________________
પ્રભુ ભક્તિ સદૈવ કર્તવ્ય
ભક્તિ એટલે પ્રેમ. સપુરુષોના ગુણોમાં પ્રેમ તે ભક્તિ છે. ભક્તિ એ ભક્તના ભાવ છે. તે જો સત્પરુષમાં રહે, એમના વચનો વાંચવા, વિચારવા, લખવા, ગોખવા, ફેરવવામાં કે કોઈ વ્યક્તિનો છંદ ગાવામાં રહે તો મન શુદ્ધ થતું જાય છે. ખરો પ્રેમ ભગવાનના ગુણો પ્રત્યે પ્રગટે તો બઘા કર્મ બળીને ભસ્મ થઈ જાય; એવું અદ્ભુત સામર્થ્ય પ્રભુ ભક્તિમાં રહેલું છે.
ભક્તિ વગર જ્ઞાન થાય નહીં. ભક્તિ પણ નિષ્કામ જોઈએ. માત્ર મોક્ષ અભિલાષ રાખી કરવી જોઈએ. ભક્તિ એ મુક્તિ મેળવવાનો સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપાય છે. ભક્તિ વિષે પરમકૃપાળુદેવનો
પરમ ઉપદેશ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાંથી :- સદુદેવગુરુશાસ્ત્રભક્તિ અપ્રમત્ત
પણે ઉપાસનીય છે. (પૃ.૬૩૦) ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે; માટે તે સર્વોત્કૃષ્ટ છે. (પૃ.૭૧૦) ભક્તિ પૂર્ણતા પામવાને યોગ્ય ત્યારે થાય છે કે એક તૃણમાત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં, સર્વદશામાં ભક્તિમય જ રહેવું. (પૃ.૨૮૭)
ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છેદ ટળે, અને સીઘા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. (પૃ.૬૮૭).
ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. (પૃ.૨૬૪).
પ્ર–અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે?
ઉ૦–ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે, નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે. (પૃ.૪૩૦) જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. (પૃ.૩૯૫)
ભક્તિપ્રઘાનદશાએ વર્તવાથી જીવના સ્વચ્છેદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એવો પ્રઘાન આશય જ્ઞાની પુરુષોનો છે...આ કાળને વિષે તો ઘણા કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિપ્રઘાનદશા આરાઘવા યોગ્ય છે; એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે, અને એમ જ છે.) (પૃ.૩૪૦)
પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય પ્રેમે ભક્તિ કર્તવ્ય ઉપદેશામૃત'માંથી -
કોઈ સંતને પૂછ્યું તો તેમણે પોતાને જેનાથી લાભ થયો છે તેવો નિઃશંક માર્ગ-પરમકૃપાળુદેવની ભક્તિનો માર્ગ આપણને બતાવ્યો તે માર્ગ ભૂલ વગરનો, સાચો છે. તે માર્ગથી આપણું કલ્યાણ છે. એમ આપણા મનમાં દ્રઢતા થાય તેવો તેમણે આપણને ઉપદેશ આપ્યો તે તેમનો પરમ ઉપકાર છે. તે ઉપકારીનો ઉપકાર ન ભૂલવો. (પૃ.૧૨૯)
મુમુક્ષુ–પાપ દોષ તો અનંતકાળથી અનેક પ્રકારના કર્યા છે, તે નાશ કરવાનો મુખ્ય ઉપાય કયો?
પ્રભુશ્રી–ભક્તિ, સ્મરણ, પશ્ચાત્તાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ તપ તો કોઈથી ન પણ થાય.
૧૫૮