________________
જેટલી શ્રદ્ધા તેટલી નિર્ભયતા
સં. ૧૯૫૧ના આસો મહિનામાં શ્રીમદ્ ધર્મજ પધાર્યા હતા. ત્યાંથી વીરસાદ પધાર્યા. ત્યાં જંગલમાં એક સાંકળી નળીમાં થઈને જવાનો રસ્તો હતો. મુમુક્ષુઓ બધા પરમકૃપાળુદેવની સાથે ચાલતા હતા. ત્યાં સામેથી બે સાંઢ લડતાં લડતાં ઘણા જ વેગથી આવી રહ્યા હતા.
પરમકૃપાળુદેવે તે જોઈ જણાવ્યું કે બન્ને સાંઢ પાસે આવતાં શાંત પડી જશે; છતાં શ્રદ્ધાની ખામીના કારણે મુમુક્ષુઓ ખેતરોમાં ભરાઈ ગયા. પરમકૃપાળુદેવ સાવ નીડરપણે એક જ ધારાએ ચાલતા હતા. તેમની પાછળ શ્રી સોભાગભાઈ તથા શ્રી ડુંગરશીભાઈ પણ શાંતિથી ચાલતા હતા. બેઉ સાંઢ પાસે આવતાં જ શાંત બની ઊભા રહી ગયા હતા.
“ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દૃઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હોતો નથી. અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૨૪)
“વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી.
તેના અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત ક૨વી. જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે.’’ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૭૪)
૮૫