________________
ચકિત કરી દે તેવા શ્રીમદ્ના સૂત્રાર્થ
વવાણિયામાં ત્રણ સાઘ્વીજી આવેલા. તેમણે શ્રીમદ્ની વિદ્વાન તરીકે ખ્યાતિ સાંભળી શ્રી પોપટભાઈ મનજીને જણાવ્યું કે અમારે તેમની પાસેથી ‘સૂયગડાંગ સૂત્ર’ સાંભળવાની ઇચ્છા છે. શ્રીમદે તે સંભળાવવાની હા કહી અને સાથે પોપટભાઈને જણાવ્યું કે બપોરે બે વાગે જઈશું. પણ તમારે દરરોજ હાજર રહેવું.
શ્રીમદ્ પ્રથમ વાર ઉપાશ્રયે પધાર્યા ત્યારે સાધ્વીજી પાટ ઉપર બેઠા હતાં. શ્રીમદ્ભુ અને પોપટભાઈ મનજી નીચે બેઠા. ‘સૂયગડાંગ સૂત્ર’ ની બે ગાથાઓનું સવિસ્તાર સ્પષ્ટ વર્ણન સાંભળી સાધ્વીજી ચકિત થઈ ગયાં અને પાટ ઉપરથી ઊતરી નીચે બેસી શ્રીમદ્ પ્રત્યે કહેવા લાગ્યા કે આપની અમારાથી આશાતના થઈ છે. અહો! આવું વર્ણન તો આજ સુધી અમે કોઈ સાધુ મહારાજ પાસે પણ સાંભળ્યું નથી.
એવી રીતે મોક્ષમાળાના પાઠો પણ શ્રીમદે સાધ્વીજીઓને ઉપાશ્રયમાં એકવાર સમજાવ્યા હતા.
“સૂત્રો આત્માનો સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યાં છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૭૦)
૨૮