________________
પોતાના માટે હાથ લાંબો કરી દીનતા કરી નહીં
શ્રી ધારશીભાઈને ‘શ્રીમદ્ મહાપુરુષ છે' એમ જ્યારથી લાગ્યું ત્યારથી તેમને ગાદી પર બેસાડી પોતે પૂજ્યભાવ રાખી વિનયપૂર્વક તેમની સામે બેસવા લાગ્યા.
શ્રીમદ્દ્ન રાજકોટથી હવે પાછા વવાણિયા જવાનો વિચાર થયો ત્યારે મોસાળમાંથી મીઠાઈનો ડબ્બો ભાથા માટે ભરી આપ્યો. તે લઈ બઘાની રજા માંગી. અંતમાં શ્રી ધારશીભાઈને પણ મળવા ગયા.
શ્રીમદ્ પાસે ભાડાના પૈસા નહીં હોવાથી એક કંદોઈને ત્યાં મામાએ આપેલી મીઠાઈનો ડબ્બો વેચી ભાડા જેટલા પૈસા મેળવી લીધા. પણ ધારશીભાઈ સાથે આટલી ઓળખાણ છતાં પણ પૈસાની માંગણી કરી નહીં. આટલી નિઃસ્પૃહતા નાની ઉમરે જ ઊગી નીકળી હતી. ઉત્તમ ગૃહસ્થની પેઠે તેમનો સિદ્ધાંત હતો કે—
“મર જાઉં માગું નહીં, અપને તનકે કાજ; પ૨મા૨થકે કા૨ણે માંગું, ન સમજું લાજ.” (જી.પૃ.૨૯)
૧૮