________________
તે આત્મા છે કાશી નહીં
એક વખત શ્રીમદે પોતાની પુત્રી કાશીબહેન જે ત્રણેક વર્ષની હતી, તેને પૂછ્યું: “તું કોણ છે?” કાશીબહેન બોલી : “હું કાશી છું” શ્રીમદે કહ્યું : “ના, તું આત્મા છે.”
તેટલામાં શ્રી ત્રિભોવનદાસ આવ્યા તેમને શ્રીમદે કહ્યું: “આને હજી ત્રણ વર્ષ પૂરાં થયાં નથી. પોતાનું નામ “કાશી' પાડ્યું છે. તેના સંસ્કારો થોડી મુદતના હોવા છતાં એને કહીએ છીએ કે તું આત્મા છે, તો કહે ના, હું તો કાશી છું. એવી જીવની બાળ અજ્ઞાનદશા છે. દેહને વિષે હુંપણું મનાયેલું છે તેથી જીવની ભૂલ ભાંગતી નથી. જીવ દેહની સાથે ભળી જવાથી એમ માને છે કે હું વાણિયો છું’, ‘બ્રાહ્મણ છું', પણ શુદ્ધ વિચારે તો તેને “શુદ્ધ સ્વરૂપમય છું એમ અનુભવ થાય.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૦) “આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં ભ્રાંતિથી ભિન્ન ભાસે છે,
જેમ ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૬) “સર્વ શાસ્ત્રના બોઘનું, ક્રિયાનું, જ્ઞાનનું, અને ભક્તિનું પ્રયોજન સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે;” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૯૩)
જીવનું સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે,
ત્યાં સુધી અનંતા જન્મ-મરણ કરવાં પડે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૦) “જ્યાં જ્યાં જીવ મારાપણું કરે છે ત્યાં ત્યાં તેની ભૂલ છે. તે ટાળવા સારું શાસ્ત્રો કહ્યાં છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૦)
“જ્યાં જ્યાં “આ મારા ભાઈભાંડુ વગેરે ભાવના છે ત્યાં ત્યાં કર્મબંઘનો હેતુ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૦)
૫૧