________________
અહિંસા પરમો ધર્મ
શ્રી પોપટલાલ ગુલાબચંદ જણાવે છે :
હું મુંબઈમાં પરમકૃપાળુદેવના સમાગમમાં હતો તે વખતે ત્યાં એક એવા સમાચાર આવ્યા કે આસો સુદ ૧૦ના દશેરાના દિને ઘરમપુરમાં એકસો આઠ પાડાનો વઘ થાય છે. તેના બચાવ માટે પરમકૃપાળુદેવે મુખ્ય વ્યક્તિઓ મધ્યે વ્યાખ્યા કરી કે ઘરમપુરમાં સભા બોલાવવી અને ત્યાં શ્રી માણેકલાલ ઘેલાભાઈને મોકલવા.
તથા તે અંગે મુંબઈના શાસ્ત્રીઓ પાસે તેમના વેદના આઘારો પણ કઢાવતા. તેને કઢાવતાં અર્થનો અનર્થ થતો જાણી પરમકૃપાળુદેવ બોઘ પણ કરતા
હતા.
તે અંગે ભાષણો કરવાનું કામ જારી રાખ્યું હતું તથા કેટલાક પૈસાના લોભી હોય તેમને પૈસા પણ આપતા હતા.
પરમકૃપાળુદેવ તેમના બચાવ માટે રાત દિવસ પરિશ્રમ લેતા હતા. તેનું છેવટનું પરિણામ એ આવ્યું કે તે પાડા મારવાનું કામ બંધ થયું હતું.
“દયા જેવો એકે ઘર્મ નથી.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૮) દયાનું સ્થાપન જેવું (જેનઘર્મમાં) કરવામાં આવ્યું છે, તેવું બીજા કોઈમાં નથી. “માર’ એ શબ્દ જ “મારી” નાખવાની સજ્જડ છાપ તીર્થકરોએ આત્મામાં મારી છે...
શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો
અહિંસાઘર્મ શ્રી જિનનો છે.” -પ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૮૦) “વારંવાર લક્ષમાં રાખવું કે સર્વ જીવની રક્ષા કરવી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૯)
૫૦