________________
શ્રદ્ધા - સમ્યક્ત્વ અથવા સમકિત વિષે
સદેવ, ગુરુ અને ઘર્મની શ્રદ્ધાને શાસ્ત્રમાં વ્યવહાર સમકિત કહ્યું છે. અપેક્ષાએ જોતાં સદ્ગુરુની શ્રદ્ધા એ જ સમક્તિ છે. સાચા દેવ અને ઘર્મને સમજાવનાર સદ્ગુરુ છે. સદ્ગુરુ પ્રત્યેની પરોક્ષ શ્રદ્ધા પણ જો યથાર્થ હોય તો તે પણ જીવને પંદર ભવે મોક્ષ આપી દે એવી બળવાન છે. તે શ્રદ્ધા એવી હોવી જોઈએ કે ગમે તેવા પતિત થવાના પ્રસંગો આવે તો પણ તે ફરે નહીં. શ્રદ્ધા એ જ વ્યવહાર સમકિત છે, જે નિશ્ચય સમકિતનું કારણ છે અને જીવને આગળ વઘારી કેવળજ્ઞાન પ્રગટાવનાર છે.
શ્રદ્ધા એ આત્માનો ગુણ છે. તે બધા પ્રાણીઓમાં સદા વિદ્યમાન છે. પણ તે શ્રદ્ધાનો ગુણ વર્તમાનકાળે દેહાદિમાં આત્મબુદ્ધિ કરી વિપરીત રીતે પરિણમેલો
છે. તેને સત્પરુષના બોધવડે આત્મામાં આત્મબુદ્ધિ કરી જો સમ્યક્ કરવામાં આવે તો
તે જીવને નિશ્ચય સમ્યક્દર્શન અર્થાત્ આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવી પરિણામે શાશ્વત સુખશાંતિ સ્વરૂપ મોક્ષને અપાવે એવો છે.
શ્રદ્ધા સહિતનો પુરુષાર્થ તે જ સત્ય પુરુષાર્થ છે; સમક્તિ વગરની બધી ક્રિયા તે એકડા વગરના મીંડા જેવી નિરર્થક છે અર્થાત મોક્ષમાર્ગમાં તે ઉપયોગી સિદ્ધ થતી નથી.
સમ્યક્ત્વ વિષે પરમકૃપાળુદેવના ઉદ્ગાર શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી :- પ્રહ–સમ્યકત્વ શાથી પ્રગટે ?
ઉ–આત્માનો યથાર્થ લક્ષ થાય તેથી. સમ્યત્વના બે પ્રકાર છે ઃ- (૧) વ્યવહાર અને (૨) પરમાર્થ. સદ્ગુરુના વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો; તેની પ્રતીતિ કરવી; તે ‘વ્યવહારસમ્યકત્વ.' આત્માની ઓળખાણ થાય તે “પરમાર્થસમ્યત્વ.” (પૃ.૭૦૯) જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યકત્વ થાય નહીં. (પૃ.૭૩૨)
મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યક્ત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે. (પૃ.૭૧૨) સદ્ગુરુ, સતદેવ, કેવળીનો પ્રરૂપેલો ઘર્મ તેને સમ્યત્વ કહ્યું, પણ સદેવ અને કેવળી એ બે સદ્ગુરુમાં સમાઈ ગયા. (પૃ.૬૯૩)
વિચાર વિના જ્ઞાન નહીં. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યત્વ નહીં. સમ્યત્વ વિના ચારિત્ર ન આવે, અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે, અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી મોક્ષ નથી; એમ જોવામાં આવે છે. (પૃ.૭૫૪)
સૂત્રો, ચૌદપર્વનું જ્ઞાન, મુનિપણું, શ્રાવકપણું, હજારો જાતનાં સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાઘનો, જે જે મહેનતો, જે જે પુરુષાર્થ કહ્યાં છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે કહ્યાં છે. તે પ્રયત્ન જો આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, આત્માને અર્થે, થાય તો સફળ છે; નહીં તો નિષ્ફળ છે; જો કે તેથી બાહ્ય ફળ થાય; પણ ચાર ગતિનો છેદ થાય નહીં. જીવને પુરુષનો જોગ થાય, અને લક્ષ થાય, તો તે સહેજે યોગ્ય જીવ થાય; અને પછી સદગુરુની આસ્થા હોય તો સમ્યત્વ થાય. (પૃ.૭૧૬)
ભગવત્ તીર્થંકરના નિગ્રંથ નિર્ગથિનીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું તેથી તેને સમકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થકર સાચા પુરુષ છે, સાચા મોક્ષમાર્ગના ઉપદેખા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષમાર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી, અને નિશ્ચયથી સમકિત કહ્યું છે. (પૃ.૫૯૯)
સમ્યત્વના લક્ષણો ઃ ૧. કષાયનું મંદપણું અથવા તેના રસનું મોળાપણું. ૨. મોક્ષમાર્ગ તરફ વલણ. ૩. સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારો ઝેર લાગે. ૪. સર્વ પ્રાણી ઉપર દયાભાવ; તેમાં વિશેષ કરી પોતાના આત્મા તરફ દયાભાવ. ૫. સત દેવ, સઘર્મ, સદ્ગુરુ ઉપર આસ્થા. (પૃ.૭૪૨)
૧૫૬