________________
શ્રીમદ્ભો વૈરાગ્યમય અભુત ઉપદેશ
કાવિઠામાં ગામ બહાર પરમકૃપાળુદેવ ઝાડ નીચે બિરાજમાન થયા ત્યારે મુમુક્ષુ ભાઈઓ પણ સાહેબજીની સન્મુખ આવી બેઠા. તે સમયે વૈરાગ્ય સંબંધી એવો અદ્ભુત ઉપદેશ ચાલ્યો કે તે સાંભળી મુમુક્ષુ ભાઈઓના નેત્રોમાંથી આંસુ વહેવા લાગ્યા
હતા.
“વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ
ભોમિયો છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૯૬)
તે વખતે એક ગાંડા જેવો માણસ દૂરથી બીભત્સ શબ્દોમાં બકવાસ કરતો આવતો હતો. તે તરફ કેટલાક ભાઈઓનો ઉપયોગ ગયો. પણ જ્યારે તે ગાંડો માણસ સાહેબજીની સમીપમાં આવી પહોંચ્યો કે તદ્દન શાંત બની ગયો અને પરમકૃપાળુદેવને નમસ્કાર કરવા લાગ્યો હતો.
૧૦૪