________________
આજ્ઞાનું પાલન એ જ ધર્મ
“મારે આજ્ઞાનું પાલન થાય તેમ કરવું’ માટે હું પાછો ચાલ્યો જાઉં છું. એમ કહી ખેદ ખિન્ન થઈ આંખમાથી ઝરતી આંસુઘારા સાથે શ્રી લઘુરાજ સ્વામી ખંભાત પાછા ફર્યા; અને તે રાત્રિ પરાણે વ્યતીત કરી. બીજે દિવસે સવારે શ્રી અંબાલાલભાઈ, શ્રી સોભાગભાઈ અને શ્રી ડુંગરશીભાઈને રાળજથી શ્રીમદે ખંભાત મોકલ્યા.
મંત્ર મળતાં મહાશાંતિ
શ્રી સોભાગભાઈએ ઉપાશ્રયમાં આવી શ્રી લઘુરાજ સ્વામીને આશ્વાસનરૂપે કહ્યું કે “પરમકૃપાળુદેવ તમને સમાગમ કરાવશે અને આપને કહેવા યોગ્ય જે વાતો કહી છે તે આપને એકલાને જ જણાવવાની છે.” તેથી શ્રી અંબાલાલભાઈના ઘરે જઈ તે બન્ને એકાંતમાં બેઠા.
શ્રી સોભાગભાઈએ શ્રીમદે જણાવેલો મંત્ર કહી સંભળાવ્યો, અને પાંચ માળાઓ રોજ ફેરવવાની આજ્ઞા કરી છે, એમ જણાવ્યું. શ્રી લઘુરાજ સ્વામીને આથી ઘણો
સંતોષ થયો અને પરમકૃપાળુદેવનો “સત્સંગ એ આત્માનું પરમ હિતેષી ઔષઘ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૬)
સમાગમ થશે એમ જાણી ઘણો આનંદ થયો.