________________
કર્યા વગર અનેક કાર્યોને એક સાથે યાદ રાખી એકી વખતે કરી બતાવવા તે. પછી જામનગર, બોટ વગેરેમાં ૧૨,૧૬,૫૨ અવધાન કરી ‘હિન્દના હીરા’નું બિરુદ મેળવ્યું. ૧૯મા વર્ષે મુંબઈમાં ૧૦૦ અવધાન ફરામજી કાવસજી ઈન્સટીટ્યુટમાં હજારો મહાનુભાવો સમક્ષ કરી પ્રજાને મંત્રમુગ્ધ કરી દીધી. પ્રજાએ ‘સાક્ષાત્ સરસ્વતી'નું બિરુદ આપી સુવર્ણચંદ્રક ભેટ કર્યો. આ અવધાનોથી શ્રીમદ્દ્ની પ્રશંસા ‘મુંબઈ સમાચાર’, ‘જામે જમશેદ’, ‘ઈન્ડિયન સ્પેક્ટેટર’ આદિ અખબારોમાં ખૂબ થવાથી શ્રીમદ્ રાજચંદ્રજીના યશકીર્તિનો સુવર્ણસૂર્ય ઉદિત થયો. હવે શીઘ્ર કવિ અને વિદ્વાન ઉપરાંત શતાવધાની તરીકે શ્રીમદ્ પ્રસિદ્ધિ પામ્યા.
જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસ પણ તેમણે કરેલો. હસ્ત, મુખ આદિનું અવલોકન કરી જ્યોતિષ ભાખી શકતા. અંતમાં જ્યોતિષ વિદ્યા કે અવધાન, ૫૨માર્થ સાધનમાં બિન ઉપયોગી જણાવવાથી મૂર્ક
દીધા.
FO
શ્રીમના ૨૦મે વર્ષે ઝવેરી શ્રી પોપટલાલભાઈના પુત્રી શ્રી ઝબકબાઈ સાથે લગ્ન થયા. તે જ વર્ષમાં અમદાવાદના શ્રી જીઠાભાઈ ઉજમશી શ્રીમના પરિચયમાં આવ્યા. ૨૧મે વર્ષે મુંબઈમાં ઝવેરાતનો વ્યવસાય ભાગીદારીમાં શરૂ કર્યો. થોડા જ વખતમાં વિદેશો સાથે પણ વેપા૨ ક૨વાથી પેઢીનું નામ આંત૨૨ાષ્ટ્રિય ક્ષેત્રે ગાજવા લાગ્યું.
૨૨મે વર્ષે શ્રી લલ્લુજી મુનિ (પ્રભુશ્રીજી), શ્રી સોભાગભાઈ, શ્રી અંબાલાલભાઈ વગેરે શ્રીમના પરિચયમાં આવ્યા. શ્રીમનો વૈરાગ્ય અદ્ભુત હતો. તેમના અપૂર્વ અલૌકિક સત્સંગનો તેમને લાભ મળ્યો. ૨૩મા વર્ષે શ્રીમન્ને શુદ્ધ સમકિતની
પ્રાપ્તિ થઈ.
શ્રીમદ્ વ્યવસાયમાં હોવા છતાં પ્રત્યેક વર્ષે મુંબઈ છોડી અમુક મહિનાઓ માટે ઈડ૨, કાવિઠા, ઉત્તરસંડા, રાળજ, વડવા, વસો આદિ એકાંત સ્થળોમાં જઈ ધ્યાન, ચિંતન, સ્વાધ્યાયમાં વખત ગાળતા,
લંડનથી બેરિસ્ટર થઈ આવેલા મહાત્મા ગાંધીને પ્રથમ દિવસે જ શ્રીમનો મુંબઈમાં મળવાનો સુયોગ પ્રાપ્ત થયો. લગભગ બે વર્ષના ગાઢ પરિચયમાં ગાંધીજીએ તેમની પાસેથી ‘અહિંસા ધર્મ'નું કુંડા ભરી ભરીને પાન કર્યું. મહાત્મા ગાંધીજી લખે છે કે બે વર્ષના ગાઢ પરિચયમાં મેં તેમને કદી કોઈ પદાર્થ પ્રત્યે રાગ થયો હોય એમ જોયું નથી. ‘રાગને કાઢવાનો પ્રયત્ન ક૨ના૨ જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ દશા શ્રીમન્ને સ્વાભાવિક હતી.’ ગાંધીજી શ્રીમદ્વે તે સમયના સર્વ શ્રેષ્ઠ આધ્યાત્મિક પુરુષ તરીકે ઓળખાવતા.
