________________
ચિતા નિરખતા બાળયોગી શ્રીમન્ને જાતિસ્મરણજ્ઞાન
તળાવ ઉપરના બે શાખાવાળા બાવળ ઉપર ચઢી જોયું તો ખરેખર ચિતા બળતી હતી અને કેટલાક માણસો આસપાસ બેઠેલા હતા. તે જોઈ શ્રીમદ્ વિચાર થયો કે આવા માણસને બાળી દેવો એ કેટલી ક્રૂરતા? આમ શા માટે થયું? વગેરે વિચારો કરતાં આત્માની નિર્મળદશાના કારણે પડદો ખસી ગયો અને માત્ર સાત વર્ષની વયે જાતિસ્મરણજ્ઞાન ઊપજ્યુ–પૂર્વભવ જણાવા લાગ્યા.
પછી એક વાર જૂનાગઢનો ગઢ જોયો ત્યારે તે પૂર્વ ભવના જ્ઞાનમાં ઘણો વઘારો થયો અને છેવટે નવસો ભવનું તેમને સ્મરણ થઈ આવ્યું. આ અસાઘારણ બનાવથી તેઓ વધારે શાંત બનતા ગયા અને વૈરાગ્યભાવ દિનપ્રતિદિન વધતો ચાલ્યો. “જાતિસ્મરણજ્ઞાન એ મતિજ્ઞાનના ‘ઘારણા નામના ભેદમાં સમાય છે. તે પાછલા ભવ જાણી શકે છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૫૫) “પુર્નજન્મ છે - જરૂર છે. એ માટે “હું” અનુભવથી હા કહેવામાં અચળ છું.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૩૬૧)