________________
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું મંગળ સર્જન
WIL
કૃપાળુદેવ સં.૧૯૫રમાં ખંભાત પઘાર્યા ત્યારે શ્રી સોભાગભાઈ પણ ત્યાં આવેલા, ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજીની પ્રેરણાથી શ્રી સોભાગભાઈએ કૃપાળુદેવને વિનંતી કરી કે આ છ પદનો પત્ર યાદ નથી રહેતો માટે કંઈક ગાવાનું હોય તો મોઢે થાય. એ ૦ વીસેક દિવસ થયા બાદ કૃપાળુદેવે કલાક દોઢ કલાકમાં ૧૪૨ ગાથાની આ આત્મસિદ્ધિ નડિયાદ મુકામે રચી.” (બો-૨ પૃ.૩૦૬)
નડિયાદમાં “એક દિવસે શ્રીમદ્ બહાર ફરવા ગયા હતા ત્યાંથી બંગલે પાછા આવ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી; ફાનસ મંગાવી શ્રીમદ્ લખવા બેઠા અને શ્રી અંબાલાલભાઈ ફાનસ ઘરી ઊભા રહ્યા. કલમ ચાલી તે ચાલી. એકસો બેતાળીસ ગાથાઓ પૂરી થઈ રહી ત્યાં સુધી શ્રી અંબાલાલભાઈ હાથમાં ફાનસ ઘરી દીવીની પેઠે ઊભા રહ્યા.” (જી.પૃ.૧૯૧)
“શરદ પૂર્ણિમાને દિવસે જે મેઘબિંદુ છીપમાં પડે તે મોતીરૂપે થાય છે એમ કહેવાય છે, તેમ આ વિનંતી એવા વખતે અને એવા પુરુષ દ્વારા થઈ કે તે શ્રીમદ્ભા દિલમાં આત્મસિદ્ધિરૂપી અમૂલ્ય મોતી ઉત્પન્ન કરવા સમર્થ થઈ. તથા સં. ૧૯૫૨ની શરદપૂર્ણિમાને બીજે દિવસે મુક્તિમાર્ગના પ્રવાસી શ્રીમદ્ રાજચંદ્ર જે આત્મસ્વરૂપનું નિરંતર પ્રગટપણે પોતાને વેદન હતું તે આબાલવૃદ્ધ સમજે તેવી સરળ ભાષામાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર દ્વારા પદ્યરૂપે પ્રગટ કર્યું.” (જી.પૃ.૧૯૨)
૧૦૦