SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ સમકિતની પ્રાપ્તિ “ઓગણીસસેં ને સુડતાળીસે, સમકિત શુદ્ધ પ્રકાણ્યું રે; શ્રુત અનુભવ વઘતી દશા, નિજસ્વરૂપ અવભાસ્યું રે.” ઘન્ય “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે; ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૪૯) “સમ્યગ્દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૧૫) “વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ!!! -શ્રીમદ રાજચંદ્ર (વ.પૃ.૩૮૩) શ્રીમદ્ઘ મન આખી મુંબઈ સ્મશાન મુંબઈમાં એક વખત શ્રીમદ્ ફરવા ગયા. સ્મશાનની જગા આવી ત્યારે તેમની સાથે હતા તે ભાઈને પૂછ્યું : આ શું છે?” તે ભાઈએ જવાબ આપ્યો : “સ્મશાન.” શ્રીમદે કહ્યું : “અમે તો આખી મુંબઈને સ્મશાન સમાન જોઈએ છીએ.” (જી.પૃ.૧૨૯) “સકળ જગત તે એઠવતુ , અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.” -આત્મસિદ્ધિ ગાથા-૧૪૦ અર્થ – “સમસ્ત જગત જેણે એઠ જેવું જાણ્યું છે, અથવા સ્વપ્ન જેવું જગત જેને જ્ઞાનમાં વર્તે છે તે જ્ઞાનીની દશા છે, બાકી માત્ર વાચજ્ઞાન એટલે કહેવા માત્ર જ્ઞાન છે.” ગાથા ૧૪૦ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૫૭)
SR No.009141
Book TitleShrimad Rajchandra Sachitra Jivan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy