________________
Ο
મનોમન સાક્ષી
શ્રી છગનભાઈ નાનજી લીંબડીવાળા જણાવે છે :
૧) ઘણા દિવસથી કૃપાળુદેવ ખોરાક લેતા નહોતા. એક દિવસે એવો બનાવ બન્યો કે મહારાજ લલ્લુજી સ્વામી અને દેવકરણજી સ્વામી બન્ને મહાત્માઓને એમ થયું કે હવે કૃપાળુદેવ ખોરાક લે તો ઠીક. એવો તેમનો અભિપ્રાય જણાવવા તેમણે કૃપાળુદેવને પત્ર લખાવ્યો.
૨) તે જ દિવસે કૃપાળુદેવે દ્રાક્ષ મંગાવી ખોરાક લીઘો અને કહ્યું : મુનિને પત્ર લખો કે આજે અમે ખોરાક લીઘો છે. અહીંથી કાગળ ત્યાં પહોંચ્યો અને તેમનો લખેલો કાગળ અહીં આવ્યો હતો.
“જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વજોગ સાંભર્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૯)
“કેવળ નિર્વિકાર છતાં પરબ્રહ્મ પ્રેમમય પરાભક્તિને વશ છે, એ હૃદયમાં જેણે અનુભવ કર્યો છે એવા જ્ઞાનીઓની ગુપ્ત શિક્ષા છે.’” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૬૩)
“કૃપાળુદેવ શ્રી સદ્ગુરુ પ્રભુની મુદ્રાછબી હૃદયમંદિરમાં સ્થાપી, ખડી કરી મનને ત્યાં પરોવજો. પરમ શુદ્ધ ચૈતન્યનું નિવાસધામ એવો જે શ્રી સદ્ગુરુનો પવિત્ર દેહ તેનું વીતરાગ ભાવે ધ્યાન કરવાથી પણ જીવ શાંત દશાને પામે છે, એ ભૂલવા જેવું નથી.” (ઉ.પૃ.૮)
૧૩૨