________________
તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાખવાના છે
ખંભાતના શ્રી પોપટલાલ ગુલાબચંદ જણાવે છે :
પરમકૃપાળુદેવ આણંદ ધર્મશાળામાં બોથ દેતા હતા ત્યારે સાણંદના ભાઈ મોતીભાઈ દર્શનાર્થે આવ્યા હતા. તેમણે ચૌદ પ્રશ્નો પૂછવા ધારેલ, તેનો ઉતારો તેમની પાઘડીમાં ખોસેલ હતો. તેમના વગર પૂજ્યે ચૌદેય પ્રશ્નનો ખુલાસો પરમકૃપાળુદેવે બોધમાં કર્યો હતો જેથી તેઓ ઊભા થઈ પરમકૃપાળુદેવ પ્રત્યે હાથ જોડી બોલવા લાગ્યાં કે આપ તો પ્રભુ છો વગેરે ઘણી જ સ્તવના કરી હતી. ત્યારબાદ તેઓ બેઠા હતા. પણ મનમાં એવો વિચાર આવ્યો કે આ પુરુષ ગૃહસ્થાવાસમાં છે માટે નમસ્કાર કેમ થાય ? એવું એમના મનમાં આવતાં જ પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમારા નમસ્કાર અમારે જોઈતાં નથી. તેનો કાંઈ પણ પૈસો ઊપજતો નથી, તેમ અમારે કાંઈ પુજાવું-મનાવું નથી. તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાખવાના છે વગેરે ઘણો બોધ કર્યો હતો. “આખા જગતના શિષ્ય થવારૂપ દૃષ્ટિ જેણે વેદી નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી.’’ શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૫૮)
૯૯