________________
શૂળની પીડા કેમ ખમાણી?
પંચાણદાદા ગુજરી ગયા ત્યારે કૃપાળુદેવ ૧૦ વરસના હતા. સ્મશાને જતાં નનામીના મોઢા આગળ ચાલી કૃપાળુદેવે છાણી (અગ્નિ) ઉપાડી હતી. પગમાં કાંઈ પહેર્યું ન હતું. તે વખતે પગમાં પહેરવાનો રિવાજ નહોતો. રસ્તામાં જતાં કૃપાળુદેવને પગમાં લાંબી શૂળ વાગી. શબને ચાર ફેરા દઈ અગ્નિદાહ પ્રથમ કૃપાળુદેવે આપ્યો. પછી બીજા ભાઈઓએ અગ્નિ સંસ્કાર કર્યો હતો. જ્યાં સુથી મડદું બળી રહ્યું ત્યાં સુધી બધા બેઠા હતા. પછી તળાવે જઈ નાહીને બધા ઘેર આવ્યા ત્યાં સુધી પગમાં તે શૂળ હતી.”
(અ.પૃ. ૫૬)
માણસો ઘેર આવ્યા ત્યારે માતાજીએ કૃપાળુદેવને પૂછ્યું : ભાઈ, પગમાં શું વાગ્યું છે? કેમ આમ પગ અચકાય છે? પછી પગની પાની જોઈ તો તેમાં લાંબી બાવળની શૂળનો કાંટો હતો. તે તેમણે કાઢ્યો અને પૂછ્યું, “ક્યાંથી શૂળ વાગી?” “અહીંથી સ્મશાને જતાં રસ્તામાં વાગી.” “ત્યાં કોઈને કેમ વાત કરી નહીં કે શૂળ કઢાવી નહીં? ત્યાં સુધી આ પીડા કેમ ખમાણી?” કૃપાળુદેવ મૌન રહ્યાં. “શારીરિક વેદનાને દેહનો ઘર્મ જાણી અને બાંઘેલાં એવાં કમનું ફળ જાણી સમ્યપ્રકારે અહિયાસવા યોગ્ય છે.”
-શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ. ૩૭૮)
૧૨