણામ એ આવ્યું કે તે પાડા મારવાનું કામ બંધ થયું હતું.
“દયા જેવો એકે ઘર્મ નથી.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૮) દયાનું સ્થાપન જેવું (જેનઘર્મમાં) કરવામાં આવ્યું છે, તેવું બીજા કોઈમાં નથી. “માર’ એ શબ્દ જ “મારી” નાખવાની સજ્જડ છાપ તીર્થકરોએ આત્મામાં મારી છે...
શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો
અહિંસાઘર્મ શ્રી જિનનો છે.” -પ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૮૦) “વારંવાર લક્ષમાં રાખવું કે સર્વ જીવની રક્ષા કરવી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૯)
૫૦
Page #60
--------------------------------------------------------------------------
________________
તે આત્મા છે કાશી નહીં
એક વખત શ્રીમદે પોતાની પુત્રી કાશીબહેન જે ત્રણેક વર્ષની હતી, તેને પૂછ્યું: “તું કોણ છે?” કાશીબહેન બોલી : “હું કાશી છું” શ્રીમદે કહ્યું : “ના, તું આત્મા છે.”
તેટલામાં શ્રી ત્રિભોવનદાસ આવ્યા તેમને શ્રીમદે કહ્યું: “આને હજી ત્રણ વર્ષ પૂરાં થયાં નથી. પોતાનું નામ “કાશી' પાડ્યું છે. તેના સંસ્કારો થોડી મુદતના હોવા છતાં એને કહીએ છીએ કે તું આત્મા છે, તો કહે ના, હું તો કાશી છું. એવી જીવની બાળ અજ્ઞાનદશા છે. દેહને વિષે હુંપણું મનાયેલું છે તેથી જીવની ભૂલ ભાંગતી નથી. જીવ દેહની સાથે ભળી જવાથી એમ માને છે કે હું વાણિયો છું’, ‘બ્રાહ્મણ છું', પણ શુદ્ધ વિચારે તો તેને “શુદ્ધ સ્વરૂપમય છું એમ અનુભવ થાય.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૦) “આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે,
જેમ ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૬) “સર્વ શાસ્ત્રના બોઘનું, ક્રિયાનું, જ્ઞાનનું, અને ભક્તિનું પ્રયોજન સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે;” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૯૩)
જીવનું સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે,
ત્યાં સુધી અનંતા જન્મ-મરણ કરવાં પડે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૦) “જ્યાં જ્યાં જીવ મારાપણું કરે છે ત્યાં ત્યાં તેની ભૂલ છે. તે ટાળવા સારું શાસ્ત્રો કહ્યાં છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૦)
“જ્યાં જ્યાં “આ મારા ભાઈભાંડુ વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંઘનો હેતુ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૦)
૫૧
Page #61
--------------------------------------------------------------------------
________________
શ્રીમદની તીવ્ર ધ્રાણ શક્તિ
શ્રી છોટાલાલ રેવાશંકર
અંજારિયા જણાવે છે :
શ્રીમની નાકની શક્તિ અભુત હતી. તેઓ રસોઈમાં મીઠું થોડું, ઘણું અથવા મુદ્દલ નહીં હોય તે માત્ર નજરે જોઈને કહી શકતા. શ્રી રેવાશંકરભાઈને ત્યાં એક વખત જમવાનો પ્રસંગ હતો. અમે સૌ બેઠા હતા, તેમાંથી હું ઊભો થઈ
રસોયા પાસે ગયો. રસોયાને કહ્યું કે રેવાશંકરભાઈએ ખાસ કહેવરાવ્યું છે કે : દાળમાં હંમેશ મુજબ મીઠું નાખવું અને ચણાના લોટનું શાક મીઠા વગરનું બનાવવું તથા લીલોતરીના
શાકમાં મીઠું વઘારે નાખવું. રસોયો ભદ્રિક હતો તેથી તે પ્રમાણે તેણે કરી લીધું.
nD
અમે બઘા જમવા બેઠા. થાળીઓ પીરસાઈ. તે સામે થોડી વાર જોઈ, મારી સામે દ્રષ્ટિપાત કરી શ્રીમદ્ બોલ્યા: “પરીક્ષા લેવા પ્રવૃત્ત થયા છો કે રસોયો ભૂલ્યો છે? એક શાક ચણાના લોટમાં મીઠા વગરનું અને લીલોતરીનું વધુ મીઠાવાળું છે.” રેવાશંકરભાઈએ ચાખ્યું. તે પ્રમાણે ખરું હોવાથી રસોયાને વઢવા લાગ્યા, ત્યારે મેં સત્ય હકીકત જણાવી સૌને રીઝવ્યા.
૫૨
Page #62
--------------------------------------------------------------------------
________________
સપુરુષના વચન પ્રત્યે અખંડ વિશ્વાસ
'
ક
શ્રી જવલબેન ભગવાનદાસ મોદી જણાવે છે :
એકવાર પરમકૃપાળુદેવ, તેમના બનેવી શ્રી ટોકરશી મહેતા અને પુત્ર શ્રી છગનભાઈને ઈડરના પહાડ ઉપર સાથે લઈ ગયા હતા. ત્યાં એક શીલા પર બન્નેને બેસાડી કહ્યું કે હું સામી ગુફામાં જઉં છું, એક કલાક પછી આવીશ. તમે અહીં બેસી રહેજો. આ સામે રસ્તેથી એક વાઘ પાણી પીવા નીકળશે, પણ તમો ગભરાશો નહીં, એમ કહી હાથવડે લક્ષ્મણરેખા તેઓ બન્નેના ફરતી કરી ચાલ્યા ગયા.
પછી થોડી વારે વાઘને જતો જોયો પણ પરમગુરુના પ્રતાપે ભય પામ્યા વિના તેઓ બેસી રહ્યાં, વાઘ શાંતિથી પાણી પીને ચાલ્યો ગયો હતો.
“સમ્યપ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તપણું છે.” -પ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૧૪) પરમકૃપાળુદેવ ઉપર શ્રદ્ધા કરો. શ્રદ્ધા એ જ આત્મા છે. આટલો મનુષ્યભવ પામી એક સપુરુષને શોધી
તેની સાચી શ્રદ્ધા થઈ જશે તો કામ થઈ જશે. (ઉ.પૃ.૩૫૧) “જે જીવોને પરમકૃપાળુદેવની શ્રદ્ધા થઈ છે તેમના પ્રત્યે અમને પૂજ્યભાવ થાય છે, કારણ, સત્યને વળગ્યા છે.
તેથી તેમનું કલ્યાણ થવાનું છે.” (ઉ.પૃ.૩૫૮)
૫૩
Page #63
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભો અતિશય
મુંબઈમાં શ્રીમદ્ભા બનેવી ટોકરશીભાઈ ગાંઠ અને સન્નિપાતના દર્દને લઈને બકવાદ કરતા અને ઊઠીને નાસભાગ કરતા, તેથી ચાર જણ તેમને ઝાલી રાખતા હતા.
શ્રીમદ્ તેમની ખબર પૂછવા આવ્યા ત્યારે બઘાને કહ્યું કે તમે દૂર ખસી જાઓ. તેઓએ કહ્યું કે એ નાસભાગ કરશે. શ્રીમદે કહ્યું નહીં લાગે.
પછી શ્રીમદ્ તેમની પાસે બેઠા કે પાંચ મિનિટમાં ટોકરશીભાઈ સાવઘાન થઈને શ્રીમદ્ભ
વિનયપૂર્વક પૂછવા લાગ્યા કે આપ ક્યારે પઘાર્યા? શ્રીમદ્ કહે હમણાં જ. તમને કેમ છે? એટલે ટોકરશીભાઈ બોલ્યા ઠીક છે, પણ ગાંઠની પીડા છે. અર્થો કલાક ટોકરશીભાઈ શાંત બેસી રહ્યા પછી
શ્રીમદ્ વિકટોરિયા ગાડીમાં બેસી પોતાની દુકાને પઘાર્યા. શ્રીમદ્ ગયા કે પાંચ મિનિટ પછી પાછા ટોકરશીભાઈ સન્નિપાત વશ જણાયા. સાંજના સાત વાગ્યે ફરીથી શ્રીમદ્ પઘાર્યા. તેથી અમે બઘા દૂર હઠીને ભીંત પાસે ઊભા રહ્યાં. શ્રીમદે ટોકરશીભાઈ પાસે બેસી કાંઈક આંખના, હાથના અને હોઠના ઈશારા કર્યા. જેથી પાંચેક મિનિટમાં ટોકરશીભાઈ શુદ્ધિમાં આવીને શ્રીમને બોલાવ્યા ત્યારે શ્રીમદે પૂછ્યું કેમ છે? ટોકરશીભાઈએ કીધું કે “ઠીક છે.”
૫૪
Page #64
--------------------------------------------------------------------------
________________
હવે ગાંઠની પીડા નથી. પછી તે
સંસ્કૃતનો એક શ્લોક
બોલ્યા. ત્યારે શ્રીમદ્
કહે એ ક્યાં સાંભ
ળેલ ? ટોકરશીભાઈ
કહે ઈડરના જંગલમાં
આપની સાથે હું હતો ત્યાં. શ્રીમ ્ બોલ્યા—
TRICO
તરત જ તેઓશ્રી દૂર બેઠા અને બધાને
જણાવ્યું કે ‘ટોકરશી મહેતાનો દેહ છૂટી ગયો છે, પણ તમે લગભગ પોણા કલાક સુધી તેમની પાસે
જશો નહીં.’
લેશ્યા ફેરવી શકાય
આ શ્લોક ઘણો સારો છે, લખી રાખવા જેવો છે. થોડીવાર પછી શ્રીમદે ટોકરશીભાઈને પૂછ્યું હવે કેમ છે ? ટોકરશીભાઈ બોલ્યા : ‘આનંદ આનંદ છે. આવી સ્થિતિ મેં કોઈપણ દિવસે અનુભવી નથી.’ એટલામાં શ્રીમદે એક વખત હાથનો ઈશારો ભાઈ ટોકશીભાઈના મોઢા તરફ ચડતો કર્યો અને
શ્રીમદે સ્વશકિતબળે તેમની લેશ્યા ફેરવી દીધી. મરણ સમયે જેવી જેની લેશ્યા હોય તેવી તેની ગતિ થાય છે.
“ચૈતન્યમાં ચમત્કાર જોઈએ, તેનો શુદ્ધ રસ પ્રગટવો જોઈએ.
એવી સિદ્ધિવાળા પુરુષો અશાતાની શાતા કરી શકે છે.”
૫૫
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૮૫)
Page #65
--------------------------------------------------------------------------
________________
જે સત્ય હશે તે જ કહેવાશે
એક વખત ઢંઢક પંથના શેઠિયા લોકો શ્રીમદ્ પાસે આવ્યા. ખાનગીમાં વાતચીત કરી જણાવ્યું કે તમો અમારા ઢંઢક પંથને દીપાવો. તે માટે તમે કહો તે પ્રમાણે અમો તમને માન પાન આપીએ, વગેરે ઘણા પ્રકારની લાલચ બતાવીને વાત કરી. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે જે સત્ય હશે તે જ કહેવાશે. અમોને કંઈ મતભેદ કે કોઈ પ્રત્યે રાગદ્વેષ નથી. અને તમોએ જે લાલસાઓ બતાવી તેને અમે તુચ્છ ગણીએ છીએ.
“તે (જગત) સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૭૦) સંન્યાસીનો મદ ગળી ગયો
એક સંન્યાસી વવાણિયામાં આવેલ. શ્રીમની પ્રશંસા સાંભળી પ્રશ્નો પૂછવાની તેમને ઇચ્છા થઈ. શ્રી પોપટભાઈ મનજીના પ્રસંગમાં તે આવવાથી તેઓ શ્રીમદ્ પાસે લઈ આવ્યા. શ્રીમદે યથાયોગ્ય સત્કાર આપ્યો. તેમનું વર્તન શ્રીમદ્ પ્રત્યે પ્રથમ ઉન્માદવાળું અને અસભ્ય હતું. તેણે શ્રીમદ્ ૧૩ પ્રશ્નો પૂછ્યા. શ્રીમદે તેમાંના ૪-૫ પ્રશ્નોના ખુલાસા કરતાંની સાથે જ તે સંન્યાસી ઊભા થઈ ત્રણ દંડવત્ પ્રણામ કરી બેસીને બોલી ઊઠ્યા
કે મારો ખોટો મદ આજે ઊતરી ગયો અને થયેલા પોતાના દોષોની શ્રીમદ્ પ્રત્યે માફી માગી.
“માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્તંભરૂપ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૫૬)
૫૬
Page #66
--------------------------------------------------------------------------
________________
વિનાશકાળે વિપરીત બુદ્ધિ
વવાણિયામાં શ્રી ભૂપતસિંહ લખમણજી ગરાસીયા બાપુ હતા. તેઓ કૃપાળુદેવ પાસે અવારનવાર આવતા. તેમનું ઘર કૃપાળુદેવના ઘરથી થોડું જ દૂર હતું. કૃપાળુદેવ ફરવા જતાં રસ્તામાં ભૂપતબાપુને કહ્યું : બાપુ, આજે સામૈયામાં જશો નહીં. અને જાઓ તો ઘોડે ચઢશો નહીં. તેમણે પ્રથમ ના કહ્યું. પણ પછીથી ઘોડે ચઢી સામૈયામાં ગયા. ઘોડો દોડાવતાં ભડક્યો અને . બાપુ નીચે પડ્યા. થોડી વારમાં જ મરણ પામ્યા.
“સાચા પુરુષની આજ્ઞા આ૨ાથે તે ૫૨માર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૭૨૪)
“સદ્ગુરુનો જોગ મળ્યે તેની આજ્ઞા પ્રમાણે ચાલ્યો તેનો ખરેખરો રાગદ્વેષ ગયો.” (વ.પૃ.૭૧૯) “અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૬૩)
“જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યાં છે, તે તે સાધન જ્ઞાનીપુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં.” (વ.પૃ.૪૧૧)
“જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે.’” (પૃ.૪૧૧-૨)
૫૭
Page #67
--------------------------------------------------------------------------
________________
અજ્ઞાનથી જીવને મરણનો ભય
વવાણિયામાં એકવાર શ્રીમદ્જી તથા મૂળજીભાઈ ભાટિયા ફરવા માટે ગયા. સ્મશાનથી થોડે દૂર ઊભા હતા. ત્યાં સ્મશાન તરફ જોતાં સળગતી વસ્તુ ચાલતી દીઠી. પછી બે, ચાર, છ, દસ સ્થાનોએ આવો પ્રકાશ ચાલતો દીઠો. મૂળજીભાઈ તે જોઈ ભય પામ્યા. ત્યારે પરમકૃપાળુદેવે આ ભય નિવારવા કહ્યું કે ચાલો, આપણે ત્યાં જઈએ. સ્મશાન તરફ જતાં રસ્તામાં એક માણસ મળ્યો.તેને પૂછતાં ખબર પડી કે એક મુસલમાન ગુજરી ગયો છે અને રાત હોવાથી કબ્રસ્તાન તરફ જતા આ બધા મશાલચીયો છે. અજ્ઞાનને લઈને જીવને ભય લાગે છે. તેમ સ્વરૂપ અજ્ઞાનતાના કારણે આ જીવ મરણથી ભય પામે છે. “મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં.”
શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૩૫)
“સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થંકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.’’-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૭૯)
૫૮
Page #68
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૪મું
શ્રીમદ્ રાજચંદ્ર
વિ.સ.૧૯૪૮
પ૯
Page #69
--------------------------------------------------------------------------
________________
અગમ ચેતવણી
વવાણિયામાં એક વીરજી રામજી દેસાઈ નામે વ્યક્તિ હતા. એકવાર પરમકૃપાળુદેવ સાથે તેઓ ફરવા જતા હતા. ત્યારે શ્રીમદે પૂછ્યું: વીરજી કાકા! મારા કાકીને કંઈ થાય તો તમે બીજી વાર પરણો ખરા? વીરજીભાઈએ કાંઈ જવાબ આપ્યો નહીં. થોડા દિવસ થયા અને વીરજી દેસાઈના પત્ની ગુજરી ગયા. બીજ વાર ફરી વીરજી દેસાઈ સાથે પરમકૃપાળુદેવને ફરવા જવાનો યોગ બન્યો ત્યારે ફરી તે વાત ઉપાડી શ્રીમદે કહ્યું : વીરજી કાકા!હવે ફરી પરણશો ? ત્યારે તેઓ બોલ્યા નહીં પણ મોઢું મલક્યું. તેથી પરમકૃપાળુદેવે જણાવ્યું કે છ મહિના સુધી પરણશો નહીં.
છ મહિના થયા કે શ્રાવણ વદ ૬ ની રાત્રે ઉપાશ્રય થી ઘરે આવતાં ખાળમાંથી સર્પ નીકળ્યો અને વીરજીભાઈ ને કરડ્યો. ઝેર ઉતારવાની ઘણી મહેનત કરી; તે વખતે વીરજીભાઈએ કહ્યું : મારો ચોવિહાર ભંગાવશો નહીં; મને કહેનારે કહી દીધું છે.
પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે. ઊંચ ગોત્ર અને આર્યદેશમાં જન્મ મળે છે. તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાઘનભૂત સમજવી જોઈએ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૨૩)
૬૦
Page #70
--------------------------------------------------------------------------
________________
ન્યાયાધીશ દારશીભાઈની શ્રીમદ્ પ્રત્યે શ્રદ્ધાની પરીક્ષા
શ્રી ઘારશીભાઈ જણાવે છે :
મોરબીમાં એક દિવસ બપોરની વેળાએ ભર ઉનાળામાં શ્રીમદ્ સાથે ઘર્મકથા કરતો હું દીવાનખાનામાં બેઠો હતો. ત્યાં શ્રીમદે જણાવ્યું ઘારશીભાઈ ફરવા જશું? મેં કહ્યું–જેવી આપની ઇચ્છા. ખરો બપોર હોવાથી મેં હાથમાં છત્રી લીધી. મોરબીની એક સીધી લાંબી બજારમાં આવતાં શ્રીમદે જણાવ્યું - ઘારશીભાઈ છત્રી ઉઘાડો. મેં તરત જ છત્રી ઉઘાડી અને લોકલાજની દરકાર
તેઓશ્રીના મસ્તક પર ઘરી રાખી. લાંબી ભર બજારમાંથી ઘર્મ વાર્તા કરતા જ્યારે ગામ બહાર નીકળ્યા કે શ્રીમદે જણાવ્યું - ઘારશીભાઈ છત્રી બંધ કરો. મેં કહ્યું – સાહેબ! ગામ બહાર તો વધારે તાપ લાગે, ભલે ઉઘાડી રહી.
ત્યારે શ્રીમદે બોધ આપ્યો કે “કષાયનો તાપ આત્મામાંથી જવો જોઈએ. આખો લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. જ્ઞાનીઓ એ સંસાર તાપથી મુક્ત થયા છે, અને જગતના જીવોને ત્રિવિધ તાપથી મુક્ત કરવા કરુણાથી ઉ
મક્ત કરવા કરુણાથી ઉપદેશ આપે છે.” “કષાય ઘટે તે કલ્યાણ, જીવનાં રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૩૩)
૬૧
Page #71
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુદેવની ભક્તિથી આત્મજ્ઞાન પામેલા ચાર ભક્તરત્નો
શ્રી લઘુરાજ સ્વામી મુનિ અવસ્થામાં પરમકૃપાળુદેવના અનન્ય ઉપાસક તરીકે જેઓ મુમુક્ષુ સમુદાયમાં પ્રસિદ્ધિ પામ્યા હતા. સર્વને પ્રભુ કહીને બોલાવતા હોવાથી તેમનું ઉપનામ પ્રભુશ્રીજી પડ્યું હતું. પરમકૃપાળુદેવ પ્રબોધિત વીતરાગમાર્ગને વિશેષપણે પ્રગટમાં લાવનાર એ જ હતા. તેઓએ માત્ર ત્રીસ વર્ષની વયમાં દીક્ષા ગ્રહણ કરી હતી. વસોમાં ૪૪ વર્ષની ઉંમરે તેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ શ્રીમદે એક માસ ત્યાં રહીને કરાવી હતી. પ.પૂ.પ્રભુશ્રીજીના પ્રતાપે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસની સ્થાપના થવાથી હજારો ભવ્યોને આત્મકલ્યાણ સાઘવામાં સરળતા થઈ છે. અગાસ આશ્રમમાં જ ૮૨ વર્ષની ઉંમરે જેમણે અભુત સમાધિમરણ સાધ્યું હતું.
શ્રી સોભાગભાઈ સાયલા નિવાસી શ્રી સોભાગભાઈ પરમકૃપાળુદેવથી ૪૪ વર્ષ મોટા હતા. શ્રીમદે લંબાણથી પત્રો લખી તેમની અનેક શંકાઓનું સમાધાન કર્યું હતું. મુંબઈ વગેરે સ્થળોમાં સમાગમાથે તેઓ શ્રીમદ્ સાથે રહ્યાં હતાં. દેહ છૂટવાના ૧૧ દિવસ પહેલાં તેઓ પરમકૃપાળુદેવને પત્રમાં લખે છે કે : “આ કાગળ છેલ્લો લખી જણાવું છું. દિન આઠ થયા આપની કૃપાથી, અનુભવ ગોચરથી આ દેહ અને આત્મા બે ફાટ જાદા દેખાય છે. ગોસળીયા વિષેની આસ્થા બિલકુલ નીકળી ગઈ છે. આપ પત્રો લખીને મને મોટી પાયરીએ ચઢાવશો.” શ્રીમદે પણ તેમના અંત સમયમાં ત્રણ પત્રો જે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં આંક ૭૭૯, ૭૮૦ અને ૭૮૧ માં છપાયેલ છે તે લખીને મોકલ્યા હતા. જેના પરિણામે ઉત્કૃષ્ટ પુરુષાર્થ આદરી ૭૪ વર્ષની ઉંમરે તેમણે અપૂર્વ એવું સમાધિમરણ સાધ્યું હતું.
શ્રી જૂઠાભાઈ તેઓ અમદાવાદના પૂર્વ સંસ્કારી ઘર્માત્મા અને બુદ્ધિશાળી હતા. શ્રીમ પ્રત્યે અપૂર્વ ભક્તિના પ્રતાપે અલ્પકાળમાં તેમને “સમ્યત્વ પ્રગટ્યું હતું. માત્ર ૨૩ વર્ષની અલ્પવયે તેઓ કાળઘર્મ પામ્યા. તેમના મરણ પછી એમના વિષે પત્રાંક ૧૧૭માં શ્રીમદ્ લખે છે કે “મિથ્યાવાસના જેની બહુ ક્ષીણ થઈ હતી, વીતરાગનો પરમરાગી હતો, સંસારનો પરમજાગુપ્સિત હતો, ભક્તિનું પ્રાઘાન્ય જેના અંતરમાં સદાય પ્રકાશિત હતું....ઘર્મના પૂર્ણાહૂલાદમાં આયુષ્ય ઓચિંતું પૂર્ણ કર્યું.”
શ્રી અંબાલાલભાઈ જે ખંભાતના નિવાસી હતા. તેઓ ઘણા સેવાભાવી, ક્ષયોપશમી, વૈરાગી અને પુરુષાર્થી હતા. તેમના અક્ષરો મોતીના દાણા જેવા હોવાથી તેમની પાસે શ્રીમદ્ પત્રોના ઉતારા કરાવી યોગ્ય
જીવાત્માઓને મોકલાવતા હતા. પરમકૃપાળુદેવ સાથે નિવૃત્તિ સ્થળે રહી તેમની રસોઈ વગેરે પણ પોતે બનાવતા. સપુરુષની સેવાના કારણે એમને એવી લબ્ધિ પ્રગટી હતી કે શ્રીમદ્ જે ઉપદેશ આપે તે આઠ દિવસે પણ અક્ષરે અક્ષર લખી લાવી શકતા હતા. પરમકૃપાળુદેવના પ્રતાપે જેમને સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હતું. માત્ર ૩૭ વર્ષની વયે તેમણે પણ પરમકૃપાળુદેવની રટના કરતાં ખંભાતમાં અલૌકિક એવું સમાધિમરણ સાધ્યું હતું. “અપારવત્ સંસારસમુદ્રથી તારનાર એવા સર્ઘર્મનો નિષ્કારણ કરુણાથી જેણે
ઉપદેશ કર્યો છે, તે જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર હો! નમસ્કાર હો!” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૬૫).
છે
૬૨
Page #72
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૪મું
શ્રીમદ્ રાજચંદ્ર
વિ.સં. ૧૯૪૮
૬૩
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રી જૂઠાભાઈને શ્રીમનું યથાર્થ ઓળખાણ
શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈને વંડે શ્રીમદે અવધાન કરી બતાવ્યા હતા. તે જોઈને તથા દ૨૨ોજના પરિચયથી શ્રીમના સમ્યગ્દર્શનાદિ અંતરંગ આત્મગુણોની યથાર્થ ઓળખાણ શ્રી જૂઠાભાઈને થઈ હતી.
સં.૧૯૪૪માં શ્રીમદ્ મોક્ષમાળા છપાવવા માટે અમદાવાદ પધાર્યા હતા. ત્યારે શેઠ શ્રી પાનાચંદ ઝવેરચંદને ત્યાં ઊતર્યા હતા. ત્યાં શેઠ શ્રી જેસંગભાઈનું તથા ભાઈશ્રી જૂઠાભાઈ વગેરેનું આગમન થતું. શ્રીમદ્ તેમના મનની વાતો જાણીને પ્રગટ કહેતા; તેથી સમાગમમાં આવના૨ને આશ્ચર્ય લાગતું. લોકોમાં તેઓ વિદ્વાન અને મોટા માણસ છે એમ છાપ પડી હતી.
૬૪
શ્રી જૂઠાભાઈ
શેઠશ્રી જેસંગભાઈને વ્યાપારના કારણે પ્રસંગોપાત બહારગામ જવું પડતું અને નિવૃત્તિ ઓછી મળતી. તેથી તેમના નાના ભાઈ શ્રી જૂઠાભાઈને શ્રીમદ્ની સાર સંભાળ રાખવા તેમણે ભલામણ કરી હતી. પૂર્વના સંસ્કારે પરિચય વઘવાથી ગાઢ ઓળખાણ થઈ અને તેમને શ્રીમદ્ પ્રત્યે પૂજ્યભાવ વધતો ચાલ્યો.
“જીવ ખોટા સંગથી અને અસદ્ગુરુથી અનાદિકાળથી રખડ્યો છે; માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે ? સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે; જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાનીપુરુષની આશાએ વર્તે તો
પોતાના દોષ ઘટે; અને કષાયાદિ મોળા પડે; પરિણામે સમ્યક્ત્વ થાય.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૨૭)
Page #74
--------------------------------------------------------------------------
________________
પાના ફેરવવા માત્રથી રહસ્યની જાણ
! !
એક વખત શેઠ શ્રી દલપતભાઈનો પુસ્તક ભંડાર જોવા શ્રીમદ્ શ્રી જૂઠાભાઈ સાથે
I TTI પઘારેલા. તે વિષે શ્રી જૂઠાભાઈએ શેઠ શ્રી જેસંગભાઈને જણાવ્યું કે શ્રીમદ્ પુસ્તકોના પાના માત્ર ફેરવી જતાં, અને તે પુસ્તકોનું રહસ્ય સમજી લેતા હતા. ત્યારબાદ શ્રી જૂઠા-ભાઈનો ઘર્મ નિમિત્તે શ્રીમદ્ સાથેનો પત્ર વ્યવહાર વધ્યો. તે સમયમાં શ્રી જૂઠાભાઈની શરીર પ્રકૃતિ નરમ રહેતી હતી. પણ શ્રીમદ્ભા વચનોથી તેમની વૈરાગ્યવૃત્તિ ઘણી વૃદ્ધિ પામી હતી.
“એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૪૬)
કોણ પ્રતિબંઘ કરે?
એકવાર ખંભાતથી શ્રી અંબાલાલભાઈ, શ્રી છોટાભાઈ વગેરે લગ્ન નિમિત્તે અમદાવાદ આવેલા. સરખી ઉંમરના હોવાથી તેમણે શ્રી જૂઠાભાઈને લગ્નના વરઘોડામાં આવવા માટે જણાવ્યું. ત્યારે વૈરાગ્યવંત શ્રી જૂઠાભાઈ બોલી ઊઠ્યા કે ક્યાં પ્રતિબંધ કરું?” તે સાંભળી તેમને વિશેષ જાણવાની આતુરતા થવાથી શ્રી જૂઠાભાઈએ શ્રીમદ્ભા ગુણગ્રામ કર્યા અને તેમના આવેલા પત્રો વંચાવ્યા. જેથી શ્રી અંબાલાલભાઈ વગેરેને પણ ઘર્મની લગની લાગી ગઈ.
“સર્વ પ્રતિબંઘથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૭૫)
૬૫
Page #75
--------------------------------------------------------------------------
________________
શ્રી સોભાગભાઈને શ્રીમદ્ભ પ્રથમ મિલન.
સાયલા ગામ નિવાસી શ્રી લલ્લુભાઈને એક જૈન સાધુપુરુષે બીજજ્ઞાન આપ્યું. તેમણે તે પોતાના પુત્ર શ્રી સોભાગભાઈને આપ્યું, અને જણાવ્યું કે : કોઈ યોગ્ય જીવ હોય તો તેને તે બીજજ્ઞાન આપવું.
શ્રી સોભાગભાઈ શ્રીમદ્ રાજચંદ્ર શતાવધાની, વિદ્વાન, તત્ત્વના જાણનાર, કવિ તરીકેની ખ્યાતિ સાંભળી બીજજ્ઞાન તેમને આપવા વિ.સં. ૧૯૪૬માં મોરબી આવ્યા. શ્રીમને મળવા ગયા ત્યારે તેઓ દુકાને બેઠા હતા.
શ્રી સોભાગભાઈએ જેવો દુકાનમાં પ્રવેશ કર્યો કે શ્રીમદ્ બોલ્યા: “આવો સોભાગભાઈ,” સોભાગભાઈને નવાઈ લાગી કે મને એ ઓળખતા નથી અને નામ દઈ કેવી રીતે બોલાવ્યો?
શ્રી સોભાગભાઈ કંઈ પણ પૂછે તે પહેલાં જ શ્રીમદે કહ્યું : “આ ગલ્લામાં એક કાપેલી છે તે કાઢી વાંચો.” તે વાંચતાં જે બીજજ્ઞાન’ તેઓ આપવા આવ્યા હતા તે જ તેમાં લખેલ હતું. તે જોઈ તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. આ અલૌકિક જ્ઞાન પામેલા મહાપુરુષ જણાય છે. એમને મારે શું બતાવવાનું હોય? છતાં શ્રીમન્ના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા તેમણે પૂછ્યું: “સાયલામાં અમારા ઘરનું બારણું કઈ દિશામાં છે?” શ્રીમદે અંતરજ્ઞાનથી જાણી કહ્યું, “ઉત્તર દિશામાં.” તે જાણી શ્રી સોભાગભાઈને શ્રીમદ્ પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ઉત્પન્ન થઈ.
૬૬
Page #76
--------------------------------------------------------------------------
________________
આપના સિવાય બીજું રટણ ન હો
શ્રી સોભાગભાઈને શ્રીમદ્ભી જ્ઞાનશક્તિ પ્રત્યે ભક્તિભાવ પ્રગટ્યો અને ત્રણ નમસ્કાર કર્યા. તે વખતે શ્રીમદ્ પણ કોઈ અપૂર્વ સમાધિમાં લીન થઈ ગયા.
છેલ્લી વખતે સાયલેથી શ્રીમને વળાવવા જતાં રસ્તામાં નદી આવી ત્યાં શ્રી સોભાગભાઈએ શ્રીમને જણાવ્યું કે “ઊગતા સૂર્યની સાખે, નદીની સાખે, સપુરુષની સાખે આ સોભાગને આપના સિવાય બીજું રટણ ન હો!” “રાગ કરવો નહીં, કરવો તો સત્વરુષ પર કરવો; ધેષ કરવો નહીં કરવો તો કુશીલ પર કરવો.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૬)
Page #77
--------------------------------------------------------------------------
________________
ઈડરમાં પરમાર્થનો અપૂર્વ બોઘ
શ્રી સોભાગભાઈની છેલ્લી અવસ્થામાં તાવ આવતો હતો તેથી તેમના પુત્રોને ખાતરી આપી કે તેમને કંઈ થશે નહીં, તમે ચિંતા કરશો મા; એમ જણાવી શ્રીમદ્ તેમને દસ દિવસ સાયલેથી ઈડર એકાંતમાં લઈ ગયા હતા. ત્યાં પરમાર્થનો અપૂર્વ બોઘ આપી આત્માર્થના ઉત્કૃષ્ટ પુરુષાર્થમાં તેમને પ્રેર્યા અને મુંબઈથી પણ સમાધિમરણ માટે તેમને ખાસ પત્રો લખ્યા હતા. તેના ફળ સ્વરૂપે અપૂર્વ એવું સમાધિમરણ શ્રી સોભાગભાઈએ સાધ્યું. મુંબઈથી લખેલા પત્રોમાં શ્રીમદ્ જણાવે છે : “અમને લાગે છે કે અમારે હાથે હરિ તમને પરાભક્તિ અપાવશે; હરિના સ્વરૂપનું જ્ઞાન કરાવશે; અને એ જ અમે
મોટો ભાગ્યોદય માનીશું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૯૩) “આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર
સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતિ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૂ.૬૦૪) “જે કોઈ સાચા અંતઃકરણે સપુરુષના વચનને ગ્રહણ કરશે તે સત્યને પામશે એમાં કંઈ સંશય નથી.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૦૫) “અનાદિથી તે દેહને ત્યાગતાં જીવ ખેદ પામ્યા કરે છે, અને તેમાં દ્રઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે; જન્મમરણાદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે. શ્રી સોભાગે તેવા દેહને ત્યાગતાં મોટા મુનિઓને દુર્લભ એવી નિશ્ચલ અસંગતાથી
નિજ ઉપયોગમય દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે, એમાં સંશય નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૦૬)
૬૮
Page #78
--------------------------------------------------------------------------
________________
અપૂર્વ અવસરનું સર્જન
» પૂ વ” વ સર એ કે જેને ના ૧રો ૧. કરે શું બાકાં તર નિ ગ્રંથ છે ? सश६ पन दिने વિએ ૨ શું ૬૧ મહત કુરૂષ ને પં, .
અ
પરમકૃપાળુદેવ નડિયાદમાં હતા ત્યારે વવાણિયામાં માતુશ્રી દેવબા બીમાર છે એવા સમાચાર મળતાં તુરત તેઓ વવાણિયા પધાર્યા હતા. માતુશ્રીની ચાકરી ઘણી જ સારી રીતે કરી હતી. પોતે તેમની પાસે જ બેસી રહેતા. માંદગીના કારણે માતુશ્રી ચાલવું ભૂલી ગયાં હતા; શ્રીમદ્ તેમને હાથ ઝાલી ચલાવતા હતા. અપૂર્વ અવસર' નું ભાવનાબદ્ધ કાવ્ય માતુશ્રીના ખાટલા ઉપર બેઠાં બેઠાં જ પરમકૃપાળુદેવે રચ્યું હતું.
“સિદ્ધદશાની ભાવના કરવાની છે. સિદ્ધને યાદ કરવાના છે. સિદ્ધદશામાં મોહ નથી. એ દશા યાદ કરવા માટે “અપૂર્વ અવસર'નું પદ ગાયું છે. પોતાનું ખરું સ્વરૂપ એ છે, તે જીવ ભૂલી ગયો છે. આત્મામાં રાગદ્વેષ, મારું-તારું કશું જ નહીં. જેણે આત્મા પ્રગટ કર્યો છે તેનામાં વૃત્તિ જાય
તો રાગદ્વેષ ન થાય. જ્ઞાની પુરુષોમાં વૃત્તિ જાય તો રાગ-દ્વેષ ન થાય.” (બો.૧, પૃ.૨૪૬)
૬૯
Page #79
--------------------------------------------------------------------------
________________
ઉપાશ્રયમાં સ્વાધ્યાય
ખંભાતના આ સ્થાનકવાસી ઉપાશ્રયમાં પરમકૃપાળુદેવનું
૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીને થયેલ પ્રથમ મિલન.
ઉપર જણાવેલ ઉપાશ્રયના નીચલા ખંડમાં એક બાજુના ખૂણામાં શ્રી લલ્લુજી મુનિ અને શાસ્ત્રાભ્યાસી શ્રી દામોદરભાઈ ‘ભગવતી સૂત્ર” ના ઉપરના ખંડમાંથી આચાર્ય શ્રી હરખચંદજી મહારાજ પાનાં વાંચીને મોકલે તે વાંચતા હતા.
તે જ ઉપાશ્રયના સામેના બીજા ખૂણામાં શ્રી અંબાલાલભાઈ, શ્રી ત્રિભોવનભાઈ અને શ્રી છોટાભાઈ શ્રીમદ્ભા પત્રો વાંચતા હતા ત્યારે શ્રી લલ્લુજી મુનિએ શ્રી અંબાલાલભાઈને જણાવ્યું કે કાં તો ઉપર વ્યાખ્યાનમાં જાઓ કાં અહીં આવીને બેસો.
