________________
વ્યાપારમાં મુખ્ય નિયંતા શ્રીમદ્ રાજચંદ્ર
‘શ્રી રેવાશંકર જગજીવન શ્રીમદ્ના કાકા સસરા થયા ત્યારથી તેઓ શ્રીમદ્ સાથે નિકટ પરિચયમાં આવ્યા. એકાદ વર્ષ પછી શ્રીમદે તેમને વ્યાપારમાં ઉત્કૃષ્ટ લાભ છે, એવું જ્યોતિષથી જાણીને મુંબઈ જવા પ્રેર્યા. સાથે ઝવેરાતના ધંધાની પેઢીની વાત પણ કરી. તે મુજબ શ્રી રેવાશંકરભાઈ વકીલાત છોડી સં.૧૯૪૫ના અષાઢમાં મુંબઈ આવ્યા.’
“શ્રી રેવાશંકર જગજીવનની પેઢીની શરૂઆત સં. ૧૯૪૫ના પર્યુષણ પછી થઈ. તેમાં શ્રી માણેકલાલ ઝવેરી પ્રેરણારૂપ હતા અને છેવટ સુધી શ્રીમદ્ સાથે ભાગીદારીમાં ટકી રહ્યા હતા. એક બે વરસમાં તો વિલાયત, અરબસ્તાન, રંગૂન વગેરેની મોટીમોટી પેઢીઓ સાથે વેપાર જામ્યો.’’
(અ.પૃ.૭૦)
‘સં. ૧૯૪૮ થી સુરતવાળા ઝવેરી નગીનચંદ કપુરચંદ તથા અમદાવાદવાળા ઝવેરી છોટાલાલ લલ્લુભાઈ વગેરે જોડાયાં. તેમાં નિયંતા તરીકે શ્રીમદ્ બહુ ઉપયોગી હતા.’’
“ઘણા ઘણા જ્ઞાનીપુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાઘિપ્રસંગ અને ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે.’” શ્રીમદ્ રાચજંદ્ર (વ.પૃ.૩૧૯)
“વૈશ્યવેષે અને નિગ્રંથભાવે વસતા કોટી કોટી વિચાર થયા કરે છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૮૦૩)
૪૪