________________
પરમકૃપાળુદેવની શ્રદ્ધા દૃઢપણે કરવા યોગ્ય ઉપદેશામૃતમાંથી -
શ્રદ્ધા એક ઉપર કરવી. જ્યાં ત્યાં શ્રદ્ધા કરશો તો માર્યા જશો. સ્વરૂપને પામેલા એક સપુરુષ પરમ કૃપાળુ ઉપર શ્રદ્ધા દૃઢ થશે તો જપ, તપ, ક્રિયા માત્ર સફળ થઈ, મનુષ્યભવ સફળ થઈ ગયો, દીવો થયો, સમકિત થયું સમજજો.
(.૩૮૨) હવે વ્યાશી વર્ષ થઈ ગયાં. છેવટની ભલામણ. મઘાનાં પાણી ટાંકામાં ભરી રાખે તેમ જ્ઞાનીનું કહેલું કહું છું તે લક્ષમાં લેશે તેનું કામ થશે. આ જ્ઞાની કે આ જ્ઞાની એમ કરવું નહીં. કોઈની નિંદા કરવી નહીં. પણ પરમકૃપાળુદેવની એક શ્રદ્ધા રાખવી. અને તેમનું જણાવેલું સ્મરણ કરતી વખતે જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી હૃદયમાં રાખવું. (પૃ.૩૦૨)
અમારા હૃદયમાં માત્ર કૃપાળુદેવ જ છે, તેની જ રમણતા છે. અમારી તો ર શ્રદ્ધા અને લક્ષ છે. અમે તો અમારા સમાગમમાં જે જિજ્ઞાસુ આવે છે તેને એ જ રસ્તો બતાવીએ છીએ કે પરમકૃપાળુદેવની જ આજ્ઞા માન્ય કરો, તેની જ શ્રદ્ધા કરો; તેણે જે સ્વરૂપ જાણ્યું, અનુભવ્યું છે તે જ સાચું છે, તે જ સ્વરૂપ મારું છે એમ તે પુરુષના વચને શ્રદ્ધાએ માન્ય કરો અને તેની જ ભક્તિમાં નિરંતર રહો; બીજી કંઈ કલ્પના ન કરો. (પૃ.૧૩૭)
તે સંતે કહેલા સદ્ગુરુની એક માન્યતા, શ્રદ્ધાથી સમકિત કહેવાય. આટલો મનુષ્યભવ મળ્યો છે તેમાં તે જ શ્રદ્ધા સકૃપાળુ શ્રી સદગુરુદેવ પ્રત્યેની જીવે રાખવા યોગ્ય છે. પોતાની કલ્પનાથી બીજા કોઈને માનવા યોગ્ય નથી. જે એમ એક સદગુરુની શ્રદ્ધાએ જ રહેલ છે તેનું આત્મહિત અને કલ્યાણ છે. જો એક સમકિત આ ભવમાં ન થયું તો જન્મ-મનુષ્યભવ હારી ગયા જાણવું. એ એકને જ માન્યાથી બઘા જ્ઞાનીઓ આવી જાય છે. (પૃ.૯૦),
શ્રદ્ધા એવી દૃઢ કરવી કે હવે હું કોઈ બીજાને ન માનું. મારો આત્મા જે જ્ઞાનીએ જોયો છે તેવો જ છે. મેં જોયો નથી; પણ જ્ઞાનીએ જોયો છે તેવો જ છે. તેમની આજ્ઞાએ મને ત્રિકાળ માન્ય છે. તે જ્ઞાની એ પરમકૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ છે; તે મને સદા કાળ માન્ય હો. હવે તે જ મારું સર્વસ્વ માનું. તેમના સિવાય બધું પર માનું. (પૃ.૪૫)
દ્રઢ શ્રદ્ધા કરી દો. ડહાપણવાળા, પંડિતાઈવાળા પણ શ્રદ્ધા પ્રતીત વગરના રહી જશે. અને છેલ્લા બેઠેલા બાળાભોળા અભણ પણ શ્રદ્ધાની પકડ કરી દેશે તેનું કામ થઈ જશે. પરમકૃપાળુદેવથી ઘણા જીવોનો ઉદ્ધાર થશે. (પૃ.૩૪૬)
શ્રદ્ધા. “સદ્ધ પરમ ટુર્જહા” ભગવાનનું વચન છે. કેડ બાંધીને તૈયાર થઈ જઈ, નાચીકૂદીને પણ એક શ્રદ્ધા પકડ કરી દો. પછી જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય બધું થશે. સૌથી પહેલી શ્રદ્ધા. એ બહુ મોટી વાત છે. મહાભાગ્ય હશે તેને તે થશે. (પૃ.૩૯૦)
બોઘામૃત ભાગ-૧,૩'માંથી -
સદ્ગુરુના પગલે પગલે ચાલવાનું છે. પ્રભુશ્રીજી કહેતા કે કૃપાળુદેવે કહ્યું હતું તેમ કહું છું. આ કૃપાળુદેવની શ્રદ્ધા કરશો? એની ભક્તિ કરશો તો કલ્યાણ થશે એમ પણ કહ્યું હતું. એક વખતે પર્યુષણના છેલ્લા દિવસે કહેલું કે આ છેલ્લો દિવસ પર્યુષણનો છે, હવે બીજા પર્યુષણ આવે ત્યાં સુધી એક બોલ કહું છું, તેનો બાર મહિનામાં વિચાર કરી લાવજો, તે એ કે “સદ્ધ પરમ તુસ્ત્રહીં.” (બો.૧ પૃ.૨૦૭) પરમ પુરુષ પરમકૃપાળુદેવ પ્રત્યે આપની વધતી જતી શ્રદ્ધા જાણી સંતોષ થયો છે. આ દુષમ કળિકાળમાં આપણા જેવા હીનપુણ્ય જીવોને સાક્ષાત્ મહાવીર સ્વામીના વચનોનો પરિચય કરાવનાર એ મહાપુરુષ ઉપર શ્રદ્ધા કરાવનાર ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો અથાગ ઉપકાર જેમ જેમ સમજાતો જાય છે, તેમ તેમ તે પુરુષે બતાવેલા સન્માર્ગ પ્રત્યે વિશેષ વિશેષ પ્રેમ અને પુરુષાર્થવૃત્તિ જાગે છેજી. (બો.૩ પૃ.૪૮૧) -
એક પરમકૃપાળુદેવની શ્રદ્ધા જ સુખકારી છે. જેને તે શ્રદ્ધા આવી તે દુઃખી હોતો નથી. દુઃખ આવી પડે તો દુઃખ માનતો નથી. તેને એક પ્રકારનો આધાર મળ્યો છે. (બો.૩ પૃ.૫૧૪)
૧૫૭