________________
નરોડાની ભાગોળે મુનિઓની રાહ જોતા શ્રીમદ્
“અમદાવાદથી મુમુક્ષુ ભાઈઓ પણ નરોડે આવ્યા હતા. બાર વાગે શ્રી લલ્લુજી આદિ મુનિઓને નિવૃત્તિ સ્થળે જંગલમાં પઘારવા શ્રીમદ્ભુએ સમાચાર મોકલ્યા હોવાથી મુનિઓ ઉપાશ્રયથી ભાગોળે પહોંચ્યા તેટલામાં શ્રીમદ્ભુ આદિ પણ ત્યાં રાહ જોતા ઊભા હતા.’’ (ઉ.પૃ.૨૩૪)
ઉનાળાના તાપમાં ગજગતિથી ચાલતા શ્રીમદ્
“ઉનાળાના તાપથી જમીન બહુ તપી ગઈ હતી. પરંતુ “સાધુના પગ દાઝતા હશે'' એમ બોલી શ્રીમદ્ભુ પોતાના જોડા કાઢી નાખી ગજગતિથી દૂર વડ સુધી ઉઘાડે પગે ચાલ્યા. સાઘુઓ છાયાનો આશ્રય લેવા ત્વરિત ગતિથી ચાલતા હતા. પણ પોતે અકળાયા વગર, કંઈ તડકાની કાળજી કર્યા વિના, શાંતિથી ચાલતા હતા. ગામના લોકો પણ વાતો કરતા કે શ્રી દેવકરણજી મહારાજ જણાવતા હતા કે આ જ્ઞાની પુરુષ છે તે વાત સાચી છે.’’ (ઉ.પૂ. ૦૨૩૦)
૧૩૦