________________
અવધૂત યોગમુદ્રા
ઉત્તરસંડાના વગડામાં શ્રીમદ્ભો પહેરવેશ એક ઘોતિયું માત્ર હતું. ઘોતિયાના બેય છેડા ખભા ઉપર તેઓ નાખી દેતા. આમ અવધૂત યોગ મુદ્રામાં શ્રીમદે એક માસ ત્યાં રોકાણ કર્યું હતું.
એકવાર તળાવના કિનારે થઈને ફરવા જતાં શ્રીમદે મોતીલાલને જણાવ્યું કે ગઈકાલે આ જગ્યા પર સર્પ હતો.
બીજે દિવસે ફરવા જતાં મોતીલાલ પાછળ ચાલતા હતા ત્યારે શ્રીમદે જણાવ્યું કે, મોતીલાલ, ચાલ્યા આવો. તે સાંભળી ગઈકાલે થયેલી સર્પની વાત સ્મૃતિમાં આવવાથી તુરત તેમણે આગળ ચાલવા માંડ્યું. થોડે દૂર જતાં શ્રીમદે જણાવ્યું કે મોતીલાલ, રોકાઓ; પેલા સર્પને જવા દો. જેથી તુરત તે થંભી ગયા. રાત્રિનો સમય હતો, સર્વત્ર ઝાડી હતી, વચ્ચે પગદંડીનો રસ્તો હતો. તેમાં પ્રથમ તે સર્પ તેમની દ્રષ્ટિએ પડ્યો નહોતો પણ શ્રીમદ્ગા જણાવ્યા બાદ ઘારીને જોતાં તે સર્પ તેમની દ્રષ્ટિમાં આવ્યો હતો.
“હે મુમુક્ષુ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૂ.૪૮૨)
૧૧૭