________________
હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ
“વડ નીચે શ્રીમજી બિરાજ્યા તેમની સામે છયે મુનિઓ નમસ્કાર કરીને બેઠા. શ્રીમદ્જીના પગનાં તળિયા લાલચોળ થઈ ગયાં પણ પગ પર હાથ સુધ્ધાં ફેરવ્યો નહીં. શ્રી દેવકરણજી સામું જોઈ બોલ્યા, “હવે અમે તદ્દન અસંગ થવા ઇચ્છીએ છીએ. કોઈના પરિચયમાં આવવું ગમતું નથી એવી સંયમશ્રેણીમાં આત્મા રહેવા ઇચ્છે છે.” શ્રી દેવકરણજીએ પ્રશ્ન કર્યો, “તો અનંતી દયા જ્ઞાની પુરુષની છે તે ક્યાં જશે?” શ્રીમદ્જીએ જવાબ આપ્યો : “અંતે એ પણ મૂકવાની છે.” (ઉ.J. ધ૨૩)
“અસંગપણું એટલે આત્માર્થ સિવાયના સંગપ્રસંગમાં પડવું નહીં.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૬૪) જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંઘ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ
સપુરુષોને નમસ્કાર છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૦૪) શ્રી છગનભાઈ નરોડાવાળા જણાવે છે :
નરોડામાં ઘણા મુમુક્ષભાઈઓ નેશનલ હાઈવે પાસે જે વડ નીચે પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા અને મુનિઓ તથા મુમુક્ષુઓને ઉપદેશ આપ્યો હતો ત્યાં પ.પૂ.પ્રભુશ્રીજી સાથે આવ્યા. ત્યાં પ.પૂ.પ્રભુશ્રીજીએ નમસ્કાર કર્યા તેથી મુમુક્ષુઓએ પણ નમસ્કાર કર્યા. પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું કે “પ્રભુ, અહીં નાની સરખી દેરી કરવામાં આવે તો મહાલાભનું કારણ છે. અહીં થઈને ઘણા માણસોની અવરજવર થાય છે. દેરી જોઈને ઘણાને બે હાથ જોડી નમસ્કાર કરવાનું મન થાય. તે જીવોને ખબર નથી કે હું કોને નમસ્કાર કરું છું પણ તે સાચાને નમસ્કાર થાય છે. માટે મહાપુણ્યનું કારણ છે. ત્યાર પછી આ દેરી, ઉપર બતાવેલ વડ નીચે બાંધવામાં આવી હતી.
૧૩૧