૭૦
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી લલ્લુજી મહારાજને શ્રીમદ્ગી પ્રથમ જાણકારી
અપાસરામાં ઉપર જવાને બદલે શ્રી અંબાલાલભાઈ આદિ ત્રણેય જણ શ્રી લલ્લુજી મહારાજ પાસે આવીને બેઠા. ભવસ્થિતિ આદિ પ્રશ્નોની ચર્ચા થઈ પણ સમાધાન થઈ શક્યું નહીં, ત્યારે શ્રી અંબાલાલભાઈએ જણાવ્યું કે સર્વ આગમના જ્ઞાતા એવા શ્રીમદ્ રાજચંદ્ર નામના ઉત્તમ પુરુષ મુંબઈમાં છે, તે અહીં ખંભાત આવવાના છે. ત્યારે લલ્લુજી મહારાજે કહ્યું : “અમને તે પુરુષનો મેળાપ કરાવશો.” “જે વાતો જીવને મંદ કરી નાખે, પ્રમાદી કરી નાખે તેવી વાતો સાંભળવી નહીં. એથી જ જીવ અનાદિથી રખડ્યો છે. ભવસ્થિતિ, કાળ આદિના આલંબન લેવાં નહીં.
એ બઘાં બહાનાં છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ
પાકી જાણવી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૨૪)
પછી શ્રી લલ્લુજી મહારાજને શ્રીમદ્ભા પત્રો વાંચવા આપ્યા. તે વાંચી એમને પણ ખાતરી થઈ કે એ પુરુષ જરૂર અનેક પ્રશ્નોનું સમાધાન કરી શકશે. કેમકે આ પત્રોમાં તત્ત્વો સંબંઘી જે ઊંડું ચિંતન જણાય છે, એવું તો ક્યાંય જોવામાં આવ્યું નથી.
“જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોઘ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોઘ પામ્યો છે તે જીવને
સમ્યક્દર્શન થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૨૫).
Page #81
--------------------------------------------------------------------------
________________
શ્રી લઘુરાજસ્વામીનું પરમકૃપાળુદેવ સાથે પ્રથમ મિલન
વિ.સં.૧૯૪૬માં શ્રીમદ્ ખંભાતમાં પ્રથમ પઘારવું થયું. શ્રી અંબાલાલભાઈને ત્યાં જ તે ઊતર્યા હતા. શ્રી અંબાલાલભાઈ પોતાના પિતા લાલચંદભાઈની સાથે શ્રીમ અપાસરે તેડી ગયા. શ્રીમદે અવઘાન કરવાં છોડી દીધાં હતાં પરંતુ લાલચંદભાઈ તેમ જ શ્રી હરખચંદજી મહારાજના આગ્રહથી અપાસરામાં તે દિવસે શ્રીમદે અષ્ટાવઘાન કરી બતાવ્યાં. સર્વ સાઘુવર્ગ વગેરે શ્રીમદ્ ની વિદ્વતા અને અદ્ભુત શક્તિ જોઈ આશ્ચર્ય પામ્યા.” (જી.પૃ.૧૫૫)
પ્રથમ મિલને સાષ્ટાંગ દંડવત્
શ્રીમદ્દ શ્રી લલ્લુજીએ ઉપર મેડે પધારવા વિનંતિ કરી અને શ્રી હરખચંદજી મહારાજને પુછ્યું : “હું તેમની પાસેથી કંઈ અવઘારું?” શ્રી હરખચંદજી મહારાજની આજ્ઞા મળી એટલે શ્રી લલ્લુજીએ ઉપર જઈને શ્રીમન્ને નમસ્કાર કર્યા. શ્રીમદે નમસ્કાર નિવારણ કરવા છતાં તેમણે ઉમંગથી ઉત્તમ પુરુષ જાણી અટક્યા વગર નમસ્કાર કર્યા.” (જી.પૃ.૧૫૬)
હાલ મોટા વિસ્તારવાળા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના સ્થાપક તરીકે પ્રસિદ્ધ શ્રીમદ્ લઘુરાજ સ્વામીનો સત્ય માર્ગમાં પ્રવેશ કરાવનાર સાચી જન્મગાંઠનો દિવસ ગણાવા યોગ્ય પ્રથમ માંગલિક પ્રસંગ બની આવ્યો.” (જી.પૃ.૧૫૭)
“આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદેવ સપુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૮૩)
૭૨
Page #82
--------------------------------------------------------------------------
________________
સમકિત અને બ્રહાચર્ય દૃઢતાની માગણી
“શ્રીમદે શ્રી લલ્લુજી સ્વામીને પૂછ્યું : “તમારી શી ઇચ્છા છે?”
સ્વામીજીએ વિનયસહિત હાથ જોડીને યાચનાપૂર્વક કહ્યું : સમકિત (આત્માની ઓળખાણ) અને બ્રહ્મચર્ય દ્રઢતાની મારી માગણી છે.”
શ્રીમદ્ થોડીવાર મૌન રહ્યા અને કહ્યું, “ઠીક છે.” પછી સ્વામીજીના જમણા પગનો અંગૂઠો તાણી શ્રીમદે તપાસી જોય; અને ઊઠીને બઘા નીચે ગયા.” (જી.પૃ.૧૫૭)
“એક દિવસે શ્રી લલ્લુજી સ્વામીએ શ્રીમ કહ્યું : “હું બ્રહ્મચર્ય માટે પાંચ વર્ષથી એકાંતરા ઉપવાસ (એક દિવસ ઉપવાસ ને એક દિવસ ખાવું એમ) કરું છું. અને કાયોત્સર્ગ (ધ્યાન) કરું છું. છતાં માનસિક પાલન બરાબર થઈ શકતું નથી.”
શ્રીમદે કહ્યું : લોકદ્રષ્ટિએ કરવું નહીં; લોકદેખામણ તપશ્ચર્યા કરવી નહીં. પણ સ્વાદનો ત્યાગ થાય, તેમ જ ઊણોદરી તપ (પેટ ઊણું રહે તેવું, ખૂબ ઘરાઈને ખાવું નહી) થાય તેમ આહાર કરવો; સ્વાદિષ્ટ ભોજન હોય તે બીજાને આપી દેવું.” (જી.પૃ.૧૫૯) “યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. અસત્સંગ એ મોટું વિઘ્ન છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૯૨)
પ્રભુશ્રી' ઘર્મે આત્મજ્ઞાની મુનિ થાય
શ્રી અંબાલાલને ઘેર જતાં શ્રીમદે જણાવ્યું: “આ પુરુષ (શ્રી લલ્લુજી મુનિ) સંસ્કારી છે. આ રેખા લક્ષણો ધરાવનાર પુરુષ સંસારે ઉત્તમ પદ પામે; ઘમેં આત્મજ્ઞાની મુનિ થાય.” (જી.પૃ.૧૫૭)
“બીજે દિવસે શ્રી અંબાલાલને ઘેર શ્રી લલ્લુજી સ્વામી શ્રીમદ્ભા સમાગમ માટે ગયા, ત્યાં શ્રીમદે એકાંતમાં તેમને પૂછ્યું: “તમે અમને માન કેમ આપો છો?”
સ્વામીજીએ કહ્યું: “આપને દેખીને અતિ હર્ષ, પ્રેમ આવે છે; અને જાણે અમારા પૂર્વભવના પિતા હો એટલો બધો ભાવ આવે છે; કોઈ પ્રકારનો ભય રહેતો નથી. આપને જોતાં એવી નિર્ભયતા આત્મામાં આવે છે.” (જી.પૃ.૧૫૭, ૧૫૮)
શ્રીમદે ફરી પૂછ્યું: “તમે અમને શાથી ઓળખ્યા?”
સ્વામીજીએ કહ્યું : “અંબાલાલભાઈના કહેવાથી આપના સંબંઘી જાણવામાં આવ્યું. અમે અનાદિ કાળથી રખડીએ છીએ, માટે અમારી સંભાળ લો.” (જી.પૃ.૧૫૮),
સ્વામીજીએ ફરી પૂછ્યું : “હું જે જે જોઉં છું તે ભ્રમ છે, જૂઠું છે, એમ અભ્યાસ કરું છું.” શ્રીમદે કહ્યું : “આત્મા છે એમ જોયા કરો.” (જી.પૃ.૧૫૯)
૭૩
Page #83
--------------------------------------------------------------------------
________________
આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે
શ્રીમદ્જીના સમાગમ અર્થે શ્રી લલ્લુજી મુનિએ મુંબઈમાં ચોમાસું કર્યું. શ્રી લલ્લુજી મુનિ પેઢી ઉપર સમાગમ અર્થે આવતા કે શ્રીમદ્ ઊઠીને પાસેની ઓરડીમાં આવી તેમને ‘સમાધિશતક' વગેરે સમજાવતા. “સમાધિશતક' ની સત્તર ગાથા સમજાવીને તે પુસ્તક વાંચવા વિચારવા માટે મુનિશ્રીને આપ્યું.
તે પુસ્તક લઈ દાદરા સુધી ગયા કે શ્રી લલ્લુજી મુનિને શ્રીમદે પાછા બોલાવ્યા.
૧૧ નાવા જા થતાં ઋલ લટે કેમ છતાને રે.
પાછા બોલાવી તે “સમાધિશતક' ના પહેલા પાના ઉપર નીચેની આ અપૂર્વ લીટી લખી આપી :
આતમ ભાવના ભાવતાં
જીવ લહે કેવળજ્ઞાન રે."
“હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય
થાય.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૦૪)
તુ જ પ પછી પણ
૭૪
Page #84
--------------------------------------------------------------------------
________________
મિથ્યાવૃષ્ટિની ક્રિયા સફળ, સમ્યક્દૃષ્ટિની ક્રિયા અફળ
શ્રીમદ્ મુંબઈમાં ચીંચ
પોકલીના ઉપાશ્રયે શ્રી સુંદરલાલ સાથે પધાર્યા ત્યારે શ્રી દેવકરણજી મહારાજે પૂછ્યું કે આ ‘સૂત્રકૃતાંગ’માં ‘જ્યાં ‘સફળ' શબ્દ છે ત્યાં ‘અફળ’ અને જ્યાં ‘અફળ’ છે ત્યાં ‘સફળ’ શબ્દ હોય તો અર્થ ઠીક બેસે છે. તો આમાં લેખનદોષ છે કે બરાબર છે?
શ્રીમદ્ કહે—લેખનદોષ નથી, બરાબર છે. કેમકે મિથ્યાદૃષ્ટિ ક્રિયા કરે તેને પુણ્ય કે પાપરૂપ ફળ આવે તેથી તે સફળ છે અને સભ્યષ્ટિ ક્રિયા કરે તેને પુણ્ય કે
પાપરૂપ ફળ આવતું નથી પણ કર્મોની નિર્જરા થાય છે માટે તે અફળ છે; એમ પરમાર્થ સમજવા યોગ્ય છે. આ સમાઘાન ઉપરથી શ્રી દેવકરણજી મહારાજને પહેલી મુલાકાતે શ્રીમદ્ મહાબુદ્ધિશાળી પુરુષ છે અને શ્રી લલ્લુજી મહારાજ કહેતા હતા તે સાચું છે એમ ભાસ્યું.
તે
હીરા માણેક મોતી કાળકૂટ વિષ સમાન
એક દિવસ તે બે મુનિઓ (પ્રભુશ્રીજી અને દેવકરણજી) શ્રીમદ્દ્ની પાસે આવ્યા ત્યારે શ્રીમદે શ્રી દેવકરણજી મુનિને પૂછ્યું : “વ્યાખ્યાન કોણ આપે છે? પર્ષદા કેટલી ભરાય છે? શ્રી દેવકરણજીએ કહ્યું : ‘હજારેક માણસોની પર્ષદા ભરાય છે. શ્રીમદે પૂછ્યું : “સ્ત્રીઓની પર્ષદા જોઈ વિકાર થાય છે?''
શ્રી દેવકરણજી બોલ્યા : “કાયાથી થતો નથી, મનથી થાય છે.’” શ્રીમદે કહ્યું : “મુનિએ મન, વચન, કાયા ત્રણે યોગથી સાચવવું જોઈએ.’’ શ્રી દેવકરણજીએ આક્ષેપ કરતાં કહ્યું : “તમે ગાદી-તકીયે બેસો છો અને હીરામાણેક તમારી પાસે પડેલા હોય છે ત્યારે તમારી વૃત્તિ નહીં ડહોળાતી હોય ? શ્રીમદે કહ્યું : “મુનિ, અમે તો કાળફૂટ વિષ દેખીએ છીએ. તમને એમ થાય છે ?’’ આ સાંભળી શ્રી દેવકરણજી સજ્જડ થઈ ગયા.
“જ્ઞાનીઓ જગતને તૃણવત્ ગણે છે, એ એઓના જ્ઞાનનો મહિમા સમજવો.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૬૯)
૭૫
Page #85
--------------------------------------------------------------------------
________________
છ પદના પત્રનો ઉદભવ
વિ.સં. ૧૯૫૦માં શ્રી લલ્લુજી મુનિને સુરતમાં દસ બાર મહિનાથી તાવ આવતો હતો. જેથી ચિંતા થઈ કે વખતે દેહ છૂટી જશે. તેથી પરમકૃપાળુદેવને ઉપરા ઉપરી પત્ર લખી જણાવ્યું કે “હે નાથ! હવે આ દેહ બચે તેમ નથી. અને હું સમતિ વિના જઈશ તો મારો મનુષ્યભવ વૃથા જશે. માટે કૃપા કરીને હવે મને સમકિત આપો.”
શ્રી લલ્લુજી મુનિના પત્રના ઉત્તરમાં શ્રીમદે અનંત કૃપા કરીને છ પદ'નો
૫ત્ર
લખી મોકલ્યો; અને સાથે જણાવ્યું કે દેહ
છૂટવાનો ભય કર્તવ્ય નથી. “સમ્યક્દર્શનસ્વરૂપ એવાં નીચે લખ્યાં શ્રી જિનનાં ઉપદેશેલાં છ પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવાં ઘટે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૮૦૨)
“છ પદનો પત્ર અમૃતવાણી છે. પત્રો તો બઘાય સારા છે; પણ આ તો લબ્ધિવાક્ય જેવો છે! છ માસ સુધી એને ફેરવે તો પ્રભુ, કંઈનું કંઈ થઈ જાય! ગમે તે અડચણ, વિઘ્ન આવે, તે હડસેલી મૂકવું. એ દિવસ પ્રત્યે એક વખત વિચારી જવાનો રાખ્યો તો પછી જોઈ લો. સમકિતનું કારણ છે.” (ઉ.પૃ.૨૭૬)
છે CaCl
ના પાડતા પણ
છે.
c)
છ પદનપત્ર
જ્યારે શ્રીમદ્ સુરત પઘાર્યા ત્યારે તે છ પદ'ના પત્રનું વિશેષ વિવેચન કરી તેનો પરમાર્થ શ્રી લલ્લુજી મુનિને સમજાવ્યો, અને તે પત્ર મુખપાઠ કરી વારંવાર વિચારવાની તેમને ભલામણ કરી હતી.
જીવની યોગ્યતા હોય તો સમ્યકત્વ પ્રાપ્ત થાય તેવી વિચારણા ઉત્પન્ન કરાવે તેવો એ અદ્ભુત પત્ર છે.
૭૬
Page #86
--------------------------------------------------------------------------
________________
અચિંત્ય મહાત્મયવાન એવો આત્મા
-
SOCIOL
શ્રી કીલાભાઈ ગુલાબચંદ જણાવે છે :
સં. ૧૯૫૦ના પર્યુષણ પર્વ શ્રીમદે વડોદરામાં કર્યા હતા. તે વખતે વડોદરામાં ગાયકવાડ સરકારનું ઝવેરાત દેખાડવા માટે શેઠ ફકીરભાઈ કૃપાળુદેવને રાજ દરબારમાં લઈ ગયા. તે સરકારના ઝવેરી હતા. ત્યાં કરોડો રૂપિયાનું ઝવેરાત હતું. તેમાં એક નવ લાખનો હીરો હતો. તે કૃપાળુદેવને ફકીરભાઈએ બતાવ્યો. કૃપાળુદેવ તેને જોઈ બોલ્યા કે અચિંત્ય જેનું માહાભ્ય છે એવા આત્માનો ચમત્કાર જીવને ભાસતો નથી અને આવા ચોખ્ખા પથરાનું જીવને માહાસ્ય લાગે છે.
“ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૬) “જવાહિરી લોકોનું એમ માનવું છે કે એક સાઘારણ સોપારી જેવું સારા રંગનું, પાણીનું અને ઘાટનું માણેક (પ્રત્યક્ષ) એબ રહિત હોય તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તોપણ તે ઓછું છે.
જો વિચાર કરીએ તો માત્ર તેમાં આંખનું ઠરવું અને મનની ઇચ્છા ને કલ્પિત માન્યતા સિવાય બીજાં કાંઈ નથી, તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાપ્તિને કારણે
જીવો તેનું અદ્ભુત માહાભ્ય કહે છે; અને અનાદિ દુર્લભ, જેમાં આત્મા ઠરી રહે છે એવું જે સત્સંગરૂપ સાઘન તેને વિષે કંઈ આગ્રહ-રુચિ નથી, તે આશ્ચર્ય વિચારવા યોગ્ય છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૮૦)
૭૭
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ સાથે ગાંઘીજીનું પ્રથમ મિલન
શ્રી રાષ્ટ્રપિતા ગાંધીજી લખે છે :
શ્રી રાયચંદભાઈ (શ્રીમ)ની સાથે મારી ઓળખાણ સન્ ૧૮૯૧ના જૂન માસમાં જે દિવસે હું વિલાયતથી પાછો ફરી મુંબઈ પહોંચ્યો તે જ દિવસે થઈ. મારો ઉતારો દાકતર-બેરીસ્ટર અને હવે રંગૂનના પ્રખ્યાત ઝવેરી પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં હતો. રાયચંદભાઈ તેમના વડીલભાઈના જમાઈ થાય. દાકતરે જ તેમનો પરિચય કરાવેલો.
દાકતરે રાયચંદભાઈને “કવિ' કહીને ઓળખાવ્યા અને મને કહ્યું, “કવિ છતાંયે અમારી સાથે વેપારમાં છે. તેઓ જ્ઞાની છે, શતાવધાની છે.”
“કોઈએ સૂચના કરી કે મારે કેટલાક શબ્દો તેમને સંભળાવવા. તેઓ તે શબ્દો ગમે તે ભાષાના હશે તો પણ જે ક્રમમાં હું બોલ્યો હોઈશ તે જ ક્રમમાં પાછા કહી જશે.
જુદી જુદી ભાષાના શબ્દો પ્રથમ તો મેં લખી કાઢ્યા. કેમકે મને ક્રમ ક્યાં યાદ રહેવાનો હતો? અને પછી તે શબ્દો હું વાંચી ગયો. તે જ ક્રમમાં રાયચંદભાઈએ હળવેથી એક પછી એક બઘા શબ્દો કહી દીઘા. હું રાજી થયો, ચકિત થયો અને કવિની સ્મરણ શક્તિ વિષે મારો ઊંચો અભિપ્રાય બંઘાયો.”
ઘર્મમંથન કાળમાં શ્રીમના પત્રોથી શાંતિ – “સનું ૧૮૯૩ની સાલમાં દક્ષિણ આફ્રિકામાં હું કેટલાક ખ્રિસ્તી સજ્જનોના ખાસ સંબંધમાં આવેલો. બીજા ઘર્મવાળાઓને ખ્રિસ્તી થવા સમજાવવા એ તેમનો મુખ્ય વ્યવસાય હતો. મેં ખ્રિસ્તી, મુસલમાની પુસ્તકો વાંચ્યા. હિંદુસ્તાનમાં જેઓ ઉપર મારી કંઈ પણ આસ્થા હતી તેમની સાથે પત્રવ્યવહાર ચલાવ્યો. તેમાં રાયચંદભાઈ મુખ્ય હતા. તેમની સાથે તો મને સરસ સંબંધ બંઘાઈ ચૂક્યો હતો. તેમના પ્રત્યે માન હતું, તેથી તેમની મારફતે જે મળી શકે તે મેળવવા વિચાર કર્યો. તેનું પરિણામ એ આવ્યું કે હું શાન્તિ પામ્યો. હિંદુ ઘર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે, એવો મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારું રાયચંદભાઈ જવાબદાર થયા એટલે મારું માન તેમના પ્રત્યે કેટલું વધ્યું હોવું જોઈએ તેનો ખ્યાલ વાંચનારને કંઈક આવશે.”
૭૮
Page #88
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દો ગાંઘીજીને નિકટ પરિચય
વિચક્ષણ એવા ગાંધીજી જણાવે છે :
જે વૈરાગ્ય અપૂર્વ અવસર' ની કડીઓમાં જળહળી રહ્યો છે તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો.
તેમના લખાણોની એક અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું છે. તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારું એક લીટી સરખી પણ લખી હોય એમ મેં નથી જોયું. તેમની પાસે હમેશાં કંઈક ધર્મ પુસ્તક અને એક કોરી ચોપડી પડેલાં જ હોય. એ ચોપડીમાં પોતાના મનમાં જે વિચાર
આવે તે લખી નાખે. કોઈ વેળા ગદ્ય ને કોઈ વેળા પદ્ય.
ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત તેમને મોહ થયો હોય એમ મેં નથી જોયું.
તેમની રહેણી કરણી હું આદરપૂર્વક પણ ઝીણવટથી તપાસતો. ભોજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાદોપહેરણ, અંગરખું, ખેસ, ગરભસૂતરો ફેંટો ને ઘોતી. એ કંઈ બહુ ઈસ્ત્રીબંધ રહેતાં એમ મને સ્મરણ નથી. ભોયે બેસવું અને ખુરશીએ બેસવું બન્ને સરખાં હતાં; સામાન્ય રીતે પોતાની દુકાનમાં ગાદીએ બેસતા.
૭૯
આ જગતના કોઈ પણ વૈભવને વિષે
તેમની ચાલ ધીમી હતી, અને જોનાર પણ સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતો. અત્યંત તેજસ્વી, વિહ્વળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરો ગોળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર પણ નહીં ચપટું પણ નહીં, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિનો હતો. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતા માણસ થાકે નહીં. ચહેરો હસમુખો ને પ્રફુલ્લિત હતો. તેની ઉપર અંતરાનંદની છાયા હતી.
ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારો બતાવતાં કોઈ દિવસ શબ્દ ગોતવો પડ્યો છે એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં એમને જોયા હશે; છતાં વાંચનારને એમ નહિ લાગે કે ક્યાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખોડ છે.
આ વર્ણન સંયમીને વિષે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયત્ને મળી શકે એમ હર કોઈ માણસ અનુભવી શકે છે. રાગને કાઢવાનો પ્રયત્ન કરનાર જાણે છે કે રાગ-રહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિ (શ્રીમદ્)ને સ્વાભાવિક હતી એમ મારા ઉપર છાપ પડી હતી.
શ્રીમદે ઘણાં ઘર્મપુસ્તકોનો સરસ અભ્યાસ કર્યો હતો. તેમને સંસ્કૃત અને માગધી ભાષા સમજતાં જરાયે મુશ્કેલી નહોતી આવતી. વેદાંતનો અભ્યાસ તેમણે કરેલો, તેમજ ભાગવત અને ગીતાજીનો. જૈન પુસ્તકો તો જેટલાં તેમને હાથ આવતાં તે વાંચી જતા. તેમની તે ગ્રહણ કરવાની શક્તિ અગાધ હતી. એક વખતનું વાંચન તે તે પુસ્તકોનું રહસ્ય જાણી લેવાને સારુ તેમને પૂરતું હતું. કુરાન, ઝંદ અવસ્તા ઇત્યાદિનું વાંચન પણ અનુવાદો મારફત તેમણે કરી લીધું હતું.”
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ પ્રત્યે વિચારવાન ગાંઘીજીના ઉચ્ચ અભિપ્રાયો
શ્રીમદુ જેવી છાપ બીજા પાડવા અસમર્થઃ “ઘણા ઘર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું. દરેક ઘર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ (શ્રીમદે) પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમના ઘણા વચનો મને સોંસરા ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિષે તેટલું જ હતું ને તેથી હું જાણતો હતો કે તેઓ મને ઈરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો. મારા જીવન પર શ્રીમદ્ગો એવો સ્થાયી પ્રભાવ પડ્યો છે કે હું એનું વર્ણન કરી શકતો નથી.”
શ્રીમદ્ જેવા ઉત્તમ પુરુષ ક્યાંય જોયા નહીં–“હું કેટલાયે વર્ષોથી ભારતમાં ઘાર્મિક પુરુષની શોઘમાં છું. પરંતુ એમના જેવા ઘાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી કે જે શ્રીમદ્ભી હરિફાઈમાં આવી શકે. એમનામાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ હતા. ઢોંગ, પક્ષપાત કે રાગ-દ્વેષ નહીં હતા.
જગતમાં ચાલતું જૂઠ, પાખંડ શ્રીમને અસહ્ય-“તેઓ ઘણીવાર કહેતા કે ચોપાસથી કોઈ બરછીઓ ભોંકે તે સહી શકું પણ જગતમાં જે જૂઠ, પાખંડ, અત્યાચાર ચાલી રહ્યાં છે, ઘર્મને નામે અધર્મ વર્તી રહ્યો છે તેની બરછી સહન થઈ શકતી નથી. અત્યાચારોથી ઊકળી રહેલા તેમને મેં ઘણીવાર જોયા છે. તેમને આખું જગત પોતાના સગા જેવું હતું. આપણા ભાઈ કે બહેનને મરતા જોઈને જે કલેશ આપણને થાય છે તેટલો કલેશ તેમને જગતમાં દુઃખને, મરણને જોઈને થતો.”
શ્રીમનું વાયુવેગે મોક્ષ તરફ ગમન- “આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી (સંસારથી વિરક્ત) હતા, આપણને અનેક યોનિમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદ્ કદાચ એક ભવ બસ થાઓ. આપણે મોક્ષથી દૂર ભાગતા હોઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ઘસી રહ્યા હતા.”
રાગદ્વેષથી રહિત થવું એજ મુક્તિનો ઉપાય-“શ્રીમદ્ રાજચંદ્રની દ્રષ્ટિએ તો મોક્ષ મેળવવો એટલે સર્વાશે રાગદ્વેષથી રહિત થવું.”
જીવનપર્યત બ્રહ્મચર્ય પાળવામાં શ્રીમની અસર– “સ્વ સ્ત્રી પ્રત્યે પણ બ્રહ્મચર્યનું પાલન કરવું એ મને દક્ષિણ આફ્રિકામાં સ્પષ્ટ સમજાયું. કયા પ્રસંગથી અથવા કયા પુસ્તકના પ્રભાવથી એ વિચાર મને ઉદ્ભવ્યો એ અત્યારે મને ચોખું યાદ નથી આવતું. પણ એટલું સ્મરણ છે કે એમાં રાયચંદભાઈ (શ્રીમ)ની અસરનું પ્રાધાન્ય હતું.”
શ્રીમદ્ વેપારી નહીં પણ શુદ્ધ જ્ઞાની-“જે મનુષ્ય (શ્રીમ) લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેકવેળા થયેલો. મેં તેમને કદી મૂચ્છિત સ્થિતિમાં જોયા નથી. મારે જોડે તેમને કશો સ્વાર્થ નહોતો.”
શ્રીમદ્ના ઉત્તમ ગુણોથી થયેલ આકર્ષણ–“જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ઘગશ, આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું.
આત્મઘર્મ સમજવા શ્રીમદ્ સાહિત્ય-“જેને આત્મફ્લેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે; તેને શ્રીમન્ના લખાણમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે. પછી ભલે તે હિન્દુ હો કે અન્ય ઘર્મી.”
૮૦
Page #90
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ પાસે મહાત્મા ગાંઘીજીએ મેળવેલ સત્ય અને અહિંસાનું બળ
શ્રીમદ્દ્ના ઉપદેશનો મુખ્ય પાયો અહિંસા—“ઘણી બાબતમાં કવિ (શ્રીમદ્)નો નિર્ણય, તુલના, મારા અંતરાત્માનેમારી નૈતિક ભાવનાને ખૂબ સમાધાનકારક થતો. શ્રીમદ્ના સિદ્ધાંતનો મૂળ પાયો નિઃસંદેહ ‘અહિંસા’ હતો. કવિનો અહિંસાના ક્ષેત્રમાં ઝીણામાં ઝીણા જંતુથી માંડીને આખી મનુષ્ય જાતિનો સમાવેશ થતો હતો.’’
મુખ્ય શીખવા યોગ્ય સત્ય અને અહિંસા—“એમના જીવનમાંથી શીખવાની બે મોટી વાતો તે સત્ય અને અહિંસા. પોતે જે સાચું માનતા તે કહેતા અને આચરતા અને અહિંસાએ તો તે જૈન હતા અને તે એમના સ્વભાવથી એમની પાસે જ હતી.’’
શ્રીમા વચનાનુસાર ચાલનારને મોક્ષ સુલભ—‘શ્રીમદ્ રાજચંદ્ર અસાધારણ વ્યક્તિ હતા. તેમના લખાણો એ તેમના અનુભવનાં બિંદુ સમા છે. તે વાંચનાર વિચારનાર અને તે પ્રમાણે ચાલનારને મોક્ષ સુલભ થાય, તેના કષાયો મોળા પડે, તેને સંસાર વિષે ઉદાસીનતા આવે, તે દેહનો મોહ છોડી આત્માર્થી બને.’’
49
દેશમ
''"
૮૧
ખૂન કરનાર પ્રત્યે પણ પ્રેમ અને દયા ધર્મનું કુંડા ભરીને પાન—“રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) સાથેનો મારો પ્રસંગ એક જ દિવસનો ન હતો. એમના મરણાંત સુધીનો અમારો સંબંધ નિકટમાં નિકટ રહ્યો હતો. ઘણીવાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી મેં ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી (શ્રીમદ્ રાજચંદ્ર) ના જીવનમાંથી છે. દયાધર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયા-ધર્મ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ (અહિંસા) ધર્મનું તેમની પાસેથી મેં કુંડા ભરી ભરીને પાન કર્યું છે.”
Page #91
--------------------------------------------------------------------------
________________
સમાધાન થાય તો જ આહાર લઈશ
શ્રી મણિલાલ રાયચંદ ગાંધી જણાવે છે : હડમતિયામાં સાહેબજીના કહેવાથી હું તેમની સાથે ચાલ્યો. ખડકી પાસે શ્રી કેશવલાલે દૂધનો પ્યાલો ઘરી પીવા વિનંતિ કરી. ત્યારે સાહેબજીએ કહ્યું : દૂધ પીવાનો વખત નથી, જમવાનો સમય થવા આવ્યો છે, અને આ મણિલાલે બોટાદથી ૨વાના થતાં દૃઢ સંકલ્પ કર્યો છે કે “મારા મનનો ખુલાસો મારા વગર કહ્યુ કરી આપે તો જ અનાજ ખપે. તો એ જમવા બેસે નહીં ત્યાં સુધી આપણાથી કેવી રીતે બેસી શકાય ? માટે એના મનનો ખુલાસો કરવો યોગ્ય છે.’’
પછી આશરે એક માઈલ દૂર જઈને મને પૂછ્યું ઃ તારા ઘરની મેડી
ઉપર એકલો બેસી શા માટે રડ્યો ? મેં કહ્યું : સાહેબજી, આપ નજીક પધાર્યા છતાં પ્રથમ વડીલોની ના આવવાથી મને દર્શનનો લાભ ન થાય તો મારા જેવો નિર્ભાગી કોણ ? એવા વિચારથી મને રડવું આવી ગયું; વગેરે ખુલાસાઓ કર્યા હતા.
“માહાત્મ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે ‘શ્રદ્ધા-આસ્થા.’” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૨૬)
www
ધારેલી મુરાદ પાર પડી
એક ઓરડામાં સાહેબજી, શ્રી સોભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈ વગેરે જમવા બેઠા. જગ્યા નહીં હોવાથી હું બેઠો નહીં. પણ મનમાં થાય કે સાહેબજી સાથે બેસીને જમવાનું થાય તો બહુ આનંદ આવે. તેટલામાં સાહેબજીએ કહ્યું : મણિલાલને બેસવા માટે જગ્યા કરો. હું બેઠો કે ફરી મનમાં કલ્પના થઈ કે સાહેબજી આગ્રહ કરીને એક રોટલી લેવાનું કહે તો બહુ આનંદ થાય. એટલામાં સાહેબજીએ એક ભાઈને હુકમ કર્યો કે એક રોટલી લાવો અને મણિલાલને પીરસો. સાથે ઘી સાકર ખૂબ આપો. એ પ્રમાણે ધારેલી મુરાદ પાર પડી.
“ભક્તને આવ્યો પ્રેમ તો મારે શો નેમ.” (ઉ.પૃ.૨૦૭)
૮૨
Page #92
--------------------------------------------------------------------------
________________
શ્રી મણિલાલ કહે—હું અને સાહેબજી એક ઝાડ નીચે બેઠા ઘર્મ ઉપદેશની વાતો કરતા હતા. ત્યારે ગામના ઝાંપે આણંદજી મોરારજી ઊભા ઊભા કાંઈ વિચારતા હતા. સાહેબજીના કહેવાથી તેમને મેં નજીક બોલાવ્યા. પછી સાહેબજીએ પૂછ્યું ઃ તમારું નામ આણંદજી છે – હાજી. તમે સામે ઊભા એવો વિચાર કરતા હતા કે શ્રીમદ્, મણિલાલને દીક્ષા લેવાનો બોધ કરે છે માટે બોટાદ જઈ રતનશી ગાંધી અને રાયચંદ ગાંધીને કહી દેવું છે, કહો એ વાત ખરી છે ? આણંદજી કહે : અહો ! સાહેબજી, આપે મારા મનની વાત જાણી. મારી બહુ ભૂલ થઈ. આપ તો મોટા પુરુષ છો, સારી શિખામણ જ
આપતા હશો.
અંતર્યામિ
સાહેબજી કહે : તમે આઠ પ્રશ્નો ધારીને આવેલા છો તેનો આ એક જ જવાબ છે. આણંદજી કહે : આપને ધન્ય છે. ઘણા સાધુઓ પણ આનો ખુલાસો આપી શક્યા નહોતા તે સર્વ આપની પાસેથી મળી ગયા. મારાથી આપની કોઈ પ્રકારે આશાતના થઈ હોય તેની ક્ષમા માંગું છું.
૮૩
સેવા કરવાનો લાભ રાત્રે ધર્મચર્ચા ચાલી. બધા મુમુક્ષુ સુવા માટે ગયા. સાહેબજી એક ઢોલીયા ઉપર સુતા. ચાર-પાંચ મુમુક્ષુઓ સેવા કરતાં પગ ચાંપતા હતા. તેમને મેં ધીમેથી કહ્યું કે મને સેવા કરવાનો લાભ આપો. ત્યારે કહે તમે પડખે બેસો. તેથી મને . બહુ ખેદ થયો કે મને કોઈ વખત દર્શન થયા અને આ લાભ મળે નહીં એમ વિચારતાં બહુ દિલગીર થઈ ગયો. તેટલામાં સાહેબજીએ સેવા કરનારાઓને કહ્યું : તમે સૌ એક બાજુ બેસો. મણિલાલને ઇચ્છા છે તો સેવા કરવા દો. એટલે તે કોરે ખસી ગયા અને બહુ આનંદથી યથાશક્તિ સેવા કરી.
Page #93
--------------------------------------------------------------------------
________________
ભક્તવત્સલ ભગવાન
રાત્રે સર્વે મુમુક્ષુભાઈઓ સાથે મને સુવા તેડી ગયા. ત્યાં હું સુતો નહીં પણ વિચાર કરતો હતો કે સાહેબજી પાસે સુવાનું હોય તો ઘણો આનંદ થાય. પણ મારાથી હુકમ વિના કેમ જવાય. એમ વિચારતાં ખેદ કરતો હતો ત્યાં તો એક મુમુક્ષુભાઈ ફાનસ લઈ મને તેડવા આવ્યા કે મણિલાલ ચાલો. તમને સાહેબજી યાદ કરે છે. તમારે સૂવા માટે સાહેબજી પાસે નક્કી કર્યું છે.
રાત્રે આશરે ચાર વાગ્યે હું જાગ્યો ત્યારે સાહેબજી ઢોલીયા પર બેઠા હતા. મેં હાથ જોડી દર્શન કર્યા. “દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ઘર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની શ્રદ્ધાને જેનમાં સમ્યકત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હોવાથી દેવ અને ઘર્મનું ભાન નહોતું. સગુરુ મળવાથી તે દેવ અને ઘર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યકત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યકત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૮૬) “આ કાળમાં સપુરુષનું દુર્લભપણું હોવાથી, ઘણો કાળ થયાં સપુરુષનો માર્ગ, માહાભ્ય અને
વિનય ઘસાઈ ગયાં જેવાં થઈ ગયાં હોવાથી અને પૂર્વના આરાઘક જીવો ઓછા હોવાથી જીવને સપુરુષનું ઓળખાણ તત્કાળ થતું નથી. ઘણા જીવો તો સપુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં તો છકાયના રક્ષપાળ સાથુને, કાં તો શાસ્ત્રો ભણ્યા હોય તેને, કાં તો કોઈ ત્યાગી હોય તેને
અને કાં તો ડાહ્યો હોય તેને પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૮૬) “મુમુક્ષજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાઘન અલ્પકાળમાં કરી શકે છે,
એ વાર્તા યથાર્થ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૪૮)
૮૪
Page #94
--------------------------------------------------------------------------
________________
જેટલી શ્રદ્ધા તેટલી નિર્ભયતા
સં. ૧૯૫૧ના આસો મહિનામાં શ્રીમદ્ ધર્મજ પધાર્યા હતા. ત્યાંથી વીરસાદ પધાર્યા. ત્યાં જંગલમાં એક સાંકળી નળીમાં થઈને જવાનો રસ્તો હતો. મુમુક્ષુઓ બધા પરમકૃપાળુદેવની સાથે ચાલતા હતા. ત્યાં સામેથી બે સાંઢ લડતાં લડતાં ઘણા જ વેગથી આવી રહ્યા હતા.
