________________
શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથનું અલૌકિક માહાભ્ય જેની પાસે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ છે તેને ઘેર સમજણનો ભંડાર છે, પણ જીવની યોગ્યતા માણે તેમાંથી તે ગ્રહણ કરી શકે છેજી. નદીમાં પાણી ઘણું હોય પણ જેની પાસે જેવડું વાસણ હોય તેટલું પાણી તે લઈ શકે છે. માટે યોગ્યતા કે આત્માર્થીપણું પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કર્તવ્ય છેજી. (બો.૩ પૃ.૭૮૬)
મહાપુરુષનું જીવન આપણને નિર્મળ બનાવે છે. કૃપાળુદેવનું જીવન તો ઘણાં જીવનચરિત્રો જેવું છે. એક ભવમાં ઘણા ભવોનો સરવાળો થયેલો છે. ખરું જીવન તો એમના પત્રો છે. આ કાળમાં એવા ગંભીર ભાવો કોઈ લખી શક્યા નથી. એક એક પત્રમાં આખો મોક્ષમાર્ગ મૂકી દીધો છે. એ સમજાય તો આપણું જીવન ઉત્તમ થાય. મહાપુરુષના જીવન સંબંઘી જાણે તો એને ભક્તિ જાગે. એમાંથી મારે કામનું શું? એ લક્ષ રાખે તો કંઈ ને કંઈ શીખવા મળે. (બો.૧ પૃ.૩૧૫) પરમકૃપાળુદેવના પત્રો એ જ આપણને નવજીવન અર્પનાર છે. આપણા ઉપર જ જાણે આજે અમુક પત્ર આવ્યો છે એમ જાણી જિજ્ઞાસા તીવ્ર રાખી વાંચીશું, વિચારીશું તો તેમાંથી અપૂર્વ બળ
શે. “સપુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” (૪૭) એવું પરમકૃપાળુદેવનું વચન છે. અને તેના વચનયોગરૂપ ગ્રંથને આઘારે આપણે કલ્યાણ સાધવાનો નિશ્ચય છે તો અવશ્ય આપણું કલ્યાણ થશે. (બો.૩ પૃ.૧૦૮)
હે ભગવાન! મારા જેવા પામરના હાથમાં, રાંકને હાથ રતન આવે તેમ, આ પત્રો આવ્યા છે. તેમાંના એકેક પત્રના આધારે મુમુક્ષુઓએ પોતાનું જીવન ઘડ્યું છે, આખી જિંદગી સુધી એક જ પત્રના રસનું પાન કર્યું છે અને પોતાની દશા તેના આઘારે વઘારી છે. મારે પણ એમાંથી અમૃત પીને મારા આત્માને અમર બનાવવો છે. (બો.૩ પૃ.૬૩૪)
“શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથ છપાયો નહોતો તે વખતે વિચાર કરી શકે તેવા જીવોને સદ્ગુ આજ્ઞાએ વાંચવા યોગ્ય ગણી જેમને તે સમજાય તેવાને તેની ભલામણ કરેલી. તે ગ્રંથમાં જણાવેલા બધા ગ્રંથો ખરીદી વાંચવા બેસે તો પાર આવે તેમ નથી. “શાસ્ત્ર ઘણા મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ” એ વિચારશો અને જેમાં સમજણ ન પડે અને વૈરાગ્ય-ઉપશમનું કારણ ન બને તેવું લાગતું હોય તો, તે વાંચનને બદલે “શ્રીમદ્ રાજચંદ્ર” ગ્રંથનું વિશેષ વાંચન-વિચાર રાખશો તો વિશેષ હિતકારી છેજી. (બો.૩ પૃ.૩૩૫)
બીજે ખોટી થશો અને જે શીખવાનું મળશે તે કરતાં મોટા પુસ્તકમાંથી જે જાણવાનું મળશે તે અલૌકિક અને આત્મહિતકારી વિશેષ થઈ પડશેજી. જેણે આત્મા નથી જાણ્યો તે ગમે તેવી કથા કરે પણ સાંભળનારમાં વીતરાગતા, નિર્મોહીપણું પ્રગટાવી ન શકે; અને જેણે આત્મા જામ્યો છે તે પુરુષનાં થોડાં વચનો પણ પ્રત્યક્ષ સત્પરુષ તુલ્ય જાણી ઉપાસવામાં આવે તો જગતનું વિસ્મરણ થાય અને આત્મા તરફ વૃત્તિ વળે, ઠરે અને ભાન પણ પ્રગટે. (બો.૩ પૃ.૭૫૩)
આપે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ વાંચવાની ઇચ્છા જણાવી તેના ઉત્તરમાં જણાવવાનું કે એ ગ્રંથ સર્વ શાસ્ત્રના સારરૂપ છે. તેનો નિયમિત અભ્યાસ શ્રદ્ધાપૂર્વક યથાશક્તિ થાય તો લાભનું કારણ છે તથા સપુરુષના વિયોગમાં પરમ અવલંબન તથા માર્ગદર્શકરૂપ છે. (બો.૩ પૃ.૫૪)
પરમકૃપાળુદેવનું પુસ્તક વાંચતા રહેવાથી ઘણા ખુલાસા આપોઆપ થાય તેમ છેજી અને ન સમજાય તો પૂછવામાં હરકત નથીજી. આત્મહિત પોષવા માટે પરમકૃપાળુદેવનાં વચનો મને તો સર્વોત્તમ લાગ્યા છેજ. તેથી વારંવાર તે જ ભલામણ કરવા વૃત્તિ રહે છેજી. (બો.૩ પૃ.૪૭૪)
જે વચનામૃતો આપણને અંત સુધી મદદ કરનાર નીવડે છે તે વચનો બીજા જીવોને સુલભ થાય તે દરેક મુમુક્ષુની ભાવના સહજ હોય. જેની પાસે ઘનનું સાઘન હોય તે તે દ્વારા પોતાના ભાવ પ્રદર્શિત કરે. એક તો પડતર કિંમત કરતાં કંઈ ઓછી કિંમત રાખવાની શરતે ઘનની મદદ કરાય, અથવા તે પુસ્તકો પ્રસિદ્ધ થયે અમુક પ્રતો ખરીદી તે ઓછી કિંમતે, મફત યોગ્યતા પ્રમાણે જીવોને વહેંચી શકાય. (બો.૩ પૃ.૬૮૯)
૧૫૦