૨૯મા વર્ષે અપૂર્વ એવા ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ની માત્ર દોઢ કલાકમાં પદ્યરચના ક૨ીને શ્રીમદે ચૌદ પૂર્વનો સાર વિશ્વને આપ્યો. એ ઉપરાંત અપૂર્વ અવસ૨, મૂળમાર્ગ, બહુપુણ્ય કેરા પુંજથી એવા અનેક અદ્ભુત કાવ્યોની રચના કરી. તેમજ લગભગ એક હજાર પત્રોનો પૂંજ વગેરે આત્માર્થી જીવોના નિમિત્તે લખી ભવ્યોનું કલ્યાણ કરતા ગયા. તેમનું લખેલું સર્વ સાહિત્ય હજાર પાનરૂપે બનેલ ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પ્રકાશિત થયું. જેની આજ સુધી આઠમી આવૃત્તિ થઈને પીસ્તાલીસ હજાર પ્રતો છપાઈ ચૂકી છે. જેનો સ્વાધ્યાય કરી આજે પણ હજારો મુમુક્ષુઓ મોક્ષમાર્ગને સરળ ભાષામાં સમજી અદ્ભુત આત્મશાંતિ પામે છે.
શ્રીમની વૈરાગ્યમય અસંગવૃત્તિ, સતત્ પુરુષાર્થી જીવન વગેરે આત્મ અનુભવોનો નિચોડ તેમના અમુલ્ય સાહિત્યમાંથી મળી આવે છે. તેમના પરિચયમાં આવેલ વ્યક્તિઓના પ્રસંગો દ્વારા જાણવા મળે છે કે તેઓ બીજાના મનની વાત, તેના હેતુઓ જાણી શકતા. શ્રોતાઓના મનમાં ઉગેલ પ્રશ્નોનું સમાધાન તેઓ પૂછે તે પહેલાં જ ઉપદેશમાં આવી જતું. આવી ચમત્કૃતિ બાબદ શ્રીમન્ને પૂછતાં તેઓશ્રીએ જણાવેલ કે આત્માની અનંત શક્તિઓ છે તે વડે જાણીએ છીએ. વળી કહ્યું કે આવી શક્તિઓ પ્રત્યેક આત્મામાં રહેલી છે, પણ તેને પ્રગટમાં લાવવા તે તે પ્રકારનો પુરુષાર્થ કરવો જોઈએ.
શ્રીમદ્ માત્ર ૩૩ વર્ષની ભર યુવાનવયે ‘કેવળ લગભગ ભૂમિકા’ મેળવી સં. ૧૯૫૭ના ચૈત્ર વદ ૫ ના દિવસે બે વાગે રાજકોટમાં આ નશ્વર દેહનો ત્યાગ કરી અદ્ભુત સમાધિમરણ સાધી આત્મસ્વરૂપમાં સમાઈ ગયા.
હવે આપણે કોનો આધાર રહ્યો ?તેમની જ પ્રત્યક્ષ વીતરાગ મુખમુદ્રા અને તેમના જ પ્રત્યક્ષ અક્ષર દેહરૂપ વચનામૃતોનો આધાર આજે પણ આપણા મહાભાગ્યે વિદ્યમાન છે. તેનો આધાર લઈ આપણા કષાયોને કાઢીએ તથા તેમની આપેલી મુખ્ય આજ્ઞા ‘સહજાત્મસ્વરૂપ’નું ધ્યાન ધરી, આ મનુષ્યભવ સફળ કરી, શુદ્ધ આત્મસ્વરૂપમાં સદાને માટે સમાઈ રહીએ; એજ પ્રભુ
પ્રત્યે પ્રાર્થના.
–પારસભાઈ જૈન
(૧૧)