પરમકૃપાળુદેવે તે જોઈ જણાવ્યું કે બન્ને સાંઢ પાસે આવતાં શાંત પડી જશે; છતાં શ્રદ્ધાની ખામીના કારણે મુમુક્ષુઓ ખેતરોમાં ભરાઈ ગયા. પરમકૃપાળુદેવ સાવ નીડરપણે એક જ ધારાએ ચાલતા હતા. તેમની પાછળ શ્રી સોભાગભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ પણ શાંતિથી ચાલતા હતા. બેઉ સાંઢ પાસે આવતાં જ શાંત બની ઊભા રહી ગયા હતા.
“ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દૃઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હોતો નથી. અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૨૪)
“વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી.
તેના અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત ક૨વી. જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે.’’ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૭૪)
૮૫
Page #95
--------------------------------------------------------------------------
________________
શુદ્ધ સમકિતની પ્રાપ્તિ
“ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વઘતી દશા, નિજસ્વરૂપ અવભાસ્યું રે.”
ઘન્ય “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૪૯)
“સમ્યગ્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૧૫) “વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ!!!
-શ્રીમદ રાજચંદ્ર (વ.પૃ.૩૮૩)
શ્રીમદ્ઘ મન આખી મુંબઈ સ્મશાન
મુંબઈમાં એક વખત શ્રીમદ્ ફરવા ગયા. સ્મશાનની જગા આવી ત્યારે તેમની સાથે હતા તે ભાઈને પૂછ્યું : આ શું છે?” તે ભાઈએ જવાબ આપ્યો : “સ્મશાન.” શ્રીમદે કહ્યું : “અમે તો આખી મુંબઈને સ્મશાન સમાન જોઈએ છીએ.” (જી.પૃ.૧૨૯) “સકળ જગત તે એઠવતુ , અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.” -આત્મસિદ્ધિ ગાથા-૧૪૦
અર્થ – “સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે.” ગાથા ૧૪૦ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૫૭)
Page #96
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૨૪
શ્રીમદ્ રાજચંદ્ર
વિ.સં. ૧૯૪૮
Page #97
--------------------------------------------------------------------------
________________
ભગવાન મહાવીરનો વરઘોડો
0 | | |T છે
gign
भी साराकुंचा साजनित
હ)
Page #98
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૩૩ શ્રીમદ્ રાજચંદ્ર
વિ.સં.૧૯૫૬ અંતરંગ અભુત આત્મદશાનું આલેખન સંવત ૧૯૫૨માં ભગવાન મહાવીરના જન્મ જયન્તિ દિવસે ઝવેરી બજારમાં વરઘોડો નીકળ્યો. તે પોતાની પેઢીની બહારથી પરમકૃપાળુદેવે નિહાળ્યો. તે જ દિવસે પોતાની અંતરંગ અદ્ભુત આત્મદશાનું આલેખન આત્માર્થી જીવોના કલ્યાણ અર્થે અંગત ડાયરીમાં શ્રીમદે કર્યું. તે લખાણની શરૂઆત નીચે પ્રમાણે :
મુંબઈ, ચૈત્ર સુદ ૧૩, ૧૯૫૨ જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ! તું તુષ્ટમાન થઈને પણ બીજાં શું આપવાનો હતો? હે કૃપાળુ!
તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે...ૐ શ્રી મહાવીર (અંગત)” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૯૯)
૮૮.
Page #99
--------------------------------------------------------------------------
________________
સહજાત્માસ્વરૂપ પરમગુરુ' મંત્રનો ઉભવ
રાળજ
- -
સ
-
સંવત ૧૯પરમાં ખંભાત નજીક આવેલ રાળજ ગામમાં શ્રીમદે એકાંત નિવૃત્તિ અર્થે નિવાસ કરેલ. ત્યાં મુમુક્ષુઓને બોઘ પણ મળતો હતો. તે જાણી શ્રી લઘુરાજસ્વામી (શ્રી લલ્લુજી મુનિ) ખંભાતથી ચાલતા ચાલતા રાળજની સીમ સુઘી આવી પહોંચ્યા. પછી એક માણસને મોકલી શ્રી અંબાલાલભાઈને બોલાવ્યા અને શ્રીમદુની આજ્ઞા મંગાવી.
જૈન મુનિઓ ચોમાસામાં વિહાર કરી બીજે ગામ જઈ ન શકે એવો આચાર છે તેથી જાણે શ્રીમદે અંબાલાલભાઈ મારફત કહેવડાવ્યું કે મુનિશ્રીના ચિત્તમાં અસંતોષ રહેતો હોય તો હું તેમની પાસે આવીને દર્શન કરાવું અને તેમના ચિત્તને વિષે શાંતિ રહે તો ભલે પાછા ચાલ્યા જાય?
““સીને વિષે પ્રીતિ, “સ” રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા,
એ જ નિરંતર સંભારવા યોગ્ય છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૮૨)
Page #100
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનું પાલન એ જ ધર્મ
“મારે આજ્ઞાનું પાલન થાય તેમ કરવું’ માટે હું પાછો ચાલ્યો જાઉં છું. એમ કહી ખેદ ખિન્ન થઈ આંખમાથી ઝરતી આંસુઘારા સાથે શ્રી લઘુરાજ સ્વામી ખંભાત પાછા ફર્યા; અને તે રાત્રિ પરાણે વ્યતીત કરી. બીજે દિવસે સવારે શ્રી અંબાલાલભાઈ, શ્રી સોભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈને રાળજથી શ્રીમદે ખંભાત મોકલ્યા.
મંત્ર મળતાં મહાશાંતિ
શ્રી સોભાગભાઈએ ઉપાશ્રયમાં આવી શ્રી લઘુરાજ સ્વામીને આશ્વાસનરૂપે કહ્યું કે “પરમકૃપાળુદેવ તમને સમાગમ કરાવશે અને આપને કહેવા યોગ્ય જે વાતો કહી છે તે આપને એકલાને જ જણાવવાની છે.” તેથી શ્રી અંબાલાલભાઈના ઘરે જઈ તે બન્ને એકાંતમાં બેઠા.
શ્રી સોભાગભાઈએ શ્રીમદે જણાવેલો મંત્ર કહી સંભળાવ્યો, અને પાંચ માળાઓ રોજ ફેરવવાની આજ્ઞા કરી છે, એમ જણાવ્યું. શ્રી લઘુરાજ સ્વામીને આથી ઘણો
સંતોષ થયો અને પરમકૃપાળુદેવનો “સત્સંગ એ આત્માનું પરમ હિતેષી ઔષઘ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૬)
સમાગમ થશે એમ જાણી ઘણો આનંદ થયો.
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્દુ રાળજથી રથમાં વડવા આગમન
VVIVA
A
“શ્રી લલ્લુજી મુનિના સમાગમને લીધે બીજાં પાંચ મુનિઓને પણ શ્રીમદ્ પ્રત્યે પ્રેમ જાગેલો; તેથી શ્રીમદ્ ખંભાત પાસે વડવા મુકામે પધારવાના ચોક્કસ સમાચાર મળતાં છયે મુનિઓ શ્રીમદ્ભી સામે ગયા.” (જી.પૃ.૧૪૨)
રાળજથી રથમાં બેસીને શ્રીમદ્ તથા શ્રી સોભાગભાઈ આવતા હતા. મુનિઓને દીઠા ત્યારે શ્રી સોભાગભાઈ રથમાંથી ઊતરી વડવાના મકાન સુધી મુનિઓ સાથે ચાલ્યા.” (જી.પૃ.૧૪૨)
Page #102
--------------------------------------------------------------------------
________________
સમાગમનો વિરહ અસહ્ય
વડવામાં શ્રીમદ્ સમીપે “શ્રી લલ્લુજી મુનિનું હૈયું ભરાઈ આવ્યું અને બોલ્યા, “હે નાથ! આપના ચરણકમળમાં મને નિશદિન રાખો. આ મુહપત્તી માટે જોઈતી નથી.' એમ કહી તેમણે શ્રીમદ્ભા આગળ મુહપરી નાખી અને આંખમાં અશ્રુ ઊભરાતાં ગદ્ગદ્ વાણીથી બોલ્યા : “મારાથી સમાગમનો વિરહ સહન થતો નથી.” (જી.પૃ.૧૮૨)
થN
“આ દ્રશ્ય જોઈ શ્રીમદ્ હૃદય પણ રડી પડ્યું, તેમની આંખમાંથી સતત અશ્રુપ્રવાહ વહેવા લાગ્યો; કેમે કર્યો અટકે નહીં. શ્રી લલ્લુજી સ્વામીના મનમાં પણ એમ આવ્યું કે મેં આ શું કર્યું? અહો! ભક્તવત્સલ ભગવાન, મારો અવિનય અપરાશ થયો હશે? હવે શું કરું? ઇત્યાદિ પશ્ચાત્તાપના વિચારમાં તે લીન થઈ ગયા... શ્રીમદે મુનિ શ્રી દેવકરણજીને કહ્યું : “આ મુહપત્તી શ્રી લલ્લુજીને આપો. હમણાં રાખો.” (જી.પૃ.૧૪૨) “જ્યારે (સપુરુષનું) ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી
એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૬૮)
Page #103
--------------------------------------------------------------------------
________________
છૂટવાના સ્થાને બંઘન થાય તે ભયંકર
વડવામાં પરમકૃપાળુદેવ વડની છાયા નીચે બિરાજમાન થયા હતા. ત્યાં મુનિઓ, ભાઈઓ તથા બહેનો બધાં બોધ શ્રવણ અર્થે આવ્યા હતા. જે જે પ્રશ્નો પૂછવા ઘારીને આવેલા તેમના પ્રશ્નોનુ સમાધાન વગર પૂછ્યું જ ઉપદેશમાં થઈ જતું હતું. સાહેબજીના મુખારવિંદમાંથી કુલાગ્રહના ત્યાગ સંબંઘીનો ઉપદેશ ચાલતો હતો.
ત્યાં એક ગટોરભાઈ નામની વ્યક્તિએ ઊભા થઈને આક્રોશ ભાવથી બન્ને હાથ લંબાવીને કહ્યું કે મુહપત્તી બાંધીને બોલવું જોઈએ. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે શાસ્ત્રમાં મુહપત્તીનું વિધાન છે પણ દોરો ચાલ્યો નથી, અર્થાત્ દોરા વડે તેને મોઢા આગળ બાંધી રાખવી તે વિધાન પ્રચલિત નથી. કષાયભાવયુક્ત શબ્દો બોલતાં ગટોરભાઈનું મોઢું, હાથ તેમજ પગ ધ્રૂજતા હતા.
થોડીવાર પછી સાહેબજીએ જણાવ્યું કે જે કાંઈ પણ કહેવું થાય તે ઘીરજથી કહેવું જોઈએ. જે સ્થાને મુક્ત થવાય તે જ સ્થાને જીવને બંધન થાય તો પછી બીજા કયા સ્થાને વિશ્રાંતિ લઈ શકાશે?
“જે જીવને અનંતાનુબંધીનો ઉદય છે તેને સાચા પુરુષની વાત સાંભળવી પણ ગમે નહીં.’” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૯૪) “જ્ઞાનીપુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર કહે છે.’” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૪૩)
૯૪
Page #104
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રી દેવકરણજી સ્વામી વગેરે ખંભાત પધાર્યા. વ્યાખ્યાનમાં એક વાર જ્ઞાનાવરણીયકર્મ સંબંધી વિસ્તારથી વર્ણન કરતાં તેનાં કેવાં માઠાં ફળ જીવે ભોગવવાં પડે છે તેનું વર્ણન કર્યું. તે સાંભળી ગટોરચંદ મોતીચંદ મુનિશ્રીને હાથ જોડી રોવા લાગ્યા અને બોલી ઊઠ્યા કે મારી તો ઘણી જ ભૂલ થઈ છે. સાહેબજી પ્રત્યે આક્ષેપો કરીને મેં તેમની ઘણી નિંદા કરી છે. તો હવે હું કેવા પ્રકારે છૂટી શકીશ ? ત્યારે મુનિશ્રીએ જણાવ્યું કે તેનો ખરા હૃદયથી પશ્ચાત્તાપ કરવો અને ભાઈશ્રી અંબાલાલભાઈ વગેરેના સમાગમમાં જવાનું રાખવું. ત્યાર પછી તેઓ શ્રી અંબાલાલભાઈ વગેરેના સમાગમમાં હમેશાં જતા
હતા.
“અયોગ્ય થયું હોય તો પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬)
પશ્ચાત્તાપવડે શુદ્ધિ
પરમકૃપાળુદેવ દરિયા તરફ ફરવા માટે પધાર્યા હતા. ત્યારે શ્રી અંબાલાલભાઈએ તેમને પૂછ્યું કે ઢુંઢક મતના આગ્રહી ગટોરભાઈ મોતીચંદ સભામાં આપની સમક્ષ કષાયભાવમાં આવી ઘણું જ બોલ્યા હતા. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે થોડા વખતમાં જ તે સત્ય માર્ગ પામી શકશે; માટે તમે સૌ કોઈ તેની નિંદા કરશો નહીં, મનમાં વિક્ષેપ રાખશો નહીં. તેને માટે એને ઘણો જ પશ્ચાત્તાપ થશે.
“જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન ક૨વામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.’’ શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૦૭)
૯૫
Page #105
--------------------------------------------------------------------------
________________
વડવા તીર્થની આગાહી
ETE TH Tી II
it TET ||
પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર સં. ૧૯૫રના ભાદરવા સુદ દસમના રોજ રાળજથી “વડવા” પધાર્યા હતા. (૧) તે સમયે પરમકૃપાળુદેવે આગાહી કરેલ કે આ સુવર્ણભૂમિ છે, અહીં ચંદ્રપ્રભસ્વામીની સ્થાપના થશે. તે જ જગ્યાએ
વર્તમાનમાં આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ નામનું વડવા તીર્થ બનેલ છે. જે મકાનની મેડી ઉપર શ્રીમદ્ રહેલા તે જ મકાનના ઉપરના ઓરડામાંની બારીમાંથી શ્રી અંબાલાલભાઈ આદિ મુમુક્ષુઓને સામેની ટેકરી તરફ અંગુલી નિર્દેશ કરીને પરમકૃપાળુદેવે જણાવ્યું કે “આ સુવર્ણભૂમિ છે, અહીં ચંદ્રપ્રભસ્વામીની સ્થાપના
થશે. (૩) જે મકાનની મેડી ઉપર શ્રીમદ્ રહેલા તે જ પતરાવાળી ઉપરની આ ઓરડી છે. જેના બાજુમાં અડીને જ પાણીની વાવ
આવેલી છે. તે સમયમાં આ વડવા સાવ નિર્જન સ્થાન હતું. “ઈડર અને વસોની શાંત જગ્યાઓ સંભારવાથી તદ્રુપ યાદ આવે છે. તેમજ ખંભાત પાસે વડવા ગામે સ્થિતિ થઈ હતી, ત્યાં વાવ પછી થોડી ઊંચી ભેખડ પાસે વાડથી આગળ ચાલતાં રસ્તો, પછી શાંત અને શીતળ
અવકાશની જગ્યા હતી. તે જગ્યાએ પોતે શાંત સમાધિસ્થ દશામાં બેઠેલા તે સ્થિતિ આજે પોતાને પાંચસો વાર સ્મૃતિમાં આવી છે. બીજાઓ પણ તે સમયે ત્યાં હતા. પણ બઘાને તેવી રીતે યાદ ન આવે.
કારણકે તે ક્ષયોપશમને આધીન છે. સ્થળ પર નિમિત્ત કારણ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૬૮)
૯૬
Page #106
--------------------------------------------------------------------------
________________
ઉપદેશ સાંભળવાની આતુરતા
શ્રી છોટાલાલ માણેકચદ જણાવે છે :
સં. ૧૯૫રના આસો માસમાં પરમકૃપાળુદેવ ખંભાત પધાર્યા ત્યારે મારા મકાનમાં ૧૮ દિવસ સ્થિરતા કરી હતી. સાહેબજી જે વખતે ઉપદેશ કરતા તે વખતે મારું મકાન શ્રોતાજનોથી ભરાઈ જતું. દરેક હૉલમાં લોકો બેઠેલા હોવાથી પગ મૂકવા જેટલી જગ્યા પણ રહેતી નહીં. તેથી ઘણા લોકો મકાનની બહાર નીચે ઊભા ઊભા ઉપદેશ સાંભળતા હતા. પૂછવા ઘારીને આવેલા સર્વનું સમાઘાન ઉપદેશમાં જ થઈ જતું. જેથી લોકો આશ્ચર્ય સહિત આનંદ પામી વિચારતા કે જાણે આપણા મનના ભાવો તેઓશ્રીના જાણવામાં આવી ગયા ન હોય! “ઉપદેશની આકાંક્ષા રહ્યા કરે છે, તેવી આકાંક્ષા મુમુક્ષજીવને હિતકારી છે, જાગૃતિનો વિશેષ હેતુ છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૯૮)
Page #107
--------------------------------------------------------------------------
________________
મૂળ મારગ સાંભળો જિનનો રે
“કોઈ સાધુએ મહિનો ઉપવાસ કર્યા હતા. કૃપાળુદેવ તે વખતે આણંદ હતા. તે સાધુને વાંદવા ઘણા લોકો આણંદ થઈને ખંભાત જતા હતા. કૃપાળુદેવે તે વખતે આ ‘મૂળમાર્ગ’' રચ્યો અને કહ્યું કે મૂળમાર્ગ તો આ છે અને તમે માનો છો એ તો કુળમાર્ગ છે.’’ - (બો.૨ પૃ.૩૩)
આણંદ
એ વિષે શ્રી પોપટલાલ ગુલાબચંદ ખંભાતવાળા જણાવે છે : જે વખતે આણંદમાં સ્ટેશન સામે આવેલ પ્રેમચંદ મોતીચંદની ધર્મશાળામાં કૃપાળુદેવ બિરાજમાન હતા ત્યારે મારા ભાઈ નગીનદાસને તેઓશ્રીએ કહ્યું કે લો આ ‘મૂળમાર્ગ’, તમારા મામાને આપજો અને કહેજો કે જૈનમાર્ગ આ પ્રમાણે છે એમ કહી તેના વિસ્તારથી અર્થ પ્રકાશ્યા હતા.
મૂળ માં રંગ સાંત્વળો જિયો રે, ૬રી વૃત્તિ અખંડ ભુખ;
भूज मारग सालको विमनोरे
૯૮
નોખું ગૂંજાીની જે કામળારે નોખો વ્હાલું અંતર જાદુઃખ મૂળારંગ સાંતળો જિનનોરે
Page #108
--------------------------------------------------------------------------
________________
તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાખવાના છે
ખંભાતના શ્રી પોપટલાલ ગુલાબચંદ જણાવે છે :
પરમકૃપાળુદેવ આણંદ ધર્મશાળામાં બોથ દેતા હતા ત્યારે સાણંદના ભાઈ મોતીભાઈ દર્શનાર્થે આવ્યા હતા. તેમણે ચૌદ પ્રશ્નો પૂછવા ધારેલ, તેનો ઉતારો તેમની પાઘડીમાં ખોસેલ હતો. તેમના વગર પૂજ્યે ચૌદેય પ્રશ્નનો ખુલાસો પરમકૃપાળુદેવે બોધમાં કર્યો હતો જેથી તેઓ ઊભા થઈ પરમકૃપાળુદેવ પ્રત્યે હાથ જોડી બોલવા લાગ્યાં કે આપ તો પ્રભુ છો વગેરે ઘણી જ સ્તવના કરી હતી. ત્યારબાદ તેઓ બેઠા હતા. પણ મનમાં એવો વિચાર આવ્યો કે આ પુરુષ ગૃહસ્થાવાસમાં છે માટે નમસ્કાર કેમ થાય ? એવું એમના મનમાં આવતાં જ પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમારા નમસ્કાર અમારે જોઈતાં નથી. તેનો કાંઈ પણ પૈસો ઊપજતો નથી, તેમ અમારે કાંઈ પુજાવું-મનાવું નથી. તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાખવાના છે વગેરે ઘણો બોધ કર્યો હતો. “આખા જગતના શિષ્ય થવારૂપ દૃષ્ટિ જેણે વેદી નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી.’’ શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૮)
૯૯
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું મંગળ સર્જન
WIL
કૃપાળુદેવ સં.૧૯૫રમાં ખંભાત પઘાર્યા ત્યારે શ્રી સોભાગભાઈ પણ ત્યાં આવેલા, ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીની પ્રેરણાથી શ્રી સોભાગભાઈએ કૃપાળુદેવને વિનંતી કરી કે આ છ પદનો પત્ર યાદ નથી રહેતો માટે કંઈક ગાવાનું હોય તો મોઢે થાય. એ ૦ વીસેક દિવસ થયા બાદ કૃપાળુદેવે કલાક દોઢ કલાકમાં ૧૪૨ ગાથાની આ આત્મસિદ્ધિ નડિયાદ મુકામે રચી.” (બો-૨ પૃ.૩૦૬)
નડિયાદમાં “એક દિવસે શ્રીમદ્ બહાર ફરવા ગયા હતા ત્યાંથી બંગલે પાછા આવ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી; ફાનસ મંગાવી શ્રીમદ્ લખવા બેઠા અને શ્રી અંબાલાલભાઈ ફાનસ ઘરી ઊભા રહ્યા. કલમ ચાલી તે ચાલી. એકસો બેતાળીસ ગાથાઓ પૂરી થઈ રહી ત્યાં સુધી શ્રી અંબાલાલભાઈ હાથમાં ફાનસ ઘરી દીવીની પેઠે ઊભા રહ્યા.” (જી.પૃ.૧૯૧)
“શરદ પૂર્ણિમાને દિવસે જે મેઘબિંદુ છીપમાં પડે તે મોતીરૂપે થાય છે એમ કહેવાય છે, તેમ આ વિનંતી એવા વખતે અને એવા પુરુષ દ્વારા થઈ કે તે શ્રીમદ્ભા દિલમાં આત્મસિદ્ધિરૂપી અમૂલ્ય મોતી ઉત્પન્ન કરવા સમર્થ થઈ. તથા સં. ૧૯૫૨ની શરદપૂર્ણિમાને બીજે દિવસે મુક્તિમાર્ગના પ્રવાસી શ્રીમદ્ રાજચંદ્ર જે આત્મસ્વરૂપનું નિરંતર પ્રગટપણે પોતાને વેદન હતું તે આબાલવૃદ્ધ સમજે તેવી સરળ ભાષામાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર દ્વારા પદ્યરૂપે પ્રગટ કર્યું.” (જી.પૃ.૧૯૨)
૧૦૦
Page #110
--------------------------------------------------------------------------
________________
ખા જ ન
વુિં.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું માહાભ્યા (પરમકૃપાળુદેવ, પ.પૂ.પ્રભુશ્રીજી અને પૂ.શ્રી બ્રહ્મચારીજીના શબ્દોમાં)
+ +1 મન ને
મન ને ઉના, ૫૯ તે પ - મું - સ્ત્રી
1
અનંત, અમ 1
:
“આત્મસિદ્ધિશાસ્ત્ર” વિશેષ વિચારવા યોગ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૬૦)
“આત્મસિદ્ધિ” ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૦૪)
“આત્મસિદ્ધિ” ગ્રંથ તમારી પાસે રાખશો. ત્રંબક અને મણિને વિચારવાની ઇચ્છા હોય તો વિચારશો; પણ તે પહેલાં કેટલાંક વચનો અને સગ્રંથો વિચારવાનું બનશે તો આત્મસિદ્ધિ બળવાન ઉપકારનો હેતુ થશે, એમ લાગે છે. - શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૦૬)
“આત્મસિદ્ધિ” મળી કે બધું મળ્યું, કંઈ બાકી નથી. (ઉ.પૃ.૪૫૨) “આત્મસિદ્ધિ” કંઈ જેવી તેવી છે? એકેક ગાથા વિચારે તો કામ કાઢી નાખે. (ઉ.પૂ.૪૭૫)
“આત્મસિદ્ધિ” ચમત્કારિક છે, લબ્ધિઓથી ભરેલી છે. મંત્ર સમાન છે. માહાસ્ય સમજાયું નથી. છતાં દરરોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે તેમ છે. (ઉ.પૃ. ૩૬૮)
શ્રી આત્મસિદ્ધિ” માં આત્મા ગાયો છે. તેમાં કોઈ ઘર્મની નિંદા નથી. સર્વ ઘર્મ માનનારને વિચારવા યોગ્ય છે. આપણે પણ આત્મા ઓળખવો હોય તો તેનો વારંવાર વિચાર કરવા યોગ્ય છે. ચૌદ પૂર્વનો સાર તેમાં છે. (ઉ.પૃ.૧૦૨).
“આત્મસિદ્ધિ મોતીના હાર જેવી છે. ભાવથી ભણે તો કોટી કર્મ ખપી જાય. (બો-૧ પૃ.૨૩) રોજ “આત્મસિદ્ધિ” બોલવી. આત્મસિદ્ધિ રોજ વિચારાય તો આ દેહમાં આત્મા રહ્યો છે તે સમજાય. (બો.૧ પૃ. ૨૮૬) “આત્મસિદ્ધિ” અને “મોક્ષમાળા” એ બેમાં કૃપાળુદેવે જે કહેવાનું હતું તે બધું કહી દીધું છે. બો.૧ પૃ.૩૦),
“આ કાળના જીવોનું આયુષ્ય ઓછું એટલે બધાં શાસ્ત્રોનો સાર ટૂંકામાં કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં ઉતારી દીધો છે. (બો.૧ પૃ.૨૭૦)
“આત્મસિદ્ધિ માં બઘાં શાસ્ત્રોનો સાર છે. અપૂર્વ ગ્રંથ છે. આ કાળમાં પરમાત્મદશા પામીને કૃપાળુદેવે આ ગ્રંથ રચ્યો છે. એમાં છ દર્શનનો સમાવેશ છે. (બો.૧ પૃ.૧૨૬)
“આત્મસિદ્ધિ” ચમત્કારી વસ્તુ છે. બઘાથી ઉઠાવી આત્મા ઉપર લાવી મૂકે એવી આત્મસિદ્ધિ છે.” (બો.૨ પૃ.૩૧૧).
“આત્મસિદ્ધિ” માંથી મારે આત્મા પ્રગટ કરવાનો છે એવો લક્ષ રાખે તો ઘણું કામ થાય એવું છે. ખરા સુખનો માર્ગ બતાવ્યો છે. (બો.૨ પૃ.૩૦૮)
“મોક્ષમાળા” જેમ ઘર્મની જિજ્ઞાસા ઉત્પન્ન કરાવવાના હેતુથી લખાઈ છે તેમ “આત્મસિદ્ધિશાસ્ત્ર” આત્માનો નિર્ણય કરાવી આત્મજ્ઞાન પ્રગટાવવાના ઉત્તમ હેતુથી લખાઈ છે. (જી.પૃ.૧૯૪)
ચૌદ પૂર્વનું મધ્યનું- સાતમું પૂર્વ “કાત્મપ્રવા' નામે છે. તે સર્વ પૂર્વના સારરૂપ “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર”ની રચના, આત્મસ્વરૂપનો અનુભવ કરીને શ્રીમદે સુગમ રીતે મધ્યસ્થપણે કરી છે. (જી.પૃ.૨૧૧)
“આત્મસિદ્ધિશાસ્ત્ર” માત્ર ગાવાનું જ નથી, પણ વિચારવાનું છે. આત્માર્થીના લક્ષણો કહ્યાં, પછી એમાં છ પદની વાત શરૂ થાય છે. પહેલાં શિષ્ય શંકા કરે છે કે “આત્મા નથી' પાછું સદ્ગુરુ તેનું “આત્મા છે' એમ સમાઘાન કરે છે. એવી રીતે આ છ પદ શંકાસમાઘાનરૂપે સમજાવ્યા છે. આ કાળમાં ઘણાં શાસ્ત્રો છે, પણ “આત
છે. આ કાળમાં ઘણાં શાસ્ત્રો છે, પણ “આત્મસિદ્ધિ” જેવું સરળ ભાષામાં કૃપાળુદેવે લખ્યું છે તેવું કોઈ શાસ્ત્ર નથી. (બો.૨ પૃ.૩૦૭)
૧૦૧
Page #111
--------------------------------------------------------------------------
________________
સેવાભાવી શ્રી અંબાલાલભાઈ
સંવત ૧૯૫૪માં બીજી વાર શ્રીમદ્ કાવિઠા પધાર્યા ત્યારે પણ તેમનો ઉતારો શ્રી ઝવેરચંદ શેઠના ડેલામાં મેડા ઉપર હતો. શ્રીમદ્ દરરોજ સવાર, બપોર તથા રાત્રે ઉપદેશ આપતા હતા. “દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ
એક ભવમાં ટાળવા છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૧)
અવસરે અવસરે એકાદ માઈલ દૂર ગામ બહાર જઈ ઝાડ નીચે કે તલાવડીના કાંઠે શ્રીમદ્ ધ્યાનમાં બેસતા હતા.
તેમની રસોઈ આ વખતે શ્રી અંબાલાલભાઈ બનાવતા હતા. શ્રી અંબાલાલભાઈ શ્રીમદ્ભી રસોઈ બનાવતા તે મકાન શ્રીમદ્ભા ઉતારાના ડેલાથી થોડું દૂર હતું. છતાં પણ શ્રીમદ્દ જે ઉપદેશ આપે તે રસોઈ કરતાં કરતાં તેમને સ્મૃતિમાં આવતો હતો અને બીજે દિવસે પણ તે ઉપદેશ તેઓ લખી લાવી શકતા હતા. એવી તેમને લબ્ધિ પ્રગટી હતી. શ્રીમદ્ શ્રી અંબાલાલભાઈ સમયસર ઉપયોગપૂર્વક જમાડી સેવાનો લાભ લેતા હતા.
સેવાથી સગુરુકૃપા, (સ૬)ગુરુકૃપાથી જ્ઞાન; જ્ઞાન હિમાલય સબ ગળે, શેષે સ્વરૂપ નિર્વાણ.
(ઉ.પૃ.૩૭)
૧૦૨
Page #112
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભા દર્શન સમાગમની અભિલાષા
ખંભાતથી શ્રી અંબાલાલભાઈ, શ્રી ગાંડાભાઈ તથા શ્રી સબૂરભાઈ પરમકૃપાળુદેવના દર્શનાર્થે અમદાવાદ સ્ટેશન ઉપર મળવા આવ્યા હતા. સાહેબજી કલોલ તરફથી ટ્રેનમાંથી પઘાર્યા. સ્ટેશન ઉપરથી સાહેબજી માટે ચા તથા ફૂટ લાવ્યા હતા. તે પર દ્રષ્ટિપાત કરી સાહેબજીએ જણાવ્યું કે અમારે આ વાપરવા મરજી નથી.
શ્રી અંબાલાભાઈને વિકલ્પ થયો કે શું આ ચા હોટલની હતી માટે ન વાપરી હોય? તથા ફુટ તપાસી જોયું તો તેમાં પણ બગાડનો ભાગ જોવામાં આવ્યો તથા ચાખવા પરથી જણાયું કે ક્રુટમાં પણ ખટાશ વ્યાપી ગઈ હતી.
પરમકૃપાળુદેવની સાથે અમે ત્રણેય ટ્રેનમાં બેઠા. રસ્તામાં સાહેબજીએ શ્રી અંબાલાલભાઈને પૂછ્યું– ચા તથા ફુટ વાપરવા માટે અમોએ ના જણાવી તે બાબત તમોએ શા વિચારો ઘડ્યા છે? ત્યારે શ્રી અંબાલાલભાઈએ કહ્યું કે આપનાથી કાંઈ અજાણ્યું નથી. પછી પરમકૃપાળુદેવે જણાવ્યું તમારું અનુમાન સાચું છે, એ જ કારણથી અમોએ ના જણાવી હતી.
આણંદ સ્ટેશન આવ્યું ત્યારે શ્રી ગાંડાભાઈ અને શ્રી સબુરભાઈ નીચે ઊતર્યા તથા ભાઈ શ્રી અંબાલાલભાઈ ભરૂચ સુધી ટ્રેનમાં પરમકૃપાળુદેવની સાથે સમાગમ અર્થે ગયા હતા. ત્યાંથી આણંદ પાછા ફર્યા હતા. સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો,
અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે.” -પ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૩૨)
૧૦૩
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભો વૈરાગ્યમય અભુત ઉપદેશ
કાવિઠામાં ગામ બહાર પરમકૃપાળુદેવ ઝાડ નીચે બિરાજમાન થયા ત્યારે મુમુક્ષુ ભાઈઓ પણ સાહેબજીની સન્મુખ આવી બેઠા. તે સમયે વૈરાગ્ય સંબંધી એવો અદ્ભુત ઉપદેશ ચાલ્યો કે તે સાંભળી મુમુક્ષુ ભાઈઓના નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યા
હતા.
“વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ
ભોમિયો છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૯૬)
તે વખતે એક ગાંડા જેવો માણસ દૂરથી બીભત્સ શબ્દોમાં બકવાસ કરતો આવતો હતો. તે તરફ કેટલાક ભાઈઓનો ઉપયોગ ગયો. પણ જ્યારે તે ગાંડો માણસ સાહેબજીની સમીપમાં આવી પહોંચ્યો કે તદ્દન શાંત બની ગયો અને પરમકૃપાળુદેવને નમસ્કાર કરવા લાગ્યો હતો.
૧૦૪
Page #114
--------------------------------------------------------------------------
________________
સહજ કારણમાં આટલાં ફૂલ ન તોડીએ
૩)
3
શ્રી વ્રજદાસ ગંગાદાસ પટેલ જણાવે છે :
એકવાર સાહેબજી કાવિઠા ગામ બહાર આંબાના ઝાડ નીચે મુમુક્ષુઓ સાથે બિરાજ્યા હતા. ત્યારે હું પણ હાજર હતો. ત્યાંથી સાહેબજી દિશાએ પધાર્યા. ત્યારે આંબાની બાજુમાં જ એક પાટીદાર ભાઈનું ખેતર હતું. તે ભાઈ ત્યાંથી બીજે ગામ જતા હતા, પણ બધાને બેઠેલા જોઈ, પોતાના ખેતરમાંથી ફૂલ તોડી લાવી સાહેબજીના આસને મૂકી પછવાડે બેસી ગયા.
૧)
જ્યારે સાહેબજી પધાર્યા ત્યારે સાયલાવાળા લહેરાભાઈએ સાહેબજીને આંગળીના ઈશારાથી બતાવી જણાવ્યું કે આ ભાઈએ ફૂલ મૂક્યાં છે. ત્યારે સાહેબજીએ તે ભાઈને જણાવ્યું કે, સહજ કારણમાં આટલાં બધા ફૂલ ન તોડીએ. વળી પૂછ્યું કે તમારું નામ શામળદાસ છે ? તમારા પિતાનું નામ રામદાસ છે? ત્યારે તે ભાઈએ કહ્યું : હાજી.
૨)
સાહેબજીએ ફરી જણાવ્યું કે તમો તમારી દીકરી હીરાના મંદવાડના ખબર જોવા જાઓ છો ? તે ભાઈએ કહ્યું : હાજી. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ખેદ રાખશો નહીં, ઘીરજથી જજો; તેને આવતીકાલે સવારે આરામ થઈ જશે. આ સાંભળી વારંવાર તેઓ નમસ્કાર કરવા લાગ્યા ત્યારે સાહેબજીએ હાથના ઈશારાથી અટકાવવા જણાવ્યું હતું.
પછી સવારે શામળદાસ દીકરીના સાસરે શિહોલ ગયા ત્યારે આરામ થઈ ગયો હતો.
“પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.”
૧૦૫
Page #115
--------------------------------------------------------------------------
________________
અમે અમારી શોધ કરીએ છીએ
ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયો? એકવાર શ્રી ઝવેરચંદ શેઠને મેડે પ્રાગજીભાઈ જેઠાભાઈએ કૃપાળુદેવનો બોધ સાંભળી કહ્યું કે ભક્તિ તો ઘણીયે કરવી છે પણ પેટ ભગવાને આપ્યું છે તે ખાવાનું માગે છે, તેનું શું કરવું? ત્યારે કૃપાળુદેવે કહ્યું : “તમારા પેટને અમે જવાબ દઈએ તો ?’’ એમ કહી ઝવેરચંદશેઠને કૃપાળુદેવે જણાવ્યું કે તમો જે ભોજન કરતા હો, તે તેમને બે વખત આપજો ને પાણીની મટકી આપજો; અપાસરાના મેડા ઉપર બેસી એ ભક્તિ ક૨શે. પણ શરત એટલી કે નીચે કોઈનો વરઘોડો જતો હોય અથવા બૈરાં ગીત ગાતાં જતાં હોય તે જોવું નહીં, સંસારની વાતો કરવી નહીં; કોઈ ભક્તિ કરવા આવે તો ભલે આવે, પણ બીજી કંઈ વાતચીત કરવી નહીં કે સાંભળવી નહીં. ત્યારે પ્રાગજીભાઈ બોલ્યા : પ્રમાણે તો અમારાથી રહેવાય નહીં. એટલે કૃપાળુદેવે કહ્યું કે આ જીવને ભક્તિ કરવી નથી એટલે પેટ આગળ ઘરે છે. પણ ભક્તિ કરતાં કોણ ભૂખે મરી ગયો ? જીવ આમ છેતરાય છે.
“પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ઘેરુંઘર માર્ગ મને લાગ્યો છે.’” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૩૫)
૧૦૬
શ્રી શંકરભાઈ અજુભાઈ જણાવે છે :
એક દિવસ સાહેબજી ફરવા માટે પધાર્યા. તેમની સાથે બીજા મુમુક્ષુભાઈઓ પણ હતા. સાહેબજી નીચી દૃષ્ટિએ ઘીર ગંભીર ગતિથી ચાલતા હતા. કેટલેક દૂર ગયા બાદ એક બાઈ ઘાસનો ભારો માથે લઈને સામેથી આવતી જણાઈ. તે બાઈ એમ બોલતી હતી કે આ વાણિયાઓ રોજ જુદા જુદા ઠેકાણે ફર્યા કરે છે. કોણ જાણે તેમનું શું ખોવાઈ ગયું હશે કે શોધ્યા કરે છે. આ પ્રમાણે બાઈનું બોલવું સાંભળી સાહેબજીએ તેને જણાવ્યું કે બહેન, અમે અમારી શોધ કરીએ છીએ.
“જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સત્સુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. પોતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૬૨)
Page #116
--------------------------------------------------------------------------
________________
બાળકોને દૃષ્ટાંત દ્વારા ઉપદેશ
શ્રી શંકરભાઈ અજુભાઈ જણાવે છે ઃ એક વખત કાવિઠાના નિશાળિયા કૃપાળુદેવની પાછળ વગડામાં આવ્યા. ત્યારે કૃપાળુદેવે તેમને પૂછ્યું : છોકરાઓ ! તમારા એક હાથમાં છાસનો લોટો હોય અને બીજા હાથમાં ઘીનો લોટો હોય અને માર્ગે જતાં કોઈનો ઘક્કો વાગે તો કયો લોટો સાચવો ? એક છોકરાએ કહ્યું ઘીનો લોટો. કેમ, તો કે છાસ તો કોઈ ભરી આપે પણ ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં. તે ઉપરથી કૃપાળુદેવે સાર સમજાવ્યો કે ઘીના જેવો મૂલ્યવાન આત્મા છે તેને સાચવવો અને આપત્તિ આવ્યે છાસ જેવા દેહને જતો કરવો. પછી કૃપાળુદેવે કહ્યું : તમે તરવાર જોઈ છે ? બાળકો કહે હા. ત્યારે કૃપાળુદેવે કહ્યું : તે મ્યાનથી જુદી છે તેમ ત૨વા૨ જેવો આત્મા, ઉપરથી મ્યાનની જેમ શરીરરૂપે દેખાવા છતાં પણ, તે મ્યાનથી તરવારની જેમ જુદો છે એમ જાણવું. ફરી કૃપાળુદેવે પૂછ્યું : બાળકો ! તમોએ બકરી દીઠી છે ? હા, રબારીને ત્યાં છે. ઠીક ત્યારે, તમોએ પાડો જોયો છે ? હા, ભેસ જેવો હોય. પછી કૃપાળુદેવે જણાવ્યું કે બકરી તળાવે પાણી પીવા જાય તે બિચારી કાંઠા ઉપર ઊભી રહીને પાણી પી આવે. જ્યારે પાડો પાણી પીધા વિના આવે. છોકરાઓએ કહ્યું એમ કેમ ? ત્યારે કૃપાળુદેવે બોધરૂપે જણાવ્યું કે પાડો તળાવમાં જઈ પાણીને ડોળી નાખે છે. તેથી પી શકતો નથી. તેમ કેટલાક જીવો જ્ઞાનીપુરુષ પાસે જઈ પોતાનું ડહાપણ ડોળે છે, તેથી પોતે પામી શકતા નથી અને બીજાને અંતરાયરૂપ થાય છે, તે પાડાની માફક સમજવા. અને જે જીવો સરળભાવે શ્રવણ કરી બોધ પામે તે બકરીની માફક પાણી પીનાર સમજવા.
આમ પરમકૃપાળુદેવે આત્મા સર્વમાં સારરૂપ છે, તે દેહથી ભિન્ન છે, અને જ્ઞાનીપુરુષ કહે તેમ પોતાનું ડહાપણ-સ્વચ્છંદ મૂકી તેમની આજ્ઞા ઉઠાવવામાં જીવનું કલ્યાણ છે, તે દૃષ્ટાંતો વડે બાળકો સમજી શકે તેમ જણાવ્યું હતું.
“દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૦૦)
૧૦૭
Page #117
--------------------------------------------------------------------------
________________
માતાજી, રજા આપો તો સાઘુ થવું છે
કૃપાળુદેવે માતાજીને કહ્યું: “માતાજી અમને તમો રજા આપો તો જંગલમાં જઈને સાધુ થવું છે.” માતાજીએ કહ્યું, “ભાઈ, અમે તમને રજા કેમ આપીએ ? કાંઈ સાધુ થઈ જવાય? ભાઈ, તું એવું કેમ કહે છે?” માતાજીના આંખમાંથી આંસુ પડ્યાં. પછી કૃપાળુદેવે કહ્યું કે મા, જીવતો જોગી.. કોઈ દિવસ તેનું મોઢું જોવા તમને મળશે ને તમારાં બારણે આવશે. પછી કોઈ રાજાનું કૃપાળુદેવે દ્રષ્ટાંત આપ્યું. માતાજીની આંખમાંથી આંસુની ઘારા વહેવા લાગી. પછી કૃપાળુદેવે કહ્યું કે મા, તમને જેમ ઠીક લાગે તેમ, હવે હું બોલીશ નહીં. તમારે દુઃખ ન લગાડવું.” (અ.પૃ.૫૭) “અમે ઘારીએ છીએ તેમ સર્વસંગપરિત્યાગાદિ થાય તો હજારો માણસ મૂળમાર્ગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદ્ગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૧૮)
નિવૃત્ત સ્થળે આત્મસાધના
“શ્રીમદ્ વર્ષમાં કેટલાક મહિનાઓ તો મુંબઈ છોડી ચાલ્યા જતા અને પોતાની પેઢીએ કહી જતા કે જ્યાં સુધી પોતે લખે નહીં, ત્યાં સુધી કોઈએ તેમની સાથે પત્રવ્યવહાર પણ ચલાવવો નહીં. ગુજરાતનાં વનોમાં તેઓ એકાંતવાસ ગાળતા. અને ત્યાં રહી ચિંતવન અને યોગમાં દહાડા અને અઠવાડિયાં વ્યતીત કરતા.” (જી.પૃ.૧૬૦)
આમ વ્યાપારથી અનેકવાર નિવૃત્તિ મેળવી કાવિઠા, ઈડર, ખંભાત, વડવા, રાળજ, ઉત્તરસંડા, વસો આદિ સ્થળોએ નિવાસ કરી પ્રબળ આત્મપુરુષાર્થવડે પોતાનું પરમાત્મ સ્વરૂપ પ્રગટ કર્યું હતું.
“દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે; અને એમ જ છે, જરૂર એમ જ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૧૯)
“પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૮૮) “અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં
અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૫૪)
૧૦૮
Page #118
--------------------------------------------------------------------------
________________
૧
લીલોતરી ઓછી કરી ભગવાનને ભક્તિભાવે
เว
પુષ્પ
ચઢાવે
AAA GAYAK
૧)
વસોના ચરામાં એક રાયણના વૃક્ષ નીચે પરમકૃપાળુદેવ પ.પૂ.પ્રભુશ્રીજી આદિ મુનિઓ સહિત બિરાજ્યાં. ત્યાં રસ્તેથી જતાં એક માળીને સ્વાભાવિક પ્રેમ આવવાથી પુષ્પો પરમકૃપાળુદેવ આગળ મૂક્યાં. મુમુક્ષુ મૂળજીભાઈએ પણ તેના ભાવ જોઈ એક આનો આપ્યો.
“પછી પરમકૃપાળુએ તે પુષ્પોમાંથી એક પુષ્પ લઈ કહ્યું કે જે શ્રાવકે સર્વથા લીલોતરી ખાવાનો ત્યાગ કર્યો હોય તે ભગવાનને પુષ્પ ચડાવી શકે નહીં; પણ જેણે લીલોતરીનો ત્યાગ કર્યો નથી એ પોતાના ખાવામાંથી લીલોતરી કમી કરી ભગવાનને ભક્તિભાવે પુષ્પ ચડાવે, અને મુનિને પુષ્પ ચડાવવાનો સર્વથા ત્યાગ હોય છે. તેમજ પુષ્પ ચડાવવા મુનિ ઉપદેશ પણ આપી શકે નહીં, એવું પૂર્વાચાર્યો કહી ગયા છે.’’ (જી.પૃ.૨૧૯)
૧૦૯
જિન પ્રતિમાનું પ્રબળ અવલંબન
૨) “પુષ્પ સંબંઘી આ ખુલાસો કર્યા પછી પ્રતિમાજી સંબંઘી પોતે જણાવ્યું કે સ્થાનકવાસીના એક સાધુ ઘણા વિદ્વાન હતા, તેઓ એક વખત વનમાં વિહાર કરીને જતા હતા ત્યાં એક જિન દેરાસર આવ્યું; તેમાં વિશ્રાંતિ લેવા પ્રવેશ કર્યો તો સામે જિનપ્રતિમા દીઠી, તેથી તેની વૃત્તિ શાંત થઈ અને મનમાં ઉલ્લાસ થયો. શાંત એવી જિન પ્રતિમા સત્ય છે એવું તેમના મનમાં થયું.'' (જી.પૃ.૨૧૯)
“પ્રતિમાપ્રતિપક્ષ-સંપ્રદાય જૈનમાં જ ઊભો થયો. ધ્યાનનું કાર્ય, સ્વરૂપનું કારણ એવી જિનપ્રતિમા પ્રતિ લાખો દૃષ્ટિવિમુખ થયા. વીતરાગશાસ્ત્ર કલ્પિત અર્થથી વિરાધાયાં, કેટલાંક તો સમૂળગાં ખંડાયાં. આમ આ છસો વરસના અંતરાળમાં વીતરાગમાર્ગરક્ષક બીજા હેમચંદ્રાચાર્યની જરૂર હતી.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૬૫)
Page #119
--------------------------------------------------------------------------
________________
મુનિનો ઘર્મ - સ્વાધ્યાય અને ધ્યાન
“એક દિવસે વસોના વનમાં વાવ પાસે શ્રીમદ્ મુનિઓ સાથે વાત કરતા બેઠા હતા. શ્રી ચતુરલાલજી મુનિ તરફ જોઈને શ્રીમદે પૂછ્યું તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધીમાં શું કર્યું?”
શ્રી ચતુરલાલજીએ કહ્યું: “સવારે ચાનું પાત્ર ભરી લાવીએ છીએ તે પીએ છીએ; તે પછી છીંકણી વહોરી લાવીએ છીએ, તે સુંઘીએ છીએ; પછી આહારના વખતે આહારપાણી વહોરી લાવીએ છીએ, તે આહારપાણી કર્યા પછી સૂઈ રહીએ છીએ; સાંજે પ્રતિક્રમણ કરીએ છીએ અને રાત્રે સુઈ રહીએ છીએ.”
શ્રીમદ વિનોદમાં કહ્યું : “ચા અને છીંકણી વહોરી લાવવી અને આહારપાણી કરી સૂઈ રહેવું તેનું નામ દર્શન, જ્ઞાન, ચારિત્ર?”
પછી આત્મજાગૃતિ અર્થે બોઘ આપી શ્રી લલ્લુજીને ભલામણ કરતાં કહ્યું : “મુનિઓનો પ્રમાદ છોડાવી, ભણવા તથા વાંચવામાં, સ્વાધ્યાય ધ્યાન કરવામાં કાળ વ્યતીત કરાવવો અને તમારે સર્વેએ એક વખત દિવસમાં આહાર કરવો; ચા તથા છીંકણી વિના કારણે હંમેશાં લાવવી નહીં, તમારે સંસ્કૃતનો અભ્યાસ કરવો.” (જી.પૃ.૨૨૨)
આજ્ઞાના આરાઘનવડે ભવમુક્તિ
“પૂ. ચતુરલાલજી મુનિ વસોમાં માળા ફેરવતા હતા, ત્યાં પરમકૃપાળુદેવ આવી ચઢ્યા અને પૂછ્યું- મુનિ, શું કરો છો?” તો કહે, “માળા ફેરવું છું.” ફરી પૂછ્યું - “શાની?” તો કહે - “ખાઉં ખાઉં થયા કરે છે તેની.” પરંતુ તે પવિત્ર વાતાવરણમાં વિચાર સ્ફર્યો તે તેમણે જણાવ્યો કે “હે પ્રભુ! આવી વૃત્તિમાં મારો દેહ છૂટી જાય તો શી વલે થાય? ક્યાં રખડું?” પરમકૃપાળુદેવે કહ્યું - “મુનિ, અમારી આજ્ઞા ઉઠાવતાં દેહ છૂટી જશે, તો ગમે તે ગતિમાંથી તમને તાણી લાવીશું. અમે તમારા દેહના સ્વામી નથી, આત્માના છીએ.” (બો.૩ પૃ.૪૫૨)
“જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૧૧) “જ્ઞાનીની એક આજ્ઞા આરાઘતાં અનેકવિઘ કલ્યાણ છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૬૯)
૧૧૦
Page #120
--------------------------------------------------------------------------
________________
સાંજથી સવાર સુધી અપૂર્વ બોધવાર્તા
પ.પૂ.પ્રભુશ્રીજી જણાવે છે : “એક રાત્રિએ બહાર ગામના મુમુક્ષુઓ ઘણા આવેલા હતા. તે સર્વને સમી સાંજથી ઊભા રહેવાની આજ્ઞા પરમકૃપાળુદેવે કરી, તેથી તે બધા હાથ જોડી સામા ઊભા રહ્યા અને અખંડ આખી રાત સવાર થતાં સુધી અપૂર્વબોધ ધારા વરસી. સવારના સૂર્યોદય થયા પછી કેટલાક મુમુક્ષુઓ ઉપાશ્રયમાં આવ્યા, તેઓની મુખાકૃતિ જોતાં કોઈ સ્વર્ગમાંથી ઉત્તમ દેવો ઊતરી આવ્યા હોય તેવી ઉપશમની છાયા દેખાઈ. તેથી અમારા આત્મામાં ઘણો જ પ્રમોદ થયો અને આવા અપૂર્વબોધના પ્રસંગે અમને અંતરાય રહેવાથી પશ્ચાત્તાપ પણ થયો. અંતરાયનું કારણ બાહ્યવેશવ્યવહાર હતું.”
ત્યાં શ્રી સુખલાલભાઈ છગનભાઈ વીરમગામવાળાએ ઊભા ઊભા પ્રશ્ન કર્યો કે હે પ્રભુ ! મને નિદ્રા બહુ હેરાન કરે છે તે કેમ ટળે? પરમકૃપાળુદેવે બોઘમાં જણાવ્યું કે મૂર્છિત અવસ્થામાં આ જીવ અનાદિકાળથી રખડ્યો છે. ચૌદ પૂર્વધારી પણ પ્રમાદવશે પાછા પડ્યા છે. ‘નિદ્રાદિ પ્રકૃતિ, ક્રોધાદિ અનાદિ વૈરી છે તે પ્રતિ ક્ષત્રિય ભાવે વર્તવું. તેને અપમાન દેવું; તે છતાંયે ન માને તો તેને ક્રુર થઈ ઉપશમાવવી, તે છતાં ન માને તો ખ્યાલમાં રાખી વખત આવ્યે તેને મારી નાખવી.
આમ શૂર ક્ષત્રિયસ્વભાવે વર્તવું; જેથી વૈરીનો પરાભવ થઈ સમાધિ સુખ થાય.’’ આ પ્રકારે પ્રકૃતિઓ ક્ષય કરવાનો બોધ સાંજના છ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી ચાલ્યો હતો. બોધની એટલી બધી બધાને અસર થઈ કે સુખલાલભાઈની તો મૂળમાંથી નિદ્રા ઊડી ગઈ.
ગોધાવીવાળા વનમાળીદાસભાઈએ તુરત જ ઉપાશ્રયે જઈને મુનિઓને કહેવા માંડ્યું કે આજે તો પુષ્કરાવર્તનો મેઘ સારી રાત વરસ્યો છે. અમને હળવા ફુલ કરી દીઘા - ભાર માથેથી ગયો હોય તેમ લાગે છે વિગેરે સત્સંગનો મહિમા ગાયો હતો. “પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે; અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે.’” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૯૦) “નિદ્રા અત્યંત લેશો નહીં.’” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૨)
૧૧૧
Page #121
--------------------------------------------------------------------------
________________
આત્મહિતના સાઘન અથવા આજ્ઞાભક્તિનું માહાભ્યા
શ્રી લલ્લુજી સ્વામી (પ્રભુશ્રીજીને) શ્રીમદે જણાવ્યું : “જે કોઈ મુમુક્ષભાઈઓ તેમજ બહેનો તમારી પાસે આત્માર્થ સાઘન માગે તેને આ પ્રમાણે આત્મહિતના સાધન બતાવવાં : (૧) સાત વ્યસનના ત્યાગનો નિયમ કરાવવો. (૨) લીલોતરીનો ત્યાગ કરાવવો. (૩) કંદમૂળનો ત્યાગ કરાવવો. (૪) અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરાવવો. (૫) રાત્રિભોજનનો ત્યાગ કરાવવો. (૬) પાંચ માળા ફેરવવાનો નિયમ કરાવવો. (૭) સ્મરણ બતાવવું. (૮) ક્ષમાપનાનો પાઠ અને વીસ દોહરાનું પઠનમનન નિત્ય કરવા
જણાવવું. (૯) સત્સમાગમ અને સાસ્ત્રનું સેવન કરવા જણાવવું. (જી.પૃ.૨૨૪) “વીશ દોહરા કે જેમાં પ્રથમ વાક્ય "હે પ્રભુ! હે પ્રભુ!શું કહ્યું?દીનાનાથ દયાળ' છે, તે દોહરા તમને સ્મરણમાં હશે, તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે.
બીજા આઠ ત્રોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૩૪)
“સહજાત્મસ્વરૂપ” એ મહા ચમત્કારિક મંત્ર છે. સંભારતાં, યાદ કરતાં, બોલતાં, વૃત્તિ તેમાં વાળતાં કોટિ કર્મ ખપે છે, શુભ ભાવ થાય છે, શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિત્તવૃત્તિ મંત્રસ્મરણમાં કે તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય. અને જન્મમરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ થાય છે.” (ઉ.પૃ.૩૫૧)
“ભક્તિના “વીસ દુહા” “યમનિયમ” “બહુ પુણ્ય કેરા પુંજથી” “ક્ષમાપનાનો પાઠ,” વગેરે રોજ ભક્તિ કરવામાં આવે તેથી કોટિ કર્મ ખપી થશે. સારી ગતિ થશે. એકલો આવ્યો છે, એકલો જશે. ભક્તિ કરી હશે તે ઘર્મ સાથે જશે. આત્માને સુખ પમાડવું હોય તો પૈસો ટકો કાંઈ સાથે આવશે નહીં. એક ભજનભક્તિ કરી હશે તે સાથે આવશે. ઘણા ભવ છૂટી જશે. માટે આ કર્તવ્ય છે. તેથી મનુષ્યભવ સફળ થશે.” (ઉ.પૃ.૩૮૦)
સર્વ શાસ્ત્રનો સાર, તત્ત્વોનો સાર શોધીને કહી દીઘો છે. બહુ દુર્લભ, આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહું.
“વીસ દુહા” ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ”, “છ પદ'નો પત્ર, યમનિયમ” “આત્મસિદ્ધિ' આટલાં સાઘન અપૂર્વ છે, ચમત્કારિક છે!રોજ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. ‘દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.” એ તો ખોટી વાત છે; પણ તમે જીવતાં સુધી આટલું તો કરજો જ. તેથી સમાધિમરણ થશે, સમકિતનો ચાંલ્લો થશે. વઘારે શું કહ્યું?” (ઉ.પૃ.૩૮૮)
પ.ઉ.૫.૫. પ્રભુશ્રીજીએ અંત વખતે જણાવેલ કે કોઈ ઘર્મનો ઇચ્છક હોય તો તેને આ ત્રણ પાઠ નિત્યનિયમરૂપે કરવા જણાવજે. “હે પ્રભુ, હે પ્રભુ, શું કહ્યું? દીનાનાથ દયાળ” એ વીસ દોહરારૂપ ભક્તિરહસ્ય અને “યમ નિયમ સંયમ આપ કીયો” તથા “ક્ષમાપના”નો પાઠ પરમકૃપાળુદેવના ચિત્રપટ પ્રત્યે વિનય નમસ્કાર કરી “હે ભગવાન, આપની આજ્ઞાથી સંતે કહેલી આ ત્રણ પાઠની નિત્યનિયમ વિષેની આજ્ઞા પ્રમાણે રોજ હું ભક્તિ કરીશ.” એવી ભાવના કરશોજી...આમાં ઘણી વાત સમાય છે. અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા મોક્ષમાર્ગે ચઢાવે છેજી. જ્ઞાની અને જ્ઞાનીની આજ્ઞાએ વર્તતાં જીવો મોક્ષમાર્ગમાં ગણાય છેજી.”
(બો.૩ પૃ.૧૫૦), “સ્મરણમંત્ર અત્યંત આત્મહિત કરનાર છે. એક સેકંડનો પણ સદુપયોગ કરવાનું તે સાઘન છે. પરમકૃપાળુદેવે જાણ્યો છે તેવો આત્મા તે મંત્રમાં તેમણે જણાવ્યો છે.” (બો.૩ પૃ.૯૯૪)
“સહજાત્મસ્વરૂપ પરમગુરુ” છે, તે આત્મા છે. ચોંટે તો કામ થઈ જાય. આજ્ઞાથી થાય તો મોક્ષનું કારણ છે. આજ્ઞા વગર કરે તો પુણ્ય બંધાય, પણ મોક્ષનું કારણ ન થાય. “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એમાં પાંચ પરમેષ્ઠી આવી જાય છે. હાલતાં, ચાલતાં, કામ કરતાં મંત્રનો જાપ કર્યા કરવો.” (બો.૧ પૃ.૧૨૧)
“મુમુક્ષુ-સહજાન્મસ્વરૂપ એટલે શું? પૂજ્યશ્રી–આત્મસ્વરૂપ જેવું છે તેવું. પોતાના સ્વભાવમાં રહેવું અથવા કર્મમલરહિત જે સ્વરૂપ તે સહજાત્મસ્વરૂપ.” (બો.૧ પૃ.૨૬૨)
નિત્ય નિયમ પ્રાણની પેઠે સાચવવા યોગ્ય છે જ.” (બો.૩ પૃ.૩૨૮)
૧૧૨
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રભુજીને પરમકૃપાળુદેવે જણાવ્યું - કે જે કોઇ મુમુક્ષુ ભાઇશેતેમજ બહેતો તમારી પાસે થાભાર્થ સાધના ભાગે તેને આ પ્રમાણે આર્માહતનાં
સાધન બતાવવાં.
ક્ષણ-મંત્ર | બતાવવો.
વીસ દોહરા,યર્માનટોમાં, ક્ષમાપનાનો પાઠ થાદ નિત્ય પઠનમનન કરવા જણાવવું.
જુગાર
સાત વ્યસનનો ત્યાગ કરાવવો.
પરસ્ત્રાગમન
માત્ર
શિકાર
દારૂ
ચોરી
વેશ્યાગમને
સાત અભક્ષ્યનો ત્યાગ કરાવવો.
વકના ટેટા
માણે
પીપાના ટેટા
મધ
પીપળાનાહ્ય.
ઉમણકો
અંજીર
સત્સમાગમ. એન સંસ્થાનું સંવન કરવા જણાવવું.
પાંચ, માળા ફેરવવાના નિથમ કવવા.
૭ કંદમૂળનો ત્યાગ કરવો. |
૮ ત્રિભોજનનો ત્યાગ કરવો.
૯ લીલોતરીનો ત્યાગ કરાવવો.
Page #123
--------------------------------------------------------------------------
________________
સાત વ્યસન સેવવાનું ફળ
“સાત વ્યસનમાં જે સાત વસ્તુનો ત્યાગ કહ્યો છે તે દરેક વસ્તુ વાપરવાથી વ્યસન, ટેવ બંધાઈ જાય છે, મન ત્યાંનું ત્યાં જ રહે છે. ધર્મમાં વિઘ્ન પાડે છે. આ લોક પરલોક બન્નેમાં હાનિકારક છે અને ધર્મનો નાશ કરનાર છે. માટે તેને દૂરથી ત્યાગવાની વૃત્તિ રાખવી.’ (ઉ.પૃ.૧૨૮)
જુગાર
કુળ
૨. માંસ ઃ- “હું મારા લેશ વ્યસન ખાતર કે લાભ ખાતર એવા અસંખ્યાતા જીવોને બેધડક હણું છું એ મને કેટલું બધું અનંત દુઃખનું કારણ થઈ પડશે ?’’ (વ.પૃ.૭૮)
“આપણા દેહની આપણને પ્રિયતા છે; તેમ જે જીવનું તે માંસ હશે તેનો પણ જીવ તેને વહાલો હશે.'' (વ.પૃ.૮૦) “નિરંતર જંતુ જ્યાં ઊપજે, પ્રાણી હણી જન લાવેજી, જોતાં, અડતાં ચઢે ચીતરી, કોણ માંસ મુખ ચાવેજી ?''
(પ્રજ્ઞાવબોધ રૃ.૨૧૫)
દારૂ ફળ
૪. ચોરી :- ચોરી કરીને તુરત પૈસા આવે તે સારુ લાગે છે. પણ જેનું પરિણામ ખરાબ આવે તે દુઃખદાયક છે, એમ સમજી કોઈ ને પૂછ્યા સિવાય શાક જેવી વસ્તુ પણ ન લેવી. લાખ રૂપિયાની કિંમતી ચીજ રસ્તામાં પડી હોય પણ લેવી નહીં.’’ (બો.૧ પૃ.૯)
‘“એકવાર ઠગનારો જીવ પણ વારંવાર ઠગાશેજી, દાન સમાન સહસ્રગુણું ફળ ચોરીનું ય ચખાશેજી.''
(પ્રજ્ઞાવબોધ પૃ.૨૧૫)
૧. જુગાર :- ‘જુગાર રમે તે નરકે જાય; આ વાત બહુ ધ્યાનમાં લેવા જેવી છે...તેને ધિક્કાર, ધિક્કાર, ધિક્કાર છે !’ (ઉ.પૃ.૧૧૦) ‘જુગાર—લોભ મહા ખરાબ છે. જો તે છૂટે તો ઘણો જ લાભ થાય એમ છે. એકદમ પૈસાદાર થઈ જવાની કામનાએ કરી સટ્ટા, લોટરી વગેરે કરવાં નહીં.'' (બોય ૫.૯)
૧૧૪
“જુગાર, કુસંગતિનું કારણ, સર્વ વ્યસનમાં પહેલુંજી, દુઃખ અપકીર્તિ, પાપમૂળ એ, કરે સદા મન મેલુંજી.’’
(પ્રજ્ઞાવબોધ રૃ.૨૧૫)
માસ કુળ
૩. દારૂ :
“દારૂડિયો માતાને કાન્તા ગણી, કુચેષ્ટા કરતોજી; શેરીમાં મુખ ફાડી સૂવે, શ્વાન-મૂત્ર પણ પીતોજી. ધર્મ, અર્થ ને કામ ગુમાવે આ ભવમાં પણ દારૂજી, પરભવમાં બહુ દુઃખો દેશે; કામ કરે શું સારુજી ?''
(પ્રજ્ઞાવબોધ રૃ.૨૧૫)
શ્રી ફળ
“પરમકૃપાળુદેવે જણાવેલો જે માર્ગ તેને વિઘ્ન કરનાર સાત વ્યસન છે.'' (૩ પૃ.૭૬૯) ધર્મનો પાયો નીતિ છે, તેથી જ સાત વ્યસનનો ત્યાગ, મંત્ર લેતાં પહેલાં લેવાનો હોય છે.’” (બો.૩ પૃ.૬૬૯)
Page #124
--------------------------------------------------------------------------
________________
સાત વ્યસન અને સાત અભક્ષ્યના સેવનનું ફળ “આજ્ઞા આરાઘન યોગ્ય થવા માટે સદાચરણ સેવવાની જરૂર છે. તે ન હોય તો બધું નકામા જેવું છે. માટે પ્રથમ સાત વ્યસનના ત્યાગની જરૂર છે તથા પાંચ અભક્ષ્ય ફળ અને મધ માખણ ત્યાગવા યોગ્ય છે.” (બો.૧ પૃ.૯)
વેશ્યાગમન કુળ
૫. વેશ્યાગમન :“માંસ મદિરાથી ગંધાતી, નરકભૂમિ સમ વેશ્યાજી; ઘન કાજે નીચ સંગ કરે છે, ખોટી નિશદિન લેશ્યાજી. મલિન વસ્ત્ર ઘોવાની શીલા, શ્વાન હાડકાં ચાવેજી, તેવી વેશ્યા-સંગતિ ગંદી, ભુલભુલામણી લાવેજી.”
(પ્રજ્ઞાવબોઘ પૃ.૨૧૫) આ વ્યસનોથી બન્ને લોક બગડે છે. માટે તેમનું સેવન કરવું નહીં. લોકમાં પણ તે નિંદ્ય છે માટે તેનો ત્યાગ કરવો.”
શિકાર કુળ
૬. શિકાર - “કોઈ પણ જીવને ઈરાદાપૂર્વક મારવો નહીં. ઘણા માણસોને એવી ટેવ હોય છે કે માકડ, મચ્છર, ચાંચડ વગેરેને ઈરાદાપૂર્વક મારી નાખે છે, પણ તેમ કરવું નહીં.”
(બો.૧ પૃ.૯) “એક વાર હણે જે જીવ તું, વેર ઘરી તે મરશેજી, પરભવમાં બહુ વાર મારશે; વેર વઘારી ફરશેજી.”
(પ્રજ્ઞાવબોઘ પૃ.૨૧૫)
પરસ્પ્રંગમના
કુળ,
૭. પરસ્ત્રીગમન :“ધિ! પરાક્રમ, ધિક્ ગુણ, બુદ્ધિ, સત્તા, વગ, સંપત્તિજી, વૃથા જીવન, જો સ્વપ્ન પણ છે, પર-સ્ત્રી-ઘન-આસક્તિજી. ચિંતા, વ્યાકુળતા, દુર્બુદ્ધિ, રોગ, દુઃખ વઘ આપેજી, નરકે બાળે લોહ-પૂતળી, પરનારી-રતિ પામેજી.
(પ્રજ્ઞાવબોઘ પૃ.૨૧૬)
“જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીનો ત્યાગ કરવામાં સાત અભક્ષ્ય :- “આ સાત વ્યસન અને ૧) વડના ટેટા. ર) આવે નહીં ત્યાં સુધી સર્વે ક્રિયા નિષ્ફળ છે.” (વ.પૃ.૭૭૭) પીંપળના ટેટા, ૩) પીપળાના ટેટા. ૪) ઉમરડાં, ૫) અંજીર, ૬) મઘ, ૭) માખણ- આ સાત અભક્ષ્ય - આ સપુરુષની પરમકૃપાળુની સાક્ષીએ જિંદગીપર્યત તજવા યોગ્ય પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ દરેક મુમુક્ષુ જીવને જણાવેલ છે.” (બો.૩ પૃ.૩૨૯)
સાત વ્યસન અને પાંચ ઉદંબર ફળ તથા મધ, માખણ એ સાત અભક્ષ્ય, તેના ત્યાગમાં પાંચ અણુવ્રત આવી જાય છે. વિચાર કરે તો સમજાય એવું છે. (બો. ૧ પૃ.૨૭૨) “મઘમાં બહુ દોષ છે. સાત ગામ બાળી નાખે અને જેટલું પાપ લાગે તેથી વધારે પાપ
એક મઘનું ટીપું ચાખવાથી લાગે છે'.” (બો.૩ પૃ.૭૧૧)
સાતાભ
કુ
૧૧૫
Page #125
--------------------------------------------------------------------------
________________
અવધૂતયોગી શ્રીમદ્ રાજચંદ્ર
૧) સંવત્ ૧૯૫૪માં શ્રીમદ્ ઉત્તરસંડામાં અવધૂત યોગમુદ્રામાં રહેતા હતા. ત્યારે સેવામાં માત્ર મોતીલાલ ભાવસારને જ રહેવાની
આજ્ઞા હતી. રાત્રે હીંચકા ઉપર મોતીલાલે ગાદલું પાથર્યું. તેમને લઈ લેવા શ્રીમદે જણાવ્યું છતાં મોતીલાલના આગ્રહથી તે રહેવા દીધું. પણ રાત્રે તપાસ કરતાં તે ગાદલું હીંચકા પાસે નીચે જ પડેલું હતું. મચ્છરો કરડતા હતા. શ્રીમદ્ ગાથાઓની ધૂનમાં સૂતા હતા. ફરી
ઘોતિયું ઓઢાડી મોતીલાલ અંદર જઈ સૂઈ ગયા. ૨) રાત્રે ફરીવાર તપાસ કરતાં શ્રીમદ્ ગાથાઓની ધૂનમાં બેઠા હતા અને ઘોતિયું નીચે પડેલું હતું. ફરીથી ઘોતિયું ઓઢાડી
મોતીલાલે કહ્યું કે મચ્છરો ઘણા છે પણ તેઓશ્રીએ કાંઈ લક્ષ આપ્યું નહોતું. આમ શરીરની દરકાર કર્યા વિના ઘર્મધ્યાનમાં રાતે પણ શ્રીમદ્ લીન રહેતા.
“અમે દેહઘારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૯૦), “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં
આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૯૫)
૧૧૬
Page #126
--------------------------------------------------------------------------
________________
અવધૂત યોગમુદ્રા
ઉત્તરસંડાના વગડામાં શ્રીમદ્ભો પહેરવેશ એક ઘોતિયું માત્ર હતું. ઘોતિયાના બેય છેડા ખભા ઉપર તેઓ નાખી દેતા. આમ અવધૂત યોગ મુદ્રામાં શ્રીમદે એક માસ ત્યાં રોકાણ કર્યું હતું.
એકવાર તળાવના કિનારે થઈને ફરવા જતાં શ્રીમદે મોતીલાલને જણાવ્યું કે ગઈકાલે આ જગ્યા પર સર્પ હતો.
બીજે દિવસે ફરવા જતાં મોતીલાલ પાછળ ચાલતા હતા ત્યારે શ્રીમદે જણાવ્યું કે, મોતીલાલ, ચાલ્યા આવો. તે સાંભળી ગઈકાલે થયેલી સર્પની વાત સ્મૃતિમાં આવવાથી તુરત તેમણે આગળ ચાલવા માંડ્યું. થોડે દૂર જતાં શ્રીમદે જણાવ્યું કે મોતીલાલ, રોકાઓ; પેલા સર્પને જવા દો. જેથી તુરત તે થંભી ગયા. રાત્રિનો સમય હતો, સર્વત્ર ઝાડી હતી, વચ્ચે પગદંડીનો રસ્તો હતો. તેમાં પ્રથમ તે સર્પ તેમની દ્રષ્ટિએ પડ્યો નહોતો પણ શ્રીમદ્ગા જણાવ્યા બાદ ઘારીને જોતાં તે સર્પ તેમની દ્રષ્ટિમાં આવ્યો હતો.
“હે મુમુક્ષુ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૂ.૪૮૨)
૧૧૭
Page #127
--------------------------------------------------------------------------
________________
જંગલમાં એકાંત નિવાસ
સંવત્ ૧૯૫૪માં પરમકૃપાળુદેવ ઉત્તરસંડા વનક્ષેત્ર ઉપર બતાવેલ મકાનમાં એક માસ સ્થિરતા કરી હતી. તેમની સેવામાં નડિયાદના મોતીલાલ ભાવસાર હતા.
“આ વનક્ષેત્રે શ્રીમદ્ બે રૂપિયા ભાર લોટની રોટલી તથા થોડું દૂધ આખા દિવસમાં વાપરતા. બીજી વખત દૂધ પણ લેતા નહીં...એક વખત શ્રીમદે ક્હયું કે આ શરીર અમારી સાથે કજિયો કરે છે; પણ અમે પાર પડવા દેતા નથી.'' (જી.પૃ.૨૯)
“અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે. શ્રીમદ્ રાજચંડ (૫.૪.૧૬૪)
એક દિવસ મોતીલાલે પોતાની પત્નીને સૂચના આપેલી કે મેલ ટ્રેન ગયા બાદ તમે જમવાનું લઈને બંગલા તરફ આવજો અને ત્રણ ચાર ખેતર દૂર બેસજો. ત્યાંથી હું આવીને લઈ જઈશ. પરંતુ તે બંગલા પાસે આવી પહોંચ્યા, તેથી મોતીલાલે તે બાઈને બહુ ઠપકો આપ્યો; કારણ કે શ્રીમને તે વાત જણાવવાની જરૂર નહોતી.
