________________
જંગલમાં એકાંત નિવાસ
સંવત્ ૧૯૫૪માં પરમકૃપાળુદેવ ઉત્તરસંડા વનક્ષેત્ર ઉપર બતાવેલ મકાનમાં એક માસ સ્થિરતા કરી હતી. તેમની સેવામાં નડિયાદના મોતીલાલ ભાવસાર હતા.
“આ વનક્ષેત્રે શ્રીમદ્ બે રૂપિયા ભાર લોટની રોટલી તથા થોડું દૂધ આખા દિવસમાં વાપરતા. બીજી વખત દૂધ પણ લેતા નહીં...એક વખત શ્રીમદે ક્હયું કે આ શરીર અમારી સાથે કજિયો કરે છે; પણ અમે પાર પડવા દેતા નથી.'' (જી.પૃ.૨૯)
“અલ્પ આહાર, અલ્પ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કાયા અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધનો છે. શ્રીમદ્ રાજચંડ (૫.૪.૧૬૪)
એક દિવસ મોતીલાલે પોતાની પત્નીને સૂચના આપેલી કે મેલ ટ્રેન ગયા બાદ તમે જમવાનું લઈને બંગલા તરફ આવજો અને ત્રણ ચાર ખેતર દૂર બેસજો. ત્યાંથી હું આવીને લઈ જઈશ. પરંતુ તે બંગલા પાસે આવી પહોંચ્યા, તેથી મોતીલાલે તે બાઈને બહુ ઠપકો આપ્યો; કારણ કે શ્રીમને તે વાત જણાવવાની જરૂર નહોતી.
“અયોગ્ય ઠપકો આપું નહીં.’” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૪૫)
૧૧૮