________________
અમારે કોઈને દુભવવા નથી
શ્રી સુખલાલભાઈ જયમલ જણાવે છે :
એકવાર એક ભાઈ શ્રીમદ્ પાસે મોતી વેચવા આવ્યા. મોતી સાચા પણ વળ પાડ્યા વિનાના સેળભેળવાળા હતા. તેમને શ્રીમદે કહ્યું: “વળ પડાવીને લાવો તો વઘારે સારો ભાવ ઉપજશે. રંગૂન મોકલશો તો તેથી વધારે સારો ભાવ ઊપજશે.”
તે ભાઈ મોતી લઈ વળ પડાવી વેચવા આવ્યા. ત્યારે શ્રીમદે કહ્યું : આ મોતી તો તમારે ત્યાં ગીરો છે. ગીરો મૂકનાર છોડાવવા આવશે ત્યારે શું કરશો?
ગીરોની વાત જાણી પેલા ભાઈ આશ્ચર્ય પામ્યા અને કહ્યું કે ત્રણ ચાર વર્ષ થયા ગીરો છે. તે હવે શું છોડાવશે? એમ ઘારી વેચવા આવ્યો છું. શ્રીમદે મોતી લઈ તેની કિંમત ચૂકવી દીઘી.
સાંજે વનમાળીએ શ્રીમન્ને કહ્યું : ભાઈ, પેલા મોતી આપો તો રંગૂન પાર્સલ કરીએ છીએ તેમાં મોકલી આપીએ. ત્યારે શ્રીમદે કહ્યું : “આજે નહીં.”
બાપા.
વળતે દિવસે પેલો ભાઈ હાંફળો ફાંફળો પાછો આવ્યો અને કહેવા લાગ્યો–બાપજી પેલા મોતી ગીરો મૂકનાર છોડાવવા આવ્યો છે. મેં તો આપને વેચેલ છે તો મારે હવે શું કરવું? મારા પર દયા કરી તે મને પાછા આપો.
શ્રીમદે કહ્યું : “અમે તમને ગઈકાલે કહ્યું હતું. તમે અમને વેચેલ છે, એમાંથી અમને ઠીક હાંસલ મળે એમ છે પણ તમે લેવા આવ્યા તો ખુશીથી લઈ જાઓ; અમારે કોઈને દુભવવા નથી. આમ કહી વનમાળીને મોતી પાછા આપી તેની આપેલ કિંમત પાછી લેવા જણાવી, દયાભાવે હાંસલ જતું કર્યું હતું.
“પરહિત એ જ નિજહિત સમજવું.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૪)
૪૬