“અયોગ્ય ઠપકો આપું નહીં.’” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૪૫)
૧૧૮
Page #128
--------------------------------------------------------------------------
________________
બાઈનો આઠમે ભવે મોક્ષ
દર્શન સમયે ઉપદેશ
તે બાઈ દર્શન કરવા માટે આવ્યા ત્યારે શ્રીમદે પ્રમાદ તજવા ઉપદેશ દીધો.
પ્રમાદથી જાગૃત થાઓ; કેમ પુરુષાર્થરહિત આમ મંદપણે વર્તો છો? આવો જોગ મળવો મહાવિકટ છે. મહાપુણ્ય કરીને આવો જોગ મળ્યો છે તો વ્યર્થ કાં ગુમાવો છો? જાગૃત થાઓ, જાગૃત થાઓ. અમારું ગમે તે પ્રકારે કહેવું થાય છે તે માત્ર જાગૃત થવા માટે જ કહેવું થાય છે.’
(જી.પૃ.૨૨૮)
ઠપકાની ‘‘વાત શ્રીમદ્ના જાણવામાં આવી ગઈ, એટલે મોતીલાલને કહ્યું : “શા માટે તમે ખીજ્યા ? તમે ઘણીપણું બજાવો છો ? નહીં નહીં, એમ નહીં થવું જોઈએ. ઊલટો તમારે તે બાઈનો ઉપકાર માનવો જોઈએ. એ બાઈ તો આઠમે ભવે મોક્ષપદ પામવાનાં છે. તે બાઈને અહીં આવવા દો.
મોતીલાલે તુરત જઈને બાઈને કહ્યું : “તમારે દર્શન કરવાની ઇચ્છા હોય તો આવો. તમને આવવાની આજ્ઞા આપી છે.’’
(જી.પૃ.૨૨૮)
પ્રમાદને લીધે આત્મા મળેલું સ્વરૂપ ભૂલી જાય છે.’” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૬૪)
“સમય માત્ર પણ પ્રમાદ ક૨વાની તીર્થંક૨ દેવની આજ્ઞા નથી. -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૪૮)
“પ્રમત્તભાવે (પ્રમાદે) આ જીવનું ભૂંડું ક૨વામાં કાંઈ ન્યૂનતા રાખી નથી.’’ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૫૫) “જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ ક૨વા યોગ્ય કાંઈ દેખાતું નથી.’” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૧૩)
૧૧૯
Page #129
--------------------------------------------------------------------------
________________
શ્રી તીર્થકરનો અંતર આશય
“બંઘ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ
તો તે શ્રી તીર્થંકરદેવ છે. અને એ જે શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૧૪)
શ્રીમદુ, ભગવાન મહાવીરના
અંતિમ શિષ્ય ઉત્તરસંડામાં સેવામાં રહેલ શ્રી મોતીલાલ ભાવસારને શ્રીમદ્જીએ કહ્યું કે “તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારો આત્મા જાણે છે. જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂઠે પૂઠે ચાલ્યા જાત, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે છતાં એવા યોગથી જાગૃત થતા નથી. પ્રમાદ દૂર કરો, જાગૃત થાઓ. અમે જ્યારે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા, તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે.” (જી.પૃ.૨૨૭)
વસોમાં મુનિઓને પણ જાગૃતિ આપતાં શ્રીમદે કહ્યું : “હે મુનિઓ! અત્યારે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સમાગમમાં તમે પ્રમાદ કરો છો, પણ જ્ઞાની પુરુષ નહીં હોય ત્યારે પશ્ચાત્તાપ પામશો. પાંચસો, પાંચસો ગાઉ પર્યટન કરવા છતાં જ્ઞાનીનો સમાગમ થશે નહીં.” (જી.પૃ.૨૨૪)
સમવસરણ–સમવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીર અને તેમના શિષ્યો, તેમાનાં એક શિષ્ય પરમકૃપાળુદેવ.
૧૨૦
Page #130
--------------------------------------------------------------------------
________________
@
ne EMCELL
DER
SWA
-
Page #131
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ભુની અદ્ભુત આત્મદશા
એવું પોતે પોતાની નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા.’’ (જી.પૃ.૨૩૧)
શ્રી દેવકરણજી મહારાજ જણાવે છે : ખેડામાં પરમકૃપાળુદેવ બંગલાના ત્રીજા માળે બિરાજ્યા હતા અને સ્વયં પોતાની અદ્ ભુત દશા વર્ણવતા હતા. તે જોઈ એક ભીંતના પડદે રહી હું તે સાંભળતો હતો. તે નીચે પ્રમાણે ઉચ્ચારણ કરતા હતા.
“અડતાલીસની સાલમાં (સં.૧૯૪૮) રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્ભુત યોગીંદ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદ્ભુત યોગીંદ્ર પરમ શાંત બિરાજે છે.
૧૨૨
“જ્ઞાનીપુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વજ્ઞે કહ્યું છે તે સત્ય છે.”
શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૯૯)
મુખમુદ્રાનું પાંચ કલાક અવલોકન
“ખેડાના તે જ બંગલામાં એક દિવસે ચારે મુનિઓ શ્રીમદ્ પાસે ગયા ત્યારે શ્રીમદે કહ્યું : “આજે અમારે તમારી સાથે બોલવું નથી.’ પરંતુ મુનિઓ અગિયાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી શ્રીમદ્ની મુદ્રા પર દૃષ્ટિ રાખી બેસી રહ્યા. છેવટે શ્રીમદ્ બોલ્યા : “આજે અમારે બોલવું નહોતું, પણ કહીએ
છીએ કે તમે શું કરો છો ?’’ મુનિઓએ કહ્યું : અમે આપની મુખમુદ્રાને જોયા કરીએ છીએ.’” શ્રીમદે કહ્યું : “આજે અંતરમાં ઊંડુ બી વાવીએ છીએ. પછી તમારો જેવો ક્ષયોપશમ હશે તે પ્રમાણે લાભ થશે.” એમ કહી અદ્ભુત બોધદાન દીધું.
..
પછી શ્રીમદે કહ્યું : ‘આ બોધને તમે બધા નિવૃત્તિક્ષેત્રે એકઠા થઈને બહુ વિચારશો તો ઘણો લાભ થશે.’ (જી.પૃ.૨૩૨)
“સત્પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૫૦)
“સત્પુરુષો કહેતા નથી, કરતા નથી, છતાં તેની સત્પુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે.’” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૯) “ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું...સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ઘારણ કરનાર ભગવાન વીરપ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકર્મનો સંબંધ કાઢી નાંખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૭૬)
Page #132
--------------------------------------------------------------------------
________________
મુનિ તમે આત્મા જોશો
પરમકૃપાળુદેવ અમદાવાદમાં રાજપરના દેરાસરે જવાના હોવાથી
મુનિઓને પણ ત્યાં બોલાવ્યાં. દેરાસરમાં છઠ્ઠી પદ્મપ્રભ પ્રભુજીનું
સ્તવન પોતે ગાયું. ‘પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરું રે...” અને સ્તુતિ નમસ્કાર કરી ઊભા થઈ પછી
ભોંયરામાં ગયા. ભોંયરામાં મૂળનાયકેજી
પાર્શ્વનાથ પ્રભુની બાજુમાં જે ભવ્ય ઘવલ પ્રતિમાજી છે, તેની
સમીપ જઈ પરમકૃપાળુદેવ ઓચિંતા
બોલી ઊઠ્યા કે-“દેવકરણજી, જાઓ! જુઓ આત્મા!
ત્યારે શ્રી લઘુરાજ સ્વામી કહે હું ભોળો તે બોલી ઊઠ્યો “ક્યાં છે બાપજી? પછી મારી સામું જ જોઈ રહ્યા અને બોઘમાં જણાવ્યું કે મુનિ! તમે જોશો.”
“આત્મા સ્વાનુભવગોચર છે, તે ચક્ષુથી દેખાતો નથી, ઇંદ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે
જાણે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૧૩)
|
|
૧૨૩
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ અને ઈડરના મહારાજાની મુલાકાત
સંવત્ ૧૯૫૫માં ઈડરના મરહૂમ મહારાજા સાહેબે શ્રીમદ્ભ એક - બે વખત મુલાકાત લીધેલ. તે વખતે મહારાજાએ શ્રીમદ્ પૂછ્યું કે લોકોમાં કહેવત છે કે “રાજેશ્રી તે નરકેશ્રી’ તેનો અર્થ શું?
શ્રીમદે જવાબમાં કહ્યું કે રાજપદવી પ્રાપ્ત થવી તે પૂર્વના પુણ્ય અને તપોબળનું ફળ છે. પુણ્યના બે પ્રકાર છે. પુણ્યાનુબંઘી પુણ્ય અને પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવો રાજપદવી પામી રાજસત્તાનો ઉપયોગ જીવોના હિત માટે કરી પુણ્ય ઉપાર્જિ ઉચ્ચગતિને સાથે છે. જ્યારે પાપાનુબંધી પુણ્યવાળા જીવો રાજસત્તાનો દૂરઉપયોગ કરી એશઆરામી બની, અઘમ કામો કરી, પ્રજા પર જુલ્મી કર નાખી પાપ કર્મો ઉપાર્જન કરે છે. તે જીવો નરકગતિને પામે છે. માટે “રાજેશ્રી તે નરકેશ્રી' એ કહેવત જગતમાં પ્રચલિત છે. “એઓ (સપુરુષો) પંચમકાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે? ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે,નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિકાસમાં મોહ પામશે; ઘર્મ, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે; અન્યાયને જન્મ આપશે,
જેમ લૂટાશે તેમ પ્રજાને લૂંટશે. પોતે પાપિષ્ઠ આચરણો સેવી પ્રજા આગળ તે પળાવતા જશે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૧૭) “પંચમકાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્ત્વને ગ્રહણ કરશે; કાળાનુસાર ઘર્મતત્ત્વશ્રદ્ધા પામીને ઉચ્ચગતિ સાથી પરિણામે મોક્ષ સાઘશે. નિગ્રંથપ્રવચન, નિગ્રંથગુરુ ઈ. ઘર્મતત્ત્વ પામવાનાં સાઘનો છે. એની આરાઘનાથી
કર્મની વિરાધના છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૧૮)
૧૨૪
Page #134
--------------------------------------------------------------------------
________________
વીરપ્રભુના અંતિમ શિષ્યનો આ કાળમાં જન્મ
ઈડરના મહારાજા કહે : આ ઈડર પ્રદેશ સંબંઘી આપના શા વિચારો છે? શ્રીમદ્ કહે, તમારો ઈડરિયો ગઢ, તે ઉપરના જૈન દેરાસરો, રૂખી રાણીનું માળિયું, રણમલની ચોકી, મહાત્માઓની ગુફાઓ અને ઔષધિય વનસ્પતિ જોઈ, આ દેશના વસનારાઓની સંપૂર્ણ વિજયી સ્થિતિ જણાય છે. તથા તેમની આર્થિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિનો તે પુરાવો આપે છે.
વળી શ્રીમદ્ કહે–જૈનમાં ચોવીસ તીર્થંકરો થયા છે. તેમાંના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનું નામ આપે સાંભળ્યું હશે. જિનશાસનને પૂર્ણ પ્રકાશમાં લાવનાર આ છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર સ્વામી અને તેઓના શિષ્ય ગૌતમાદિ ગણધરો આ ઈડરના પહાડોમાં વિચરેલાનો અમને ભાસ થાય છે. તેઓના શિષ્યો નિર્વાણને પામ્યા; તેમાંનો એક શિષ્ય પાછળ રહી ગયેલો જેનો જન્મ આ કાળમાં થયેલો છે. તેનાથી ઘણા જીવોનું કલ્યાણ થવાનો સંભવ છે.
આ સંકેત પોતા વિષેનો છે, કેમકે પોતે અન્યત્ર સ્વયં જણાવેલ છે કે અમે ભગવાન મહાવીરના છેલ્લા શિષ્ય હતા. “મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આવિર્ભાવ કરવું જોઈએ.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૮) બહુ છકી જાઓ તોપણ મહાવીરની આજ્ઞા તોડશો નહીં. ગમે તેવી શંકા થાય તોપણ
મારી વતી વીરને નિઃશંક ગણજો.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૮)
૧૨૫
Page #135
--------------------------------------------------------------------------
________________
આંબાતળે શ્રીમદ્ભી રાહ જોતા સાત મુનિઓ
મુનિશ્રી દેવકરણજી મુનિશ્રી લક્ષ્મીચંદજી મુનિશ્રી ચલાલજી -
મુનિશ્રી. લઘુશજ સ્વામી
મુનિશ્રી મોહનલાલજી મુનિશ્રી. નરસિંદુ૨ખ મુનિશ્રી વૈલશીખ
ઈડરમાં નક્કી કરેલા આમ્રવૃક્ષ નીચે શ્રી લલ્લુજીસ્વામી આદિ સાતે મુનિઓને આવવા પરમકૃપાળુદેવે આજ્ઞા કરેલ, તે પ્રમાણે બઘા મુનિઓ ત્યાં આવી પહોંચી પરમકૃપાળુદેવની રાહ જોતા બેઠા હતા. પરમકૃપાળુદેવ પણ ત્યાં આવી રહ્યા છે. તે આંબા નીચે મુનિઓને પરમ સદ્ગુરુનો સમાગમ થતો હોવાથી જાણે ત્રિલોકના સારરૂપ કલ્પવૃક્ષ સમાન તે આંબો થઈ પડ્યો હતો. “અચિંત્ય જેનું માહાભ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો
આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૫૨) “સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; “સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે; સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટ્યાવધિ વર્ષ પણ લાભ ન દઈ શકતાં અઘોગતિમય મહા પાપો કરાવે છે, તેમજ આત્માને મલિન કરે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૫)
૧૨૬
Page #136
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ શિલા
પરમકૃપાળુદેવ ઈડરમાં સાતે મુનિઓની સાથે ઘંટીયા પહાડ ઉપર ચઢી ત્યાં આવેલી એક વિશાળ શિલા પર બિરાજ્યા. સાતે મુનિઓ પણ તેમનો વિનય કરી નીચે બેઠા. તે વખતે શ્રીમદ્ બોલ્યા કે અહીં નજીકમાં એક વાઘ રહે છે પણ તમે નિર્ભય રહેજો. પોતાને સંબોધીને શ્રીમદે જણાવ્યું કે જુઓ, આ સિદ્ધ શિલા અને આ બેઠા તે સિદ્ધ. અહીં અમે સિદ્ધનું સુખ અનુભવ્યું છે માટે આ જગ્યાનું વિસ્મરણ કરશો નહીં.
તમે બધા પદ્માસન વાળી બેસી જાઓ અને જિનમુદ્રાવત્ બની દ્રવ્ય સંગ્રહની ગાથાઓનો અર્થ ઉપયોગમાં લો.
શ્રીમદે આખો દ્રવ્યસંગ્રહ ગ્રંથ અર્થ સાથે સમજાવ્યો. આજ્ઞાપૂર્વક એકાગ્ર ચિત્તે અચળપણે બેસીને સાતે મુનિઓએ તે સાંભળ્યો. મુનિશ્રી દેવકરણજી તો આ સમાગમની ખુમારીમાં આવી જઈ ઉલ્લાસપૂર્વક બોલી ઊઠ્યા કે “અત્યાર સુધીમાં જે જે સમાગમ પરમગુરુનો થયો, તેમાં આ સમાગમ સર્વોપરી થયો. દેવાલય ઉપર કળશ ચઢાવે તેમ આ પ્રસંગ પરમ કલ્યાણકારી અને સર્વોપરી સમજાય છે.”
"मा मुज्झह मा रज्जह मा दुस्सह इट्ठणिट्ठअत्थेसु ।
થિનિચ્છદ ન વિત્તે વિવિત્તજ્ઞાણMસિદ્ધિ !” -દ્રવ્યસંગ્રહ ગાથા ૪૯ “જો તમે સ્થિરતા ઇચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૩૦)
૧૨૭
Page #137
--------------------------------------------------------------------------
________________
સાપ અથવા વાઘનો મેળાપ થાય તો ડરો કે કેમ?
શ્રી રણછોડભાઈ ઘારશીભાઈ જણાવે છે :
ઘર્મપુરમાં ડાઘુઓ માટેના બનાવેલ આશ્રય સ્થાને કૃપાળુદેવ સાથે વખતોવખત જવાનું બનતું અને રાત્રે મોડેથી ઘેર આવતા. ત્યાંથી કોઈ કોઈ વખતે કૃપાળુદેવ એકલા થોડે દૂર ધ્યાનાર્થે ઝાડીમાં જતા અને આવીને એકવાર એવો સવાલ કર્યો કે સર્પ અથવા વાઘનો મેળાપ થાય તો ડરો કે કેમ? જવાબમાં મેં કહ્યુંઃ આપની સમીપે ડરીએ તો નહીં પણ પ્રત્યક્ષ તેવી કાંઈ પરીક્ષા થયા વિના શું કહી શકાય.” “એકાકી વિચરતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો.”
અપૂર્વ ૧૧ શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૬૫) “સં. ૧૯૫૬માં ઘર્મપુરના જંગલોમાં પણ શ્રીમદ્ થોડો કાળ રહ્યા હતા.” (જી.પૃ.૨૫૧) “સર્પ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે, આત્મજ્ઞાન પ્રગટ્યું છે. આત્મા અજર, અમર છે. “હું મરવાનો
નથી; તો મરણનો ભય શો? જેને દેહની મૂછ ગઈ તેને આત્મજ્ઞાન થયું કહેવાય.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૂ.૭૧૫)
પરમકૃપાળુદેવના યોગબળે દેવી રક્ષણ શ્રી રણછોડભાઈ ઘારશીભાઈ જણાવે છે :
કૃપાળુદેવની કારુણ્યવૃત્તિનો એક દાખલો નોંઘપાત્ર છે. તેઓ જ્યારે ઘરમપુરના પહાડી પ્રદેશમાં અમારી સાથે રહ્યા હતા તે અરસામાં અમારા રાજકર્તાના મુલકમાં પોલીટીકલ એજન્ટ સાહેબનો મુકામ થયો. તે સાહેબના સન્માન અર્થે શિકારની ગોઠવણ કરવામાં આવી.
પણ જાનવરોના સુભાગ્યે જ્યાં કૃપાળુદેવના યોગબળે દયાનો અત્યંત નિર્મળ ઝરો વહેતો હોય ત્યાં દૈવી રક્ષણ મળ્યા વિના કેમ રહે? જ્યાં સુધી પરમકૃપાળુદેવની સ્થિરતા એ મુલકમાં રહી ત્યાં સુધી શિકાર મળી શક્યો નહીં. પરમકૃપાળુદેવ ગયા પછી શિકાર મળ્યાના સમાચાર સાંભળ્યા હતા.” “એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુને હણવામાં પણ મહાપાપ છે. જેવો મને મારો આત્મા પ્રિય છે તેવો તેને પણ તેનો આત્મા પ્રિય છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૮)
૧૨૮
Page #138
--------------------------------------------------------------------------
________________
ભવના સિિ
જેવી ભાવના તેવી સિદ્ધિ
બગીચામાં આકર્ષણ પામે તો ત્યાં જન્મે
ઉપર જણાવેલ બગીચામાં એક કેળને નવા પલ્લવ આવેલ. તે પવનની લહેરથી ફરફરી રહેલા જોઈ મેં કૃપાળુદેવનું ધ્યાન તે તરફ ખેંચ્યું. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે મન તેમાં બહુ આકર્ષાશે તો ત્યાં ઊપજવું થશે. મેં કહ્યું–મનુષ્ય જીવ ત્યાં ઊપજે એ બને ખરું? તેના જવાબમાં મરૂદેવી માતાનો જીવ કેળના ઝાડમાંથી મનુષ્યપણું ધારણ કર્યાનું જૈન આગમોમાં કહ્યું છે તે જણાવ્યું હતું.
“ગુરુ પાસે રોજ જઈ એકેંદ્રિયાદિક જીવોના સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ અને કલ્પનાઓ કરી પૂછ્યા કરે; રોજ જાય અને એ ને એ જ પૂછે, પણ એણે ઘાર્યું છે શું? એકેંદ્રિયમાં જવું ઘાર્યું છે કે શું?”
– શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૯૪)
૧૨૯
શ્રી રણછોડભાઈ ધારશીભાઈ જણાવે છે : કૃપાળુદેવના ધરમપુર નિવાસ દરમિયાન સ્મશાનમાં ડાઘુઓને બેસવા માટેનું એક આશ્રય સ્થાન અમારા તરફથી બનાવવામાં આવતું હતું. ત્યાં નાનો સરખો બગીચો પણ બનાવવામાં આવતો હતો. તે બગીચામાં નદીના એકઠા કરેલા
જુદા જુદા રંગના પથ્થરો ગોઠવી કાંઈ લેખ ચીતરવો એ બાબત પરમકૃપાળુદેવને વિનંતી કરી પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ ‘ભાવનાસિદ્ધિ’ એક લખવા સૂચન કર્યું. તે પ્રમાણે લેખ ચિતર્યો હતો. તેનો ભાવ એમ સમજાય છે કે સંસારમાં સુખદુઃખના હર કોઈ સમયે આ મુદ્રાલેખનું સ્મરણ દરેકને બહુ ઉપયોગી થઈ પડશે કે જેવી ભાવના જીવનમાં કરી હશે તેવી જ અંતે સિદ્ધિ પ્રાપ્ત થશે.
“આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વભાવનાનો વિચાર કર! વિચાર કર!” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૪)
Page #139
--------------------------------------------------------------------------
________________
નરોડાની ભાગોળે મુનિઓની રાહ જોતા શ્રીમદ્
“અમદાવાદથી મુમુક્ષુ ભાઈઓ પણ નરોડે આવ્યા હતા. બાર વાગે શ્રી લલ્લુજી આદિ મુનિઓને નિવૃત્તિ સ્થળે જંગલમાં પઘારવા શ્રીમદ્ભુએ સમાચાર મોકલ્યા હોવાથી મુનિઓ ઉપાશ્રયથી ભાગોળે પહોંચ્યા તેટલામાં શ્રીમદ્ભુ આદિ પણ ત્યાં રાહ જોતા ઊભા હતા.’’ (ઉ.પૃ.૨૩૪)
ઉનાળાના તાપમાં ગજગતિથી ચાલતા શ્રીમદ્
“ઉનાળાના તાપથી જમીન બહુ તપી ગઈ હતી. પરંતુ “સાધુના પગ દાઝતા હશે'' એમ બોલી શ્રીમદ્ભુ પોતાના જોડા કાઢી નાખી ગજગતિથી દૂર વડ સુધી ઉઘાડે પગે ચાલ્યા. સાઘુઓ છાયાનો આશ્રય લેવા ત્વરિત ગતિથી ચાલતા હતા. પણ પોતે અકળાયા વગર, કંઈ તડકાની કાળજી કર્યા વિના, શાંતિથી ચાલતા હતા. ગામના લોકો પણ વાતો કરતા કે શ્રી દેવકરણજી મહારાજ જણાવતા હતા કે આ જ્ઞાની પુરુષ છે તે વાત સાચી છે.’’ (ઉ.પૂ. ૦૨૩૦)
૧૩૦
Page #140
--------------------------------------------------------------------------
________________
હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ
“વડ નીચે શ્રીમજી બિરાજ્યા તેમની સામે છયે મુનિઓ નમસ્કાર કરીને બેઠા. શ્રીમદ્જીના પગનાં તળિયા લાલચોળ થઈ ગયાં પણ પગ પર હાથ સુધ્ધાં ફેરવ્યો નહીં. શ્રી દેવકરણજી સામું જોઈ બોલ્યા, “હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ. કોઈના પરિચયમાં આવવું ગમતું નથી એવી સંયમશ્રેણીમાં આત્મા રહેવા ઇચ્છે છે.” શ્રી દેવકરણજીએ પ્રશ્ન કર્યો, “તો અનંતી દયા જ્ઞાની પુરુષની છે તે ક્યાં જશે?” શ્રીમદ્જીએ જવાબ આપ્યો : “અંતે એ પણ મૂકવાની છે.” (ઉ.J. ધ૨૩)
“અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૬૪) જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંઘ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ
સપુરુષોને નમસ્કાર છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૦૪) શ્રી છગનભાઈ નરોડાવાળા જણાવે છે :
નરોડામાં ઘણા મુમુક્ષભાઈઓ નેશનલ હાઈવે પાસે જે વડ નીચે પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા અને મુનિઓ તથા મુમુક્ષુઓને ઉપદેશ આપ્યો હતો ત્યાં પ.પૂ.પ્રભુશ્રીજી સાથે આવ્યા. ત્યાં પ.પૂ.પ્રભુશ્રીજીએ નમસ્કાર કર્યા તેથી મુમુક્ષુઓએ પણ નમસ્કાર કર્યા. પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે “પ્રભુ, અહીં નાની સરખી દેરી કરવામાં આવે તો મહાલાભનું કારણ છે. અહીં થઈને ઘણા માણસોની અવરજવર થાય છે. દેરી જોઈને ઘણાને બે હાથ જોડી નમસ્કાર કરવાનું મન થાય. તે જીવોને ખબર નથી કે હું કોને નમસ્કાર કરું છું પણ તે સાચાને નમસ્કાર થાય છે. માટે મહાપુણ્યનું કારણ છે. ત્યાર પછી આ દેરી, ઉપર બતાવેલ વડ નીચે બાંધવામાં આવી હતી.
૧૩૧
Page #141
--------------------------------------------------------------------------
________________
Ο
મનોમન સાક્ષી
શ્રી છગનભાઈ નાનજી લીંબડીવાળા જણાવે છે :
૧) ઘણા દિવસથી કૃપાળુદેવ ખોરાક લેતા નહોતા. એક દિવસે એવો બનાવ બન્યો કે મહારાજ લલ્લુજી સ્વામી અને દેવકરણજી સ્વામી બન્ને મહાત્માઓને એમ થયું કે હવે કૃપાળુદેવ ખોરાક લે તો ઠીક. એવો તેમનો અભિપ્રાય જણાવવા તેમણે કૃપાળુદેવને પત્ર લખાવ્યો.
૨) તે જ દિવસે કૃપાળુદેવે દ્રાક્ષ મંગાવી ખોરાક લીઘો અને કહ્યું : મુનિને પત્ર લખો કે આજે અમે ખોરાક લીઘો છે. અહીંથી કાગળ ત્યાં પહોંચ્યો અને તેમનો લખેલો કાગળ અહીં આવ્યો હતો.
“જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વજોગ સાંભર્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૯)
“કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે.’” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૬૩)
“કૃપાળુદેવ શ્રી સદ્ગુરુ પ્રભુની મુદ્રાછબી હૃદયમંદિરમાં સ્થાપી, ખડી કરી મનને ત્યાં પરોવજો. પરમ શુદ્ધ ચૈતન્યનું નિવાસધામ એવો જે શ્રી સદ્ગુરુનો પવિત્ર દેહ તેનું વીતરાગ ભાવે ધ્યાન કરવાથી પણ જીવ શાંત દશાને પામે છે, એ ભૂલવા જેવું નથી.” (ઉ.પૃ.૮)
૧૩૨
Page #142
--------------------------------------------------------------------------
________________
સર્વસ્વ અર્પણ કરનાર મોટો
શ્રી હીરાલાલ નરોત્તમદાસ જણાવે છે : વઢવાણ કેમ્પમાં મુમુક્ષુ મધ્યે પરમકૃપાળદેવ દ્વારા સ્થાપિત “શ્રી પરમશ્રત પ્રભાવક મંડળ'ના ખાતાની ટીપ ચાલતી હતી. તે વખતે મારા મનમાં વિચાર થયો કે શ્રીમુખે આજ્ઞા કરે તો આપણે ખાનગીમાં એકઠા કરેલા આશરે પચીસ ત્રીસ રૂપિયા છે તે તમામ રકમ ભરી કૃતાર્થ થઈએ. તેટલામાં પરમકૃપાળુદેવે આજ્ઞા કરી કે આ ટીપ હીરાભાઈને વાંચવા આપો. તેમાં મોટી રકમો ભરાયેલી જોઈ, આપણી જૂજ રકમ તે શા હિસાબમાં એમ જાણી સંકોચાઈ બેસી રહ્યો. ત્યારે પરમકૃપાળુદેવે સહજ જણાવ્યું કે હીરાભાઈ સંકોચાવાનું કાંઈ નથી. તમારી પેટીમાં ખાનગી પ૧ રૂા. છે. તમોએ તમામ રકમ અર્પણ કરવાનો વિચાર કર્યો છે જ્યારે બીજા ભાઈઓએ પોતાની રકમનો અમુક ભાગ જ અર્પણ કરેલ છે, માટે તે અપેક્ષાએ બીજા કરતાં તમારી રકમ વઘુ ગણી શકાય. સાહેબજીની આ વાત સાંભળી મેં રૂા. ૫૧ ટીમાં ભર્યા. અમદાવાદ આવી મારી ખાનગી પેટી ખોલી ગણતરી કરી જોયું તો રૂપિયા, પૈસા, પાઈ વગેરેનો કુલ સરવાળો રૂા. ૫૧ થઈ રહ્યો. તેમાં એક પાઈ સરખી પણ વઘી કે ઘટી નહીં. “મુખ્યપણે જેમાં આત્મા વર્ણવ્યો હોય તે “અધ્યાત્મશાસ્ત્ર.” જે ગુણો અક્ષરોમાં કહ્યા છે
તે ગુણો જો આત્મામાં પ્રવર્તે તો મોક્ષ થાય.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૪)
૨)
૧૩૩
Page #143
--------------------------------------------------------------------------
________________
સભા મધ્યે સ્ત્રી અને લક્ષ્મીનો ત્યાગ
અમદાવાદમાં શ્રીમદે શ્રી દેવકરણજીને આદિને કહ્યું: “સભામાં અમે સ્ત્રી અને લક્ષ્મી બન્ને ત્યાગ્યા છે; અને સર્વસંગપરિત્યાગની આજ્ઞા માતુશ્રી આપશે એમ લાગે છે.” - (જી.પૃ.૨૬૩) લક્ષ્મીનો ત્યાગ કર્યા પછી શ્રીમદ્ બહુ બારીકાઈથી વ્રત પાળતા. રેલગાડીની ટિકિટ સરખી પોતાની પાસે રાખતા નહીં.'
(જી.પૃ.૨૬૪)
૧૩૪
Page #144
--------------------------------------------------------------------------
________________
મુનિઓને શાસ્ત્રદાન,
૧) સંવત ૧૯૫૭માં અમદાવાદ આગાખાનના બંગલે શ્રીમદ્ પોતાનાં માતુશ્રી અને પત્ની સહિત પધાર્યા હતા ત્યારે તેમના હાથે
મુનિઓને હસ્તલિખિત ગ્રંથો વહોરાવવા માટે શ્રીમદ્ વાત કરે છે. ૨) શ્રી લલ્લુજીસ્વામી આદિ મુનિઓ ચોમાસું પૂરું કરી અમદાવાદ આવ્યા. તે વખતે શ્રીમદ્ પાસે હાથના લખેલા બે મોટા
દિગંબરી ગ્રંથો “જ્ઞાનાર્ણવ’ અને ‘સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા’ નામે હતા. તેમાંનો “જ્ઞાનાર્ણવ' નામનો ગ્રંથ પોતાનાં માતુશ્રી દેવબાના હાથે મુનિશ્રી લલ્લુજી સ્વામીને અને “કાર્તિકેયાનુપ્રેક્ષા” નામનો ગ્રંથ પોતાના પત્ની ઝબકબાના હાથે મુનિશ્રી દેવકરણજીને વહોરાવ્યો હતો. ડૉ. પ્રાણજીવનદાસ આગાખાનના બંગલે બેઠા હતા. તેમને શ્રીમદે કહ્યું : “આ બે મુનિઓ શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજી ચોથા આરાના મુનિ સમાન છે, ચોથા આરાની વાનગી છે.” પરમકૃપાળુદેવ પત્રાંક ૮૭૫માં એકલા શ્રી લલ્લુજી મુનિ (પ.પૂ.પ્રભુશ્રીજી)ને લખે છે કે -
“પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમ ભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.” આ ગુણસંપન્ન સંબોઘન વડે પ.પૂ.પ્રભુશ્રીજી મોક્ષમાર્ગ દર્શાવવા માટે પરમ વિશ્વસનીય પુરુષ સિદ્ધ થાય છે.
૧૩૫
Page #145
--------------------------------------------------------------------------
________________
શ્રીમનો આત્મા શાંત સિંહ જેવો.
ર.
ITUL
વઢવાણ કેમ્પમાં શ્રી છગનભાઈ નાનજીભાઈ લીંબડીવાળા તથા શ્રી મનસુખભાઈ રવજીભાઈને સંબોઘી પરમકૃપાળુદેવે જણાવ્યું કે :
સોનાનું પાંજરું ઊઘડી ગયું છે, સિંહને રાખી શકવાના નથી. બારણું ઊઘડી ગયું, સિંહ જવાની તૈયારીમાં છે. કહેવાનો આશય એમ સમજાય છે કે સિંહ જેવો અમારો આત્મા, તે હવે આ દેહ રૂપી પાંજરાને મૂકી ચાલ્યો જવાનો છે.
તે વિષે છગનભાઈ જણાવે છે તે સમયે પરમકૃપાળુદેવનું પ્રત્યક્ષ સ્વરૂપ જોયું હોય તો દેહ તે પાંજરા જેવો અને આત્મા તે શાંત સિંહ જેવો જણાતો હતો.
“સાચ પ્રગટાવનારા ગુરુ ના મળ્યા, શિષ્યનું ચિત્ત કાં કાંઈ થાક્યું, સિંહસમ સદ્ગુરુ શૂરવીર વિરલા, ભેટતાં ભાગ્ય ભંડેય ભાગ્યું.” (બ૩ પૃ.૩૦) “રે! સિંહના સંતાનને, શિયાળ શું કરનાર છે?
મરણાંત સંકટમાં ટકે તે, ટેકના ઘરનાર છે.” ૧ - વીર હાક જેને જ્ઞાનીનો આશ્રય મળ્યો છે તે સિંહના સંતાન જેવા છે.” (બોન્ડ પૃ.૧૧૧).
૧૩૬
Page #146
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૩૩
શ્રીમદ્ રાજચંદ્ર
વિ.સં. ૧૯૫૬
૧૩૭
Page #147
--------------------------------------------------------------------------
________________
હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું
૧) જે મકાનમાં પરમ કૃપાળુદેવ સમાધિસ્થ થયા તે મકાન “નર્મદા મેન્સન. ૨) શ્રી મનસુખભાઈ જણાવે છે–“દેહ ત્યાગના આગલા દિવસે સાંયકાળે રેવાશંકરભાઈ, નરભેરામ અને હું વગેરે ભાઈઓને
પરમકૃપાળુદેવે કહ્યું: ‘તમે નિશ્ચિંત રહેજો, આ આત્મા શાશ્વત છે, અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત થવાનો છે, તમે શાંત અને સમાઘિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારાએ કહી શકવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો.” (જી.પૃ.૨૯૭)
૩) “રાત્રિના અઢી વાગ્યે અત્યંત શરદી થઈ તે સમયે તેઓશ્રીએ જણાવ્યું: નિશ્ચિંત રહેજો, ભાઈનું સમાધિમૃત્યુ છે.” “સાડા
સાત વાગ્યે જે બિછાનામાં પોઢ્યા હતા તેમાંથી એક કૉચ ઉપર ફેરવવા મને આજ્ઞા કરી....એટલે સમાધિસ્થ ભાવે સૂઈ
શકાય એવી કૉચ ઉપર વ્યવસ્થા કરી.” (જી.પૃ.૨૯૭) ૪) “પોણા નવે કહ્યુંઃ મનસુખ દુઃખ ન પામતો; માને ઠીક રાખજે. હું મારા આત્મસ્વરૂપમાં લીન થાઉં છું.” (જી.પૃ.૨૬૭)
૧૩૮
Page #148
--------------------------------------------------------------------------
________________
ઉત્તમ સમાધિમરણા
શ્રી મનસુખભાઈ જણાવે છે : “જે કૉચ ઉપર તે પવિત્ર દેહ અને આત્મા સમાધિસ્થ ભાવે છૂટા પડ્યા; લેશ માત્ર આત્મા છૂટો થયાનાં ચિહ્ન ન જણાયાં. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ મુખમુદ્રાની કાંતિ વિશેષપણે પ્રકાશ પામવા લાગી. વઢવાણ કેમ્પમાં જે સ્થિતિમાં ઊભાં ઊભાં ચિત્રપટ પડાવેલ તે જ સ્થિતિમાં કૉચ ઉપર સમાધિ પાંચ કલાક રહી. લઘુશંકા, દીર્ઘશંકા, મોઢે પાણી કે આંખે પાણી કે પરસેવો કંઈ પણ પોણા આઠથી બે વાગ્યા સુધી પ્રાણ છૂટા પડ્યા તો પણ કશું જણાયું નહોતું. એક કલાકે દૂઘ પીઘા પછી હંમેશા દિશાએ જવું પડતું તેને બદલે આજે કાંઈ પણ નહીં. જેવી રીતે યંત્રને ચાવી દઈ આધીન કરી લેવામાં આવે તે રીતે કરેલ. આવા સમાધિસ્વભાવે તે પવિત્ર આત્મા અને દેહનો સંબંઘ છૂટ્યો.” (જી.પૃ.૨૬૮)
“શ્રીમદ્દ દેહત્યાગ અવસરે ભાઈ નવલચંદભાઈ પણ હાજર હતા. શ્રી અંબાલાલભાઈ પરના પત્રમાં તેઓ જણાવે છે કે, “નિર્વાણસમયની મૂર્તિ અનુપમ, ચૈતન્યવ્યાપી, શાંત મનોહર ને જોતાં તૃપ્તિ ન થાય એવી શોભતી હતી. એમ આપણને ગુણાનુરાગીને તો લાગે, પણ જેઓ બીજા સંબંધે હાજર હતાં તેઓને પણ આશ્ચર્ય પમાડતી ને પૂજ્યભાવ ઉત્પન્ન કરતી જણ આ વખતના અદ્ભુત સ્વરૂપનું વર્ણન કરવાને આત્મામાં જે ભાવ થાય છે તે લખી શકાતો નથી.”
