________________
અવધૂતયોગી શ્રીમદ્ રાજચંદ્ર
૧) સંવત્ ૧૯૫૪માં શ્રીમદ્ ઉત્તરસંડામાં અવધૂત યોગમુદ્રામાં રહેતા હતા. ત્યારે સેવામાં માત્ર મોતીલાલ ભાવસારને જ રહેવાની
આજ્ઞા હતી. રાત્રે હીંચકા ઉપર મોતીલાલે ગાદલું પાથર્યું. તેમને લઈ લેવા શ્રીમદે જણાવ્યું છતાં મોતીલાલના આગ્રહથી તે રહેવા દીધું. પણ રાત્રે તપાસ કરતાં તે ગાદલું હીંચકા પાસે નીચે જ પડેલું હતું. મચ્છરો કરડતા હતા. શ્રીમદ્ ગાથાઓની ધૂનમાં સૂતા હતા. ફરી
ઘોતિયું ઓઢાડી મોતીલાલ અંદર જઈ સૂઈ ગયા. ૨) રાત્રે ફરીવાર તપાસ કરતાં શ્રીમદ્ ગાથાઓની ધૂનમાં બેઠા હતા અને ઘોતિયું નીચે પડેલું હતું. ફરીથી ઘોતિયું ઓઢાડી
મોતીલાલે કહ્યું કે મચ્છરો ઘણા છે પણ તેઓશ્રીએ કાંઈ લક્ષ આપ્યું નહોતું. આમ શરીરની દરકાર કર્યા વિના ઘર્મધ્યાનમાં રાતે પણ શ્રીમદ્ લીન રહેતા.
“અમે દેહઘારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૯૦), “સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં
આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૯૫)
૧૧૬