________________
CCC%
FUT
66
મોક્ષમાળાનું સર્જન
Boxcarve beaNGEN
સં. ૧૯૪૦માં શ્રી પોપટભાઈ દફતરીએ મોરબીમાં શ્રીમદ્ન વિનંતિ કરી કે બાળકથી વૃદ્ધ સુધી સરળતાથી સમજી શકે એવો એક ગ્રંથ આપ લખો તો ઘણા જીવોને મહાન લાભનું કારણ થાય. એ વિનંતિને સ્વીકારી પોપટભાઈ દફતરીના મકાનમાં જ બીજે માળે બેસીને શ્રીમદે ત્રણ દિવસમાં આ મોક્ષમાળાની રચના ૧૦૮ પાઠરૂપે કરી. આ ‘મોક્ષમાળા' ગ્રંથ વિષે શ્રીમદ્ સ્વયં જણાવે છે :
‘મોક્ષમાળા’ અમે સોળ વર્ષ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં રચી હતી...
જૈનમાર્ગને યથાર્થ સમજાવવા તેમાં પ્રયાસ કર્યો છે. જિનોક્તમાર્ગથી કંઈ પણ ન્યૂનાધિક તેમાં કહ્યું નથી. વીતરાગમાર્ગ ૫૨ આબાલવૃદ્ધની રુચિ થાય, તેનું સ્વરૂપ સમજાય, તેનું બીજ હૃદયમાં રોપાય તેવા હેતુએ બાલાવબોધરૂપ યોજના તેની કરી છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૬૩)
“બહુ ઊંડા ઉતરતાં આ મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે! મધ્યસ્થતાથી એમાં તત્ત્વજ્ઞાન
અને શીલ બોધવાનો ઉદ્દેશ છે. આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો મુખ્ય હેતુ ઊછરતા બાળયુવાનો અવિવેકી વિદ્યા પામી આત્મસિદ્ધિથી ભ્રષ્ટ થાય છે તે ભ્રષ્ટતા અટકાવવાનો પણ છે.’’ -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૮)
“મહાસતીજી ‘મોક્ષમાળા’ શ્રવણ કરે છે, તે બહુ સુખ અને લાભદાયક છે. તેઓને મારી વતી વિનંતિ કરશો કે એ પુસ્તકને યથાર્થ શ્રવણ કરે, મનન કરે. જિનેશ્વરના સુંદર માર્ગથી એમાં એક્કે વચન વિશેષ નાખવા પ્રયત્ન કર્યું નથી. જેમ અનુભવમાં આવ્યું અને કાળભેદ જોયો તેમ મધ્યસ્થતાથી એ પુસ્તક લખ્યું છે. હું ધારું છું કે મહાસતીજી એ પુસ્તકને એકાગ્રભાવે શ્રવણ કરી આત્મશ્રેયમાં વૃદ્ધિ કરશે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૧૯૩)
૨૭