________________
શ્રીમદની તીવ્ર ધ્રાણ શક્તિ
શ્રી છોટાલાલ રેવાશંકર
અંજારિયા જણાવે છે :
શ્રીમની નાકની શક્તિ અભુત હતી. તેઓ રસોઈમાં મીઠું થોડું, ઘણું અથવા મુદ્દલ નહીં હોય તે માત્ર નજરે જોઈને કહી શકતા. શ્રી રેવાશંકરભાઈને ત્યાં એક વખત જમવાનો પ્રસંગ હતો. અમે સૌ બેઠા હતા, તેમાંથી હું ઊભો થઈ
રસોયા પાસે ગયો. રસોયાને કહ્યું કે રેવાશંકરભાઈએ ખાસ કહેવરાવ્યું છે કે : દાળમાં હંમેશ મુજબ મીઠું નાખવું અને ચણાના લોટનું શાક મીઠા વગરનું બનાવવું તથા લીલોતરીના
શાકમાં મીઠું વઘારે નાખવું. રસોયો ભદ્રિક હતો તેથી તે પ્રમાણે તેણે કરી લીધું.
nD
અમે બઘા જમવા બેઠા. થાળીઓ પીરસાઈ. તે સામે થોડી વાર જોઈ, મારી સામે દ્રષ્ટિપાત કરી શ્રીમદ્ બોલ્યા: “પરીક્ષા લેવા પ્રવૃત્ત થયા છો કે રસોયો ભૂલ્યો છે? એક શાક ચણાના લોટમાં મીઠા વગરનું અને લીલોતરીનું વધુ મીઠાવાળું છે.” રેવાશંકરભાઈએ ચાખ્યું. તે પ્રમાણે ખરું હોવાથી રસોયાને વઢવા લાગ્યા, ત્યારે મેં સત્ય હકીકત જણાવી સૌને રીઝવ્યા.
૫૨