સંવત ૧૯૫૭ના ચૈત્ર વદ અને મંગળવારે બપોરે બે વાગતાં શ્રીમદ્ રાજચંદ્ર મહાત્મા આ ક્ષેત્ર અને નાશવંત દેહનો ત્યાગ કરી ઉત્તમ ગતિ પામ્યા. હવે આપણે કોનું અવલંબન રહ્યું? માત્ર તેઓશ્રીનાં વચનામૃતોનું અને તેમનાં સદ્વર્તનનું અનુકરણ કરવું એ જ મહાન અવલંબન હું માનું છું.” (જી.પૃ.૨૯૮, ૨૬૯)
૧૩૯
Page #149
--------------------------------------------------------------------------
________________
л
2
૧૪૦
Page #150
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુદેવના વિયોગથી હૃદયમાં પ્રગટેલ અસહ્ય વિરહ વેદના
શ્રી અંબાલાલભાઈએ પોતાનું હૃદય નીચેના પત્રમાં પ્રગટ કર્યું છે :
“વિશાળ અરણ્યને વિષે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં નિઃશંકતાથી, શાંતપણે, કોમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતાં હોય તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજ્વલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારાં એવા પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય ? કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય ! અહાહા ! તે વખતના દુઃખનું મોટા કવીશ્વરો પણ વર્ણન કરવાને અસમર્થ છે; તેવું જ અપાર દુઃખ અઘોર અટવીને વિષે આ પામર જીવોને આપી હે પ્રભુ! તમે ક્યાં ગયા ?
હે ભારતભૂમિ ! શું આવા, દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુનો ભાર તારાથી વહન ન થયો? જો તેમ જ હોય તો આ પામરનો જ ભાર તારે હળવો કરવો હતો; કે નાહક તેં તારી પૃથ્વી ઉપર બોજારૂપ કરી રાખ્યા.
હે મહાવિકરાળ કાળ! તને જરા પણ દયા ન આવી. છપ્પનિયાના મહાદુષ્કાળ વખતે લાખો મનુષ્યોનો તેં ભોગ લીધો, તોપણ તું તૃપ્ત થયો નહીં; અને તેથી પણ તારી તૃપ્તિ નહોતી થઈ, તો આ દેહનો જ પ્રથમ ભક્ષ તારે કરવો હતો કે આવા પરમ શાંત પ્રભુનો તેં જન્માંતરનો વિયોગ કરાવ્યો ! તારી નિર્દયતા અને કઠોરતા મારા પ્રત્યે વાપરવી હતી ! શું તું હસમુખો થઈ મારા સામું જુએ છે !
હે શાસનદેવી ! તમારું પરિબળ આ વખતે કાળના મુખ આગળ ક્યાં ગયું ? તમારે શાસનની ઉન્નતિની સેવા બજાવવામાં અગ્રેસર તરીકે સાધનભૂત એવા પ્રભુ હતા; જેને તમે ત્રિક૨ણયોગે નમસ્કાર કરી સેવામાં હાજર રહેતાં, તે આ વખતે કયા સુખમાં નિમગ્ન થઈ ગયાં કે આ મહાકાળે શું કરવા માંડ્યું છે તેનો વિચાર જ ન કર્યો?
હે પ્રભુ ! તમારા વિના અમે કોની પાસે ફરીયાદ કરીશું ? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજો દયાળુ થાય જ કોણ ? હે પ્રભુ! તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કોમળ વાણી, ચિત્તહરણશક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોઘબીજનું અપૂર્વપણું, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિઃસ્વાર્થી બોઘ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરું ? વિદ્વાન કવિઓ અને રાજેંદ્ર દેવો આપનાં ગુણ સ્તવન કરવાને અસમર્થ છે તો આ કલમમાં અલ્પ પણ સમર્થતા ક્યાંથી આવે? આપના પરમોત્કૃષ્ટ ગુણોનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણયોગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું યોગબળ, આપે પ્રકાશિત કરેલાં વચનો અને આપેલું બોધબીજ મારું રક્ષણ કરો, એ જ સદૈવ ઇચ્છું છું. આપે સદૈવને માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્તૃત નહીં કરું.
ખેદ, ખેદ અને ખેદ; એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિ-દિવસ રડી રડીને કાઢું છું; કાંઈ
સૂઝ
૧૪૧
પડતી નથી.’’ (જી.પૃ.૨૭૦)
Page #151
--------------------------------------------------------------------------
________________
આત્મદાન આપનાર સદ્ગનો વિયોગ અસહ્ય
“શ્રીમન્ના દેહાંતના સમાચાર કાવિઠા આવ્યા તે વખતે શ્રી લલ્લુજી મહારાજ વગેરે કાવિઠામાં હતા. આગલે દિવસે તેમને ઉપવાસ હતો અને એકાંત જંગલમાં તેમને રહેવાનો અભ્યાસ હતો. તે પારણા વખતે ગામમાં આવ્યા. ત્યારે મુમુક્ષુઓ અંદર અંદર વાતો કરતા હતા તે વિષે તેમણે તપાસ કરતાં શ્રીમદના દેહાંતના સમાચાર મળ્યા કે તરત પાછા જંગલમાં તે ચાલી નીકળ્યા અને આહારપાણી કંઈ પણ વાપર્યા વિના એકાંત જંગલમાં જ તે વિયોગની વેળા વિતાવી. તેમને ઘણો જ આઘાત લાગ્યો હતો.
જેને આત્મદાનનો લાભ મળ્યો છે તેને તે ઉપકાર સમજાયાથી સદ્ગુરુનો વિયોગ અસહ્ય થઈ પડે છે.” (જી.પૃ.૨૬૯,૨૭૦)
“અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૮૪)
૧૪૨
Page #152
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના દેહોત્સર્ગ સમયે પેપરોમાં જે વિગતો છપાયેલ તેના ઓરીજીનલ પેપરના નમૂનાઓ
તારીખ ૨ ૩ મી એ પી લ મ સ બ ધાને કદાહ દાન કરાવવામાં તેજ હું અત:કરણુથી એમ માનું છું કે ધ જૈન ફીલસુફ કવી રાયચંદ્ર અને
તેમનું સ્મારક ફંડ હાલના વખતમાં એકલાજ કામ કરતા હતા. જ ઇન મારગમાં જે સેંકડો ફાંટા પડી ગયા છે
મુંબઈ સમાચારના અધી પતી જોગ. મરહમ મહાન જઈન તત્વવેત્તા જ તેનું મુખય કારણ અજ્ઞાનતા છે, એવું સમજા વી સમજાવી લેકેમાં એઈકતા દાખલ કરવું
સાહેબ,–જઈને ધરમનેજ ની પણ બ ને હીંદના એક પુરેપુરા શત્તાવધાની વાની તેઓની મહેનત અથાગ હતી. આવો !
ધ ધરમને ઉઠે અભયાસ કરી બહોળુ જ્ઞાને
ધરાવનાર કી રાયચં કે હાલ માં રાજકોટમાં ગુજ
ની યાદગારી કાયમ રહે તે માટે કાંઈ કરવા કવીશ્વર શ્રીમત રાજ્યચંદ્ર રવજીભા
ની શું આપણી ફરજ નથી કે? મેટામાં મોટી રી જવાથી આખા દેરાને એક મોટી મેટ થઈ ઈની યાદગારી કાયમ રાખવાની ફરજે મારી માનયતા પ્રમાણે જઈન કેમની છે છે, એ એનું ધયાને એટલું ચેકસ અને પાદ
કેમકે તે તેમને એ ઉધારે કરવાનેજ જ તે દાd શકતી એટણી મકકમ હતી કે એકવાર સુચના. હતા. આટલી નાની વયમાં જે પુરૂ પે આટલું
વાંચશું કદી ભુલતા નહીં હતા. તેઓ શતાવધા
ની એટલે એક સે કમ સાથે કરી શકતા હતા. કર્યું તે પુરૂષ વધારે વરસ જીવયા હોત તો શું મુંબઈ સમાચારના અધીપતી જેમ,
ન કરત? જે કૅઈ પણ પુરૂષની ઈદગી ખાસ ચારસે માણસાની ઉચારેલી જુદી ભાષાના શિ આ સાહેબ,-મહાન તતવતા અને હીંદના એક
બદે અનુક્રમે કહી સંભળાવતા હતા, એ બાબુ પુરેપુરા શતાવધાની કવીશ્વર શ્રીમત રાજયચંદ્ર
અનુકરણ કરવા જેવી હૈય તે તે આ પુરુષની
જ છે હું ૨૨જીભાઇના યુવાન વયે સ્વરગ ગમનથી આખી
આશા રાખું છું કે મારી આ શું. તમાં એમની મોટાઈ નથી. એક ત૮૫ તરીકે
જણાવું છું કે તેઓ એક મહાન વીદાન બ જઈને કૅમે એક મોટામાં મારા પરમ વરે 2 આખી મેઈન કેમ અને વીદવોન ૧૨. તે ચનાને તેના અનુયાયી એ તેમના વેપારી મી
ને એક મારગી હતા. જાહેરમાં આવયા વીના ધી પ્રકાશક ઉપદેષટા ગુમાવી છે, ગુજરાતી બા ૨ત ઉપાડી લેવાની અવશય પેતાની ફ૨જ સમજ તી,
મુંગે મહેંડે સરૂષટીનું અને પિતાનું શ્રેય શામાં છે એ તેને એક મહાન કવી ગુમાવે છે, આ
લી. સેવક,
રહેલું છે તેની પાછળ લામયા હતા. તેમને ઉપદે ને હા પાતાને એકલાજ ૨તન ૨૫ શતાવધાની
સુખલાલ છગનલાલ સધવી
સંધવી હર્યો છે. તેમનાથી હદે પોતાનું એક મર્ડન
એ હતો કે બહાર દેખાવમાં આવી ઘણું બેલવા
કરતાં કરીને જ સારું કામ બતાવવું જોઈએ. ણે હીત કરયે જતું રતન ગુમાવયું છે, અને તે ભરૂચ, તા. ૨૧ મી એપ્રીલ સને ૧૯૦૧.
એટલું જ નહી પણ સદવતનને ઉપદેશ ન કર છે આ દેશની બીજી આફતોમાં એક મોટી મ મ દ સ મા ચા ૨ સે મ વ તાં જાતે સાદગુણી થવું કે જેથી બીજા તેવું કે આફતને વધારે થ છે. મહાન પુરૂની યા ,
રવાની કેશિકા કરે જેથી સરૂટીને રામાનય લાભ દગારી રાખવાને રીવાજ એટલા માટે જ ચાલે તા ર મ ૨ ૭ મી મ. ૧ ૦ થાય, એ એના પ્રમાણીકપણુની, ખંતની, સત્ય છે કે, આવી ભયંકર આફતમાંથી પિતાનું ૨ ક્ષણ કેમ કરવું, તે ઉપદેશનારા તે પુરુષનું મરહુમ જઈને શતાવધાની તથા ફીલસુફ
‘તાની, નીરભી માની પણાની અને ધરમ કારયને એ જઈને માતા
૨૩ર માટે પોતાનાં ખાનગી કામ છોડી દેવાની આદત મ૨ણુ ૨હે તે ભવીષયની બાલાદને તેમનું અ જે રવજીભાઇનાં મરણું ઉપરથી ઉપજે
જગે જગે પ્રશંસનીય થઈ રહી છે. એ એના ખાનગી નુકરણ કરી તે આફતો દુર કરવા ની પોતાની
તા વીચારો.
એરડામાં ખુરશી પાસે, ટેબલ પર, બીસત્તર ૫૨, પવીત્ર ફરજની સમજ પડે.
મરહુમ જઈને શતાવધાની તથા ફીલ જગે જગે જાત જાતનાં પુસ્તક પીવાય કશું નજર - શ્રીમતે રાજયચંદ્ર મઉંનપણે દેશની અને સક રાજેદ્ર રવજીભાઈનાં મરણની ખબર
આવતું ન હતું. ખાસ કરી જઈને ધરમની ઉ નતી વધારવામાં જે
ભ્યારે જઈન કોમમાં ફેલાઈ ત્યારે સઘળા પ્રયાસ કરયે જતા હતા, તે પ્રયાસ કવીપણે કરી
એ એની દલીલે સચેટ હતી અને યુની વ વગે ધાજ લગી પ્રસરી હતી. તે પુરવક એવો જવાબ આપતા કે પુ “મારે સ તા, ૨ના૨ આ૫ણા દેશમાંથી વીરાજ નીકલી આ વર્ગ વચ્ચે ધણીજ દલગીરી પ્રસરી હતી, તે
પી થઈને જતા, વધે, ખરું કહીએ તે આંગળીને ટેરવે ગણી શે વાંચનારાઓને યાદ હશે. શતાવધાનના પ્ર કાય તેટલા પણ મળવા મુશ્કેલ છે. આવા પુરૂષ ગાથી, શીધ્રુથ્વી તરીકેની શકતીથી તથા
એ એના અકાળ મરૂતયુથી વધુ દુ:ખ મેટ. નું સ્મરણ હં અંશ ચીર' છવ રહે તે માટે મહેનત જઈન ધર્મ વિષેનાં પિતાનાં બહાળાં જ્ઞાનને
લા માટે થાય છે કે તે એની પરમ ઇછા કે ક૨વાની પવીત્ર ફરજ દરેક દેથાભી માની અને તે લીધે, મરહમ રાજેદ્ર જઈને કામમાં જ નહીં.
રયમાં મુકવાનો સમય આવે તે પહેલાં આવ્યું માં પણ ખાસ કરી જે ધર્મનું તે રતન હતું તે
૫ કરમ ખુટયું, ના અગ્રેસ રાની છે,
પણ પરમમાં પણું ઘણા જાણીતા થયા હ. થધાથી નહીં પણ ભુમીતીની પેઠે વીતરાગ - શ્રી મતની વીસ વરસ પહેલાની કારકીરદી તા, અને જઈને કેમ તે તેમને ઘણું જ
ના સીધાંતે સીધ કરી અજ્ઞાન દશાને દુર કરવી, આશ્ચરયકારક છે. તેની શતાવધાન કરવાની માન આપતી હતી. મરહુમની પ્રત્યે જઈને તે માટે મઉનપણમાં પિતાનું જીવન ગાળતા હૈ જે અદભુત શકતી હતી તેથી એક વખત આવું કામ કેટલો પ્યાર તથા માન ધરાવતી હતી
તા. તમામ સામગ્રી એ-વીદવતા, અભયાસ, લ હીંદ ચકીત થઈ ગયું હતું. સર ચા૨લસ સર તેનો પુરા એજ છે કે, તેમનાં મરણ ૫
સમી, કુટુંબ રસ પતી અને ક૨તી એ બધું જ છે જે આપણી હાઈ કોર્ટના મુખેય નયાયાથી થી થડા દીવસમાં 3યારે હજાર રૂખાની
ળિયા પછી તેને લીધે ઉદાસીન પણું સંપુરણ પણ છે હતા, તેઓ તેમની આવી હેરત પમાડનાર
રાખવાનું સામરથ મેળવવું હતું, તઈયાર થઈ ? શકતાયી મહીત થઇ ગયા હતા, અને પોતાની રકમ મરહુમની યાદગારી માટેનાં ફંડમાં ભ
હૈવાને ૬ ખત આપે ત્યાં તે ની ૫યોગી થઈ સાથે ઈગલ હ આવવા માટે તેમને આમહ કર ૨ાઈ છે. તેટલું માન મેળવવાને તેઓ ભા. હતે. વીસ વરસે જે પુરુષની આટલી થાયતા મૃથાની થયાં તેનું કારણું કાંઈ એકલા શતા હતી, તે પુરૂષને માટે જે દેશને તેણે જનમ થઈ વધાનના પ્રયોગોનું, અથવા જઈને ધર્મ !
પાપનીર” પત્રે એ બાબતમાં કરેલી છે દીપાવ હતા. તેણે શું ન કરવું જોઈએ ? સ્ત કે વીષેનાં તેમનાં જ્ઞાનનું નહી હg ,
ચના ધણી જ ઉત્તમ છે. તે સુચના એવી છે વીસમાં વરસથી તેઓ વયાપારમાં જોડાયા પણ તે છે ઉપરાંત શીર્ઘકવી તરીકેની ત
કે, મરહુમની યાદગારી રાખવા માટેનાં ફંડ હતા, અને એક બાહોશ અને મોટા વેપારી તે
બા.
ની જે આવક દર વરસે થાય તેમાંથી પ્રાચીન રી કે કીરતી મેળવી હતી. છતાં તેઓ વીદડી જે થી જઈને માપદંરાક તરીકેની તેમની
જઈન ધર્મ પુસ્તકો, જે કદી પણ પ્રગટ થયે વોજ ૨હી લેકૅમાં ધરમાંધપણું વયાપી રહયું હાથીનું પણું હતું.
લાં નહીં હોય તે પ્રગટ કઢાવવાં, તથા જઈન 3, a $ 8341 HIZ add and oral We have had a visit from a young prudiહા, અને તેમના પ્રતાપથી ગુજરાત અને મું ty, Sattavidini K Avi
ધર્મને લગતાં પુસ્તકોને એક માટે સંગ્રહ
Shri Raichandra બઈ ઈલાકાના પણું ભાગમાં બ્રા ધરમાંધ૫ણ’ (kinj, inhibitunt of Vivals, between Kutch કરી તેને “રાજે દ્ર રવજીભાઈ પુસ્તકાલય” નું
મત માત૨ના કલેથ અને 1 થવા "મ
Binit by કે id orbi, NIr. Richandra' is n
નામ આપવું. આ સુચના જઈને કેમ ન C.48%, a versilier by birtls, and by birth also યા હતા, અને લે સમજવા લાગયા & Shstuvadhan that is one who incomouic
પસંદ થઈ પડે એવી તે કદાચ જ કહેવાશે, હતા કે, બેટા ધરમાભીમાનપશુથી આતમાં એ powers will perfornn , we seed #t, 3 તાને પોતાના દેધનું અકલયાણું જ ધાર્યું છે, આવી છnt funclout #t on Au the કા talk titudરીતે ઉ૫૮% આપવામાં તેઓએ ચર્ત૬ વરસ માં He kuowa 13 other language but the Gujarati.
aud yet he can exerciso his marvellous poળિયાં હતાં, જે દરમિયાન તેમના મેં ક અનુ
Woowon sixteen different tougus. We shall પીએ થઈ ગયા હતા,
be glad to introduce him to earuest ixquires - Indian Sprclator."
૧૪૩
Page #153
--------------------------------------------------------------------------
________________
ન્યાયાધીશ દારશીભાઈને ઘર્મ પ્રાપ્તિની ઘગશ
શ્રી ઘારશીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. ઘંઘુકામાં શ્રી લલ્લુજી મુનિનું ચોમાસું હતું. ત્યાં તેઓ દર્શન સમાગમ અર્થે આવ્યા. અને મુનિશ્રી લલ્લુજીને ઉપાશ્રયેને મેડે પધારવા વિનંતિ કરી. પછી વિનયપૂર્વક ઘારશીભાઈએ તેમને સાષ્ટાંગ દંડવત્ કરી કહ્યું :
સં. ૧૯૫૭માં શ્રીમદ્જીનો દેહ છૂટતાં પહેલાં પાંચ-છ દિવસ અગાઉ તેઓશ્રીએ મને જણાવેલું કે શ્રી અંબાલાલ, શ્રી સોભાગભાઈ અને આપને તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે. તે શબ્દો મારા આત્મહિત માટે જ હતા. હવે આપ મારે અવલંબનરૂપ છો. પરમકૃપાળુદેવે આપને જણાવેલ આજ્ઞા કૃપા કરી મને ફરમાવો. મારી હવે આખર ઉંમર ગણાય અને હું ખાલી હાથે મરણ પામું તો તેના જેવું બીજું શું શોચનીય છે? આજે અવશ્ય કૃપા કરો, એમ વારંવાર કહી કંઈ પ્રસાદી આપવા વિનંતિ
કરી.
તેથી શ્રી લલ્લુજી મુનિએ, સ્મરણમંત્ર મુમુક્ષુઓને જણાવવા પરમકૃપાળુદેવે આજ્ઞા કરેલ તે તેમને જણાવ્યો. તેનું આરાઘન મરણની છેલ્લી ઘડી સુધી કરી શ્રી ઘારશીભાઈએ દુર્લભ એવું સમાધિમરણ સાધ્યું.
પરમકૃપાળુદેવની હાજરીમાં શ્રી જૂઠાભાઈને પણ સ્વરૂપજ્ઞાન પ્રગટેલ તેનો ઉલ્લેખ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રક ૧૧૭માં મળી આવે છે.
૧૪૪
Page #154
--------------------------------------------------------------------------
________________
પ્રત્યક્ષ પરમગુરુ પરમકૃપાળદેવ
હવે આપણે આધાર કોણ? પ્રત્યક્ષ પરમગુરુ પરમકૃપાળુદેવ.
પ્રત્યક્ષ સત્પરુષ વિના સ્વરૂપસ્થિતિ થવી સંભવતી નથી એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. એ વાર્તા જો કે યથાર્થ છે, પણ પ્રત્યક્ષ સત્પરુષ કોને કહેવા? કે જેની આજ્ઞામાં રહી આત્મ કલ્યાણ સાધી શકાય.
મુખ્યત્વે પ્રત્યક્ષ સત્પરુષ આત્મજ્ઞાની હોવા જોઈએ. કેવળ આત્માની વાતો કરી અંતરમાં મનાવા પૂજાવાની વાસના ભરેલી હોય એવા કહેવાતા જ્ઞાની, જીવોનું કલ્યાણ કરી શકે નહીં. ગુરુ થવું એ ભારે જોખમદારીનું કામ છે. જો અસદ્ગુરુનાં લક્ષણો હશે અને પોતાને ગુરુપદે મનાવતા હશે તો ત્રીસ મહામોહનીય કર્મના ભાંગામાં પેસી જઈ અનંત સંસાર વધારી દેશે.
વર્તમાનકાળમાં પરમકૃપાળુદેવના ઉપદેશ અનુસાર સાચા આત્મજ્ઞાની ગુરુની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. માટે પ.પૂ.પ્રભુશ્રીજીના કથનાનુસાર આવા કાળમાં પરમકૃપાળુદેવને જ ગુરુ માની, જીવનપર્યત તેમના દાસ થઈ, તેમની જ ભક્તિમાં લીન થવું એ મુક્તિમાર્ગનો સંપૂર્ણ સુરક્ષિત ઉપાય છે. પ્રત્યક્ષ સત્પરુષ મેળવવાના બહાને ક્યાંય ભટકવા જેવું નથી. નહીં તો જે સત્ મળ્યું છે તેને પણ જીવ ખોઈ બેસશે, એમ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ જણાવ્યું છે.
જેણે આત્મસ્વરૂપ પ્રગટ કર્યું તે પ્રત્યક્ષ જ્ઞાની એવા નિકટ ભૂતકાળમાં થયેલા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રદેવને જ પ્રત્યક્ષ ગુરુ તુલ્ય માની તેમની આજ્ઞા આરાઘવાથી જરૂર કલ્યાણ થવા સંભવ છે. આ કાળમાં તેમના વચનો જેમ છે તેમ પ્રત્યક્ષ હાજર છે, એમની વીતરાગ મુદ્રા પણ જેવી હતી તેવી પ્રત્યક્ષ વિદ્યમાન છે. તે વીતરાગમુદ્રા અને વચનામૃતોવડે આજે પણ સમ્યત્વસમકિત પ્રાપ્ત કરી શકાય છે. એ વિષે પરમકૃપાળદેવ સ્વયં પત્રાંક ૬૦૯માં જણાવે છે :
સત્સંગનું એટલે સપુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ ને પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાઘવો કે જે આરાઘનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૭૦)
૧૪૫
Page #155
--------------------------------------------------------------------------
________________
પ્રત્યક્ષ સન્દુરુષના માહારા વિષે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી :
પૂર્વે થઈ ગયેલા અનંતજ્ઞાનીઓ જો કે મહાજ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કંઈ જીવનો દોષ જાય નહીં; એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહીં, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બિરાજમાન હોય તે જ દોષને જણાવી કઢાવી શકે. જેમ દુરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે.” (પૃ.૩૮૨)
પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પરુષ છે. (પૃ.૨૮૭).
મૂર્તિમાન મોક્ષસ્વરૂપ સપુરુષ મળવા દુર્લભ સપુરુષનો યોગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સત્પરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કહ્યો છે. (પૃ.૬૧૩) વીતરાગપુરુષના અભાવ જેવો વર્તમાન કાળ વર્તે છે. (પૃ.૮૧૮)
મૂર્તિમાન મોક્ષસ્વરૂપ સત્પરુષ ઓળખવા દુર્લભ જેમ ભગવાન વર્તમાન હોત, અને તમને બતાવત તો માનત નહીં; તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તો મનાય નહીં. સ્વઘામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થવા નથી. પછવાડેથી જીવો તેની પ્રતિમાને પૂજે, પણ વર્તમાનમાં પ્રતીત ન કરે. જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં, વર્તમાનમાં થતું નથી. (પૃ.૭૨૨)
પ્રત્યક્ષ જ્ઞાની એટલે કોણ? “ઉપદેશામૃતમાંથી - મુમુક્ષુ–પ્રત્યક્ષ એટલે?
પ્રભુશ્રી–આટલું સ્પષ્ટ છતાં ન સમજાય તો આ કાળનું એક વધારાનું અચ્છેરું ગણાવું જોઈએ. પ્રત્યક્ષ એટલે જેણે આત્મા પ્રાપ્ત કર્યો છે તે. શાસ્ત્રમાંથી મળેલું જ્ઞાન અને પ્રત્યક્ષ જ્ઞાની દ્વારા મળેલા ઘર્મમાં મોટો ભેદ છે. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ જ્ઞાનીના હૃદયમાં રહ્યો છે. (પૃ.૨૭૬)
પ્રત્યક્ષ અને પરોક્ષ કોને કહેવા? બોઘામૃત ભાગ-૧માંથી - મુમુક્ષુ–પ્રત્યક્ષ અને પરોક્ષ કોને કહેવા?
પૂજ્યશ્રી–જે સત્પરુષ હાજર છે તે પ્રત્યક્ષ યોગ છે અને સલ્ફાસ્ત્રાદિ છે તે પરોક્ષ છે. જો પ્રત્યક્ષ સદ્ગુરુનો યોગ હોય તો પોતાના દોષ સદ્ગુરુના બોઘથી દેખાય, સદ્ગુરુ પણ તેને કહે કે તારામાં આ દોષ છે, એટલે તે દોષ નીકળે. જે શાસ્ત્રાદિ પરોક્ષ યોગ છે તેમાં તો શંકા કરવી હોય તો થાય, જેમ પોતાને માનવું હોય તેમ માને. (પૃ.૪૫)
હવે પુરુષ કોને માનવા? બોઘામૃત ભાગ-૧માંથી - મુમુક્ષુ–કૃપાળુદેવે ઠેકાણે ઠેકાણે લખ્યું છે કે પ્રત્યક્ષ સત્પરુષ હોય તો જ કલ્યાણ થાય. હવે પરમકૃપાળુદેવ તો પરોક્ષ છે, તો કોને પ્રત્યક્ષ સત્પરુષ માનવા?
પૂજ્યશ્રી–પ્રત્યક્ષ સત્પષના વચનો છે, તે પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી વિચારવાં તથા આરાઘવાં તો સમતિ થાય એવું છે. મુમુક્ષ-સમાધિસોપાન'માં આવે છે કે પ્રતિમાને વંદન કરવું, પૂજા કરવી વગેરે પ્રત્યક્ષ વિનય છે, તો તે પ્રત્યક્ષ વિનય
૧૪૬
Page #156
--------------------------------------------------------------------------
________________
કેવી રીતે? પૂજ્યશ્રી–ભાવ પ્રત્યક્ષના કરવાના છે. ભગવાન તીર્થકર જ્યારે વિચરતા હતા, ત્યારે આ જીવ ક્યાંય એકેન્દ્રિયાદિમાં ભટકતો હશે અને હવે મનુષ્યભવ મળ્યો છે, પણ તેવો યોગ નથી. તે માટે ભગવાનના મંદિરમાં જઈને ભાવના કરવી કે સાક્ષાત ભગવાન વિરાજ્યા છે. આ મંદિર છે તે સમવસરણ છે, એમ જાણીને ભક્તિ કરવી. કષાય ઘટાડવાના છે. (બો.૧ પૃ.૧૦૫).
જેણે આત્મા યથાર્થ જામ્યો તે પ્રત્યક્ષ જ્ઞાની મુમુક્ષ-“પ્રત્યક્ષ સદગુરુ અને પરોક્ષ સદગુરુ બાબતમાં સંકલ્પ વિકલ્પ થાય છે.”
પૂજ્યશ્રી–“એવા કોઈ સંકલ્પ વિકલ્પ કરવા નહીં. જેણે આત્મા યથાર્થ જામ્યો છે એવા પરમકૃપાળુદેવ તે પ્રત્યક્ષ જ છે. તેમના શરણે જ રહેવું. કોઈ બીજા વિકલ્પમાં પડવું નહીં. પૂનાની પ્રતિજ્ઞા યાદ છે? ત્યાં પ્રભુશ્રીજીએ બઘાને પ્રતિજ્ઞા કરાવી હતી કે “સંતના કહેવાથી મારે કપાળુદેવની આજ્ઞા માન્ય છે.” સંતની આજ્ઞાએ મને એક કપાળુદેવ જ માન્ય છે, બીજો કોઈ નહીં. આપણે પ્રત્યક્ષની ક્યાં શોઘ કરવાની છે? પ્રભુશ્રીજીએ બહુ શોઘ કરી કૃપાળુદેવને આખરે શોધી કાઢ્યા અને તે જ આપણને માન્ય કરવા કહ્યું માટે બીજા કોઈ સંકલ્પ વિકલ્પ કરવા નહીં. એક પરમકૃપાળુએ જેવો આત્મા જાણ્યો છે તેવો જ મારે માન્ય છે. તે જ મારે જોવો છે. અને તેમની આજ્ઞા અને વચનોનું યથાર્થ પાલન કરવું છે. આપણે પરમકૃપાળુદેવ પ્રત્યક્ષ જ છે, એમ નિશ્ચય રાખવો, કારણ કે જો પ્રત્યક્ષ હોત તો તેમના વચનોનું જ પાલન કરવાનું હતું. બીજાં શું? માટે તેમના જે વચનો મળ્યા છે તેનો લક્ષ રાખી પ્રવર્તન કરવું. અને તે પુરુષે કહેલા વચનો કોઈ બીજો કહેતો હોય તો સાંભળવા, માન્ય કરવા યોગ્ય છે. પણ બીજા કોઈ વિકલ્પ કરવા નહીં. બઘા સંકલ્પ વિકલ્પો મૂકી દઈ એક પરમકૃપાળુ સરુને શરણે જ વર્તવા યોગ્ય છે. સર્વ પ્રકારે પરમકૃપાળુદેવ ઉપર અર્પણબુદ્ધિ કરવી. પ્રત્યક્ષ પરોક્ષના કોઈપણ વિકલ્પો કરવા નહીં. એક પરમકૃપાળુદેવના જ આશ્રયે તેમની આજ્ઞા પાલન કરવાની છે.” (પૂ.શ્રી બ્રહ્મચારીજી જન્મ શતાબ્દી સ્મારક ગ્રંથ-પૃ.૨૩)
પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી ? પ્રશ્ન-“મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાઘવી જોઈએ.” (૨૦૦૮) પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી? અને અમારે વિષે તે શી રીતે સંભવે?
ઉત્તર–જેણે આત્મસ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું છે તે પ્રત્યક્ષ જ્ઞાની છે. પરમકૃપાળુદેવે પ્રગટ આત્મસ્વરૂપ અનુભવ્યું છે, આત્મસ્વરૂપ થયા છે, પોતે દેહધારી છે કે કેમ તે તેમને માંડ માંડ વિચાર કરે ત્યારે યાદ આવતું; તેવા પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા પ.પૂ.પ્રભુશ્રીજીને પ્રાપ્ત થઈ; તેમણે પોતાને જે આજ્ઞાથી લાભ થયો તે આ કાળમાં અન્ય યોગ્ય જીવોને પ્રાપ્ત થાય તે અર્થે તેમની પાસે આવ્યા તેમને તે પ્રત્યક્ષ પુરુષની) આજ્ઞા જણાવી અને પોતે ન હોય ત્યારે યોગ્ય જીવોને જણાવવા અંત વખતે મને આજ્ઞા કરી. તે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા તમને પ્રાપ્ત થઈ છે, તો શ્રદ્ધાપૂર્વક આરાઘવા, અપ્રમત્તપણે આરાઘવા ભલામણ છેજી. (બો.૩ પૃ.૭૭૭)
સપુરુષના વચનો પ્રત્યક્ષ ભગવાન તુલ્ય. બોઘામૃત ભાગ-૧માંથી = ભગવાન પ્રત્યક્ષ ન હોય તો તેમના વચનો પ્રત્યક્ષ ભગવાન જ છે, એમ વિચારી સ્વાધ્યાય કરવો. (પૃ.૨૯૫)
૧૪૭
Page #157
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુદેવની અંતર્ધાત્મદશા “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી - ‘હું કોઈ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં.”
(પૃ.૧૭૦) આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. (પૃ.૨૪૯)
પ્રવૃત્તિ છે તો તેને માટે કંઈ અસમતા નથી, પરંતુ નિવૃત્તિ હોય તો બીજા આત્માઓને માર્ગ
મળવાનું કારણ થાત. (પૃ.૨૫૧) આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્ધાનુસાર ગમે તેવા શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. (પૃ.૨૨૪)
એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી. (પૃ.૨૯૦)
સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વઘતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી. (પૃ.૩૧૦)
ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે, આત્મા તો પ્રાયે મુક્તસ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. (પૃ.૩૧૨).
વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે, એવો આ સંસાર તેને વિષે હવે ફરી આત્મભાવે કરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. ત્રણે કાળને વિષે હવે પછી આ સંસારનું સ્વરૂપ અન્યપણે ભાસ્યમાન થવા યોગ્ય નથી, અને ભાસે એવું ત્રણે કાળને વિષે સંભવતું નથી. (પૃ.૩૩૫)
ઈશ્વરેચ્છા'થી જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ. (પૃ.૩૪૬)
સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંઘનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિઘ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ.
મુમુક્ષજીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. (પૃ.૪૯૯)
જૈનમાર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો કઠણ છે. સમજાવતાં આડાં કારણો આવીને ઘણાં ઊભાં રહે, તેવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતાં ડર લાગે છે. તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે. નહીં તો હાલ તો મૂળમાર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળમાર્ગ બીજાના લક્ષમાં નથી, તેમ તે હેતુ દ્રષ્ટાંતે ઉપદેશવામાં પરમશ્રુત આદિ ગુણો જોઈએ છે, તેમ જ અંતરંગ કેટલાક ગુણો જોઈએ છે, તે અત્ર છે એવું દ્રઢ ભાસે છે. (પૃ.૫૧૮)
મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાશ્યો છે, શું શું કરીને માર્ગ પ્રકાશ્યો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે; અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઈશ્વરી ઇચ્છાનું લક્ષણ જણાય છે. (પૃ.૨૪૯)
મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે. અમારું જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી; સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારું આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. (પૃ.૩૨૮- ૯)
નિઃસંદેહસ્વરૂપ જ્ઞાનાવતાર છે અને વ્યવહારમાં બેઠા છતાં વીતરાગ છે.
