________________
જે સત્ય હશે તે જ કહેવાશે
એક વખત ઢંઢક પંથના શેઠિયા લોકો શ્રીમદ્ પાસે આવ્યા. ખાનગીમાં વાતચીત કરી જણાવ્યું કે તમો અમારા ઢંઢક પંથને દીપાવો. તે માટે તમે કહો તે પ્રમાણે અમો તમને માન પાન આપીએ, વગેરે ઘણા પ્રકારની લાલચ બતાવીને વાત કરી. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે જે સત્ય હશે તે જ કહેવાશે. અમોને કંઈ મતભેદ કે કોઈ પ્રત્યે રાગદ્વેષ નથી. અને તમોએ જે લાલસાઓ બતાવી તેને અમે તુચ્છ ગણીએ છીએ.
“તે (જગત) સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત્ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૭૦) સંન્યાસીનો મદ ગળી ગયો
એક સંન્યાસી વવાણિયામાં આવેલ. શ્રીમની પ્રશંસા સાંભળી પ્રશ્નો પૂછવાની તેમને ઇચ્છા થઈ. શ્રી પોપટભાઈ મનજીના પ્રસંગમાં તે આવવાથી તેઓ શ્રીમદ્ પાસે લઈ આવ્યા. શ્રીમદે યથાયોગ્ય સત્કાર આપ્યો. તેમનું વર્તન શ્રીમદ્ પ્રત્યે પ્રથમ ઉન્માદવાળું અને અસભ્ય હતું. તેણે શ્રીમદ્ ૧૩ પ્રશ્નો પૂછ્યા. શ્રીમદે તેમાંના ૪-૫ પ્રશ્નોના ખુલાસા કરતાંની સાથે જ તે સંન્યાસી ઊભા થઈ ત્રણ દંડવત્ પ્રણામ કરી બેસીને બોલી ઊઠ્યા
કે મારો ખોટો મદ આજે ઊતરી ગયો અને થયેલા પોતાના દોષોની શ્રીમદ્ પ્રત્યે માફી માગી.
“માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્તંભરૂપ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૫૬)
૫૬