________________
વિનાશકાળે વિપરીત બુદ્ધિ
વવાણિયામાં શ્રી ભૂપતસિંહ લખમણજી ગરાસીયા બાપુ હતા. તેઓ કૃપાળુદેવ પાસે અવારનવાર આવતા. તેમનું ઘર કૃપાળુદેવના ઘરથી થોડું જ દૂર હતું. કૃપાળુદેવ ફરવા જતાં રસ્તામાં ભૂપતબાપુને કહ્યું : બાપુ, આજે સામૈયામાં જશો નહીં. અને જાઓ તો ઘોડે ચઢશો નહીં. તેમણે પ્રથમ ના કહ્યું. પણ પછીથી ઘોડે ચઢી સામૈયામાં ગયા. ઘોડો દોડાવતાં ભડક્યો અને . બાપુ નીચે પડ્યા. થોડી વારમાં જ મરણ પામ્યા.
“સાચા પુરુષની આજ્ઞા આ૨ાથે તે ૫૨માર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૭૨૪)
“સદ્ગુરુનો જોગ મળ્યે તેની આજ્ઞા પ્રમાણે ચાલ્યો તેનો ખરેખરો રાગદ્વેષ ગયો.” (વ.પૃ.૭૧૯) “અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૬૩)
“જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યાં છે, તે તે સાધન જ્ઞાનીપુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં.” (વ.પૃ.૪૧૧)
“જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે.’” (પૃ.૪૧૧-૨)
૫૭