________________
ભવના સિિ
જેવી ભાવના તેવી સિદ્ધિ
બગીચામાં આકર્ષણ પામે તો ત્યાં જન્મે
ઉપર જણાવેલ બગીચામાં એક કેળને નવા પલ્લવ આવેલ. તે પવનની લહેરથી ફરફરી રહેલા જોઈ મેં કૃપાળુદેવનું ધ્યાન તે તરફ ખેંચ્યું. ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે મન તેમાં બહુ આકર્ષાશે તો ત્યાં ઊપજવું થશે. મેં કહ્યું–મનુષ્ય જીવ ત્યાં ઊપજે એ બને ખરું? તેના જવાબમાં મરૂદેવી માતાનો જીવ કેળના ઝાડમાંથી મનુષ્યપણું ધારણ કર્યાનું જૈન આગમોમાં કહ્યું છે તે જણાવ્યું હતું.
“ગુરુ પાસે રોજ જઈ એકેંદ્રિયાદિક જીવોના સંબંધમાં અનેક પ્રકારની શંકાઓ અને કલ્પનાઓ કરી પૂછ્યા કરે; રોજ જાય અને એ ને એ જ પૂછે, પણ એણે ઘાર્યું છે શું? એકેંદ્રિયમાં જવું ઘાર્યું છે કે શું?”
– શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૯૪)
૧૨૯
શ્રી રણછોડભાઈ ધારશીભાઈ જણાવે છે : કૃપાળુદેવના ધરમપુર નિવાસ દરમિયાન સ્મશાનમાં ડાઘુઓને બેસવા માટેનું એક આશ્રય સ્થાન અમારા તરફથી બનાવવામાં આવતું હતું. ત્યાં નાનો સરખો બગીચો પણ બનાવવામાં આવતો હતો. તે બગીચામાં નદીના એકઠા કરેલા
જુદા જુદા રંગના પથ્થરો ગોઠવી કાંઈ લેખ ચીતરવો એ બાબત પરમકૃપાળુદેવને વિનંતી કરી પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ ‘ભાવનાસિદ્ધિ’ એક લખવા સૂચન કર્યું. તે પ્રમાણે લેખ ચિતર્યો હતો. તેનો ભાવ એમ સમજાય છે કે સંસારમાં સુખદુઃખના હર કોઈ સમયે આ મુદ્રાલેખનું સ્મરણ દરેકને બહુ ઉપયોગી થઈ પડશે કે જેવી ભાવના જીવનમાં કરી હશે તેવી જ અંતે સિદ્ધિ પ્રાપ્ત થશે.
“આ યૌવન તે મારું નથી, અને આ ભૂમિ તે મારી નથી, માત્ર એ મોહ અજ્ઞાનપણાનો છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વભાવનાનો વિચાર કર! વિચાર કર!” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૪૪)