________________
જૈનનું પ્રમાણિકપણું કેવું હોવું જોઈએ ?
શ્રી મોતીલાલ ગિરધરભાઈ કાપડિયા જણાવે છે :
“મુંબઈમાં એકવાર સાંજે ફરવા ગયા હતા ત્યાં કેટલીક ધર્મચર્ચા થયા બાદ ત્રિભુવનદાસ ભાણજીએ શ્રીમન્ને પ્રશ્ન કર્યો કે ‘એક જૈનનું પ્રામાણિકપણું કેવું હોવું જોઈએ ?’
તેના જવાબમાં શ્રીમદે હાઈકોર્ટનો બુરજ દેખાડી કહ્યું કે પેલી દૂર જે હાઈકોર્ટ દેખાય છે, તેની અંદર બેસનાર જજનું પ્રામાણિકપણું જેવું હોય તેના કરતાં એક જૈનનું પ્રામાણિકપણું ઓછું તો ન જ હોવું જોઈએ. મતલબ કે એનું પ્રામાણિકપણું એટલું બધું વિશાળ હોવું જોઈએ કે તે સંબંધી કોઈને શંકા પણ ન થાય.
એટલું જ નહીં પણ તે અપ્રમાણિક છે એમ કોઈ કહે તો સાંભળનાર, તે વાત સાચી પણ ન માને, એવું જૈનનું પ્રામાણિકપણું સર્વત્ર જાણીતું હોવું જોઈએ.
“જે મુમુક્ષુજીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન્ન
રહેવું તેનું નામ નીતિ છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૯૮)
૪૫