________________
પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય પ્રેમે ભક્તિ કર્તવ્ય
કદાચ કષ્ટ આપે. પરંતુ સ્મરણ-ભક્તિ પ્રેમપૂર્વક કરે ને ભગવાનનું રટણ કરે, સદ્ગુરુમંત્રમાં રહે તો કોટિ કર્મનો ક્ષય થાય. એવો એ ભક્તિનો મહિમા છે. (પૃ.૪૪૩)
ભક્તિના ઘણા પ્રકાર છે. બોધ સાંભળવો, વાંચન, વિચારણા, સદ્ગુરુમાં પ્રેમ, ભાવ એવી ભક્તિ ઉત્તમ છે. (ઉ.પૃ.૪૪૪) સત્ અને શીલ એ યોગ્યતા લાવશે. અને છેવટમાં કહી દઉં? આ છેલ્લા બે અક્ષર ભવસાગરમાંથી બૂડતાને તારનાર છે. તે શું છે? તો ભક્તિ, ભક્તિ અને ભક્તિ. (પરમકૃપાળુદેવની) સ્વરૂપભક્તિમાં પરાયણ રહેવું. (ઉ.પૃ.૩૬૯)
‘બોઘામૃત ભાગ-૧, ૩’માંથી :મુમુક્ષુ—ભક્તિ એટલે શું?
પૂજ્યશ્રી—સંસારથી વૃત્તિ ઊઠીને સત્પુરુષ ઉપર થાય તે ભક્તિ
છે. પ્રભુશ્રીજીના બોધમાં આવ્યું હતું કે ભક્તિ એ ભાવ છે. સંસાર ઉપર
જે પ્રેમભાવ છે તે ઊઠી સત્પુરુષ ઉપર તેવો ભાવ થાય તે ભક્તિ છે. (બો.૧ પૃ.૫૬)
સતીનો પતિ પ્રત્યેનો પ્રેમ બધે વખણાય છે અને સંસારમાં એ પ્રેમનું વધારે માહાત્મ્ય પણ છે. એવો પ્રેમ જો સત્પુરુષ પ્રત્યે આવે તો કામ કાઢી નાખે. સતી જેટલો જ નહીં પણ તેથી અનેકગણો પ્રેમ સત્પુરુષ પ્રત્યે કરવાનો છે; કેમકે સંસારમાં આત્મા ચોંટી ગયો છે, તેને ઉખાડ્યા વિના છૂટકો નથી. સતી જેટલા પ્રેમથી પતે એવું નથી. એનાથી અનંતગણા પ્રેમની જરૂર છે. સમયે સમયે પ્રેમ રહેવો જોઈએ. પ્રેમને વશ ભગવાન પણ છે. એ પ્રેમ શબ્દોમાં આવે એવો નથી. (બો.૧ પૃ.૭૮)
ભક્તિ : એ આત્માની પ્રેમશક્તિને પરમપુરુષમાં લીન કરવારૂપ દશા છે. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં સબ આગમભેદ સુઉર બસેં.’’ ઉપર જણાવ્યા પ્રમાણે ત્યાગ – તજવા યોગ્યના અનેક પ્રકાર છે, પણ ભજવા યોગ્ય તો આત્મારૂપ મોક્ષની મૂર્તિ સમાન પરમપુરુષ એક જ છે અને તેમાં અનન્યભાવે લીનતા થતાં સર્વ જગતનું વિસ્મરણ થવા યોગ્ય છેજી. આ પરમપદનો ટૂંકો માર્ગ અનેક મહાપુરુષોએ આચર્યો છે અને આ કાળમાં એ જ પરમ ઉપકારી છે એવો ઉપદેશ કર્યો છે. (બો.૩ પૃ.૫૪૭)
મૂળ વાત તો પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિ છે. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ ઠોકી ઠોકીને કહ્યું છે કે એક પરમકૃપાળુદેવની ભક્તિ ક૨ના૨ને બીજા કોઈનું ધ્યાન વગેરે કરવાની જરૂર નથી. તેમાં ચિત્ત વિશેષ રહ્યા કરે તેમ કરવા ભલામણ છેજી. (બો.૩ પૃ.૩૩૭) પરમકૃપાળુદેવ ઉપર પ્રેમ, ભક્તિ, આસ્થા, શ્રદ્ધા, એનું અનન્ય શરણ ગ્રહણ કરવું. એ પરમ પુરુષ શ્રીમદ્ રાજચંદ્રની ભક્તિથી સર્વ જ્ઞાનીની ભક્તિ થાય છે. તેને માન્યાથી કોઈ જ્ઞાની માનવાના બાકી રહી જતા નથી. તેમાં સર્વ સમાય છે. એ વારંવાર વિચારી હૃદયમાં દૃઢ કરવા યોગ્ય છેજી. (બો.૩ પૃ.૬૨)
૫૨મ પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ પ્રત્યે જે અનન્ય પ્રેમ કરવો ઘટે છે, તેમની પૂજા પ્રભાવના કે આશ્રય જેટલા પ્રેમથી કરવાં ઘટે છે તેટલો પ્રેમ કોઈ પણ માણસ કે દેવાદિ પ્રત્યે અત્યારે કરવો યોગ્ય નથી. એટલું હૃદયમાં જીવતાં સુધી સાંભરે તે પ્રકારે કોતરી રાખવા યોગ્ય છેજી. (બો.૩ પૃ.૨૦૮)
૫૨મ ઉપકાર પરમકૃપાળુદેવનો છે. તેમણે આત્મા પ્રગટ કર્યો, આત્માનો ઉપદેશ આપ્યો, મ્યાનથી તરવાર ભિન્ન છે તેમ દેહથી ભિન્ન આત્મા જણાવ્યો અને બીજા ખોટા માર્ગોથી આપણને છોડાવી સાચા આત્માના માર્ગે વાળ્યા, મોક્ષનો માર્ગ બતાવ્યો; માટે એમના જેવો કોઈએ આપણા ઉપર ઉપકાર કર્યો નથી. માટે પરમકૃપાળુદેવજી આપણા ગુરુ છે, તે જ આપણે પૂજવા યોગ્ય છે, તેમના પર જ પરમ પરમ પ્રેમ કરવા યોગ્ય છે. તે જ આપણા બાંધવ, ૨ક્ષક, તારનાર, ઘણી અને પરમેશ્વર છે. એ પરમકૃપાનાથની અમને તમને પરમભક્તિ પ્રગટે તો આપણાં મહાભાગ્ય ગણાય. (બો.૩ પૃ.૬૪૯)
૧૫૯