________________
પર દુઃખે કરુણા
મુંબઈમાં એક આરબને પોતાના મોટાભાઈની જેમ મોતીનો મોટો વેપાર કરવાનું મન થયું. તેણે દલાલ સાથે વિશ્વાસપાત્ર ઝવેરી શ્રીમદ્ પાસે આવીને પોતાનો માલ બતાવ્યો. શ્રીમદે કસીને તે માલ ખરીદ્યો અને નાણા આપ્યાં. તે લઈ આરબ પોતાને ઘેર આવ્યો.
ઘેર આવીને મોટાભાઈને વાત કરી. તેમણે જેનો એ માલ હતો તેનો કાગળ બતાવી કહ્યું કે આટલી કિંમત વગર આ માલ વેચવો નહીં એમ તેણે શરત કરી છે, અને આ તેં શું કર્યું. તે તો ગભરાયો.
તુરંત શ્રીમદ્ પાસે આવી તે કરગરી પડ્યો. અને કહ્યું કે હું તો આવી આફતમાં આવી પડ્યો છું. ત્યારે શ્રીમદે કહ્યું–આ તમારો માલ રહ્યો; એમ કહી પાછો સોંપી દીધો અને નાણાં ગણી લીઘાં. ઘણો નફો થવાનો હતો પણ તે જતો કર્યો. ત્યારથી આરબ શ્રીમદ્દે ખુદા સમાન માનવા લાગ્યો.
“પરદુઃખ એ પોતાનું દુઃખ સમજવું.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૪)