________________
જ્ઞાની પુરુષની આજ્ઞા પરમકૃપાળુદેવના આજ્ઞા વિષેના ઉદ્ગારો “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી - સપુરુષની આજ્ઞા પાળવી તે જ કલ્યાણ...આજ્ઞામાં અહંકાર નથી. સ્વચ્છંદમાં અહંકાર છે. (પૃ.૭૧૧,૭૦૬)
જેમ જેમ આ રાગદ્વેષનો નાશ વિશેષ કરી થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વરદેવની છે. (પૃ.૩૫૮) સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય બીજું ન ચાલે એવી જિનની આજ્ઞા છે. (પૃ.૬૮૮)
જ્ઞાનીને ઓળખો; ઓળખીને એઓની આજ્ઞા આરાઘો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિઘ કલ્યાણ છે. (પૃ.૬૬૯)
જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાઘતાં ઘણા ગુણો પ્રગટે છે. (પૃ.૬૯૭) યથાશક્તિ સદ્ગત અને સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાની પુરુષની આજ્ઞા છે. (પૃ.૬૮૬)
ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. (પૃ.૬૩૭)
મોક્ષાર્થે પરમકૃપાળુદેવની આજ્ઞા ઉપાસવા યોગ્ય ઉપદેશામૃત'માંથી :
આજ્ઞા એટલે શું? પુરુષ ઉપર એવી શ્રદ્ધા કે તે કહે છે તે સાચું છે, તેના ઉપર પ્રેમ થાય, તેના વચનનું શ્રવણ થાય; તે સાંભળીને સાચું માને, તે પ્રમાણે વર્તવાના ભાવ થાય; એ પ્રમાણે ભાવનું પલટવું તે આજ્ઞા છે. (પૃ.૩૩૮)
જ્ઞાનીની આજ્ઞાથી તો પાંચ-દશ મિનિટ પણ આત્માને માટે ગળાય તે દીવો કરશે. (પૃ.૩૬૦),
સંત પાસેથી જે કંઈ સમજ મળે તે પકડી તે પ્રમાણે વર્તવા લક્ષ રાખવો. વીસ દુહા, ક્ષમાપના-આટલું પણ જો સંત પાસેથી મળ્યું હોય તો ઠેઠ ક્ષાયિક સમકિત પમાડશે; કારણકે આજ્ઞા છે, તે જેવી તેવી નથી. જીવે પ્રમાદ છોડી યોગ્યતાનુસાર જે જે આજ્ઞા મળી હોય તે આરાઘવા મંડી પડવું; પછી તેનું ફળ થશે જ. (પૃ.૩૬૯)
મુમુક્ષુ-જ્ઞાન શાથી થાય?
પ્રભુશ્રી-ત્રિકાળમાં પણ જ્ઞાનીને શોધવા પડશે. સત્પરુષને શોથી તેના ઉપર શ્રદ્ધા અને તેની આજ્ઞાનું આરાઘન. આ બે કર્યું જાઓ. વિશેષ કરવા જશો, આત્મા જોવા જશો તો પોતાની મેળે કંઈ જણાય તેમ નથી. (પૃ.૩૫૦)
સદાચાર પૂર્વે બહુ પાળ્યા. પરંતુ વળાવો, સદ્ગુરુની આજ્ઞારૂપ હતો નહીં, માટે કામ થયું નહીં. આજ્ઞાથી સદાચાર એક આત્માર્થની ઇચ્છાએ થાય છે અને સ્વચ્છેદથી તો તે પુણ્ય, સ્વર્ગ કે કલ્પિત મોક્ષની ઇચ્છાએ થાય છે. માટે આજ્ઞાથી જ કામ થાય છે. (પૃ.૩૫૦)
બોઘામૃત ભાગ-૧માંથી -
કલ્યાણ શાથી થાય? પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાથી. એમાં રુચિ થશે ત્યારે કલ્યાણ થશે. કૃપાળુદેવ આત્મજ્ઞાની પુરુષ છે. એમની આજ્ઞાથી આત્મજ્ઞાન થાય એવું છે. મહાપુરુષનું એક વચન લઈને ઘસી નાખ્યું તો કામ થયું. હવે સાચું જ કરવું છે. નવરા પડીએ કે સ્મરણ, વાંચન, વિચાર કરવાનું રાખવું. (પૃ.૨૮૮)
સપુરુષની આજ્ઞા એ જ ખરો માર્ગ છે. નાગને પાર્શ્વનાથ ભગવાને સ્મરણ મંત્ર સંભળાવ્યો તેથી તે ઘરણેન્દ્ર થયો, નહીં તો નાગ તો નરકે જાય. ભીલે એક “મારે કાગડાનું માંસ નથી ખાવું” એટલી જ આજ્ઞા આરાઘી, જેથી કરીને તે દેવ થયો, પછી શ્રેણિક રાજા થયો, અનાથીમુનિ મળ્યા ત્યારે સમકિત પામ્યો અને મહાવીર ભગવાન મળ્યા ત્યારે ક્ષાયિક સમકિત થયું અને તીર્થકર ગોત્ર બાંધ્યું. (પૃ.૫૧)
૧૬૦