________________
સહજ કારણમાં આટલાં ફૂલ ન તોડીએ
૩)
3
શ્રી વ્રજદાસ ગંગાદાસ પટેલ જણાવે છે :
એકવાર સાહેબજી કાવિઠા ગામ બહાર આંબાના ઝાડ નીચે મુમુક્ષુઓ સાથે બિરાજ્યા હતા. ત્યારે હું પણ હાજર હતો. ત્યાંથી સાહેબજી દિશાએ પધાર્યા. ત્યારે આંબાની બાજુમાં જ એક પાટીદાર ભાઈનું ખેતર હતું. તે ભાઈ ત્યાંથી બીજે ગામ જતા હતા, પણ બધાને બેઠેલા જોઈ, પોતાના ખેતરમાંથી ફૂલ તોડી લાવી સાહેબજીના આસને મૂકી પછવાડે બેસી ગયા.
૧)
જ્યારે સાહેબજી પધાર્યા ત્યારે સાયલાવાળા લહેરાભાઈએ સાહેબજીને આંગળીના ઈશારાથી બતાવી જણાવ્યું કે આ ભાઈએ ફૂલ મૂક્યાં છે. ત્યારે સાહેબજીએ તે ભાઈને જણાવ્યું કે, સહજ કારણમાં આટલાં બધા ફૂલ ન તોડીએ. વળી પૂછ્યું કે તમારું નામ શામળદાસ છે ? તમારા પિતાનું નામ રામદાસ છે? ત્યારે તે ભાઈએ કહ્યું : હાજી.
૨)
સાહેબજીએ ફરી જણાવ્યું કે તમો તમારી દીકરી હીરાના મંદવાડના ખબર જોવા જાઓ છો ? તે ભાઈએ કહ્યું : હાજી. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે ખેદ રાખશો નહીં, ઘીરજથી જજો; તેને આવતીકાલે સવારે આરામ થઈ જશે. આ સાંભળી વારંવાર તેઓ નમસ્કાર કરવા લાગ્યા ત્યારે સાહેબજીએ હાથના ઈશારાથી અટકાવવા જણાવ્યું હતું.
પછી સવારે શામળદાસ દીકરીના સાસરે શિહોલ ગયા ત્યારે આરામ થઈ ગયો હતો.
“પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય.”
૧૦૫