૧૪૮
Page #158
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુદેવની અપૂર્વ વાણી શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી :
જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોઘ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને અનુભવસહિતપણું હોવાથી આત્માને સતત જાગૃત કરનાર હોય છે. શુષ્કજ્ઞાનીની વાણીમાં તથારૂપ ગુણો હોતા નથી; સર્વથી ઉત્કૃષ્ટ ગુણ જે પૂર્વાપર અવિરોઘપણું તે શુષ્કજ્ઞાનીની વાણીને વિષે વર્તવા યોગ્ય નથી, કેમકે યથાસ્થિત પદાર્થદર્શન તેને હોતું નથી; અને તેથી ઠામઠામ કલ્પનાથી યુક્ત તેની વાણી હોય છે. (પૃ.૪૯૬)
સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે. (પૃ.૩૭૬)
ઉપદેશામૃત'માંથી -
દેવચંદ્રજીનાં સ્તવનો પણ એક આત્મજ્ઞની વાણી છે. છતાં પરમ કૃપાળુદેવની વાણી એનાથી ચઢિયાતી છે. એવા પુરુષ ઘણે કાળે થયા. એમની દશા ઘણી ઊંચી હતી. આ સમયમાં એમનું થવું એ ચમત્કારરૂપ હતું. મહાપુણ્યથી તેમનો પરોક્ષ જોગ થયો, તો તેમને ગુરુ કરી સ્થાપવા, દ્રઢ શ્રદ્ધા કરવી. (પૃ.૪૧૧)
બોઘામૃત ભાગ-૩' માંથી -
પરમકૃપાળુદેવનાં વચનો આ કાળમાં તો અમૃતની વૃષ્ટિ સમાન છે. બીજાં પુસ્તકો જોઈએ છીએ ત્યારે તેની ગહનતા અને પરમ ઉપકાર વારંવાર તરી આવે છે. બીજું કંઈ વિવેચન ન થાય તો પણ તેના તે જ શબ્દો વારંવાર બોલાશે, સંભળાશે તોપણ જીભ મળી છે તે લેખે આવશે, કાન પાવન થશે. (પૃ.૧૨૬)
પરમકૃપાળુદેવનાં વચનામૃતો છે તે વૈરાગ્યથી ભરેલાં છે, સજિજ્ઞાસુ જીવાત્માને સંસારથી તારનાર ને સસ્પંથે દોરનાર, મોક્ષમાર્ગે ગમન કરાવનાર ભોમિયારૂપ છે; તો તે વચનામૃતોમાંથી જે જોઈએ તે મળી શકે છે. (પૃ.૬૬૭)
સપુરુષોનાં વચનો પ્રત્યક્ષ સત્પષતુલ્ય ગણી બહુમાનપણે એકનિષ્ઠાથી આરાઘાય તો સમકિતની પ્રાપ્તિ કરાવે તેવું તેમાં બળ છે, માટે સત્સંગનો યોગ ન બને તેમ હોય તોપણ વિશેષ બળ કરી તે વચનોનો પરમાર્થ હૃદયમાં ઊતરે તે અર્થે દિવસના ૨૪ કલાકમાંથી એકાદ-બે કલાક ખોટી થવાનો અભ્યાસ રાખશો તો તેની અસર બીજાં કાર્યો કરતાં પણ જણાઈ આવશે. (પૃ.૩૩૧)
‘જીવનકળા’માંથી :
બીજે દિવસે પરમ કરુણાનાથે પરમ કરુણા કરી ઉપશમ રસ અને વીતરાગભાવ પ્રગટ થાય એવી અપૂર્વ વાણી પ્રકાશી. પોતે પરમ વીતરાગ મુદ્રા ઘારણ કરી શુદ્ધ આત્મોપયોગમાં રહી જણાવ્યું કે આ વાણી આત્મામાં સ્પર્શીને નીકળે છે, આત્મપ્રદેશોથી નિકટતરથી લૂછાઈને પ્રગટે છે. અમને સર્વ સાધુઓને આ અલૌકિક વાણીથી અલૌકિક ભાવ પ્રગટ થયો હતો. તેમ જ એવી ચમત્કૃતિ લાગતી કે આવી વાણી આપણે કોઈ કાળે જાણે સાંભળી નથી. એવી અપૂર્વતા તે વાણીમાં અમને લાગતી હતી. (પૃ.૧૮૪)
શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથનું અલૌકિક માહાભ્ય “ઉપદેશામૃતમાંથી - વચનામૃત વાંચવામાં વિશેષ કાળ જાય તેમ કર્તવ્ય છે. તે સત્સંગની ગરજ સારશે. (પૃ.૧૨૮) બોઘામૃત ભાગ-૧,૩ માંથી -
આ વચનામૃત છે, તે નિસ્પૃહ પુરુષનાં વચનો છે. અશરીરીભાવ પામીને આ વચનો કૃપાળુદેવે લખ્યાં છે. આશાતના ન કરવી. લોકોના કહેવાથી આડાઅવળી પુસ્તક નાખી ન દઈએ. પુસ્તક કોઈ જ્ઞાનીની આજ્ઞાથી વાંચે તો લાભ થાય. (બો.૧ પૃ.૨૫૭)
વચનામૃત છે તે ભગવતીસૂત્ર કરતાં પણ વધારે, સિદ્ધાંતના સાર જેવું છે. પણ ચેતતો નથી. કોઈને કૃપાળુદેવનો એક પત્ર મળતો, કોઈને બે પત્ર મળતા. પણ આપણને તો આખું વચનામૃત મળ્યું છે. કળિકાળમાં પ્રગટ જ્ઞાનીનો બોઘ આ છે, તે પીએ તો તરસ છીપે. સત્સંગનો આ કાળમાં દુષ્કાળ પડ્યો છે. (બો.૧ પૃ.૨૨૫)
૧૪૯
Page #159
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથનું અલૌકિક માહાભ્ય જેની પાસે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ છે તેને ઘેર સમજણનો ભંડાર છે, પણ જીવની યોગ્યતા માણે તેમાંથી તે ગ્રહણ કરી શકે છેજી. નદીમાં પાણી ઘણું હોય પણ જેની પાસે જેવડું વાસણ હોય તેટલું પાણી તે લઈ શકે છે. માટે યોગ્યતા કે આત્માર્થીપણું પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કર્તવ્ય છેજી. (બો.૩ પૃ.૭૮૬)
મહાપુરુષનું જીવન આપણને નિર્મળ બનાવે છે. કૃપાળુદેવનું જીવન તો ઘણાં જીવનચરિત્રો જેવું છે. એક ભવમાં ઘણા ભવોનો સરવાળો થયેલો છે. ખરું જીવન તો એમના પત્રો છે. આ કાળમાં એવા ગંભીર ભાવો કોઈ લખી શક્યા નથી. એક એક પત્રમાં આખો મોક્ષમાર્ગ મૂકી દીધો છે. એ સમજાય તો આપણું જીવન ઉત્તમ થાય. મહાપુરુષના જીવન સંબંઘી જાણે તો એને ભક્તિ જાગે. એમાંથી મારે કામનું શું? એ લક્ષ રાખે તો કંઈ ને કંઈ શીખવા મળે. (બો.૧ પૃ.૩૧૫) પરમકૃપાળુદેવના પત્રો એ જ આપણને નવજીવન અર્પનાર છે. આપણા ઉપર જ જાણે આજે અમુક પત્ર આવ્યો છે એમ જાણી જિજ્ઞાસા તીવ્ર રાખી વાંચીશું, વિચારીશું તો તેમાંથી અપૂર્વ બળ
શે. “સપુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” (૪૭) એવું પરમકૃપાળુદેવનું વચન છે. અને તેના વચનયોગરૂપ ગ્રંથને આઘારે આપણે કલ્યાણ સાધવાનો નિશ્ચય છે તો અવશ્ય આપણું કલ્યાણ થશે. (બો.૩ પૃ.૧૦૮)
હે ભગવાન! મારા જેવા પામરના હાથમાં, રાંકને હાથ રતન આવે તેમ, આ પત્રો આવ્યા છે. તેમાંના એકેક પત્રના આધારે મુમુક્ષુઓએ પોતાનું જીવન ઘડ્યું છે, આખી જિંદગી સુધી એક જ પત્રના રસનું પાન કર્યું છે અને પોતાની દશા તેના આઘારે વઘારી છે. મારે પણ એમાંથી અમૃત પીને મારા આત્માને અમર બનાવવો છે. (બો.૩ પૃ.૬૩૪)
“શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથ છપાયો નહોતો તે વખતે વિચાર કરી શકે તેવા જીવોને સદ્ગુ આજ્ઞાએ વાંચવા યોગ્ય ગણી જેમને તે સમજાય તેવાને તેની ભલામણ કરેલી. તે ગ્રંથમાં જણાવેલા બધા ગ્રંથો ખરીદી વાંચવા બેસે તો પાર આવે તેમ નથી. “શાસ્ત્ર ઘણા મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ” એ વિચારશો અને જેમાં સમજણ ન પડે અને વૈરાગ્ય-ઉપશમનું કારણ ન બને તેવું લાગતું હોય તો, તે વાંચનને બદલે “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથનું વિશેષ વાંચન-વિચાર રાખશો તો વિશેષ હિતકારી છેજી. (બો.૩ પૃ.૩૩૫)
બીજે ખોટી થશો અને જે શીખવાનું મળશે તે કરતાં મોટા પુસ્તકમાંથી જે જાણવાનું મળશે તે અલૌકિક અને આત્મહિતકારી વિશેષ થઈ પડશેજી. જેણે આત્મા નથી જાણ્યો તે ગમે તેવી કથા કરે પણ સાંભળનારમાં વીતરાગતા, નિર્મોહીપણું પ્રગટાવી ન શકે; અને જેણે આત્મા જામ્યો છે તે પુરુષનાં થોડાં વચનો પણ પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી ઉપાસવામાં આવે તો જગતનું વિસ્મરણ થાય અને આત્મા તરફ વૃત્તિ વળે, ઠરે અને ભાન પણ પ્રગટે. (બો.૩ પૃ.૭૫૩)
આપે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચવાની ઇચ્છા જણાવી તેના ઉત્તરમાં જણાવવાનું કે એ ગ્રંથ સર્વ શાસ્ત્રના સારરૂપ છે. તેનો નિયમિત અભ્યાસ શ્રદ્ધાપૂર્વક યથાશક્તિ થાય તો લાભનું કારણ છે તથા સપુરુષના વિયોગમાં પરમ અવલંબન તથા માર્ગદર્શકરૂપ છે. (બો.૩ પૃ.૫૪)
પરમકૃપાળુદેવનું પુસ્તક વાંચતા રહેવાથી ઘણા ખુલાસા આપોઆપ થાય તેમ છેજી અને ન સમજાય તો પૂછવામાં હરકત નથીજી. આત્મહિત પોષવા માટે પરમકૃપાળુદેવનાં વચનો મને તો સર્વોત્તમ લાગ્યા છેજ. તેથી વારંવાર તે જ ભલામણ કરવા વૃત્તિ રહે છેજી. (બો.૩ પૃ.૪૭૪)
જે વચનામૃતો આપણને અંત સુધી મદદ કરનાર નીવડે છે તે વચનો બીજા જીવોને સુલભ થાય તે દરેક મુમુક્ષુની ભાવના સહજ હોય. જેની પાસે ઘનનું સાઘન હોય તે તે દ્વારા પોતાના ભાવ પ્રદર્શિત કરે. એક તો પડતર કિંમત કરતાં કંઈ ઓછી કિંમત રાખવાની શરતે ઘનની મદદ કરાય, અથવા તે પુસ્તકો પ્રસિદ્ધ થયે અમુક પ્રતો ખરીદી તે ઓછી કિંમતે, મફત યોગ્યતા પ્રમાણે જીવોને વહેંચી શકાય. (બો.૩ પૃ.૬૮૯)
૧૫૦
Page #160
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુદેવની નિષ્કારણ કરુણા “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી -
કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિઘ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. (પૃ.૪૯૯)
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ;
માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩ કોઈ ક્રિયાને જ વળગી રહ્યા છે, અને કોઈ શુષ્કજ્ઞાનને જ વળગી રહ્યા છે, એમ મોક્ષમાર્ગ માને છે; જે જોઈને દયા આવે છે. ૩ (પૃ.૫૨૭)
‘બોઘામૃત ભાગ-૩માંથી -
પરમકૃપાળુદેવનો પરમ ઉપકાર જેમ જેમ તેમનાં વચનો વારંવાર વંચાય છે તેમ તેમ વિશેષ વિશેષ ફુરે છે. એવા અપવાદરૂપ મહાપુરુષે “મોક્ષમાર્ગ બહુ લોપ થયેલો તે “ભાખ્યો અત્ર અગોપ્ય” પ્રગટ કર્યો. એના યોગબળે અનેક જીવો સત્ય માર્ગ તરફ વળ્યા, વળે છે અને વળશે. આપણાં પણ મહાભાગ્ય કે તેવા પુરુષનાં વચનો પર વિશ્વાસ, પ્રેમ, પ્રતીતિ થવાથી તેમના હૃદયમાં રહેલી અનુપમ અનુકંપાને યોગ્ય તેમની આજ્ઞા વડે આપણો આત્મોદ્ધાર કરવા પ્રેરાયા છીએ. તે મહાપુરુષ પાસેથી ઘરાઈને જેણે અમૃતપાન કર્યું છે એવા શ્રી લઘુરાજસ્વામીનો પણ પરમ ઉપકાર છે કે જેમણે પોતાને અલભ્ય લાભ થયો તે સર્વ આ કાળના જિજ્ઞાસુ જીવો પામે એવી નિષ્કારણ કરુણાથી આખર વખતે પોતાને પ્રાપ્ત થયેલી આજ્ઞાની પરંપરા ચાલુ રહે તે અભિપ્રાયે સ્પષ્ટ પ્રેરણા કરતા ગયા છે. તેમણે વારંવાર બોઘવચનોમાં પોતાની પ્રતીતિ પ્રદર્શિત કરી છે. તેમાંથી અલ્પ અંશ અહીં આપને વારંવાર વિચારી લક્ષમાં રહેવા તથા તેનો લાભ મળ્યા કરે તે અર્થે જ જણાવું છુંજી–
“સર્વ શાસ્ત્રોનો સાર, તત્ત્વોનો સાર શોધીને પરમકૃપાળુદેવે કહી દીઘો છે. બહુ દુર્લભ, આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહ્યું. “વીસ દુહા’ ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ, છપદનો પત્ર, યમનિયમ, આત્મસિદ્ધિ આટલાં સાઘન અપૂર્વ છે, ચમત્કારિક છે! રોજ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. “દરજીનો છોકરો જીવે ત્યાં સુધી સીવે', એ તો ખોટી વાત છે; પણ તમે જીવતાં સુઘી આટલું તો કરજો જ. તેથી સમાધિમરણ થશે, સમકિતનો ચાંલ્લો થશે. વઘારે શું કહ્યું? (પૃ.૪૮૧)
- જ્ઞાનીનો માર્ગ સુલભ પણ પામવો દુર્લભ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી -
જ્ઞાનીનો માર્ગ સુલભ છે, પણ તે પામવો દુર્લભ છે; એ માર્ગ વિકટ નથી, સીઘો છે. પણ તે પામવો વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ. તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઈએ. પછી તેના વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે, દુર્લભ છે. (પૃ.૯૬૮)
સપુરુષને ઓળખવા માટેની પાત્રતા “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી - મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. (પૃ.૨૮૯),
મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષ ને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. (પૃ.૨૮૮)
આત્માને વારંવાર સંસારનું સ્વરૂપ કારાગૃહ જેવું ક્ષણે ક્ષણે ભાસ્યા કરે એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ છે.
૧૫૧
Page #161
--------------------------------------------------------------------------
________________
દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ અને વૈરાગ્ય એ ગુણો મુમુક્ષુના ઘટમાં સદાય સુજાગ્ય એટલે જાગ્રત હોય, અર્થાત્ એ ગુણો વિના મુમુક્ષુપણું પણ ન હોય. (પૃ.૫૫૭)
કળિયુગમાં અપાર કષ્ટ કરીને સત્પરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડ્યું અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર. (પૃ.૨૯૯)
જીવે સૌથી પ્રથમ કરવા યોગ્ય શું? “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી -
જીવે ઘર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાસ અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાઘવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પરુષથી જ આત્મા કે આત્મઘર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાઘવા જોગ છે. (પૃ.૩૫૧)
બોઘામૃત ભાગ-૨,૩”માંથી -
તરવું હોય તો પ્રથમ શું જાણવું? તારનારને ઓળખવો જોઈએ. કુસંગ હોય તેને ત્યાગવો જોઈએ. બુડાડનારને ત્યાગવો જોઈએ. “જેની પાસેથી ઘર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી.” (૪૬૬) સદ્ગુરુમાં ભૂલ ન થવી જોઈએ. એમાં ભૂલ થઈ તો બઘામાં ભૂલ થાય, બઘો સરવાળો ખોટો આવે. (બો.૨ પૃ.૫૭)
આ કાળમાં જીવે કરવા યોગ્ય શું છે? (૧) પોતે સદ્ગુરુનું શરણ લેવું, (૨) ક્રોધાદિ કષાયોને શમાવવા, (૩) મોક્ષ સિવાય બીજી ઇચ્છા ન રાખવી, (૪) વૈરાગ્ય રાખવો, (૫) કષાય ઉદય આવે ત્યારે અભાવ લાવવો, પણ વઘારવા નહીં, (૬) શાસ્ત્ર સમજવા સત્સંગનો આધાર લેવો. મુખ્ય માર્ગ તો આ છે કે જે માર્ગથી અજ્ઞાન જાય, કષાય ઘટે એ માર્ગ આરાઘવાનો છે. સમ્યગ્દર્શન વગર બધું ઊંધું થાય છે. (બો.૨ પૃ.૧૦૯)
પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધા દૃઢ થાય તે બઘાં સત્સાઘનનો પ્રથમ પાયો ગણવા યોગ્ય છેજી. વખત મળતો હોય ને જિજ્ઞાસા હોય તો “જીવનકળા’ના વાંચનથી કે સાંભળવાથી પુરુષ પ્રત્યે પ્રેમની વૃદ્ધિ થાય તેવું છે. બો.૩ પૃ.૨૮૮).
પ્રથમ કાર્ય મનુષ્યભવમાં કરવા યોગ્ય એ છે કે “સત્ વસ્તુની જિજ્ઞાસાની વૃદ્ધિ કરવી અને તે પ્રાપ્ત કરાવે તેવા સપુરુષને શોથી તેનાં વચનમાં વિશ્વાસ રાખવો યોગ્ય છે. ભગવાને શ્રદ્ધાને પરમ દુર્લભ કહી છે. જેને એ શ્રદ્ધા આવી તેને પછી મોક્ષ દૂર નથી. પણ તે પ્રાપ્ત થવા માટે સક્ષુરુષના બોઘની જરૂર છે, અને જીવને તે બોઘ ગ્રહણ કરી તેને વિચારી પ્રતીત કરવા જેટલી યોગ્યતાની પણ જરૂર છે. તેથી હાલ યોગ્યતા વધે તેવા પુરુષાર્થમાં રહેવું ઘટે છે. (૧) સર્વ પ્રાણી પ્રત્યે નિર્વેરબુદ્ધિ તે મૈત્રીભાવના, (૨) જેનામાં સદગુણ હોય તે દેખીને પ્રમોદ-ઉલ્લાસ થવો તે પ્રમોદભાવના, (૩) દુઃખી પ્રાણીઓ પ્રત્યે દયાભાવ તે કરુણાભાવના અને (૪) અનિષ્ટ વર્તનવાળા પ્રત્યે પણ દ્વેષભાવ ન રાખતાં મધ્યસ્થ રહેવું તે મધ્યસ્થ કે ઉદાસીન ભાવના છે. તેને ઉપેક્ષાભાવના પણ કહે છે. આ ચાર ભાવનાઓ રોજ ભાવવાથી યોગ્યતા પ્રાપ્ત થાય છે, એમ પરમકૃપાળુદેવે જણાવેલું છે. (બો.૩ પૃ.૫૫).
૧૫૨
Page #162
--------------------------------------------------------------------------
________________
અસદ્ગુરુને વળગવાથી અનાદિકાળનું ભવભ્રમણ
“શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથમાંથી -
જીવ ખોટા સંગથી, અને અસગુરુથી અનાદિકાળથી રખડ્યો છે; માટે સાચા પુરુષને ઓળખવા. (વ.પૃ.૭૨૭) કુગુરુ અને અજ્ઞાની પાંખડીઓનો આ કાળમાં પાર નથી. (વ.પૂ.૭૦૦) અસદ્ગુરુ કે જે આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનના સાઘનને જાણતા નથી. (વ.પૃ.૫૨૯)
જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોક લજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. (વ.પૃ.૨૬૨)
ઉપદેશામૃત'માંથી :
ગુરુને નામે જીવ ઠગાયો છે. જેના પર પ્રેમ ઢોળવો છે ત્યાં ઢોળાતો નથી અને સત્સંગમાં સમાગમમાં જ્યાં દ્રષ્ટિ પડી ત્યાં પ્રેમ ઢોળી નાખે છે. તેથી અશાતના લાગે છે અને જીવ ગાંડાધેલા પણ થઈ જાય છે. (પૃ.૬૯)
બોઘામૃત ભાગ-૧'માંથી - કુગુરુઓએ મનુષ્યપણું લૂંટી લીધું છે. પોતે મોહમાં પડ્યા છે, અને બીજાને પાડે છે. (પૃ.૧૨૦)
પોતાની કલ્પનાએ-સ્વચ્છેદે વર્તવાથી પણ સંસાર પરિભ્રમણ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી -
કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે છે, સત્ પર લક્ષ આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંઘન છે; આ અમારું હૃદય છે. (પૃ:૨૬૧)
જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. (પૃ.૮૦૩)
જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં, જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે; માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. (પૃ.૩૮૨)
બીજાં સાઘન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસદ્ગ થકી, ઊલટો વધ્યો ઉતાપ. (પૃ.૨૩૧)
૧૫૩
Page #163
--------------------------------------------------------------------------
________________
પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની દૃષ્ટિમાં પરમકૃપાળુદેવ
પરમપૂજ્ય પ્રભુશ્રીજીની દૃષ્ટિમાં તો પરમકૃપાળુદેવ પરમાત્મા છે. ‘જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ.’ કોઈને પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્વાન, કવિ, શતાવધાની, પ્રખર જ્યોતિષી કે જ્ઞાનીપુરુષ જણાયા પરંતુ પરમપૂજ્ય પ્રભુશ્રીજીની દૃષ્ટિમાં તો તેઓ પરમાત્મા છે.
જીવન પર્યંત પોતે પરમકૃપાળુદેવની ભક્તિમાં તન્મય રહ્યા. તેમની અપૂર્વ એવી ભક્તિ અને શ્રદ્ધાના કારણે પોતે આત્મજ્ઞાન પામ્યા અને પૂર્વ ભવો નિહાળ્યા બાદ જન્મમરણથી છૂટવાના કામી જીવો જે જે પ.પૂ.પ્રભુશ્રીજી પાસે આવ્યા તેમને પણ પોતા તરફ નહીં વાળતા કહ્યું કે –
એક પરમકૃપાળુદેવને જ ગુરુ માનો. અમારા ગુરુ એ જ તમારા ગુરુ; પરમકૃપાળુદેવને ગુરુ માનશો તો અમારી આંતરડી ઠરશે એમ કહી પોતે ગૌણ થઈ ગયા. વળી જણાવ્યું કે કોઈને પણ જ્ઞાની અજ્ઞાની કહેવા નહીં; તેમજ માનવા નહીં. કોઈ જ્ઞાની હશે તો પરમકૃપાળુદેવના સ્વરૂપમાં સમાઈ ગયા. ગુરુ કરવામાં કદી ભૂલ કરશો નહીં. પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને જ સદ્ગુરુપદે સ્થાપી તેમની આજ્ઞા ઉપાસો. એમ કરશો તો તમારા આત્માનું કલ્યાણ થઈ જશે; તેનો અમે વીમો ઉતારીએ છીએ કેમકે એ માર્ગમાં ભૂલ નથી.
‘ઉપદેશામૃત’માંથી :
જ
અમે અમારું હૃદય જણાવીએ છીએ. અમને તો રોમરોમ એક એ જ પ્રિય છે. પરમકૃપાળુદેવ એ જ એક અમારી જીવનદોરી છે. તેમના ગુણગ્રામ થાય ત્યાં અમને ઉલ્લાસ આવે છે. અમારું તો સર્વસ્વ એ જ છે. અમને એ જ માન્ય છે. તમારે એવી માન્યતા કરવી એ તમારો અધિકાર છે, મહાભાગ્ય હશે તેને એ માન્યતા થશે. સરળતાથી જણાવીએ છીએ કે જેને એ માન્યતા થશે તેનું કલ્યાણ થઈ જશે – બાળાબભોળાનું કામ થશે. શ્રદ્ધા, વિશ્વાસ, પ્રતીતિ થશે તેનું ભવભ્રમણ મટી જશે. (ઉ.પૃ.૩૫૮)
સદ્ગુરુ પરમકૃપાળુનું શરણું રાખવું. અમે પણ એના દાસના દાસ છીએ. પોતાની કલ્પનાએ કોઈને ગુરુ માની લેવા નહીં, કોઈને જ્ઞાની કહેવા નહીં; મઘ્યસ્થ દૃષ્ટિ રાખવી. એક પરમાત્મા પરમકૃપાળુદેવને માનવા; તે શ્રદ્ધા કરવી. તેને અમે પણ માનીએ છીએ, અમારા અને તમારા ઘણી જુદા ન કરવા. એ એક જ છે. એ ઉપર પ્રેમ કરવો, પ્રીતિ કરવી. (ઉ.પૃ.૯૬)
ઘીંગો ઘણી એક પરમકૃપાળુદેવ અમે જે કર્યો છે તે તમારા ગુરુ છે; અમે પણ તમારા ગુરુ નહીં, પણ અમે જે ગુરુ કર્યા છે તે તમારા ગુરુ છે. એવો નિઃશંક અધ્યવસાય રાખી જે દુઃખ આવે તે સહન કરવું. કાળે કરીને સર્વ જવાનું છે. (ઉ.પૃ.૯૭)
ગૌતમસ્વામીએ પંદરસો તાપસોને જ્ઞાન પમાડ્યું ત્યારે ગૌતમસ્વામીને ગુરુ માનવા લાગ્યા. પણ ગૌતમસ્વામી તેમને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા અને તેમને જ માનવા કહ્યું. એમ જે સત્પુરુષ ઉપકારી છે તેમના કહેવાનો આશય સમજવો અને આજ્ઞા આરાધવી કારણ કે આ જીવની સમજણ અલ્પ છે. (ઉ.પૃ.૪૩૫)
પરમકૃપાળુદેવની શ્રદ્ઘા અમારા કહેવાથી કરશે તેનું કલ્યાણ થશે એમ જે જણાવ્યું હતું તથા સંતના કહેવાથી મારે પરમકૃપાળુદેવની આજ્ઞા માન્ય છે એમ પ્રતિજ્ઞાપૂર્વક સર્વેએ પરમકૃપાળુદેવની સમક્ષ કહ્યું હતું તે યાદ લાવીને શ્રદ્ઘા જેટલી દૃઢ થાય તેટલી કર્તવ્ય છે. હાથીના પગલામાં બધાં પગલાં સમાય છે, તેમ પરમકૃપાળુદેવની ભક્તિમાં સર્વ જ્ઞાનીઓની ભક્તિ આવી જાય છે; માટે ભેદભાવની કલ્પના દૂર કરી જે આજ્ઞા થઈ છે, તે પ્રમાણે, ‘વાળ્યો વળે જેમ હેમ’, તેમ પોતાના ભાવ વાળી એક ઉપર આવી જવા યોગ્ય છે. (ઉ.પૃ.૧૩૭) કૃપાળુદેવ સંસારમાં હતા પરંતુ આત્મજ્ઞાની હતા. તેથી દેવોને પણ પૂજ્ય હતા. જે જોવાનું છે તે ઉપરનો દેખાવ કે વર્તન નહીં પરંતુ આત્માની દશા; અને તે હોય ત્યાં પછી શ્રદ્ધા જ કરવાની છે. (ઉ.પૃ.૪૩૩)
જ્ઞાની અને અજ્ઞાનીનાં કાર્યોમાં ભેદ વાસનાક્ષયનો છે. અંતરની વાસનાનું મૂળિયું જ્ઞાનીએ ક્ષય કરેલું છે. તે દૃષ્ટિ ભૂલી ન જવી. વળી બધા સત્પુરુષ સરખા ગણી ગુરુભાવના ગૌણ ન કરવી; પણ તેમાં દૃઢતા જ કરવી. (ઉ.પૃ.૨૫૭)
એમ આ કહ્યું છે તે માર્ગ ખોટો હોય તો તેના અમે જામીનદાર છીએ. પણ જે કોઈ સ્વચ્છંદે વર્તશે અને ‘આમ નહિ, આમ’ કરી સૃષ્ટિફેર કરશે તેના અમે જવાબદાર નથી. જવાબદારી લેવી સહેલી નથી. પણ એ માર્ગમાં ભૂલ નથી. જે કોઈ કૃપાળુદેવને માનશે તેને કંઈ નહીં તો દેવગતિ તો છે જ. (ઉ.પૃ.૬૫)
૧૫૪
Page #164
--------------------------------------------------------------------------
________________
પૂ.શ્રી બ્રહ્મચારીજીની દૃષ્ટિમાં પરમકૃપાળુદેવ
પૂ.શ્રી બ્રહ્મચારીજીની દૃષ્ટિમાં પણ પરમકૃપાળુદેવ પરમાત્મા છે. પ.પૂ.પ્રભુશ્રીજીમાં આચાર્યના બધા ગુણો હોવા છતાં સર્વને એક પરમકૃપાળુદેવને જ માનવા એમ આજ્ઞા થવાથી પૂજ્યશ્રી બ્રહ્મચારીજી પણ પરમકૃપાળુદેવને જ ગુરુ માનવા લાગ્યા. પૂ.શ્રી બ્રહ્મચારીજી ‘બોઘામૃત ભાગ-૩’માં જણાવે છે ઃ- “દુષમકાળમાં પણ જ્ઞાની આજ્ઞા પામનાર ભાગ્યશાળી હશે તેનું કલ્યાણ ‘અમ થકી’=પરમકૃપાળુદેવની ભક્તિથી થશે. કાર કે આ કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ તેમના જેવો પ્રાપ્ત થવો અસંભવ છેજી. પરમકૃપાળુ આ કાળમાં અપવાદરૂપ છે. હજારો વર્ષે તેવા પુરુષો દેખાવ દે છે. ઘણાખરા મહાત્માઓ ગણ પરમકૃપાળુદેવનાં જ્ઞાન અને વીતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી. માટે ‘એક આપડી ને ઊભે માર્ગે તાપડી’ની વાત જેવું આંખો મીંચી તેને શરણે રહેવાનો પુરુષાર્થ કર્તવ્ય છે (બો.૩ પૃ.૭૭૯)
પરમકૃપાળુદેવ પ્રત્યેની પરમ ભક્તિના પૂ.શ્રી બ્રહ્મચારીજીના ઉદ્ગારો
‘બોઘામૃત ભાગ-૧,૩ માંથી - એક પરમકૃપાળુદેવ પ્રત્યે જેટલી ભક્તિ થશે તેટલી આત્મહિતકારી છે...એકને ભજ્યાથી સર્વ સિદ્ધ અને વર્તમાન અરિહંત આદિની પણ ભક્તિ થાય છે. (બો.૩ પૃ.૧૨૩)
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની ભક્તિ પ.ઉ.પ્રભુજીએ આપણને બતાવી આપણા ઉપર અપાર ઉપકાર કર્યો છે. તે પરમપુરુષ ભક્તિ કરવા યોગ્ય, સ્તવવા યોગ્ય, ઉપાસવા યોગ્ય, ગુણગ્રામ કરી પવિત્ર થવા યોગ્ય છે. તેમજ તેઓશ્રીનાં વચનામૃત સત્શાસ્ત્ર દ્વારા વાંચી કે શ્રવણ કરી, મનન કરી, વારંવાર ભાવના કરી શ્રદ્ધા દૃઢ કરવા યોગ્ય છે. (બો.૩ પૃ.૧૩૫)
પરમકૃપાળુદેવનો અપાર ઉપકાર છે કે આ કળિકાળમાં આપણા જેવા અબુધ જનોને ઉત્તમ અઘ્યાત્મ માર્ગ સરળપણે સુગમતાથી સમજાય તેમ ગુજરાતી ભાષામાં સંપૂર્ણપણે પ્રગટ કર્યો છે. (બો.૩ પૃ.૪૨૩)
પરમકૃપાળુદેવ જેના હૃદયમાં વસ્યા છે, પરમકૃપાળુદેવ પ્રત્યે જેમને પૂજ્યભાવ થયો છે, પરમકૃપાળુદેવના જે જે ગુણગ્રામ કરે છે તથા તેમના પ્રત્યે જેમને અદ્વેષભાવ છે તે સર્વ ભવ્ય જીવો પ્રશંસાપાત્ર છેજી. (બો.૩ પૃ.૪૨૩)
આ જીવનમાં કોઈએ પણ આપણા ઉપર મહદ્ ઉપકાર કર્યો હોય તેમાં સર્વોપરી પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો છે...માટે જગતની મોહક વસ્તુઓ ઉપરથી મનને ખસેડી શાશ્વત આપણો આત્મા જેના યોગબળે શુદ્ધ થાય, મોક્ષે જાય તે મહાપુરુષ ઉપર દિન દિન ભક્તિ-પ્રેમભાવ વધતો જાય તેમ કર્તવ્ય છે. તે અર્થે ભક્તિ, પત્રવ્યવહાર, ઓળખાણ કે વાંચન-વિચાર કર્તવ્ય છેજી. નહીં તો જગતની કોઈ વસ્તુ આખરે મદદ કરે તેવી નથી. માટે મનમાં સમજી જઈ બધેથી મોહ સંકોરી લઈ એક પરમપુરુષ ઉપર પ્રેમ, પરમપ્રેમ કર્તવ્ય છેજી. (બો.૩ પૃ.૬૦૪)
પરમકૃપાળુદેવ જેવા આ કાળમાં કોઈ નજરે આવતા નથી. તે સિવાય ક્યાંય મન રોકવા જેવું નથી એમ મને તો લાગે છેજી. બીજી વસ્તુઓમાં મન રાખીને જીવે પરિભ્રમણ અનંતકાળ સુધી કર્યું. હવે તો સતીની પેઠે એ એક જ ગ્રહણ કરવા યોગ્ય છેજી. (બો.૩ પૃ.૭૩૬) પરમકૃપાળુદેવ સિવાય કોઈ ઉદ્ઘાર કરે તેમ નથી. એવો દૃઢ નિશ્ચય કરવા ભલામણ છેજી. જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કૂવા છે. ત્યાં તરીલાં ચાકળાં લઈને જાઓ, કૂવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરો તો ત્યાં કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં, મહેનત વ્યર્થ જશે...ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી ઘેર બેઠા બેઠા મંત્રની માળા ગણવાનો પુરુષાર્થ કરશો તો વહેલો નીવેડો આવશેજી. (બો.૩ પૃ.૭૮૩)
જ્ઞાનીપુરુષની શ્રદ્ધા તે સમિકત છે. કૃપાળુદેવને આરાધવાથી મારું કલ્યાણ થશે જ, એમ પુરુષપ્રતીતિ થઈ તો તે સમકિતની ગણતરીમાં છે. પુરુષ પ્રતીતિ, વચન પ્રતીતિ, આજ્ઞારુચિ એ બધાં સમકિતનાં કારણો છે. (બો.૧ પૃ.૨૯૪)
જે સદ્ગુરુ છે તેની ભક્તિ કોઈ પુણ્યવાનને જાગે છે... દેવ અને ધર્મનો આધાર ગુરુ છે. ગુરુ હોય તો દેવ અને ધર્મ સમજાય, નહીં તો ન સમજાય. (બો.૧ પૃ.૧૦૩)
૧૫૫
Page #165
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા - સમ્યક્ત્વ અથવા સમકિત વિષે
સદેવ, ગુરુ અને ઘર્મની શ્રદ્ધાને શાસ્ત્રમાં વ્યવહાર સમકિત કહ્યું છે. અપેક્ષાએ જોતાં સદ્ગુરુની શ્રદ્ધા એ જ સમક્તિ છે. સાચા દેવ અને ઘર્મને સમજાવનાર સદ્ગુરુ છે. સદ્ગુરુ પ્રત્યેની પરોક્ષ શ્રદ્ધા પણ જો યથાર્થ હોય તો તે પણ જીવને પંદર ભવે મોક્ષ આપી દે એવી બળવાન છે. તે શ્રદ્ધા એવી હોવી જોઈએ કે ગમે તેવા પતિત થવાના પ્રસંગો આવે તો પણ તે ફરે નહીં. શ્રદ્ધા એ જ વ્યવહાર સમકિત છે, જે નિશ્ચય સમકિતનું કારણ છે અને જીવને આગળ વઘારી કેવળજ્ઞાન પ્રગટાવનાર છે.
શ્રદ્ધા એ આત્માનો ગુણ છે. તે બધા પ્રાણીઓમાં સદા વિદ્યમાન છે. પણ તે શ્રદ્ધાનો ગુણ વર્તમાનકાળે દેહાદિમાં આત્મબુદ્ધિ કરી વિપરીત રીતે પરિણમેલો
છે. તેને સત્પરુષના બોધવડે આત્મામાં આત્મબુદ્ધિ કરી જો સમ્યક્ કરવામાં આવે તો
તે જીવને નિશ્ચય સમ્યક્દર્શન અર્થાત્ આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી પરિણામે શાશ્વત સુખશાંતિ સ્વરૂપ મોક્ષને અપાવે એવો છે.
શ્રદ્ધા સહિતનો પુરુષાર્થ તે જ સત્ય પુરુષાર્થ છે; સમક્તિ વગરની બધી ક્રિયા તે એકડા વગરના મીંડા જેવી નિરર્થક છે અર્થાત મોક્ષમાર્ગમાં તે ઉપયોગી સિદ્ધ થતી નથી.
સમ્યક્ત્વ વિષે પરમકૃપાળુદેવના ઉદ્ગાર શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી :- પ્રહ–સમ્યકત્વ શાથી પ્રગટે ?
