________________
શ્રીમદ્ રાજચંદ્ર (સંક્ષિપ્ત જીવનચરિત્ર)
ભારતની આર્યભૂમિ એ સંત મહંતોની ભૂમિના નામે વિશ્વમાં વિખ્યાત છે. જે ભૂમિ ઉપર “અહિંસા પરમોધર્મ'નો દિવ્ય સંદેશ આપનાર ભગવાન મહાવીર જન્મ્યા, તેજ પુણ્યભૂમિ ઉપર અલૌકિક દિવ્યદૃષ્ટા સાધુચરિત સંતપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર સં. ૧૯૨૪ના કાર્તિક પૂર્ણિમાના માંગલિક દેવદિવાળીના દિવસે સૌરાષ્ટ્રમાં આવેલ વવાણિયા નામના ગામે અવતર્યા. તે શ્રીમનું જીવન કવન એક વિરલ ધર્મજ્ઞ પુરુષનું સહસ્ત્ર પ્રતિભાયુક્ત જીવન દર્શન છે. તે પવિત્ર જીવનને સંક્ષેપમાં યથાશક્તિ અત્રે આલેખીએ છીએ, જેથી તેમના ઉત્તમ સદગુણોને જાણી આત્માર્થી જીવોને આનંદ થાય.
શ્રીમન્ના દાદા શ્રી પંચાણભાઈ હતા. તે વૈષ્ણવધર્મ પાળતા. પણ શ્રીમના પિતા શ્રી રવજીભાઈના લગ્ન જૈન કુટુંબમાં જન્મેલ દેવબાઈ સાથે થયા હતા. તેઓ જૈન સંસ્કાર લાવ્યા હતા. તેથી શ્રીમમાં પ્રથમ બેય સંસ્કારોનું સિંચન થયું.
બાળયોગી શ્રીમદનું જીવન સાત વર્ષ સુધી રમતગમતમાં પસાર થયું. સાત વર્ષની વયે ગામની શાળામાં પ્રવેશ કર્યો. જ્ઞાનીને વળી શું ભણવાનું હોય ? સ્મરણશક્તિ એટલી સતેજ હતી કે શિક્ષક પાઠ વાંચે તે વેળા જ તેમને કંઠસ્થ થઈ જતો. બે વર્ષમાં સાતેય ધોરણનો અભ્યાસ કરી લીધો. અભ્યાસમાં તેઓ હોંશિયાર, વાત ડાહ્યા અને આનંદી સ્વભાવના હતા. બાલ્યાવસ્થાથી જ પુખ તર્કશક્તિ, વાક્યાતુર્ય અને રમત ગમતની અમીરી રીતભાત જોઈને ભવિષ્યમાં આ પુરુષ કેવો થશે તેનો ખ્યાલ આવતો હતો. પુત્રનાં લક્ષણ પારણામાં હોય તેમ જણાઈ આવતું હતું.
૭ વર્ષની વયે વવાણિયામાં શ્રી અમીચંદભાઈના અગ્નિસંસ્કાર વિધિ પ્રસંગે પ્રજ્વલિત ચિતાને નજરોનજર જોઈ બાળયોગી શ્રીમદ્ જાતિસ્મરણશાન ઉપર્યું. પૂર્વભવ નિહાળ્યા. ભવિષ્યમાં જાનાગઢનો ગઢ જોતાં તેમાં અનેક ગણી વૃદ્ધિ થઈ અને અંતે પૂર્વના ૯૦૦ ભવ શ્રીમના જાણવામાં આવ્યા.
૮ વર્ષની વયે તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. પ્રથમ વર્ષે પાંચ હજાર કડીઓની રચના કરી. ૯મા વર્ષે ‘રામાયણ’ ‘મહાભારત' પદ્યમાં નાનાં-નાનાં રચ્યાં. ૧૦મા વર્ષના પ્રવેશ સાથે તો અદભુત વાકછટા-વકતૃત્વકલાનો આર્વિભાવ થયો. સુંદર હસ્તાક્ષરના વખાણ સાંભળી રાજ દરબારમાં આદર સહિત તેમને બોલાવી અંગત લખાણ પણ કરાવતા. ૧૧મે વર્ષે તે વખતે નિકળતા માસિક ‘વિજ્ઞાન વિલાસ', “બુદ્ધિ પ્રકાશ” તથા “બોધપ્રકાશ'નામના ચોપાનિયામાં તેમના લેખ, નિબંધો છપાવા લાગ્યા, અને ઈનામો પણ સંપાદન કરવા લાગ્યા. ૧૧મેં વર્ષે શાળાનો અભ્યાસ છોડી દીધો. ૧૨મે વર્ષે “ઘડિયાળ' ઉપર તત્ત્વજ્ઞાન ભરિત ત્રણસો કડીની પદ્યરચના એક જ દિવસમાં કરી. કવિતામાં રાજ્યચંદ્રનામ લખતા તેથી વિદ્વાનોમાં “શ્રીમદ્ રાજચંદ્ર' નામથી પ્રસિદ્ધિ પામ્યા. બાળપણથી જ તેમનામાં વૈરાગ્ય હતો. એકવાર કચ્છના દીવાન મણિભાઈ સાથે કચ્છ પધારી બાળ મહાત્માએ પ્રજા સમક્ષ ધર્મસંબંધી સારું ભાષણ કર્યું. કચ્છના લોકો પ્રશંસા કરવા લાગ્યા કે આ છોકરો આગળ ઉપર મહાપ્રતાપી યશવાળો થશે.
૧૩ મા વર્ષથી અનેક ધર્મગ્રંથો, મહાપુરુષોના જીવન ચરિત્રો વગેરેનું પઠન કરવું શરૂ કર્યું. ૧૫ મા વર્ષ સુધી તો ઘણા વિષયો સંબંધી જ્ઞાન મેળવી લીધું. ત્યાર બાદ જૈન, બૌદ્ધ, વેદાંત, સાંખ્ય, યોગ અને ચાર્વાક એમ છએ દર્શનોના મુખ્ય ગ્રંથો અવલોકી ગયા. જૈન ધર્મ પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા થઈ. તેના ફળસ્વરૂપ ૧૬ વર્ષને ૫ માસની ઉંમરે મોરબીમાં શ્રીમદે ત્રણ દિવસમાં “મોક્ષમાળા' નામનો ગ્રંથ એકસો આઠ પાઠરૂપે લખી પ્રગટ કર્યો. જેમાં જૈનધર્મના સિદ્ધાંતોને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. વગર અભ્યાસે તેમણે માનધિ, અર્ધમાગધિ, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી ભાષાના અઢળક સાહિત્યને અવગાહી સારો કાબૂ મેળવ્યો. પછીથી અમુક શાસ્ત્રોના પાના ફેરવે તે વાંચ્યા તુલ્ય થઈ જાય અને વાંચે તે કંઠસ્થ રહી જાય.
૧૬મા વર્ષથી અવધાન શક્તિ ખીલી ઉઠી. મોરબીમાં પ્રથમ આઠ અવધાન પ્રયોગો કરી બતાવ્યા. અવધાન એટલે ભૂલ
(૧૦)