________________
શ્રી લલ્લુજી મહારાજને શ્રીમદ્ગી પ્રથમ જાણકારી
અપાસરામાં ઉપર જવાને બદલે શ્રી અંબાલાલભાઈ આદિ ત્રણેય જણ શ્રી લલ્લુજી મહારાજ પાસે આવીને બેઠા. ભવસ્થિતિ આદિ પ્રશ્નોની ચર્ચા થઈ પણ સમાધાન થઈ શક્યું નહીં, ત્યારે શ્રી અંબાલાલભાઈએ જણાવ્યું કે સર્વ આગમના જ્ઞાતા એવા શ્રીમદ્ રાજચંદ્ર નામના ઉત્તમ પુરુષ મુંબઈમાં છે, તે અહીં ખંભાત આવવાના છે. ત્યારે લલ્લુજી મહારાજે કહ્યું : “અમને તે પુરુષનો મેળાપ કરાવશો.” “જે વાતો જીવને મંદ કરી નાખે, પ્રમાદી કરી નાખે તેવી વાતો સાંભળવી નહીં. એથી જ જીવ અનાદિથી રખડ્યો છે. ભવસ્થિતિ, કાળ આદિના આલંબન લેવાં નહીં.
એ બઘાં બહાનાં છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ
પાકી જાણવી.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૨૪)
પછી શ્રી લલ્લુજી મહારાજને શ્રીમદ્ભા પત્રો વાંચવા આપ્યા. તે વાંચી એમને પણ ખાતરી થઈ કે એ પુરુષ જરૂર અનેક પ્રશ્નોનું સમાધાન કરી શકશે. કેમકે આ પત્રોમાં તત્ત્વો સંબંઘી જે ઊંડું ચિંતન જણાય છે, એવું તો ક્યાંય જોવામાં આવ્યું નથી.
“જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોઘ પામ્યો છે. જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોઘ પામ્યો છે તે જીવને
સમ્યક્દર્શન થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩૨૫).