ઉ–આત્માનો યથાર્થ લક્ષ થાય તેથી. સમ્યત્વના બે પ્રકાર છે ઃ- (૧) વ્યવહાર અને (૨) પરમાર્થ. સદ્ગુરુના વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો; તેની પ્રતીતિ કરવી; તે ‘વ્યવહારસમ્યકત્વ.' આત્માની ઓળખાણ થાય તે “પરમાર્થસમ્યત્વ.” (પૃ.૭૦૯) જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યકત્વ થાય નહીં. (પૃ.૭૩૨)
મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યક્ત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે. (પૃ.૭૧૨) સદ્ગુરુ, સતદેવ, કેવળીનો પ્રરૂપેલો ઘર્મ તેને સમ્યત્વ કહ્યું, પણ સદેવ અને કેવળી એ બે સદ્ગુરુમાં સમાઈ ગયા. (પૃ.૬૯૩)
વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યત્વ નહીં. સમ્યત્વ વિના ચારિત્ર ન આવે, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે, અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી; એમ જોવામાં આવે છે. (પૃ.૭૫૪)
સૂત્રો, ચૌદપર્વનું જ્ઞાન, મુનિપણું, શ્રાવકપણું, હજારો જાતનાં સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાઘનો, જે જે મહેનતો, જે જે પુરુષાર્થ કહ્યાં છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે કહ્યાં છે. તે પ્રયત્ન જો આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, આત્માને અર્થે, થાય તો સફળ છે; નહીં તો નિષ્ફળ છે; જો કે તેથી બાહ્ય ફળ થાય; પણ ચાર ગતિનો છેદ થાય નહીં. જીવને પુરુષનો જોગ થાય, અને લક્ષ થાય, તો તે સહેજે યોગ્ય જીવ થાય; અને પછી સદગુરુની આસ્થા હોય તો સમ્યત્વ થાય. (પૃ.૭૧૬)
ભગવત્ તીર્થંકરના નિગ્રંથ નિર્ગથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેખા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. (પૃ.૫૯૯)
સમ્યત્વના લક્ષણો ઃ ૧. કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું. ૨. મોક્ષમાર્ગ તરફ વલણ. ૩. સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે. ૪. સર્વ પ્રાણી ઉપર દયાભાવ; તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ. ૫. સત દેવ, સઘર્મ, સદ્ગુરુ ઉપર આસ્થા. (પૃ.૭૪૨)
૧૫૬
Page #166
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુદેવની શ્રદ્ધા દૃઢપણે કરવા યોગ્ય ઉપદેશામૃતમાંથી -
શ્રદ્ધા એક ઉપર કરવી. જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો તો માર્યા જશો. સ્વરૂપને પામેલા એક સપુરુષ પરમ કૃપાળુ ઉપર શ્રદ્ધા દૃઢ થશે તો જપ, તપ, ક્રિયા માત્ર સફળ થઈ, મનુષ્યભવ સફળ થઈ ગયો, દીવો થયો, સમકિત થયું સમજજો.
(.૩૮૨) હવે વ્યાશી વર્ષ થઈ ગયાં. છેવટની ભલામણ. મઘાનાં પાણી ટાંકામાં ભરી રાખે તેમ જ્ઞાનીનું કહેલું કહું છું તે લક્ષમાં લેશે તેનું કામ થશે. આ જ્ઞાની કે આ જ્ઞાની એમ કરવું નહીં. કોઈની નિંદા કરવી નહીં. પણ પરમકૃપાળુદેવની એક શ્રદ્ધા રાખવી. અને તેમનું જણાવેલું સ્મરણ કરતી વખતે જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી હૃદયમાં રાખવું. (પૃ.૩૦૨)
અમારા હૃદયમાં માત્ર કૃપાળુદેવ જ છે, તેની જ રમણતા છે. અમારી તો ર શ્રદ્ધા અને લક્ષ છે. અમે તો અમારા સમાગમમાં જે જિજ્ઞાસુ આવે છે તેને એ જ રસ્તો બતાવીએ છીએ કે પરમકૃપાળુદેવની જ આજ્ઞા માન્ય કરો, તેની જ શ્રદ્ધા કરો; તેણે જે સ્વરૂપ જાણ્યું, અનુભવ્યું છે તે જ સાચું છે, તે જ સ્વરૂપ મારું છે એમ તે પુરુષના વચને શ્રદ્ધાએ માન્ય કરો અને તેની જ ભક્તિમાં નિરંતર રહો; બીજી કંઈ કલ્પના ન કરો. (પૃ.૧૩૭)
તે સંતે કહેલા સદ્ગુરુની એક માન્યતા, શ્રદ્ધાથી સમકિત કહેવાય. આટલો મનુષ્યભવ મળ્યો છે તેમાં તે જ શ્રદ્ધા સકૃપાળુ શ્રી સદગુરુદેવ પ્રત્યેની જીવે રાખવા યોગ્ય છે. પોતાની કલ્પનાથી બીજા કોઈને માનવા યોગ્ય નથી. જે એમ એક સદગુરુની શ્રદ્ધાએ જ રહેલ છે તેનું આત્મહિત અને કલ્યાણ છે. જો એક સમકિત આ ભવમાં ન થયું તો જન્મ-મનુષ્યભવ હારી ગયા જાણવું. એ એકને જ માન્યાથી બઘા જ્ઞાનીઓ આવી જાય છે. (પૃ.૯૦),
શ્રદ્ધા એવી દૃઢ કરવી કે હવે હું કોઈ બીજાને ન માનું. મારો આત્મા જે જ્ઞાનીએ જોયો છે તેવો જ છે. મેં જોયો નથી; પણ જ્ઞાનીએ જોયો છે તેવો જ છે. તેમની આજ્ઞાએ મને ત્રિકાળ માન્ય છે. તે જ્ઞાની એ પરમકૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ છે; તે મને સદા કાળ માન્ય હો. હવે તે જ મારું સર્વસ્વ માનું. તેમના સિવાય બધું પર માનું. (પૃ.૪૫)
દ્રઢ શ્રદ્ધા કરી દો. ડહાપણવાળા, પંડિતાઈવાળા પણ શ્રદ્ધા પ્રતીત વગરના રહી જશે. અને છેલ્લા બેઠેલા બાળાભોળા અભણ પણ શ્રદ્ધાની પકડ કરી દેશે તેનું કામ થઈ જશે. પરમકૃપાળુદેવથી ઘણા જીવોનો ઉદ્ધાર થશે. (પૃ.૩૪૬)
શ્રદ્ધા. “સદ્ધ પરમ ટુર્જહા” ભગવાનનું વચન છે. કેડ બાંધીને તૈયાર થઈ જઈ, નાચીકૂદીને પણ એક શ્રદ્ધા પકડ કરી દો. પછી જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય બધું થશે. સૌથી પહેલી શ્રદ્ધા. એ બહુ મોટી વાત છે. મહાભાગ્ય હશે તેને તે થશે. (પૃ.૩૯૦)
બોઘામૃત ભાગ-૧,૩'માંથી -
સદ્ગુરુના પગલે પગલે ચાલવાનું છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવે કહ્યું હતું તેમ કહું છું. આ કૃપાળુદેવની શ્રદ્ધા કરશો? એની ભક્તિ કરશો તો કલ્યાણ થશે એમ પણ કહ્યું હતું. એક વખતે પર્યુષણના છેલ્લા દિવસે કહેલું કે આ છેલ્લો દિવસ પર્યુષણનો છે, હવે બીજા પર્યુષણ આવે ત્યાં સુધી એક બોલ કહું છું, તેનો બાર મહિનામાં વિચાર કરી લાવજો, તે એ કે “સદ્ધ પરમ તુસ્ત્રહીં.” (બો.૧ પૃ.૨૦૭) પરમ પુરુષ પરમકૃપાળુદેવ પ્રત્યે આપની વધતી જતી શ્રદ્ધા જાણી સંતોષ થયો છે. આ દુષમ કળિકાળમાં આપણા જેવા હીનપુણ્ય જીવોને સાક્ષાત્ મહાવીર સ્વામીના વચનોનો પરિચય કરાવનાર એ મહાપુરુષ ઉપર શ્રદ્ધા કરાવનાર ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો અથાગ ઉપકાર જેમ જેમ સમજાતો જાય છે, તેમ તેમ તે પુરુષે બતાવેલા સન્માર્ગ પ્રત્યે વિશેષ વિશેષ પ્રેમ અને પુરુષાર્થવૃત્તિ જાગે છેજી. (બો.૩ પૃ.૪૮૧) -
એક પરમકૃપાળુદેવની શ્રદ્ધા જ સુખકારી છે. જેને તે શ્રદ્ધા આવી તે દુઃખી હોતો નથી. દુઃખ આવી પડે તો દુઃખ માનતો નથી. તેને એક પ્રકારનો આધાર મળ્યો છે. (બો.૩ પૃ.૫૧૪)
૧૫૭
Page #167
--------------------------------------------------------------------------
________________
પ્રભુ ભક્તિ સદૈવ કર્તવ્ય
ભક્તિ એટલે પ્રેમ. સપુરુષોના ગુણોમાં પ્રેમ તે ભક્તિ છે. ભક્તિ એ ભક્તના ભાવ છે. તે જો સત્પરુષમાં રહે, એમના વચનો વાંચવા, વિચારવા, લખવા, ગોખવા, ફેરવવામાં કે કોઈ વ્યક્તિનો છંદ ગાવામાં રહે તો મન શુદ્ધ થતું જાય છે. ખરો પ્રેમ ભગવાનના ગુણો પ્રત્યે પ્રગટે તો બઘા કર્મ બળીને ભસ્મ થઈ જાય; એવું અદ્ભુત સામર્થ્ય પ્રભુ ભક્તિમાં રહેલું છે.
ભક્તિ વગર જ્ઞાન થાય નહીં. ભક્તિ પણ નિષ્કામ જોઈએ. માત્ર મોક્ષ અભિલાષ રાખી કરવી જોઈએ. ભક્તિ એ મુક્તિ મેળવવાનો સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપાય છે. ભક્તિ વિષે પરમકૃપાળુદેવનો
પરમ ઉપદેશ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી :- સદુદેવગુરુશાસ્ત્રભક્તિ અપ્રમત્ત
પણે ઉપાસનીય છે. (પૃ.૬૩૦) ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે; માટે તે સર્વોત્કૃષ્ટ છે. (પૃ.૭૧૦) ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વદશામાં ભક્તિમય જ રહેવું. (પૃ.૨૮૭)
ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે, અને સીઘા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. (પૃ.૬૮૭).
ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. (પૃ.૨૬૪).
પ્ર–અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે?
ઉ૦–ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે, નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. (પૃ.૪૩૦) જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. (પૃ.૩૯૫)
ભક્તિપ્રઘાનદશાએ વર્તવાથી જીવના સ્વચ્છેદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એવો પ્રઘાન આશય જ્ઞાની પુરુષોનો છે...આ કાળને વિષે તો ઘણા કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિપ્રઘાનદશા આરાઘવા યોગ્ય છે; એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે, અને એમ જ છે.) (પૃ.૩૪૦)
પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય પ્રેમે ભક્તિ કર્તવ્ય ઉપદેશામૃત'માંથી -
કોઈ સંતને પૂછ્યું તો તેમણે પોતાને જેનાથી લાભ થયો છે તેવો નિઃશંક માર્ગ-પરમકૃપાળુદેવની ભક્તિનો માર્ગ આપણને બતાવ્યો તે માર્ગ ભૂલ વગરનો, સાચો છે. તે માર્ગથી આપણું કલ્યાણ છે. એમ આપણા મનમાં દ્રઢતા થાય તેવો તેમણે આપણને ઉપદેશ આપ્યો તે તેમનો પરમ ઉપકાર છે. તે ઉપકારીનો ઉપકાર ન ભૂલવો. (પૃ.૧૨૯)
મુમુક્ષુ–પાપ દોષ તો અનંતકાળથી અનેક પ્રકારના કર્યા છે, તે નાશ કરવાનો મુખ્ય ઉપાય કયો?
પ્રભુશ્રી–ભક્તિ, સ્મરણ, પશ્ચાત્તાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ તપ તો કોઈથી ન પણ થાય.
૧૫૮
Page #168
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય પ્રેમે ભક્તિ કર્તવ્ય
કદાચ કષ્ટ આપે. પરંતુ સ્મરણ-ભક્તિ પ્રેમપૂર્વક કરે ને ભગવાનનું રટણ કરે, સદ્ગુરુમંત્રમાં રહે તો કોટિ કર્મનો ક્ષય થાય. એવો એ ભક્તિનો મહિમા છે. (પૃ.૪૪૩)
ભક્તિના ઘણા પ્રકાર છે. બોધ સાંભળવો, વાંચન, વિચારણા, સદ્ગુરુમાં પ્રેમ, ભાવ એવી ભક્તિ ઉત્તમ છે. (ઉ.પૃ.૪૪૪) સત્ અને શીલ એ યોગ્યતા લાવશે. અને છેવટમાં કહી દઉં? આ છેલ્લા બે અક્ષર ભવસાગરમાંથી બૂડતાને તારનાર છે. તે શું છે? તો ભક્તિ, ભક્તિ અને ભક્તિ. (પરમકૃપાળુદેવની) સ્વરૂપભક્તિમાં પરાયણ રહેવું. (ઉ.પૃ.૩૬૯)
‘બોઘામૃત ભાગ-૧, ૩’માંથી :મુમુક્ષુ—ભક્તિ એટલે શું?
પૂજ્યશ્રી—સંસારથી વૃત્તિ ઊઠીને સત્પુરુષ ઉપર થાય તે ભક્તિ
છે. પ્રભુશ્રીજીના બોધમાં આવ્યું હતું કે ભક્તિ એ ભાવ છે. સંસાર ઉપર
જે પ્રેમભાવ છે તે ઊઠી સત્પુરુષ ઉપર તેવો ભાવ થાય તે ભક્તિ છે. (બો.૧ પૃ.૫૬)
સતીનો પતિ પ્રત્યેનો પ્રેમ બધે વખણાય છે અને સંસારમાં એ પ્રેમનું વધારે માહાત્મ્ય પણ છે. એવો પ્રેમ જો સત્પુરુષ પ્રત્યે આવે તો કામ કાઢી નાખે. સતી જેટલો જ નહીં પણ તેથી અનેકગણો પ્રેમ સત્પુરુષ પ્રત્યે કરવાનો છે; કેમકે સંસારમાં આત્મા ચોંટી ગયો છે, તેને ઉખાડ્યા વિના છૂટકો નથી. સતી જેટલા પ્રેમથી પતે એવું નથી. એનાથી અનંતગણા પ્રેમની જરૂર છે. સમયે સમયે પ્રેમ રહેવો જોઈએ. પ્રેમને વશ ભગવાન પણ છે. એ પ્રેમ શબ્દોમાં આવે એવો નથી. (બો.૧ પૃ.૭૮)
ભક્તિ : એ આત્માની પ્રેમશક્તિને પરમપુરુષમાં લીન કરવારૂપ દશા છે. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં સબ આગમભેદ સુઉર બસેં.’’ ઉપર જણાવ્યા પ્રમાણે ત્યાગ – તજવા યોગ્યના અનેક પ્રકાર છે, પણ ભજવા યોગ્ય તો આત્મારૂપ મોક્ષની મૂર્તિ સમાન પરમપુરુષ એક જ છે અને તેમાં અનન્યભાવે લીનતા થતાં સર્વ જગતનું વિસ્મરણ થવા યોગ્ય છેજી. આ પરમપદનો ટૂંકો માર્ગ અનેક મહાપુરુષોએ આચર્યો છે અને આ કાળમાં એ જ પરમ ઉપકારી છે એવો ઉપદેશ કર્યો છે. (બો.૩ પૃ.૫૪૭)
મૂળ વાત તો પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિ છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ ઠોકી ઠોકીને કહ્યું છે કે એક પરમકૃપાળુદેવની ભક્તિ ક૨ના૨ને બીજા કોઈનું ધ્યાન વગેરે કરવાની જરૂર નથી. તેમાં ચિત્ત વિશેષ રહ્યા કરે તેમ કરવા ભલામણ છેજી. (બો.૩ પૃ.૩૩૭) પરમકૃપાળુદેવ ઉપર પ્રેમ, ભક્તિ, આસ્થા, શ્રદ્ધા, એનું અનન્ય શરણ ગ્રહણ કરવું. એ પરમ પુરુષ શ્રીમદ્ રાજચંદ્રની ભક્તિથી સર્વ જ્ઞાનીની ભક્તિ થાય છે. તેને માન્યાથી કોઈ જ્ઞાની માનવાના બાકી રહી જતા નથી. તેમાં સર્વ સમાય છે. એ વારંવાર વિચારી હૃદયમાં દૃઢ કરવા યોગ્ય છેજી. (બો.૩ પૃ.૬૨)
૫૨મ પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ પ્રત્યે જે અનન્ય પ્રેમ કરવો ઘટે છે, તેમની પૂજા પ્રભાવના કે આશ્રય જેટલા પ્રેમથી કરવાં ઘટે છે તેટલો પ્રેમ કોઈ પણ માણસ કે દેવાદિ પ્રત્યે અત્યારે કરવો યોગ્ય નથી. એટલું હૃદયમાં જીવતાં સુધી સાંભરે તે પ્રકારે કોતરી રાખવા યોગ્ય છેજી. (બો.૩ પૃ.૨૦૮)
૫૨મ ઉપકાર પરમકૃપાળુદેવનો છે. તેમણે આત્મા પ્રગટ કર્યો, આત્માનો ઉપદેશ આપ્યો, મ્યાનથી તરવાર ભિન્ન છે તેમ દેહથી ભિન્ન આત્મા જણાવ્યો અને બીજા ખોટા માર્ગોથી આપણને છોડાવી સાચા આત્માના માર્ગે વાળ્યા, મોક્ષનો માર્ગ બતાવ્યો; માટે એમના જેવો કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો નથી. માટે પરમકૃપાળુદેવજી આપણા ગુરુ છે, તે જ આપણે પૂજવા યોગ્ય છે, તેમના પર જ પરમ પરમ પ્રેમ કરવા યોગ્ય છે. તે જ આપણા બાંધવ, ૨ક્ષક, તારનાર, ઘણી અને પરમેશ્વર છે. એ પરમકૃપાનાથની અમને તમને પરમભક્તિ પ્રગટે તો આપણાં મહાભાગ્ય ગણાય. (બો.૩ પૃ.૬૪૯)
૧૫૯
Page #169
--------------------------------------------------------------------------
________________
જ્ઞાની પુરુષની આજ્ઞા પરમકૃપાળુદેવના આજ્ઞા વિષેના ઉદ્ગારો “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી - સપુરુષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણ...આજ્ઞામાં અહંકાર નથી. સ્વચ્છંદમાં અહંકાર છે. (પૃ.૭૧૧,૭૦૬)
જેમ જેમ આ રાગદ્વેષનો નાશ વિશેષ કરી થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વરદેવની છે. (પૃ.૩૫૮) સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય બીજું ન ચાલે એવી જિનની આજ્ઞા છે. (પૃ.૬૮૮)
જ્ઞાનીને ઓળખો; ઓળખીને એઓની આજ્ઞા આરાઘો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિઘ કલ્યાણ છે. (પૃ.૬૬૯)
જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાઘતાં ઘણા ગુણો પ્રગટે છે. (પૃ.૬૯૭) યથાશક્તિ સદ્ગત અને સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે. (પૃ.૬૮૬)
ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. (પૃ.૬૩૭)
મોક્ષાર્થે પરમકૃપાળુદેવની આજ્ઞા ઉપાસવા યોગ્ય ઉપદેશામૃત'માંથી :
આજ્ઞા એટલે શું? પુરુષ ઉપર એવી શ્રદ્ધા કે તે કહે છે તે સાચું છે, તેના ઉપર પ્રેમ થાય, તેના વચનનું શ્રવણ થાય; તે સાંભળીને સાચું માને, તે પ્રમાણે વર્તવાના ભાવ થાય; એ પ્રમાણે ભાવનું પલટવું તે આજ્ઞા છે. (પૃ.૩૩૮)
જ્ઞાનીની આજ્ઞાથી તો પાંચ-દશ મિનિટ પણ આત્માને માટે ગળાય તે દીવો કરશે. (પૃ.૩૬૦),
સંત પાસેથી જે કંઈ સમજ મળે તે પકડી તે પ્રમાણે વર્તવા લક્ષ રાખવો. વીસ દુહા, ક્ષમાપના-આટલું પણ જો સંત પાસેથી મળ્યું હોય તો ઠેઠ ક્ષાયિક સમકિત પમાડશે; કારણકે આજ્ઞા છે, તે જેવી તેવી નથી. જીવે પ્રમાદ છોડી યોગ્યતાનુસાર જે જે આજ્ઞા મળી હોય તે આરાઘવા મંડી પડવું; પછી તેનું ફળ થશે જ. (પૃ.૩૬૯)
મુમુક્ષુ-જ્ઞાન શાથી થાય?
પ્રભુશ્રી-ત્રિકાળમાં પણ જ્ઞાનીને શોધવા પડશે. સત્પરુષને શોથી તેના ઉપર શ્રદ્ધા અને તેની આજ્ઞાનું આરાઘન. આ બે કર્યું જાઓ. વિશેષ કરવા જશો, આત્મા જોવા જશો તો પોતાની મેળે કંઈ જણાય તેમ નથી. (પૃ.૩૫૦)
સદાચાર પૂર્વે બહુ પાળ્યા. પરંતુ વળાવો, સદ્ગુરુની આજ્ઞારૂપ હતો નહીં, માટે કામ થયું નહીં. આજ્ઞાથી સદાચાર એક આત્માર્થની ઇચ્છાએ થાય છે અને સ્વચ્છેદથી તો તે પુણ્ય, સ્વર્ગ કે કલ્પિત મોક્ષની ઇચ્છાએ થાય છે. માટે આજ્ઞાથી જ કામ થાય છે. (પૃ.૩૫૦)
બોઘામૃત ભાગ-૧માંથી -
કલ્યાણ શાથી થાય? પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાથી. એમાં રુચિ થશે ત્યારે કલ્યાણ થશે. કૃપાળુદેવ આત્મજ્ઞાની પુરુષ છે. એમની આજ્ઞાથી આત્મજ્ઞાન થાય એવું છે. મહાપુરુષનું એક વચન લઈને ઘસી નાખ્યું તો કામ થયું. હવે સાચું જ કરવું છે. નવરા પડીએ કે સ્મરણ, વાંચન, વિચાર કરવાનું રાખવું. (પૃ.૨૮૮)
સપુરુષની આજ્ઞા એ જ ખરો માર્ગ છે. નાગને પાર્શ્વનાથ ભગવાને સ્મરણ મંત્ર સંભળાવ્યો તેથી તે ઘરણેન્દ્ર થયો, નહીં તો નાગ તો નરકે જાય. ભીલે એક “મારે કાગડાનું માંસ નથી ખાવું” એટલી જ આજ્ઞા આરાઘી, જેથી કરીને તે દેવ થયો, પછી શ્રેણિક રાજા થયો, અનાથીમુનિ મળ્યા ત્યારે સમકિત પામ્યો અને મહાવીર ભગવાન મળ્યા ત્યારે ક્ષાયિક સમકિત થયું અને તીર્થકર ગોત્ર બાંધ્યું. (પૃ.૫૧)
૧૬૦
Page #170
--------------------------------------------------------------------------
________________
કર્તવ્યરૂપ શ્રી સત્સંગ પરમકૃપાળુદેવની દૃષ્ટિમાં સત્સંગનું પરમ માહાભ્ય “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજાં નિમિત્ત કોઈ જણાતું નથી. (પૃ.૪૨૩)
જો કોઈ પણ પ્રકારે બને તો આ ત્રાસરૂપ સંસારમાં વઘતો વ્યવસાય ન કરવો; સત્સંગ કરવો યોગ્ય છે. (પૃ.૩૯૭), સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો
અવકાશ પ્રાપ્ત થાય છે. (પૃ.૪૫૧), સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. (પૃ.૪૭૦).
જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ ને સન્મુરુષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય જ નહીં. (પૃ.૬૯૬) જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે. (પૃ.૪૮૪)
આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે; સપુરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે. (પૃ.૭૫)
પ્રત્યક્ષ સત્સંગની તો બલિહારી છે; અને તે પુણ્યાનુબંધી પુણ્યનું ફળ છે; છતાં જ્યાં સુધી પરોક્ષ સત્સંગ જ્ઞાનીદ્રષ્ટાનુસાર મળ્યા કરશે ત્યાં સુધી પણ મારા ભાગ્યનો ઉદય જ છે. (પૃ.૧૯૦)
વૈરાગ્ય ઉપશમનું બળ વધે તે પ્રકારનો સત્સંગ, સાસ્ત્રનો પરિચય કરવો એ જીવને પરમ હિતકારી છે. બીજો પરિચય જેમ બને તેમ નિવર્તન કરવા યોગ્ય છે. (પૃ.૪૧૪)
અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાઘનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે. કે જેથી સર્વ સાઘન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. (પૃ.૪૬૯)
સર્વ પરમાર્થના સાઘનમાં પરમ સાધન તે સત્સંગ છે, સપુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે; અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. (પૃ.૩૭૨)
લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ હોય. સાચો મેળો સત્સંગનો. એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગમેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે. (પૃ.૬૭૧)
સત્સંગ ને સત્યસાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં. (પૃ.૭૦૩) ક્ષણવારનો પણ પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. (પૃ.૨૨૪)
ટી નિશ્ચયની વાર્તા તો મમક્ષ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. (પૃ.૩૩૨)
પરમાર્થ ઉપર પ્રીતિ થવામાં સત્સંગ એ સર્વોત્કૃષ્ટ અને અનુપમ સાધન છે. (પૃ.૨૨૩) સત્સંગ, સપુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે. (પૃ.૬૯૬) મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાઘન છે.
પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ઘરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એના જેવું કોઈ હિતસ્વી સાઘન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. (પૃ.૨૮૭)
૧૬૧
Page #171
--------------------------------------------------------------------------
________________
પરમકૃપાળદેવ પ્રબોધિત વીતરાગમાર્ગની પ્રભાવના અર્થે પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીની કૃપાએ
બનેલ અલૌકિક તીર્થધામ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ
સંવત્ ૧૯૫૪માં પરમકૃપાળુદેવ કાવિઠા ગામે જવા માટે અગાસ સ્ટેશને ઉતરેલ. કાવિઠા ગામથી તેમને લઈ જવા માટે ડમણિયું (રથ) આવતાં વાર લાગી. તે દરમ્યાન પરમકૃપાળુદેવ આ આશ્રમની પુણ્યભૂમિ ઉપર પથારી પોતાના ચરણસ્પર્શથી આને પાવન કરેલ છે.
પરમકૃપાળુદેવના ચરણકમળથી અંકિત આ તપોભૂમિ ઉપર પ.પૂ.પ્રભુશ્રીજીને યોગબળે સં. ૧૯૭૬માં તીર્થસ્થાનરૂપ આ આશ્રમની સ્થાપના થઈ તથા યોગાનુયોગે પ.પૂ.પ્રભુશ્રીજીના ચૌદ ચોમાસા પણ અહીં થઈ ગયા. જેથી હજારો મુમુક્ષુઓ પરમકૃપાળુદેવ દ્વારા ઉપદિષ્ટ મૂળ વીતરાગમાર્ગને પામી શક્યા.
સભામંડપ
શ્રી રાજમંદિર
|||||||
|||||||
||||||
bri. |||II II
ali
આશ્રમનું માહાભ્ય પ.પૂ.પ્રભુશ્રીજીના શબ્દોમાં ઉપદેશામૃત'માંથી - આ આશ્રમ કેવું છે! અહીં તો માત્ર એક આત્માની વાત છે. પોતાના આત્માને ઓળખો. એને જ દેવ માનો. હું કહું તે મનાશે? આત્મા તે જ સિદ્ધ છે, તે જ દેવ છે, તેને જ પૂજવાનો છે. (પૃ.૪૩૨)
આ જગા (આશ્રમ) કેવી છે, જાણો છો? દેવસ્થાનક છે! અહીં જેણે આવવું તેણે લૌકિકભાવ બહાર, દરવાજા બહાર મૂકીને આવવું, અહીં આત્માનું યોગબળ વર્તે છે; (પૃ.૨૬૯)
આ (આશ્રમ) તીર્થક્ષેત્ર શાથી છે? અહીં આત્માની જ વાત થાય છે. સૌથી પ્રથમ જરૂર શાની છે? શ્રવણની. “સવણે નાણે વિજ્ઞાણે.” શ્રવણથી વિજ્ઞાનપણું થાય છે. સત્સંગથી બોઘ શ્રવણ થાય છે. સત્સંગમાં અલૌકિક ભાવ જોઈએ. લૌકિક ભાવ થઈ જાય ત્યાં અપૂર્વ હિત થાય નહીં. (પૃ.૩૪૬)
આ આશ્રમમાં કૃપાળુદેવ શ્રીમદ્
રાજચંદ્રની આણ વર્તે છે. તે મહાન અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યભૂમિનું માહાત્મ જુદું જ છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે. પણ તે ઉપરથી દેખાય તેમ નથી, કારણ કે ઘન, પૈસો નથી કે લાખ બે લાખ દેખાય. અહીં તો આત્માના ભાવ છે.
| મુખ્ય પ્રવેશદ્વાર આત્માના ભાવ તે જ ઊંચામાં ઊંચી દશા પમાડે તેમ છે. (પૃ.૪૩૩).
૧૬૨
Page #172
--------------------------------------------------------------------------
________________
તi
Ill!!
|
/////////
/in/////
તીર્થધામ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ વિષે જાણવા યોગ્ય વિગતો
બોઘામૃત ભાગ-૩” માંથી -
પરમકૃપાળુદેવનું અલૌકિક યોગબળ અહીં વર્તે છે. જેમનો દેહ આ આશ્રમમાં છૂટ્યો છે તે સર્વની દેવગતિ થઈ છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધા વધે અને આત્મહિત થાય તેવું અલૌકિક આટલું સ્થળ બન્યું છે. મહાભાગ્યશાળી હશે તેનો દેહ અહીં છૂટશે. જો આજીવિકાની
અડચણ ન હોય તો અહીં જ નૂતન સભામંડપ
આયુષ્ય ગાળવા યોગ્ય છે. ઘર્મ, ઘર્મ અને ઘર્મના જ સંસ્કાર રાતદિવસ પડ્યા કરે એમ અહીં બધું વર્તન છે. (પત્રાંક ૬૭)
આશ્રમમાં રહી જવા જેવું છે...બીજી જાત્રાઓ લોકો બતાવે તેમાં દોરવાઈ જવું નહીં. અને જ્યાં આપણને બોઘનો જોગ હોય, ચિત્ત શાંત થાય તે તીર્થ છે. (પત્રાંક ૧૭૮)
પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ તો આ તપોવન જેવા આશ્રમ માટે તો એટલા સુધી કહેલું છે કે અહીં જેનો દેહ છૂટશે તેનું સમાધિમરણ થશે. (પત્રાંક ૩૬૭)
જ્યાં અપરિણીત કન્યાઓ જિંદગી પર્યત બ્રહ્મચર્ય પાળી રહે છે, જ્યાં પરણેલાં પણ સંતાન વિનાનાં સ્ત્રી પુરુષો બ્રહ્મચર્ય પ્રત્યેની પ્રીતિથી સુખપૂર્વક જીવન ગાળે છે, એવા આ આશ્રમના વાતાવરણમાં કુટુંબ સહિત વેકેશનના વખતમાં રહેવાનું બને તો તમે જે ન કહી શકો કે ન કરાવી શકો તે સહજ તેમના હૃદયમાં ઊગી નીકળે. (પત્રાંક ૪૧૮)
૫.પૂ.પ્રભુશ્રીજીએ જ્યાં ચૌદ ચોમાસા કર્યો છે, એવા રાજગૃહી તીર્થ સમાન અગાસ આશ્રમમાં આપનો આવવાનો વિચાર છે, તે જાણીને આનંદ થયો છે. (પત્રાંક ૭૩૬)
મારા આત્માની સંભાળ રાતદિવસ લેવાનું બને તેવું સ્થળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ છે ત્યાં સદાય રહેવાય તેવું ક્યારે બનશે? તેવી સવારમાં ઊઠીને રોજ ભાવના કરવી અને અમુક મુદતે તે બને તેવું છે એમ લાગે તો તે દિવસ ગણતા રહેવું. જેમ વહેલું બને તેવી ગોઠવણ કરતા રહેવું ઘટે છેજી.
પરમકૃપાળુદેવે ઝૂરણા કરી છે. “તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઈને એ (રાગદ્વેષ રહિત) દશામાં બેસી તેનું પોષણ પામીએ?” આપણે માટે તો પ.પૂ.પ્રભુશ્રીજીએ એવું સ્થાન બનાવી સમાધિમરણનું થાણું થાપ્યું છે. હવે જેટલી ઢીલ કરીએ તેટલી આપણી ખામી છે. તેઓશ્રી કહેતા કે “તારી વારે વાર, થઈ જા તૈયાર.” (પત્રાંક ૧૦૦૧)
જેવું ક્ષેત્ર તેવા ભાવ પણ થાય છે. શ્રવણ વિષે વાત છે. શ્રવણ પોતાના અંઘ માતાપિતાને લઈને પાણીપતના મેદાનમાંથી પસાર થતા હતા ત્યારે વિપરીત ભાવો આવ્યા. મનમાં વિચાર કર્યો કે આવા ભાવો શા કારણે આવ્યા હશે? તેનો વિચાર કરતાં જણાયું કે યુદ્ધનું મેદાન હોવાથી તેવા ભાવો આવ્યા. તેમ સપુરુષો જ્યાં વિચરેલા હોય ત્યાં ઘણા લાંબા કાળ સુધી વાતાવરણ જીવને પવિત્ર કરે તેવું હોય છે. (બો.૧ પૃ.૧૫)
પ.પૂ.પ્રભુશ્રીજીનું સમાધિસ્થાન
પૂ.શ્રી બ્રહ્મચારીજીનું સમાધિસ્થાન
૧૬૩
Page #173
--------------------------------------------------------------------------
________________
શ્રી રાજકોટના દર્શનીય સ્થાનો
‘‘ઇચ્છે છે જે જોગી જન’’ નામનું અંતિમ કાવ્ય સં. ૧૯૫૭ના ચૈત્ર સુદ ૯ના દિવસે રાજકોટમાં નર્મદા મેન્સન નામના મકાનમાં પરમકૃપાળુદેવે લખેલ. તે કાવ્યની નીચે અંતિમ ગાથા આ પ્રમાણે છે. તેમના જ હસ્તાક્ષરમાં :
“સુખધામ અનંત સુસંત ચહિ, દિનરાત્ર રહે તથ્યાન મહિ; પરશાંતિ અનંત ક્ષુધામય જે, પ્રણમું પદ તે વરતે જયતે.’ આ મકાનમાં જ પરમકૃપાળુદેવનો સંવત્ ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ના રોજ દિવસે ૨ વાગે દેહોત્સર્ગ થયો હતો.
****
સુવિશાખાદ નિવાસી રોધી ઇચંદ્રજીના સુબ શ્રી જ્ઞાનાજી ધરાને આબકઘાવચે શ્રી રાજચંડ દેશની પાદુકાજીનીાપના કરી વિ.સં. ૧૯૯૬ માદા શુકલ પ્રોસી
વર્તમાનમાં તે અગ્નિસંસ્કાર સ્થાને આ નવીન સમાધિમંદિર બનાવવામાં આવેલ છે, જે આત્માર્થી જીવોને તીર્થરૂપ છે.
૧૬૪
CL
“પંચમજ્ઞાનને સમજી સાચું પંચત્વ પામ્યા સાર, કૃષ્ણપંચમી ચૈત્ર માસની સંવત્ સત્તાવન ઘાર. ઘન્ય છે આપતણો અવતાર,
રાજજી આપ તણો અવતાર.’’ (બો.૩ પૃ.૩૦) રાજકોટમાં સ્મશાન ભૂમિની બાજુમાં આજી નદીને કિનારે જ્યાં પરમકૃપાળુદેવના પવિત્ર દેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવેલો તે સ્થળે શ્રીમદ્ રાજચંદ્ર સમાધિમંદિર નિર્માણ થયું. તેમાં સં.૧૯૯૬ના મહાસુદી ૧૩ના રોજ આરસની દેરી બનાવી પરમ પુનિત પાદુકાજીની સ્થાપના કરવામાં આવી, પછી સં. ૨૦૦૭માં એક પવાસન બનાવી તેમાં પરમકૃપાળુદેવની ત્રણ છબીઓ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી (શ્રી ગોવર્ધનદાસજી)ના વરદ્ હસ્તે સ્થાપિત કરવામાં આવી
હતી.
Page #174
--------------------------------------------------------------------------
________________ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, રાજકોટ * * * * * * ( t + +4+1 - - 11 શ્રી રાજકોટના નગર મધ્યે આ વિશાળ મંદિર આવેલું છે. જેના ઉપરના હૉલમાં પરમકૃપાળુદેવ આદિ ચિત્રપટોની સ્થાપના થયેલ છે અને નીચેના હૉલમાં પરમકૃપાળુદેવના કદ પ્રમાણ આરસના પ્રતિમાજી બિરાજમાન છે. ત્યાં પ્રતિદિન સવારમાં નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી ભક્તિ સ્વાધ્યાયનો ક્રમ નિયમિત ચાલે છે. 165